મુખ્યત્વે ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે ખાતર આપવા માટે ખાતરની ટાંકી (ફર્ટિલાઈઝર ટેંક) નો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિમાં પાણીની મુખ્ય લાઈનમાંથી આશરે ૧૦% પ્રવાહ ખાતરની ટાંકીમાં વાળવામાં આવે છે જે ખાતર સાથે ભળી બીજી તરફથી મુખ્ય લાઈનમાં આવી જાય છે અને છોડ સુધી ખાતર પહોંચ છે. આ પદ્ધતિ સૌથી સરળ છે. પાણીમાં ખાતરના દ્ધાવણનું પ્રમાણ પિયત દરમિયાન ધીમે ધીમે ઘટતું જાય છે.
ફાયદા :
ગેરફાયદા :
વેંચુરી પંપ એક નાનું સાધન છે જેમાં પાણીનો પ્રવાહ ટેપરેટેડ વેંચુરી ઓરીફિસમાંથી વહેતો હોવાથી પ્રવાહની વધતી જતી ઝડપને કારણે થતું નીચું દબાણ (પાર્સીયલ વેક્યુમ) ફર્ટિલાઈઝરના દ્ધાવણને આ પદ્ધતિમાં મુખ્ય પ્રવાહ સાથે જવા પ્રેરે છે.
ફાયદા :
ગેરફાયદા :
ફર્ટિગેશન પંપ રાસાયણિક ખાતરના મૂળ દ્ધાવણને સ્ટોરેજ ટેંકની બહાર લાવી સિંચાઈ પદ્ધતિની અંદર દબાણ સાથે પ્રવેશ કરાવે છે. આ પ્રવેશ દરને મિશ્રણ દરને અનુરૂપ સહેલાઈથી ગોઠવી શકાય છે. ફર્ટિલાઈઝર પંપને ચલાવવા માટે જરૂરી ઊર્જાનો સ્ત્રોત વીજળી દ્ધારા કે સિંચાઈના પાણીથી ઉત્પન્ન થતા હાઈડ્રોલિક પ્રેશર દ્ધારા મેળવી શકાય છે.
ફાયદા :
ગેરફાયદા :
ફર્ટિગેશન ટપક સિંચાઈ પદ્ધતિ દ્ધારા કરવામાં આવે છે. મુખ્યત્વે નાઈટ્રોજનયુક્ત ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. ફોસ્ફરસયુક્ત ખાતરો પિયત પાણી સાથે આંતરક્રિયા કરતાં હોવાથી પાઈપલાઈનમાં ખાસ કરીને ટપકણીયાં બંધ થઈ જવાના પ્રશ્નો ઊભા થાય છે તેથી તેનો ખુબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
પાઉડર અથવા ઘન સ્વરૂપમાં મળતા ખાતરોનો તેની દ્ધાવ્યતાને આધારે ફર્ટિગેશનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એમોનિયમ ફોસ્ફેટ, યુરિયા, એનહાઈડ્ર્સ એમોનિયા, એમોમનિયમ નાઈટ્રેટ અને કેલ્શિયમ નાઈટ્રેટ જેવા અગત્યના નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ કરી શકાય છે એમોનિયમ (એનહાઈડ્ર્સ) પીએચ (અમ્લતા આંક) વધારે છે તેમજ કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર ઉત્પન્ન કરતાં હોઈ ઘણી વખત ડ્રિપરને રૂંધે છે જે ધ્યાનમાં લેવું જરૂરી છે.
પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ નાઈટ્રેટ દ્ધારા પોટાશતત્વ આપી શકાય છે. આ ખાતરો પાણીમાં સંપૂર્ણ દ્ધાવ્ય છે.
