હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / ફુવારા પિયત પદ્ધતિ ભાગો, કાર્યો, કાળજી અને જાળવણી
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફુવારા પિયત પદ્ધતિ ભાગો, કાર્યો, કાળજી અને જાળવણી

ફુવારા પિયત પદ્ધતિ ભાગો, કાર્યો, કાળજી અને જાળવણી વિશેની માહિતી આપવામાં આવેલ છે

ટપક કરતા ફુવારા પિયત પદ્ધતિની કાર્યક્ષમતા થોડી ઓછી હોવા છતા તેમની વિવિધ વિશિષ્ટા ઓને લીધે આ આધુનિક પિયત પદ્ધતિ ઘણી સારી માલુમ પડે છે. આ પદ્ધતિનો ટુંકો સાર નીચે મુજબ રજુ કરેલ છે.

ફુવારા પિયત પદ્ધતિમાં પાણીને દબાણ તળે નોઝલ દ્ધારા હવામાં ફુવારા વડે જમીનનાં ચુસણદરથી ઓછા દરે જમીન પર વરસાદ રૂપે પાડવામાં આવે છે. ટુંકાગાળે વવાતા પાકો તેમજ રેતાળ જમીનમાં પિયત આપવા માટે આધુનિક પદ્ધતિ વધુ અનુકૂળ છે.

ફુવારાના પ્રકાર :

સામન્ય રીતે ફુવારા ઉડાડવા માટેનું જરૂરી દબાણ તથા તેમાંથી નિક્ળતા પાણીના દરના આધારે ફુવારા પિયત પદ્ધતિમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફુવારાઓને ઉપયોગ પ્રચલિત છે.

ક્ર્મ

પ્રકાર

ગોઠવણી અંતર (મીટર)

અંદાજીત જરૂરી દબાણ (કિ.ગ્રા. / સેમી)

અંદાજીત પાણીનો દર (મિ.મી.)

મોટા ફુવારા

૧૨ X ૧૨

> ૨.૫

> ૧૫

મીની ફુવારા

૬ X ૬ થી ૧૦ X ૧૦

૧.૫ – ૨.૫

૬ – ૧૫

માઈક્રો ફુવારા

૨ X ૨ થી ૩ X ૩

૧.૦ – ૧.૫

< ૬

ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ :

 • ફુવારા પિયત પદ્ધતિ દરેક પ્રકારની જમીનમાં ડાંગર અને શણ સિવાયના દરેક પાકો માટે અનુકૂળ છે.
 • સામન્ય રીતે જમીનની લેવલીંગ કરવા માટેની ઊંડાઈ ઓછી હોય તેવી જમીનમાં સપાટી પર રેલાવીને પાણી આપવાની ચીલાચાલુ પદ્ધતિ વધારે અનુકૂળ છે.
 • ભારે માટીવાળી જમીન કે જેનો નિતાર દર ૪ મિ.મી. પ્રતિ કલાકથી ઓછો હોય તેવી જમીનમાં અનુકૂળ નથી. આ પદ્ધતિ જમીનનો નિતાર દર વધારે હોય તેવી જમીનમાં આશીર્વાદ રૂપ છે.
 • બહુ જ વધારે ઢાળ હોય તેમજ અનિયમિત સપાટી હોય ત્યાં આ પદ્ધતિ કન્ટુર બંડિંગ , ટેરેસિંગ, આવરણ (મલ્ચિંગ) અને સ્ટ્ર્રીપ કોપિંગ સાથે વાપરી શકાય.
 • પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વધારે ફાયદાકારક પુરવાર થયેલ છે.

ફુવારા પિયત પદ્ધતિના ભાગો :

