હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / ફુવારા પિયત પદ્ધતિના અસરકારક ઉપયોગ માટેની વિવિધ તરકીબો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફુવારા પિયત પદ્ધતિના અસરકારક ઉપયોગ માટેની વિવિધ તરકીબો

ફુવારા પિયત પદ્ધતિના અસરકારક ઉપયોગ માટેની વિવિધ તરકીબો વિશેની માહિતી આપવામાં આવેલ છે

મોટા ફુવારા પિયત પદ્ધતિ ( ૧૨ મી. X ૧૨ મી. ) માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્ધારા એક અથવા બે હેકટર માટેના સેટ ખેડુતોને સબસીડીના લાભ સહિત આપે છે. આ સેટના ઉપયોગ દ્ધારા એકી સાથે એક / બે હેકટર જમીનમાં પિયત કરી શકાતું નથી. સામાન્ય રીતે આ પદ્ધતિમાં દબાણ ૨.૭૫ કિગ્રા / સેમી રાખી ૭૦-૮૦ ટકા ઓવરલેપિંગ દ્ધારા આ સેટથી પિયત કરવામાં આવે તો એક હેકટર પિયત કરવા માટે કેટલી શિફટ માં (પાળી ) પિયત આપવું પડે તથા તેના માટે લાગતા સમય ની વિગત નીચે દર્શાવેલ છે.

એક હેકટરવાળા મોટા ફુવારાના સેટથી આવરી લેવાતા પિયત વિસ્તારની ગણતરી :

એક શિફટ દ્ધારા આવરી લેવાતો પિયત વિસ્તાર

 • ફુવારાની સંખ્યા X એક ફુવારાથી આવરી લેવાતો પિયત વિસ્તાર ( મી )
 • ૮ X ૧૪૪  મી
 • ૧૧૫૨ મી પ્રતિ શિફટ

એક હેકટર માટે લાગતી શિફટની સંખ્યા

 • ૧૦૦૦૦ ( મી ) / ૧૧૫૨ મી
 • ૯ શિફટ / હેકટર
એક હેકટર પિયત માટે લાગતો કુલ સમય
 • ૯ શિફટ X ૩ કલાક પ્રતિ શિફટ
 • ૨૭ કલાક અથવા
 • ૨૭ / ૮ કલાક વિજળી પ્રતિ દિવસ
 • ૩.૫ દિવસ પ્રતિ હેકટર

દબાણ ૨.૭૫ કિગ્રા / સેમી મુજબ ૧૬ મિ.મી. / કલાક દર વાળા ફુવારાથી ૫૦ મિ.મી. ઊંડાઈનું એક પિયત આપવા લાગતો સમય

બે હેકટર વાળા મોટા ફુવારાના સેટથી આવરી લેવાતો પિયત વિસ્તારની ગણતરી :

એક શિફટ દ્ધારા આવરી લેવાતો પિયત વિસ્તાર

 • ફુવારાની સંખ્યા X એક ફુવારાથી આવરી લેવાતો પિયત વિસ્તાર ( મી
 • ૧૨ X ૧૪૪  મી
 • ૧૭૨૮ મી પ્રતિ શિફટ

એક હેકટર માટે લાગતી શિફટની સંખ્યા

 • ૧૦૦૦૦ ( મી ) / ૧૭૨૮ મી
 • ૬ શિફટ / હેકટર

એક હેકટર પિયત માટે લાગતો કુલ સમય

 • ૬ શિફટ X ૩ કલાક પ્રતિ શિફટ
 • ૧૮ કલાક અથવા
 • ૧૮ / ૮ કલાક વિજળી પ્રતિ દિવસ
 • ૨.૨૫ દિવસ પ્રતિ હેકટર

મોટા ફુવારા પિયત પદ્ધતિના અસરકારક ઉપયોગ કરવા માટેની તરકીબો :

