অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મિની ફુવારા પિયત પદ્ધતિ ( રેઈન પોર્ટ )

મિની ફુવારા પિયત પદ્ધતિ ( રેઈન પોર્ટ )

ફાયદાઓ :

  1. ઓવરહેડ ફુવારા પિયત પદ્ધતિની જેમ એકધારૂં પાઈપ અને ફુવારાની ફેરબદલી કરવાની જરૂર રહેતી નથી અને પાકને  નુકશાન થતું અટકાવી શકાય છે.
  2. મીની ફુવારા પિયત પદ્ધતિ સહેલાઈથી સ્થળાંતર કરી શકાય છે.
  3. ખેતરમાં મીની ફુવારા પિયત  પદ્ધતિની ગોઠવણી માટે ઓછી મહેનતની જરૂર પડે છે તેમજ મજુરી ખર્ચ અને સમયની બચત થાય છે.
  4. મિની ફુવારા પિયત પદ્ધતિમાં પાણીની વહેંચણી એકસમાન રીતે થાય છે.
  5. ખાતર અને પાણીનો બચાવ થાય છે.
  6. મીની ફુવારા પિયત પદ્ધતિ ચાલુ કરવા માટે ઓછા મજુરોની જરૂર પડે છે. એકધારું ફેરબદલીની જરૂરીયાત ન રહેતા ફરીથી મજુરી ખર્ચમાં ઘટાડો થાય છે.
  7. આ પદ્ધતિમાં નીકપાળાની જરૂરીયાત રહેતી નથી તેથી ખેતરની છેલ્લી હદ સુધી પિયત આપી શકાય છે એટલે કે પિયતના વિસ્તારમાં વધારો થાય છે.
  8. પાણીની ખેંચ દરમ્યાન આ સિસ્ટમની મદદથી ઓછી ઈલેક્ટ્રીસીટી ની ઉપલબ્ધતાથી પણ પિયત આપી શકાય છે.
  9. આ પદ્ધતિમાં સુક્ષ્મ ટીપાં રૂપે પાણી જમીન પર પડતું હોવાથી જમીનનું બંધારણ ખોરવાઈ જતુ નથી જેથી એકસમાન  પિયતને લીધે પાક્નો વિકાસ સારો થાય છે.
  10. ફુવારા અને નોઝલની પસદગી પાકનો પ્રકાર, જમીનનો પ્રકાર અને પાણીની ઉપલબ્ધતા ઉપર આધાર રાખે છે.
  11. આ પદ્ધતિનો ઉપયોગ જુદી જુદી સીઝનમાં એક કરતા વધુ પાકો માટે કરી શકાય છે.
  12. આ પદ્ધતિમાં બધા ભાગો પ્લાસ્ટિકના હોઈ તેની જાળવણી સહેલાઈથી કરી શકાય છે તથા તેના ભાગોમાં ઘસારાથી મુક્ત રહે છે.
  13. આ પદ્ધતિથી પાકના કુલ ઉત્પાદનમાં વધારો થતાં  આવકમાં વધારો થાય છે.

ઉપયોગ :

  1. એકદમ નજીકના અંતરે થતા પાકોમાં ઉપયોગ જેવા કે બટાટા , લીલા શાકભાજી, તેલીબિયાં , કઠોળ , અનાજ , ઘાસચારો વગેરે.
  2. ચા- કોફી અને અન્ય પાકોમાં.
  3. લોન અને બગીચામાં
  4. ઠંડા હવામાનમાં જામી જવાની સામે રક્ષણ કરે છે અને ગરમ હવામાનમાં તાપમાનનું નિયંત્રણ કરે છે.