 • પંપિંગ સેટ : પંપ પાણીને કુવામાંથી કે બોરમાંથી ખેંચીને ફુવારા ચલાવવા માટે યોગ્ય દબાણ પુરૂં પાડે છે. પંપની પસંદગી કેટલી ઊંડાઈએથી પાણી ખેંચવાનું છે તથા કેટલા દબાણની જરૂરીયાત છે તેના ઉપર આધારિત છે.
 • મુખ્ય લાઈન : મુખ્ય લાઈન સ્થાયી અથવા તો ફેરવી શકાય તેવી હોય છે. જ્યાં ખેતરની હદ ચોક્કસ હોય અને પાકને આખી સિઝન દરમ્યાન પિયતની જરૂરીયાત હોય ત્યાં સ્થાયી મુખ્ય લાઈન ફાયદાકારક છે. જ્યારે એક કરતાં વધારે ખેતરને પિયત આપવાનું હોય ત્યારે ફેરવી શકાય તેવી લાઈન વાપરવી વધારે હોતાવહ છે.
 • ગૌણ લાઈન : ગૌણ લાઈન સામાન્ય રીતે ફેરવી શકાય તેવી હોય છે. મુખ્ય લાઈન અને ગૌણ લાઈન  બંને ઓછા વજનવાળી અને સરખા વ્યાસના એચ.ડી.પી.ઈ. પાઈપની બનેલી હોય છે. ગૌણ લાઈન ૬ મીટરની લંબાઈની હોય છે. ઝડપથી સેટ થઈ જાય તેવી કપલિંગ હોવાથી ગૌણ લાઈનને એક જગ્યાએથી ફેરવી બીજી જગ્યાએ ફિટ કરવાનું ઝડપી અને સરળ બને છે.
 • સ્પ્રિંકલર હેડ : સ્પ્રિંકલર હેડ ફુવારા પિયત પદ્ધતિનો એક મહતવ નો ભાગ છે. તેની મહતમ દબાણે ચાલવાની લાક્ષણીકતા અને અસરકારકતા હવામાનના પરિબળો પૈકી મુખ્યત્વે પવનની ગતિ પર આધારિત છે. ખેતીના હેતુ માટે મુખ્યત્વે બે નોઝલ અને ફરતા હેડવાળા ફુવારાનો ઉપયોગ વધારે થાય છે. નાનાથી મધ્યમ પ્રકારના ફુવારાની ક્ષમતા ૭.૫ થી ૭૫ લિટર / મિનિટ અને ૧.૫ થી ૪.૦ કિ.ગ્રા. / સે.મી. દબાણે ચાલે છે. આ નાનાથી  મધ્યમ પ્રકારના ફુવારા ૧૦ થી ૪૦ મીટર વ્યાસ સુધીનો વિસ્તાર આવરી લે છે. ફુવારો ઊભો અક્ષની આસપાસ ફરે છે અને આ ફરવાની ક્રિયા સ્પ્રિંકલર હેડની બે નોઝલ પૈકી એક નોઝલ દુરનો વિસ્તાર અને બીજી નોઝલ નજીકનો વિસ્તાર આવરી લે છે.
 • ફુવારા વચ્ચેનું અંતર : જમીનમાં એકસરખી ઊંડાઈનું પિયત આપવા માટે ફુવારા વચ્ચેના અંતરનું ઘણું જ મહત્વ રહેલ છે. આવી સરખી ઊંડાઈનું પિયત મેળવવા માટે ફુવારાનો પાણી ફેકવાનો વિસ્તાર તે બીજા ફુવારા દ્ધારા ઓવરલેપ થયો જોઈએ. આ ઓવરલેપ વિસ્તાર જેમ પવનની ગતિ વધારે તેમ વધારે રાખો. જેથી બે ફુવારા વચ્ચેનું અંતર ઘટે.આથી જેમ પવનની ગતિ ઓછી તેમ બે ફુવારા વચ્ચેનું અંતર વધુ અને પવનની ગતિ વધારે તેમ બે ફુવારા વચ્ચેનું અંતર ઓછું. પવનની ગતિને અનુલક્ષીને બે ફુવારા વચ્ચેનું અંતર કેટલું રાખવું તેની વિગત નીચેનાં કોઠામાં દર્શાવેલ છે.

પવનની ગતિને અનુલક્ષીને બે ફુવારા વચ્ચેનું વધારેમાં વધારે અંતર

ક્રમ

સરેરાશ પવનની ગતિ (કિ.મી. / કલાક)

બે ફુવારા વચ્ચેનું અંતર

સાવ નહિવત પવન

ફુવારાની પાણી ફેંકવાના વ્યાસનો ૬૫ ટકા વ્યાસ

૦-૬.૫

ફુવારાની પાણી ફેંકવાના વ્યાસનો ૬૦ ટકા વ્યાસ

૬.૫ થી ૧૩

ફુવારાની પાણી ફેંકવાના વ્યાસનો ૫૦ ટકા વ્યાસ

૧૩ થી વધારે

ફુવારાની પાણી ફેંકવાના વ્યાસનો ૩૦ ટકા વ્યાસ

ફુવારા પિયત પદ્ધતિના ભાગો અને તેના કાર્યો

મુખ્યત્વે મોટા ફુવારા પિયત પદ્ધતિ વપરાશમાં એકદમ સરળ, મરામત ખર્ચ નહિવત, એક સેટ વડે વધુ વિસ્તાર પિયત હેઠળ આવરી શકાય, જેના કારણે હાલમાં તેનો વપરાશ વધુ છે. મીની અને માઈક્રો ફુવારા પિયત પદ્ધતિઓ પણ તેમની આગવી વિશિષ્ટાને લીધે જરૂરીયાત મુજબ ઉપયોગમાં લેવાય છે.