 • ઉપરોક્ત ગણતરીને ધ્યાને લઈ ખેડુતો ધારે તો આવી રીતે અઠવાડીયામાં ( ૭ દિવસ ) એક અને બે હેકટરવાળા ફુવારાના સેટની મદદથી અનુક્રમે અંદાજીત ૨ હે. ( ૭ દિવસ / ૩.૫ ) તથા ૩ હે. ( ૭ દિવસ / ૨.૨૫ ) જેટલો વિસ્તાર પિયત હેઠળ આવરી શકે. પરંતુ તેના પાણીના સ્ત્રોતનું પોતાના ખેતરથી અંતર , ખેતરની લંબાઈ- પહોળાઈ પ્રમાણે તેણે આ સેટમાં ઘટતા – વધતા થોડા પાઈપો થોડા પાઈપો વત્તા – ઓછા કરવા પડે.
 • એ પદ્ધતિમાં જીજીઆરસીના હાલના ભાવ મુજબ સબસીડી વગર અંદાજીત રોકાણ એક હેકટરવાળા સેટમાં ૩૦૦૦૦/- અને બે હેકટરવાળા ૪૦૦૦૦/- જેટલું થાય છે. આ પદ્ધતિનું સરેરાશ આયુષ્ય ૧૨ -૧૫ વર્ષ તથા રોકાણ ઓછું તેમજ શિફટ પદ્ધતિથી  ૨ – ૩ હેકટર / અઠવાડીક વિસ્તાર પિયત હેઠળ આવરી શકાતો હોવાથી વાપરવી ખુબ જ સસ્તી પડે,
 • આ પદ્ધતિમા રાઈઝરોની ઉંચાઈ ફિકસ ૭૫ સેમી હોય છે. તેથી મકાઈ, જુવાર વગેરે જેવા ઉંચા પાકો માટે આ રાઈઝરો દ્ધારા છેલ્લા પિયત આપવામાં મુશ્કેલી થાય છે તેવા સંજોગોમાં ૩૦ – ૪૫ સેમી બંને બાજુ આટાવાળા ટુકડાઓ ( એક્સટેન્શન ) લગાવી નજીવા વધારાના ખર્ચે પિયત આપવામાં સુગમતા રહે છે.
 • આ પદ્ધતિમાં ૨.૭૫ કિગ્રા / સેમી દબાણે એક ફુવારામાંથી નીકળતો પાણીનો જથ્થો અંદાજે ૫૭૦૦ લિટર / કલાક [ એક ફુવારાનો વિસ્તાર ( ૧૪૪ મી) X ફુવારાનો દર ( ૧૬ એમએમ ) ] થાય તે અને ઉપલબ્ધ મોટર / ડીઝલ એંજીનના પાણીના દરને ધ્યાને લઈ પ્રતિ શિફટ ફુવારાની સંખ્યામાં ફેરફાર કરવો આવશ્યક બને, નહિ તો ઓવરલેપિંગના અભાવે આ પદ્ધતિની કાર્યક્ષમતા ઘટે.

મીની તથા માઈક્રો ફુવારા પિયત પદ્ધતિનાં અસરકારક ઉપયોગ કરવા માટેની તરકીબો :

 • અંદાજે મીની ફુવારા પિયત પદ્ધતિનું શરૂઆતનું મૂડી રોકાણ ૩૦,૦૦૦/- થી ૪૦,૦૦૦/- પ્રતિ હેકટરે થાય છે. આ ખર્ચ નું પ્રમાણ વિસ્તાર ઘટે તેમ વધે તથા વિસ્તાર વધે તેમ ઘટે તે ધ્યાને લઈ ખેડુતો સબમેઈન ખેતર વચ્ચે રાખી પિયત દિઠ લેટરલ – ફુવારાઓ એક બાજુ થી બીજી બાજુ બદલતા રહી એટલા જ રોકાણે ડબલ વિસ્તાર પિયત હેઠળ આવરી શકે.
 • મીની ફુવારા પિયત પદ્ધતિમાં લેટરલ ફુવારાઓ બન્ને બદલવા ઘણી વખત પાક મુજબ મુશ્કેલ હોય તેવા સંજોગો માં માત્ર ફુવારાઓ બદલતા રહિ ડબલ વિસ્તાર પિયત હેઠળ આવરવા લેટરલોનું થોડું વધારે રોકાણ થવા છતા પ્રતિ હેકટરે મુજબ મુડિ રોકણ ઘટશે.
 • માઈક્રો ફુવારા પિયત પદ્ધતિમાં ઓછા અંતરે ફુવારાઓની ગોઠવણ હોવાથી લેટરલ – ફુવારાઓની ગોઠવણ લગભગ ફિકસ કરવી પડે પરંતુ તેમાં માત્ર નજીવા ખર્ચે વધુ દરવાળી નોઝલ બદલી કરવાથી જ્યારે થોડો વિસ્તાર પિયત હેઠળ આવરવાનો હોય તેવા સંજોગોમાં પિયત સમયમાં ઘટાડો કરી શકાય.

ફુવારા પદ્ધતિ અપનાવવા માટે થયેલ સંશોધન આધારિત ખેડુત ઉપયોગી ભલામણોનો ટુંકો સાર કોઠામાં આપેલ છે.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની
– એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

3.03333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top