અ.નં. |
તત્વો (%) |
||
|
નાઈટ્રોજન |
ફોસ્ફરસ |
પોટાશ |
૧ |
૧૯ |
૧૯ |
૧૯ |
૨ |
૧૩ |
૪૦ |
૧૩ |
૩ |
૧૬ |
૮ |
૨૪ |
૪ |
૧૮ |
૪૪ |
૦ |
૫ |
૧૩ |
૦ |
૪૬ |
૬ |
૧૨ |
૬૧ |
૦ |
૭ |
૦ |
૫૨ |
૩૪ |
પ્રવાહી ખાતરોમાં એક અથવા વધુ પોષકતત્વો હોય છે. ફર્ટિગેશનમાં પ્રવાહી ખાતરો આપવા વધારે અનુકૂળ રહે છે કારણ કે તે સંપૂર્ણપણે દ્ધાવ્ય હોય છે. પ્રવાહી ખાતરો સામન્ય રીતે શુદ્ધ હોય છે. અને ક્ષાર ઉત્પન્ન કરતાં નથી. આ ખાતરોનો પી.એચ. ૫.૫ થી ૬.૫ હોય છે એટલે કે એસિડિક હોય છે. તેથી ક્ષારીય જમીનોમાં આવા ઓછા પી.એચ. વાળા પ્રવાહી ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઘન ખાતરોની સરખામણીમાં પ્રવાહી ખાતરો મોંધા હોય છે. હવે આવા ખાતરો બજારમાં ઉપલબ્ધ બન્યા છે. ખાતર બનાવતી તેમજ ટપક સિંચાઈ પદ્ધતિના સાધનો બનાવતી કંપનીઓ કાં તો આવા ખાતર બનાવે છે અથવા પરદેશથી આયાત કરી ખેડુતોને પુરા પાડે છે. જી.એસ.એફ.સી., વડોદરા ઉત્પાદિત પ્રવાહી ખાતરો નીચે દર્શાવેલ છે.
અ.નં. |
તત્વો (%) |
||
|
નાઈટ્રોજન |
ફોસ્ફરસ |
પોટાશ |
૧ |
૮ |
૮ |
૮ |
૨ |
૧૨ |
૬ |
૬ |
૩ |
૬ |
૧૨ |
૬ |
૪ |
૬ |
૬ |
૧૨ |
૫ |
૧૨ |
૦ |
૧૨ |
ફોસ્ફેટિક ખાતરો સામાન્ય રીતે ડ્રિપ ફર્ટિગેશન મારફતે આપવાની ભલામણ કરવામાં નથી આવતા કારણ કે ,
જો કે ફોસ્ફોરીક એસિડ જેવા પાણીમાં દ્ધાવ્ય ખાતરો કે જે ક્ષારો જમા કરતા નથી તેનો ફર્ટિગેશનમાં ઉપયોગ કરી શકાય છે.
અગાઉ જોયું તે મુજબ નાઈટ્રોજન અને પોટાશયુક્ત ખાતરો કે જે પાણીમાં સંપૂર્ણ દ્ધાવ્ય છે તેને ડ્રિપ પદ્ધતિ દ્ધારા આપી શકાય છે. જ્યારે ફોસ્ફરસ યુક્ત ખાતરો ડ્રિપ ફર્ટિગેશન હેઠળ આપવા ઉપર દર્શાવેલ કારણોસર યોગ્ય નથી.
જુદા જુદા પાકોમાં હાથ ધરવામાં આવેલ અખતરા મુજબ જુદાજુદા પોષકતત્વો ની જરૂઆત નક્કી કરી ભલામણ કરવામાં આવે છે. ફર્ટિગેશન હેઠળ ખાતર આપવાથી ખાતરનો બગાડ થતો નથી કારણ કે જે પોષકતત્વ મૂળ વિસ્તારમાં લભ્ય સ્વરૂપમાં છોડને મળે છે જેને કારણે તેની કાર્યક્ષમતા માં પણ વધારો થાય છે. આમ, રેલાવીને પિયત પદ્ધતિ એટલે કે ચીલાચાલુ પદ્ધતિમાં જેટલો ખાતરનો જથ્થો આપવો પડે છે તેનાથી ૨૦ થી ૪૦ % જેટલો ઓછો જ્થ્થો આ પદ્ધતિ મારફતે આપવામાં આવે છે આ માટે જુદા જુદા પાકો ઉપર અખતરા હાથહાથ ધરી કેટલા ટકા ઓછો જથ્થો આપવો તે નક્કી કરી શકાય છે. સામાન્ય રીતે જે પાકની ખાતરની જરૂઆત વધારે હોય છે. તેમાં બચાવ પણ વધારે થાય છે. તદુપરાંત જો ખાતર વધારે હપ્તામાં વિભાજીત કરી આપવામાં આવે તો પણ વધારે બચત કરી ઉત્પાદન વધારી શકાય છે.