હાલમાં જીજીઆરસી , વડોદરા દ્ધારા એક હેકટર માટે ૬૩ મીમી તથા બે હેક્ટર માટે ૭૫ મિ.મી. સાઈઝવાળા મોટા ફુવારા પદ્ધતિના સેટ આપવામા આવે છે. જેમાં વપરાતા / આપવામાં આવતા ભાગો, તેના સ્પેસિફિકેશન, તેની સંખ્યા તથા તેના કાર્યો ની છણાવટ નીચે મુજ્બ છે

ક્રમ

ભાગોના નામ

સ્પેસિફિકેશન

જીજીઆરસી દ્ધારા આપવામાં આવતા ભાગોની સંખ્યા

કાર્યો

૬૩ મિ.મી.

૭૫ મિ.મી.

પંપ

ઉપલબ્ધિ / જરૂરીયાત મુજબ

-

-

 

પિયત પાણીને જરૂરી દબાણ પુરૂ પાડવા

 

પંપ કનેકટિંગ કપલર (નીપલ), કવીક એકસન

૬૩ / ૭૫ મિ.મી.

પંપ અને ફુવારા  પાઈપનાં જોડાણ માટે

ફુવારા પાઈપ (એચડીપીઈ), કવીક એક્સન

૬૩ (૩.૨ કિ.ગ્રા / સેમી) / ૭૫ (૨.૫ કિ.ગ્રા / સેમી) મિ.મી., ૬ મી લંબાઈ

 

૨૯

૪૫

 

પંપ થી રાઈઝર પાઈપો સુધી પાણીનું વહન

બેન્ડ (૯૦), કવીક એક્સન

૬૩ / ૭૫ મિ.મી.

જરૂરીયાત મુજબ મેઈન તથા સબ મેઈન પાઈપોનું જોડાણ

ક્રમ

ભાગોના નામ

સ્પેસિફિકેશન

જીજીઆરસી દ્ધારા આપવામાં આવતા ભાગોની સંખ્યા

કાર્યો

૬૩ મિ.મી.

૭૫ મિ.મી.

સ્પીંકલર કપલર ફુટ બેટેન એસેંબલી સહિત , કવીક એકસન

૬૩ / ૭૫ મિ.મી

૧૨

સબ મેઈન પાઈપો તથા રાઈઝર પાઈપ જોડાણ

 

રાઈઝર પાઈપ

૨૦ મિ.મી., ૭૫ સેમીલંબાઈ

૧૨

સબમેઈન પાઈપોમાં થી ફુવારા નોઝલો સુધી પાણીનું વહન

ફુવારા નોઝલ

૧.૭ – ૨.૮ કિગ્રા/ સેમી, ૫-૪૦ લિટર / મિનિટ

૧૨

રાઈઝર પાઈપોમાંનું પાણી હવામાં ફુવારા રૂપે પાડવા

એન્ડ પ્લગ, કવીક એકસન

૬૩ / ૭૫ મિ.મી.

સબમેઈન પાઈપોના છેડા સહેલાઈથી ખુલ્લા બંધ કરવા

૧૦

પ્રેશર ગેજ

૨’’

ફુવારા પિયત પદ્ધતિનું દબાણ માપવા

ફુવારા પિયત પદ્ધતિની જાળવણી :

ખેતઓજારોનાની જેમ ફુવારા પિયત પદ્ધતિની પિયત વખતે સારી અસરકારકતા મેળવવા માટે તેની જાળવણી ખાસ જરૂરીયાત છે. પાઈપ , ફીંટીગ અને ફુવારા હેડની સામન્ય જાળવણી નીચે મુજબ કરવી જોઈએ.

 1. પાઈપ અને ફીંટીગ :સામાન્ય રીતે પાઈપ અને ફીટિંગ માં ખાસ જાળવણી જરૂર નથી, પરંતુ પાઈપના ગ્રુવ અને કપલરમાં માટી, રેતી હોય તો સાફ કરો જેથી રબરરીંગની અસરકરતા વધે. સિઝન પુરી થયા બાદ પાઈપને કોક્રિટના ઢગલા પર કે રાસાયણિક ખાતરની બેગ ઉપર કે નીછે ન રાખો.
 2. (૨) ફુવારાનો હેડ: ફુવારા પિયત પદ્ધતિમાં આ એક અગત્યનો ભાગ હોવાથી તેની જાળવણી કરવી ખાસ જરૂરી છે. આ માટે નીચે દર્શાવેલ બાબતો ધ્યાનમાં રાખો.
 • જ્યારે ફુવારાની ગૌણ લાઈનને ખસેડવાની થાય ત્યારે ફુવારાને નુકશાન ન થાય કે જમીનની અંદર ન જાય તેનું ધ્યાન રાખો.
 • ફુવારાને ઓઈલ, ગ્રિસ કે કોઈપણ પ્રકારના લુબ્રિકેન્ટની જરૂરીયાત નથી. ( તેનું લુબ્રિકેશન પાણી દ્ધારા થાય છે )
 • સામાન્ય રીતે પાણીમાં રેતીનું પ્રમાણ હોય તો ફુવારા વાઈસર ખરાબ થવાની શક્યતા રહે છે તેથી દરેક સિઝન બાદ વાઈશરને ચેક કરો અને ખરાબ થયું હોય તો બદલો.
 • લાંબા સમયના વપરાશ બાદ ફુવારાના આર્મ ની સ્પ્રિંગ ઢીલી પડી ગઈ હોય તો ટાઈટ કરો.
 • સામાન્ય રીતે દરેક સિઝન પુરી થયા બાદ ફુવારા પદ્ધતિના બધા ભાગોને વ્યવસ્થિત  તપાસી જરૂરી રીપેંરીગ અને એડજસ્ટમેંટ કરવાથી બીજી સિઝનમાં સારી રીતે ઉપયોગમાં લઈ શકાશે.