પદ્ધતિના વિવિધ ભાગો :

પીવીસી / એચડીપીઈ પાઈપ અને વધારાની સાધન સામગ્રી :

પીવીસી અને એચડીપીઈ પાઈપનો મુખ્ય અને ગૌણ લાઈન તરીકે રેઈનપોર્ટ પદ્ધતિમાં ઉપયોગ થાય છે. તે રેઈનપોર્ટ પદ્ધતિના સ્થાયી ( કાયમી ) ભાગ છે. જરૂરી વ્યાસ અને દબાણનાં પીવીસી / એચડીપીઈ પાઈપ અને વધારાની સાધન સામગ્રીના આ પદ્ધતિમાં જરૂરીયાત રહે છે. સિસ્ટમના કાયમી ( સ્થાયી ) ભાગરૂપે જ્યારે પીવીસી / એચડીપીઈ પાઈપની પસંદગી વખતે ખાસ કાળજી લેવી જરૂરી છે.

સ્ક્રીન ફિલ્ટર :

પાણીનું બરાબર ગાળણ થાય તે માટે આ પદ્ધતિમાં સ્ક્રીન ફિલ્ટરનો ઉપયોગ થાય છે. ફિલ્ટરનો  ઉપયોગ મોટા પથ્થરો, લીલ, ઝાડનાં પાંદડા વગેરે રોકવાનું કાર્ય કરે છે, નહિતર તે નોઝલમાં જામ થઈ જાય કે ફુવારાને ફેરવવામાં અડચણ ઊભી કરે. આ પદ્ધતિમાં ઓછામાં ઓછી ૨૦૦ માઈક્રોન ગાળણક્રિયાની ભલામણ થાય છે.

પીઈ લેટરલ  :

સખત પરંતુ સહેલાઈથી વળી જાય તેવું રેઈનપોર્ટ સિસ્ટમની આદર્શ પસંદગી છે.

  • લેટરલ પર બે સમાંતર પીળી લાઈનો હોય છે જે ગુણવતાનું લક્ષણ દર્શાવે છે.
  • તે ટકાઉ અને અલ્ટ્રાવાયલેટને સ્થિર કરી શકે તેવી એલએલડીપીઈની બનેલી હોય છે.
  • તેની અંદરની સપાટી એકદમ લીસી હોય છે જેથી તેમાં ઓછું ઘર્ષણ તથા ઊર્જાનો ઓછો ઉપયોગ થાય છે અને સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
  • ફિલ્ડમાં સહેલાઈથી પાથરી  ( બિછાવી ) અને સંકેલી આપે છે.
  • વગર તુટ્યે તાકાતથી ખેંચી શકાય છે તથા પાણીનાં અચનાક દબાણનો સામનો કરી શકે છે.
  • તે સારી મજબુતાઈ અને ખાસ પ્રકારની ડિઝાઈનથી બનાવેલી હોઈ સહેલાઈથી પોલીકમ્પ્રેશન ફિટિંગ્સનો ઉપયોગ કરી શકાય છે.

મીની ફુવારા :

પ્લાસ્ટિક્ના મીની ફુવારા એ રેઈનપોર્ટના હૃદયસમાન છે જે ખાસ ડિઝાઈનથી બનાવેલ હોઈ, તે રેઈનપોર્ટ સિસ્ટમ માટે યોગ્ય છે. ઓછા વજનનું હોવા છતાં, કાર્ય દરમ્યાન સાદો ૮ મિ.મી. ના રાઈઝર રોડ પણ તેનો ભાર અને ધ્રુજારીનો સામનો કરી શકે. હાઈડ્રોડાયનેમિક ડિઝાઈન હોવાથી પાણીની એકસરખી વહેંચણી કરે છે અને ઓછી ઊર્જાનો ઉપયોગ કરી વધુ વિસ્તાર આવરે છે.

ઈરિગેશન રેઈનપોર્ટ સિસ્ટમ માટે જુદા-જુદા પ્રકારના પ્લાસ્ટિક્ના ફુવારા બનાવવામાં આવેલ છે. મોડેલની પસંદગી ક્રિયાશીલતા, પાક્નો પ્રકાર , જમીનનો પ્રકાર, પ્રાકૃતિક રચના દબાણની ઉપલબ્ધતા તથા પાણી અને ઈલેક્ટ્રીસિટી ની ઉપલબ્ધતા ઉપર રહેલ છે.