જુદા જુદા પાકોમાં ફર્ટિગેશન હેઠળ કેટલો જથ્થો આપવો તે નક્કી કર્યા પછી તેને ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવો તે ખુબ જ અગત્યનું છે. અખતરાના પરિણામો પરથી સાબિત થયેલ છે કે નાઈટ્રોજન અને પોટાશ બંને તત્વોની પાકને તેના સમગ્ર વૃદ્ધિકાળ દરમિયાન જરૂર રહે છે. પાકના જીવનકાળને ધ્યાનમાં રાખીને રેલાવીને પિયત પદ્ધતિ હેઠળ ઉગાડવામાં આવતા ખેતીપાકોમાં સામન્ય રીતે ૫૦ % નાઈટ્રોજન અને બધો જ પોટાશ પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ કરેલ છે. જ્યારે બાકીનો ૫૦ % નાઈટ્રોજન એક અથવા એક થી વધારે હપ્તામાં આપવામાં આવે છે. આ રીતે ખાતર આપવાથી તેનો વ્યય વધારે થાય છે અને કાર્યક્ષમતા ઓછી મળે છે. પરંતુ ટપક પિયાટ પદ્ધતિ દ્ધારા જો નાઈટ્રોજન અને પોટાશ બન્ને તત્વો જેટલા વધારે હપ્તામાં વિભાજીત કરી આપવામાં આવે તેટલા પ્રમાણમાં તેની કાર્યક્ષમતા વધે છે છોડ વધારે પ્રમાણમાં પોષકતત્વોનું અવશોષણ કરી શકે છે પરિણામે છોડની વૃદ્ધિ અને વિકાસ ખુબ જ સારો થાય છે અને અંતે ઉત્પાદન વધારે જોવા મળે છે. જો કે છોડના શરૂઆતના વિકાસ માટે પણ આ બન્ને તત્વોની જરૂરીયાત રહેતી હોઈ ભલામણ કરેલ જથ્થાના ૨૫ થી ૩૦ % ખાતર પાયામાં આપવું જરૂરી છે. બાકી રહેલ ૭૦ થી ૭૫ % ખાતરનો જથ્થો શક્ય તેટલા વધારે હપ્તામાં વિભાજીત કરી પાકની વૃદ્ધિની અવસ્થાને ધ્યાનમાં રાખી એકસરખા ભાગે આપવું જોઈએ. જો કે આ માટે અખતરાના પરિણામો ને ધ્યાને લઈ તેને અનુસરવું હિતાવહ છે.
કેળના પાકને વધારે અને સમયસર ખાતરની ખાસ જરૂર છે. જમીન તૈયાતર કરતી વખતે સારું કોહવાયેલું છાણીયું ખાતર ૨૦ થી ૨૫ ટન / હે. આપવું. ખાતરની પડતર કિંમત તથા બજારમાં સહેલાઈથી મળી આવતા ખાતરને ધ્યાને લઈ પ્રણાલીગત પૂર્તિ ખાતર છોડ દિઠ (૧૮૦ : ૧૨૦ : ૧૮૦ ના.ફો.પો એટલે કે ભલામણ કરેલ નાઈટ્રોજન અને ફોસ્ફરસ ખાતરમાં ૪૦ % બચત ) નીચે પ્રમાણે આપવાથી ફર્ટિગેશન કિંમત જળવાય રહે છે.