મીની તથા માઈક્રો ફુવારા પિયત પદ્ધતિઓમાં તેના ભાગો પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો :

 • આ પદ્ધતિઓમાં મુખ્ય તથા સબમેઈન પાઈપોની ( પીવીસી / એચડીપીઈ ) સાઈઝ ડીઝાઈન નક્કી કર્યા બાદ થાય છે.
 • આ પદ્ધતિઓમાં ડીઝાઈન નક્કી કર્યા બાદ મીની ફુવારા પિયત પદ્ધતિમાં ૨૦-૩૨ મિ.મી. ( એલડીપીઈ/ એચડીપીઈ ) તથા માઈક્રો ફુવારા પિયત પદ્ધતિમાં ૧૨ -૨૦ મિ.મી. (એલડીપીઈ) સુધીની લેટરલ પાઈપો વપરાય છે.
 • આ પદ્ધતિઓમાં પણ ટપક પદ્ધતિ પ્રમાણે જરૂરીયાત મુજબ બાયપાસ, હેડ યુનિટ , વાલ્વ, ફિલ્ટર, ફ્રર્ટિગેશન વગેરે જેવા સાધનોની પસંદગી કરવામાં આવે છે.
 • આ પદ્ધતિઓમાં ફુવારાની નોઝલો સહેલાઈથી વધુ ઓછા દર વાળી બદલી શકાય છે.
 • આ પદ્ધતિઓમાં રાઈઝર પાઈપોની ઊંચાઈ પાકની ઉંચાઈ મુજબ સેટ કરી શકાય છે.

ફુવારા પિયત પદ્ધતિના કાર્યક્ષમ ઉપયોગ માટેની મુખ્ય કાળજીઓ :

 • પદ્ધતિને ભલામણ કરેલ દબાણે ચલાવવી.
 • પાણીમાં રેતી અથવા કચરાનું પ્રમાણ હોય તો ફિલ્ટર વાપરવું.
 • ફુવારાને ભલામણ કરેલ અંતરે ગોઠવવા.
 • પદ્ધતિના વણ ( બિન ) વપરાશ સમયે ફુવારાની નોઝલ / સ્પ્રિંગ ખરાબ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
 • આ પદ્ધતિ દ્ધારા સંપૂર્ણ ઓગાળી શકે તેવા ખાતરો તથા દવા છંટકાવ બાદ પદ્ધતિને પુરેપુરી સફ કરવી. જેની માટે દ્ધાવ્ય ખાતર / દવાનો સંપૂર્ણ જથ્થો નીકળી ગયા બાદ પદ્ધતિ ૧૫ - ૨૦ મિનિટ ચલાવવી.
 • વધારે પડતા પવન સમયે આ પદ્ધતિ ન ચલાવવી.
 • પાકની ફુલ અવસ્થાને આ પદ્ધતિ ન ચલાવવી.

ફુવારા પિયત પદ્ધતિમાં આવતી મુશ્કેલી અને તેનું નિરાકરણ

ક્ર્મ

કારણ

ઉપાય

નોઝલનું બંધ થવું

નોઝલમાંથી કચરો દુર કરવો.

પ્રેશર ગેજનું બંધ થવું

પ્રેશર ગેજ રીપેર કરવું / નવું નાખવું

ફુવારા ફરતા અટકી જવા

ફુવારાની સ્પ્રિંગ બરાબર કરવી / બદલવી/ નોઝલ સાફ કરવી

જોડાણ માંથી પાણીનું ગળવું

રબર રીંગો બરાબર કરવી / બદલવી / નવું જોઈનર (નિપલ ) લગાવવું

 

નોંધ : ફુવારા પદ્ધતિમાં કોઈ પણ સંજોગો માં ઉંજણ કરવું હિતાવહ નથી.

સ્ત્રોત : ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.96774193548
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top