રેઈનપોર્ટ સિસ્ટમ માટે નીચે મુજબના જુદા-જુદા ફુવારા મોડેલ ઉપલબ્ધ છે, જેમકે

  1. ૫૦૨૨ યુ - પ્લાસ્ટિક ઈમ્પેક્ટ સ્પ્રિંકલર
  2. ૪૨૭ જીએજી – પાર્ટ / ફુલ સર્કલ પ્લાસ્ટિક ઈમ્પેક્ટ સ્પ્રિકલર
  3. સુપર ૧૦ – બોલ ડ્રિવન સ્પ્રિનકલર
  4. ૫૦૨ એચ – ટર્બો હેમર સ્પ્રિંકલર

૫૦૨૨ યુ - પ્લાસ્ટિક ઈમ્પેક્ટ સ્પ્રિંકલર :

  • વજનમાં હલકું અને આખુ પ્લાસ્ટિકનું બંધારણ હોય છે.
  • સહેલાઈથી કાઢી શકાય તેવું બેયોનેટ નોઝલ હોય છે જેથી સહેલાઈથી પ્રવાહ અને ત્રિજ્યાની પસંદગી માં મદદ કરે છે.
  • સ્પ્રિંકલરને ખોલવા તથા જાળવણી કરવા માટે ખાસ પ્રકારના સાધનની જરૂરીયાત રહેતી નથી.
  • એક સરખી પાણીની વહેંચણી થાય છે.
  • હેવી ડ્યુટી પ્લાસ્ટિક મટીરીયલ્સનો ઉપયોગ થાય છે જે કાટ, રસાયણ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની સામે પ્રતિકારક શકિત પુરી પાડે છે.
  • ¨      સ્પ્રિનકલર માં કેપનો ઉપયોગ થાય છે જે રેતાળ જમીનનાં સ્પ્રિંગને રેતથી જામી જવા સામે રક્ષણ આપે છે.

પોલી કમ્પ્રેશન ફિટિંગ્સ :

તેમાં કમ્પ્રેશન ફિટિંગ્સનો ઉપયોગ થાય છે.

  1. મેલ થ્રેડેડ એડેપ્ટર
  2. એન્ડ કેપ
  3. એલ્બો
  4. કોમ્પ્રેશન થ્રેડેડ એલ્બો
  5. જોઈનર
  6. કોમ્પ્રેશન ફિમેલ એડેપ્ટર
  7. બોલ વાલ્વ
  8. કોમ્પ્રેશન થ્રેડેડ ટી
  9. ટી

રેઈનપોર્ટ ફીટિંગ્સ :

મીની ફુવારા પિયત પદ્ધતિમાં નીચે મુજબના ફીટિંગ્સનો ઉપયોગ થાય છે.

  1. ફિમેલ ટેક ઓફ
  2. મેલ ટેક ઓફ એડેપ્ટર
  3. ટેક ઓફ પ્લગ
  4. ૧ / ૨ ’’ X ૩ / ૪ ’’ એડેપ્ટર
  5. સ્પ્રિંકલર એડેપ્ટર
  6. વિનાઈલ ટ્યુબ

નોંધ : ઉપર મુજબનાં બધાં જ રેઈનપોર્ટ ફીટિંગ્સ જરૂરી લંબાઈની વિનાઈલ ટ્યુબ અને રાઈઝર રોડ સાથે એક જુથમાં હોય છે.