પધ્ધતિ / સમય |
યુરિયા ગ્રામ / છોડ |
સિંગલ સુપર ફોસ્ફેટ ગ્રામ / છોડ |
મ્યુરેટ ઓફ પોટાશ ગ્રામ / છોડ |
પાયામાં |
૮૦ |
૭૫૦ |
૬૦ |
ટપક પિયત ધ્વારા : |
|
|
|
ચોમાસા બાદ 30 દિવસે |
૮૦ |
- |
૬૦ |
૬૦ દિવસે |
૮૦ |
- |
૬૦ |
૯૦ દિવસે |
૮૦ |
- |
૬૦ |
૧૨૦ દિવસે |
૮૦ |
- |
૬૦ |
નોંધ : (૧) કેળના પાકનો વિસ્તાર વધુ હોય તો ઉપર દર્શાવેલ માસિક હપ્તાને બદલે અઠવાડિક અથવા તેથી ઓછા સમયે પણ ફર્ટિગેશન કરી શકાય.
(૨) બધા જ ખાતરો ફર્ટિગેશન ધ્વારા આપવા હોય તો ઉપલબ્ધ તથા સહેલાઈથી ઓગાળી શકે તેવા પ્રણાલીગત ખાતર સાથે દ્ધાવ્ય / પ્રવાહી ખાતરનો સમન્વય કરી ફર્ટિગેશન કિંમતમાં ઘટાડો કરી શકાય.
ઉપર દર્શાવ્યા પ્રમાણે બજારમાં જુદા જુદા ગ્રેડમાં દ્ધાવ્ય / પ્રવાહી ખાતરો ઉપલબ્ધ હોય છે. તેમાં થી દ્ધાવ્ય ખાતર ૧૯ : ૧૯ : ૧૯ અને પ્રવાહી ખાતર ૧૨ : ૦ : ૧૨ ના ગ્રેડ લઈએતો ખાતરની ગણતરી નીચે મુઅજ્બ થાય. ધારો કે ખાતરનો ડોઝ : ૧૮૦ : ૯૦ : ૧૮૦ ગ્રામ / છોડ ના ફો.પો. (કેળના પાકના ભલામણ કરેલ ડૉઝના ૬૦%) હોય તો...
ગ્રેડ |
જથ્થો (ગ્રામ) |
મળતા તત્વોનો જથ્થો (ગ્રામ) |
||
નાઈટ્રોજન |
ફોસ્ફરસ |
પોટાશ |
||
૧૯ : ૧૯ : ૧૯ |
૪૭૪ * |
૯૦ |
૯૦ |
૯૦ |
૧૨ : ૦૦ : ૧૨ |
૭૫૦ |
૯૦ |
- |
૯૦ |
|
કુલ મળેલ તત્વો |
૧૮૦ |
૯૦ |
૧૮૦ |
* ૧૯ ગ્રામ ફોસ્ફરસ મેળવવા ૧૦૦ ગ્રામ આ ગ્રેડ (૧૯ : ૧૯ : ૧૯) લેવો પડે તો ... ૯૦ ગ્રામ ફોસ્ફરસ મેળવવા (૯૦ X ૧૦૦) ૧૯ = ૪૭૪ ગ્રામ |
નોંધ : ઉપર દર્શાવેલ જથ્થો દીઠ છે. જો તમારી વાવણી ૧.૮ X ૧.૫ મીટર (૬ X ૫ ફુટ) અંતરે વાવેલ હોય તો હેકટર દીઠ ૩૭૦૩ છોડ આવે તે માટે ગ્રેડ ૧૯ : ૧૯ : ૧૯ ની કુલ હેકટરે ૧૭૫૫ કિલો તથા ગ્રેડ ૧૨ : ૦૦ : ૧૨ ની કુલ હેકટરે ૨૭૭૭ કિલો જરૂરીયાત રહે છે.
ક્રમ |
ખાતર |
ગ્રેડ (કક્ષા) |
દ્ધાવ્યતા (ગ્રામ / લિટર) |
આમ્લતા આંક (૧ ગ્રા./લિ.૨૦0સે.) |
૧ |
યુરિયા |
૪૬ - ૦ - ૦ |
૧૧૦૦ |
૫.૮ |
૨ |
એમોનિયમ નાઈટ્રેટ |
૩૪ - ૦ - ૦ |
૧૯૨૦ |
૫.૭ |
૩ |
એમોનિયમ સલ્ફેટ |
૨૧ - ૦ - ૦ |
૭૫૦ |
૫.૫ |
૪ |
કેલ્શિયમ નાઈટ્રેટ |
૧૬ - ૦ - ૦ |
૧૨૯૦ |
૫.૮ |
૫ |
મેગ્નેશિયમ નાઈટ્રેટ |
૧૧ - ૦ - ૦ |
- |
૫.૪ |
૬ |
પોટેશિયમ નાઈટ્રેટ |
૧૩ - ૦ - ૪૫ |
૧૩૩ |
૭.૦ |
૭ |
પોટેશિયમ સલ્ફેટ |
૦ - ૦ - ૫૦ |
૧૧૦ |
૩.૭ |
૮ |
મોનો – એમોનિયમ ફોસ્ફેટ |
૧૨ - ૬૧ - ૦ |
૨૩૦ |
૪.૯ |
૯ |
પોટેશિયમ ક્લોરાઈડ |
૦ - ૦ – ૬૦ |
૩૪૦ |
૭.૦ |
૧૦ |
મોનો – પોટેશિયમ ફાસ્ફેટ |
૦ - ૫૨ - ૩૪ |
- |
૫.૫ |
૧૧ |
ઓર્થો ફોસ્ફોરિક એસિડ |
૦ - ૫૨ - ૦ |
૪૫૭ |
૨.૬ |
સ્ત્રોત : ટેકનિકલ બુલેટીન ઓન ફર્ટિગેશન, એન.સી.પી.એએચ – ૨૦૧૨ |
(૧૦) ફર્ટિગેશન પ્રક્રિયા પુરી થયા બાદ સીસ્ટમને ઓછામાં ઓછી ૧૫ મિનિટ ચલાવવી જેથી સંપૂર્ણ સીસ્ટમ સાફ થઈ ડ્રિપર રૂંધાવવાની શક્યતા ઘટે.
પાકનું મહત્તમ ઉત્પાદન લેવા માટે પોષક તત્વો જોઈતા પ્રમાણમાં અને યોગ્ય સમયે આપવા ખુબ જ જરૂરી છે. પાકમાં આમ તો કુલ ૧૭ પોષક તત્ત્વોની જરૂરીયાત રહે છે. તેમાંથી સામ્ન્ય રીતે જરૂરીયાત મુજબ ખાતરના રૂપમાં આપીને છીએ અન્ય તત્વો પરોક્ષ રીતે પાણી, જમીન અને હવા દ્ધારા પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ તત્વો પ્રણાલીકાગત અને દ્ધાવ્ય ખાતરો દ્ધારા આપવાથી તેની કાર્યક્ષમતામાં નીચે મુજબનો તફાવત જોવા મળે છે.
પ્રણાલિકાગત અને દ્ધાવ્ય પ્રવાહી ખાતરોની કાર્યક્ષમતા (%)
અ.નં. |
તત્વો |
પ્રણાલિકાગત |
દ્ધાવ્ય / પ્રવાહી |
૧ |
નાઈટ્રોજન |
૫૦-૬૦ |
૯૦ |
૨ |
ફોસ્ફરસ |
૧૦-૩૦ |
૮૦ થી વધુ |
૩ |
પોટેશિયમ |
૫૦-૬૦ |
૮૦-૯૦ |
ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ટપક પિયત પદ્ધતિ દ્ધારા / પ્રવાહી ખાતરોનો ઉપયોગ કરવો હિતાવહ છે. શક્ય હોય ત્યાં સુધી વધારે હપ્તામાં પાકની જરૂરીયાત પ્રમાણે ખાતર આપવાથી ગુણવતા સાથે ઉત્પાદનમાં વધારો મળે છે. પ્રણાલીકાગત ખાતરની કિંમત્ત કરતા બજારમાં દ્ધાવ્ય / પ્રવાહી ખાતરોનું ફર્ટિગેશન મોઘું પડે છે પરંતુ ફર્ટિગેશન આપવાથી ખાતરની કાર્યક્ષમતામાં વધારે થવાથી ભલામણ કરેલ ખાતરની જરૂરીયાત રહેતી હોઈ ફર્ટિગેશન આર્થિક રીતે પોષણક્ષમ પુરવાર થયેલ છે. હાલ બજારમાં જુદા જુદા પ્રમાણવાળા દ્ધાવ્ય / પ્રવાહી ખાતરો ઉપલબ્ધ છે.
અ.નં |
વિગત |
વેંચુરી |
ફર્ટિગેશન ટેન્ક |
ફર્ટિગેશન પંપ |
૧ |
અનુકૂળ વિસ્તાર |
નાના વિસ્તાર માટે |
મધ્યમ વિસ્તાર માટે |
મોટા વિસ્તાર માટે |
૨ |
ખાતરની વહેંચણી |
મધ્યમ |
મધ્યમ |
ખુબ જ સારી |
૩ |
સીસ્ટમના દબાણ પર થતી અસર |
વધુ થાય છે |
મધ્યમ થાય છે |
કોઈ અસર થતી નથી |
૪ |
ખર્ચ |
ઓછો |
મધ્યમ |
વધુ |
૫ |
જાળવણી ખર્ચ |
નહિવત |
નહિવત |
થાય છે |
૬ |
સ્વ્યં સંચાલીત પિયત પદ્ધતિ માટે |
અનુકૂળ નથી |
અનુકૂળ નથી |
અનુકૂળ નથી |
અગત્યના પાકોમાં સંશોધન આધારિત ફર્ટિગેશનની ભલામણો અને સુક્ષ્મપિયત પદ્ધતિના પરિણામો
અ.નં |
પાક |
ક્યા વિસ્તાર માટે ભલામણ |
ભલામણ કરેલ ખાતર |
નોંધ |
૧ |
કેળ (બસરાઈ) |
દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર |
કેળની રોપણીના ત્રણ મહિના બાદ ૨૦ દિવસના અંતરે છોડ દિઠ ૧૦૮:૫૪:૧૦૮ ગ્રામ ના.ફો.પો. ના સાત હપ્તા ફર્ટિગેશન દ્ધારા આપવા. |
¨ આ પદ્ધતિથી ૪૦ % ખાતર અને ૩૫% પાણીનો બચાવ થાય છે. |
૨ |
કપાસ (હા.૧૦) |
નર્મદા કમાન્ડ વિસ્તાર (મધ્ય ગુજરાત) |
ક્પાસના પાકમાં ૪૫ કિ/હે. નાઈટ્રોજન યુરિયાના રૂપમાં પાયામાં આપવો જ્યારે બાકીનો ૧૩૫ કિ./હે. નાઈટ્રોજન સરખા ભાગમાં અઠવાડિયાના ગાળે યુરિયા ખાતરના રૂપમાં ફર્ટિગેશન દ્ધારા આપવો. |
¨ સામાન્ય ભલામાણ થયેલ ૨૪૦ નાઈટ્રોજન કિ.હે આપવાથી ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. ¨ ૨૦% ખાતર અને ૭૬% પાણીના બચાવ સાથે ઉત્પાદનમાં ૨૦% નો વધારે થાય છે. |
૩ |
શેરડી |
દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર |
શેરડીની રોપણી બાદ એક મહિના પછી ૧૫૦:૬૨.૫:૬૨.૫ ના.ફો.પો. કિ./હે. ફર્ટિગેશન દ્ધારા મહિનાના ગાળે પાંચ સરખા પ્રમાણમાં (૩૦:૧૨.૫:૧૨.૫ ના.ફો.પો. કિ./હે./હપ્તા) આપવું. આ માટે પાણીમાં દ્ધાવ્ય અથવા પ્રવાહી ખાતરો પસંદ કરવા. |
¨ આ રીતે ખાતર આપવાથી ભલામણ કરેલ ખાતરના પ્રમાણ (૩૦૦:૧૨૫:૧૨૫) ના.ફો.પો. કિ./હે. કરતાં ૫૦% ખાતરનો બચાવ થાય છે. ¨ ૪૯% પાણીના બચાવ સાથે ઉત્પાદનમાં ૨૦%નો વધારો થાય છે.
|
૪ |
હા. દિવેલા |
દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર |
હા. દિવેલા ૪૦ કિ./હે. નાઈટ્રોજન છ સરખા હપ્તામાં ૧૫ દિવસના આંતરે જ્યારે ૨૦ કિ./હે. ફોસ્ફરસ પ્રથમ બે સરખા હપ્તામાં ૧૫ દિવસના ગાળે ફર્ટિગેશન દ્ધારા આપવું. |
¨ ભલામણ કરેલ ખાતરના જથ્થા (૧૦૦:૫૦:૦ ના.ફો.પો. કિ./હે.) કરતા ૬૦% ખાતરનો બચાવ થાય છે. ¨ ૩૮% પાણીના બચાવ સાથે ઉત્પાદનમાં ૩૨% નો વધારે થાય છે. |
૫ |
ટામેટી (દિશા) |
મધ્ય ગુજરાત |
ટામેટીની રોપણીના ૨૧ દિવસ પછી ૩૭.૫ કિ.નાઈટ્રોજન ૧૭.૭ કિ.ફોસ્ફરસ અને ૩૧.૦ કિ. પોટાશ પ્રતિ રૂપમાં ટપક પિયત પદ્ધતિ (ફર્ટિગેશન) દ્ધારા છ સરખા હપ્તામાં પાંચ દિવસના ગાળે આપવું. |
¨ ટામેટીમાં ખાતરોની સામાન્ય ભલામણ ૭૫ : ૩૭.૫ :૩૭.૫ ના.ફો.પો. કિ./હે. કરતા ૫૦% ખાતરનો બચાવ થાય છે. ¨ ૬૦% પાણીની બચત સાથે ઉત્પાદનમાં ૨૮% નો વધારો થાય છે. |
૬ |
ગુલાબ (ગલેડિયેટર) |
દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર |
ગુલાબને છોડ દિઠ ૬૦:૨૦:૨૦ ગ્રામ ના.ફો.પો ટપક પિયત પદ્ધતિ (ફર્ટિગેશન) દ્ધારા ૧૦ દિવસના અંતરે એપ્રિલ-મે અને ઓકટોબર-નવેમ્બર માસ દરમ્યાન આપવું. |
¨ ગુલાબના પાકને કાળા રંગના ૫૦ અથવા ૧૦૦ માઈક્રોન જાડાઈના પ્લાસ્ટિક આવરણ (૭૦% આવરિત) થી ઉત્પાદનમાં ૪૦% વધારો તેમજ નીંદામણમાં ૯૦% ઘટાડો તેમજ ૨૦% પાણીની બચત થાય છે. |
૭ |
ડુંગળી |
દક્ષિણ ગુજરાત |
ડુંગળીને ભલામણ કરેલ નાઈટ્રોજનના ૫૦% રોપણી વખતે અને બાકીના ૫૦% નાઈટ્રોજનનું ત્ર્ણ સરખા હપ્તામાં ૩૦, ૪૫, ૬૦ દિવસે મીની સ્પ્રિંકલરથી ફર્ટિગેશન કરવું. |
¨ ૨૦% પાણીની બચત સાથે ૨૩% વધારાની આવક મેળવી શકાય છે. |
૮ |
સ્વીટ કોર્ન (શિયાળુ) |
મધ્ય ગુજરાત |
શિયાળુ ઋતુમાં સ્વીટ કોર્નને પાયામાં પ્રતિ હેક્ટરે ૧૮ કિ.ગ્રા. નાઈટ્રોજન (ભલામણ કરેલ નાઈટ્રોજનના ૩૦%) તથા ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો બાકીના ૪૨ કિ.ગ્રા. નાઈટ્રોજનનું (ભલામણ કરેલ નાઈટ્રોજનના ૭૦%) ત્રણ સરખા હપ્તામાં વાવણીના ૨૦ દિવસ બાદ ૧૦ દિવસના આંતરે ટપક સિંચાઈ સાથે ફર્ટિગેશન કરવું. |
¨ આ પદ્ધતિથી ખાતરની કાર્યક્ષમતા વધવાની સાથે પ્રતિ હેકટર લીલા ડોડાનું મહતમ ઉત્પાદન તથા આર્થિક વળતર મળે છે. |
૯ |
ઓરાણ વરિયાળી |
મધ્ય ગુજરાત |
શિયાળુ ઋતુમાં ઓરાણ પદ્ધતિથી વરિયાળુનું વાવેતર કરતા ખેડુતોએ ભલામણ કરેલ ૭૨ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૮ કિ.ગ્રા. ના./હે.) પાયાના ખાતર તરીકે અને બાકીનો ૭૫% નાઈટ્રોજન (૫૪ કિ.ગ્રા. ના./હે.) વાવણીના ૩૦ દિવસથી ૧૦ દિવસના આંતરે પાંચ સરખા હપ્તામાં ટપક પદ્ધતિ (૦૮ પીએફ) થી આપવો. |
¨ ખેડુતોને વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે. |
૧૦ |
તડબુચ |
દક્ષિણ ગુજરાત |
ઉનાળુ ઋતુમાં ગાદીક્યારા પદ્ધતિથી તડબુચની વાવણી કરતા ખેડુતોએ જોડિયા પદ્ધતિ (૧ મી X ૦.૮ મી : ૩.૨ મી) થી તડબુચની વાવણી કરી તેને ૫૦ માઈક્રોનની જાડાઈ અને ૩૮% વિસ્તાર આવરી લેતા કાળા પ્લાસ્ટિકથી આચ્છાદિત કરવા તથા પાયામાં ૧૦૦% ફોસ્ફરસ અને ૧૦% નાઈટ્રોજન અને પોટાશ અને બાકીનો ૯૦% નાઈટ્રોજન અને પોટાશ છોડ ૩ થી ૪ પાંદડે થાય ત્યારે ૮ દિવસના ગાળે ૮ સરખા હપ્તામાં ટપક પિયત પદ્ધતિમાં આપવો.
|
¨ પરંપરાગત પિયત પદ્ધતિની સરખામણીએ ૨૯% પાણીની બચત ઉપરાંત વધુ ફળ ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે. |
૧૧ |
બીટી કપાસ |
ઉતર ગુજરાત |
બીટી કપાસનું વાવેતર કરતા ખેડુતોએ ટપક પિયત પદ્ધતિ (૧.૦ પીઈએફ) અપનાવી તેના દ્ધારા પાયામાં ૨૫% નાઈટ્રોજન (૬૦ કિ.ગ્રા./હે.) તથા બાકીનો ૭૫ % નાઈટ્રોજન (૧૮૦ કિ.ગ્રા./હે.) વાવણીનો ૩૦ , ૬૦ અને ૯૦ માં દિવસે યુરિયાના રૂપમાં આપવો. |
¨ ખેડુતોને વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે. |
સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ,,બં,અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ
સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020