મીની ફુવારા પિયત પદ્ધતિની ગોઠવણી :

  1. ડિઝાઈન પ્રમાણે મુખ્ય અને ગૌણ લાઈન ( પીવીસી / પીઈ ) ની ગોઠવણી કરવી. ખાડામાં કોઈ પથ્થર કે અન્ય કોઈ અડચણ ઊભી કરે તેવી વસ્તુઓ હોવી જોઈએ નહિ તેની ચકાસણી કરો. પાઈપની નીચે જરૂરી આધાર પુરો પાડવો કે જેથી ધ્રુજારી સહન કરી શકે.
  2. સર્વિસ સડલની યોગ્ય સ્થિતિમાં ગોઠવણી કરવી અને ગૌણ લાઈનમાં ડ્રિલ વડે કાણું પાડવું અથવા રિડ્યુસિંગ ટિનો ઉપયોગ કરવો.
  3. કનેકશન માટે યોગ્ય પાઈપની ગોઠવણી કરવી તથા તેની યોગ્ય ઊંચાઈ નક્કી કરવી.
  4. ડિઝાઈન અથવા તો નક્કી કરેલા અંતર પ્રમાણે ખેતરમાં લેટરલ પાઈપ પાથરવી.
  5. સ્પ્રિંકલરની સ્થિતિ નક્કી કરવી.

નોંધ : પહેલાં અને છેલ્લા ફુવારાની ગોઠવણી એવી રીતે કરાવી કે જેથિ આખા ખેતરમાં (  ખેતરની હદ સુધી ) પાણીની એકસમાન વહેંચણી થઈ શકે.

  • ટ્યુબની ઉપર પંચ વડે નક્કી કરેલા અંતરે કાણું પાડવું. ગોળ અને લીસું કાણું પડે તેની કાળજી રાખવી ફીમેલ ટેક-ઓફથી પાણીનું લીકેજ ન થઈ શકે.
  • કાણામાં ફીમેલ-ટેક-ઓફને પંચની મદદથી દાખલ કરવી.
  • ૧ / ૨ ઈંચ સ્પ્રિનકલર એડેપ્ટરનું રોડ સાથે જોડાણ કરવું. સરખી રીતે દાખલ કરવી ખાતરી કરો કે સ્પ્રિનકલર યોગ્ય રીતે ફરશે કે નહીં.

સ્પ્રિન્કલરની સ્થિતિ :

સ્ટાર્ટ કનેકટર આઉટલેટની નજીક સ્પ્રિન્કલર રાઈઝર રોડની ગોઠવણી કરવી. સ્ટેન્ડ ને ૩૦ થી ૪૦ સે.મી. જમીનમાં અંદર દાખલ કરવી. કઠણ જમીન હોય તો, પહેલા તેને પાણીથી ભિંજવી અને પછી આ કાર્ય કરવું રાઈઝર રોડને જમીનના કાટખુણે અને સ્થિર રહે તે રીતે દાખલ ક્રવો. પિયતનાં સારા કાર્ય માટે આ જરૂરી છે. દબાણથી મેલ ટેક ઓફ કનેકટરનું ફીમેલ ટેક ઓફ વડે જોડાણ કરો.

ફલશિંગ :

સિસ્ટમની ગોઠવણી પુરી થયા પછી એકધારું સિસ્ટમને સાફ કરવા માટે ફલશિંગ કરો. એક પછી એક વાલ્વ ચાલુ કરી જરૂરી દબાણ ઉત્પન્ન કરવું. ફલશિંગ પછી લેટરલના છેડાને એન્ડ પ્લગથી બંધ કરવો.

સિસ્ટમની ગોઠવણી પુરી થયા પછી સિસ્ટમના કાર્યની ચકાસણી કરવી. ફુવારાનાં પ્રકાર અને સ્ટેન્ડના અંતરના આધારે દબાણની જરૂરીયાત ઓછામાં ઓછી રહે તે રીતે રાખો.

મીની ફુવારા પિયત પદ્ધતિનું એકત્ર અને સંગ્રહ :

  1. ખાસ પ્રકારના સાધનની મદદથી મેલ ટેક ઓફથી અલગ કરો. ૧૫ - ૨૦ સ્પ્રિનકલરના જથ્થામાં એકત્ર કરો.        નોંધ : સ્પ્રિંકલરને ટ્યુબથી અલગ કરવા ટ્યુબને ખેંચવી નહી. જો આમ થશે તો ફિમેલ ટેક ઓફ ટયુબમાંથી ખેંચાઈ જશે. જો ફિમેલ ટેક ઓફ તુટી જાય તો કટરની મદદથી ફિમેલ તેક ઓફનાં હેડને કાપો અને ફરી તેનો છેડો ટયુબમાં દાખલ કરી નવું ફિમેલ ટેકઓફની ગોઠવણી કરો.
  2. પાણીથી ધોવાઈ ગયા પછી વાઈન્ડરની મદદથી ટયુબને વિંટવી. એકબીજાને પાર ન કરે અને વળ ન આવે એ રીતે ટયુબને એક પછી એક વીંટીને રીલ બનાવો અને તેને યોગ્ય રીતે બાંધો.
  3. સ્પ્રિનકલર સ્ટેન્ડને તુટી જતાં અટકાવવા કોઈ સાધનમાં યોગ્ય રીતે ગોઠવો. સુર્યના કિરણો અને ઉંદરથી દુર રહે તેવી જગ્યાએ સંગ્રહ કરો.
  4. રીલનો સૂકી, ચોખ્ખી અને ઉંદરથી રક્ષણ મળે એવી જગ્યાએ સંગ્રહ કરો.

રેઈનપોર્ટના અસરકારક ઉપયોગ માટેની માર્ગદર્શક બાબતો :

  1. ૧ પોલીટયુબને સીધી પાથરવી અને સ્પ્રિનકલરની યોગ્ય હારમાં ગોઠવણી કરવી. બધાં જ  સ્પ્રિનકલરની સરખી ઊંચાઈએ ગોઠવણી કરવી.
  2. બધા જ સ્પ્રિનક્લર જમીનને સીધા કાટખુણે સ્થિતિમાં ગોઠવેલા છે કે નહિ તેની ખાતરી કરવી.
  3. હંમેશા પોલી ટયુબમાં કાણું પાડવા માટે યોગ્ય પંચનો ઉપયોગ કરવો.
  4. જ્યારે ટયુબની ગોઠવણી કરો ત્યારે ટયુબને યોગ્ય સહનશીલતા પુરી પાડવી.
  5. ધુળ – કચરાનાં એકટત્રિત માટે સ્પ્રિંકલરથી ૧.૫ થી ૨ મીટર આગળ સુધી પોલી ટયુબ પાથરવી.
  6. પથ્થર , લીલ વગેરેને રોકવા માટે યોગ્ય ફિલ્ટર વાપરાવા જેથી નોઝલને જામ થતા રોકે તથા સ્પ્રિનકલરનો પ્રવાહ તથા ફરવામાં અડચણ ઊભા ન કરે.
  7. પોલી ટયુબને પાથરવા અને સંકેલવા યોગ્ય વાઈન્ડરનો ઉપયોગ કરો.
  8. ટયુબનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરો જેથી તેને ઉંદર  , જીવ-જંતુઓ તથા આગથી રક્ષણ મળે.
  9. લેટરલમાં જ્યાં જરૂરીયાત ન હોય ત્યાં કાણાં હોય તો તેને બંધ કરવા હોલ પ્લગનો ઉપયોગ કરો.
  10. સ્પ્રિનકલર અને રાઈઝર રોડને ગમે તેમ ન ફેંકતા જ્યારે તેનો ઉપયોગ ન હોય ત્યારે તેનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
  11. ૨ – ૩ સીઝન પછી એમ.એસ. રોડને યોગ્ય એન્ટિકોરસિવ માવજત આપો.
  12. લીકેજ દુર કરવા માટે કંટ્રોલ વાલ્વની યોગ્ય ગોઠવણી કરો.
  13. ડિઝાઈન પ્રમાણે સ્પ્રિનકલર અને લેટરલનાં અંતર રાખો.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની –  એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવસિર્ટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate