હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / પિયતની અતિ આધુનિક પદ્ધતિ એટલે ટપક સિંચાઈ પદ્ધતિ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પિયતની અતિ આધુનિક પદ્ધતિ એટલે ટપક સિંચાઈ પદ્ધતિ

પિયતની અતિ આધુનિક પદ્ધતિ એટલે ટપક સિંચાઈ પદ્ધતિ વિશેની માહિતી આપે છે.


આ વિડીઓમાં ટપક સિંચાઈ પદ્ધતિ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે

ગુજરાત રાજ્યમાં આશરે ૩૧ લાખ હેક્ટર વિસ્તારની સિંચાઈ સુવિધા છે. જે પૈકી ૭૯ ટકા વિસ્તાર ભૂગર્ભજળથી જેવા કે કુવા, બોર, વગેરેથી તેમજ ૨૧ ટકા વિસ્તાર કેનાલ તેમજ નદી,તળાવ વગેરેથી સિંચાઈ થાય છે. આપણે જાણીએ છીએ એમ દર વર્ષે ભૂગર્ભજળ ભંડારો ઉલેચાઇ જવાથી પાણીના તળ નીચા જતા જાય છે. તેમ જ વધુ ઊંડાઈથી પાણી ખેંચતા તેની ગુણવત્તા પણ પિયત માટે જરૂરિયાત મુજબની રહેતી નથી. વળી, ખેતરમાં ૮ કલાક વીજળી આપવાથી વીજળીની બચત તો થાય જ છે,સાથો સાથ પાણીની બચત પણ થાય છે, તેવું એક તારણ છે. પરંતુ મોટો વિસ્તાર ધરાવતા ખેડૂતો માટે પોતાના સ્ત્રોતોમાં પાણી હોવા છતાં પુરા વિસ્તારમાં પિયત થય શકતું નથી. તેમજ ગુજરાત રાજ્યના વાવેતર વિસ્તારનો ૯% એટલે કે ૩.૭૫ લાખ હેક્ટર બાગાયતી પાક ધરાવે છે.છેલ્લા અમુક વર્ષોથી ભારત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનાજના ઉત્પાદન માં ઘટાડો નોંધાયો છે.આથી વધુ વિસ્તારમાં વાવેતર કરીને તેમાં પિયત કરવું જરૂરી બનેલ છે.પરંતુ આપડી પાસે પિયત પાણીનો જથ્થો મર્યાદિત છે. તેમજ વીજળીપણ મર્યાદિત છે. તેથી આપણી આજની પેઢીને જીવવા માટે જળ સંપતિ સાચવી રાખવી હશે તો આધુનીક સિંચાઈ પદ્ધતિઓ અપનાવીને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જ પડશે.

 

જેમ આપણે સૌ જાણીએ છીએ વનસ્પતિ પણ સજીવ છે તેને પણ તેના ભરણ પોષણ માટે હવા, પાણી અને ખોરાકની જરૂરિયાત રહે છે. વનસ્પતિ ને આપણી જેમ દાંત હોતા નથી તેમ જ સ્વાદ માણવા માટે જીભ હોતી નથી. વનસ્પતિનો મુખ્ય ખોરાક પોષક દ્રવ્યો કે ષાકર્ષણ દ્વારા ચેક વનસ્પતિની ટોચ સુધી પોહચાડે છે. તેથી આપણે ખેતરમાં રહેલ દરેક છોડને સરખા પ્રમાણમાં પાણી અને ખાતર મળે તે ખુબજ જરૂરી છે. ધોરીયા પદ્ધતિ દ્વારા સપ્રમાણમાં પાણી અને ખાતર આપવું શક્ય નથી પરંતુ જો ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મૂળ વિસ્તારમાં પાણી અને ખાતર આપી શકાય છે.

મહત્વની વાત:

જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ આપણી ધોરીયા ક્યારાની ચિલાચાલુ પદ્ધતિમાં આપણે આપણા પાકને પિયત આપીએ છીએ. ત્યારે જમીન પર આગળ વધતો પાણીનો પ્રવાહ પુરેપુરી જમીનને પાણીથી તરબોળ કરીને આગળ વધે છે.આ પદ્ધતિથી પાણીનો બગાડ ઉપરાંત મહત્વના બે ગેરલાભો છે એકતો મૂળ વિસ્તારમાં વધારે પડતું પાણી ભરાઈ જાય છે. અને બીજું છોડવાને હવા અને ગરમીની અછત થાય છે. જે ખોરાક ની શોષણ ક્રિયામાં બાધક બને છે. આ ઉપરાંત આ પદ્ધતિથી નિંદામણમાં વધારો ખાતરની કાર્યક્ષમતામાં ઘટાડો વગેરે ગેરલાભો પણ છે.

આમતો સિંચાઈની આધુનિક પદ્ધતિઓમાં ફુવારા પદ્ધતિ તેમજ પોરસ પાઈપ દ્વારા પિયત પદ્ધતિ પણ છે. પરંતુ ટપક સિંચાઈ પધ્ધતીના ફાયદાઓ જોતા તે અતિ આધુનિક સિંચાઈ પદ્ધતિમાં શ્રેષ્ઠ છે તેમ ખી શકાય છે.

ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદાઓ:

 1. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની ૪૦ થી ૬૦ ટકા સુધીની બચત કરી શકાય છે. પાણી સીધું જ વનસ્પતિના મૂળ વિસ્તારમાં ટપકીને પડતું હોવાથી એટલા જ પાણીમાં બે થી ત્રણ ઘણું પિયત વિસ્તાર આવરી શકાય છે.
 2. દરરોજ પાણી મળતું હોવાથી હવા,ગરમી અને ભેજનું એવું સરસ સમીકરણ સર્જાય છે કે વનસ્પતિના મૂળ વધુ ને વધુ કાર્યરત રહે છે. પરિણામે વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે.
 3. પાણી એકની એક જગ્યા એ ટપક્યા કરે છે તેથી આપણે ભલામણ પ્રમાણે ના સમય અનુસાર પાણી આપીએ તો મૂળ વિસ્તારથી નીચે જે પાણી ઉતરી જાય છે તેનો વ્યય થતો અટકે છે.
 4. પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય એવા ખાતરો તેમજ જમીનમાં આપવાની અમુક જંતુનાશક દવાઓ પાણી સાથે જ મૂળ વિસ્તારમાં સરખા પ્રમાણમાં આપી શકાય છે. જેથી પોષકતત્વોનું લભ્ય્તામાં વધારો થાય છે. તેમજ ખાતર છાટવાની મજુરી બચે છે. ખાતરની ૨૫ થી ૩૦ ટકા બચત થાય છે.
 5. ક્યારા, પાળા, ખામણા, ધોરીયા જમીન પોચી રાખવાની ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજુરી પણ બચે છે.
 6. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે.
 7. નીંદણ ઓછુ થાય છે તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજુરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
 8. જમીનમાં પાણીનો ભરવો થયેલો રહે તો ન હોવાના કારણે રોગ-જીવાત ઓછા આવે છે.
 9. વીજળીની આશરે ૩૦ થી ૩૫ % બચત થાય છે.
 10. ક્ષાર વાળા પાણીનો પણ પિયત માટે ઉપયોગ કરી શકાય છે.
 11. જમીનમાં પિયત ઓછુ હોય ત્યારે તેમાં ભેજ હોવાથી ખેતી કાર્યોમાં સરળતા રહે છે.
 12. ઉત્પાદનમાં આસરે ૩૦% જેટલો વધારો થાય છે.
 13. ઉત્પાદનની ગુણવતા સારી આવે છે તેથી બજાર ભાવ સારા મળે છે.
 14. પાક વહેલો પાકે છે આથી શરૂઆતની અછતનો લાભ મેળવીને સારા બજાર ભાવ મેળવી શકાય છે.

મર્યાદા:

પ્રારંભિક ખર્ચ વધુ આવે છે.

નિવારણ:

ગુજરાત સરકાર દ્વારા જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી. અને જી.એ.આઈ.સી. ના સંયુક્ત ઉપક્રમ તરીકે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની સ્થાપના કરેલ છે જે ખેડૂતોને ૫૦% અથવા રૂ. ૬૦,૦૦૦/- પ્રતિ હેકટરે બે માંથી જે ઓછુ સબસીડી સ્વરૂપે આપે છે.

માહિતી:

ટપક સિંચાઈ પદ્ધતિ વસાવવા માટે તમે જી.એસ.એફ.સી. તથા જી.એન.એફ.સી. ડેપો દરેક જિલ્લાઓમાં આવેલ કૃષિ વિજ્ઞાન ક્રેન્દ્ર, કૃષિ યુનિવર્સીટી તેમજ કંપનીના પ્રતિનિધિઓ પાસેથી વિશેષ માહિતી મેળવી શકો છો.

સ્ત્રોત: કૃષિકર્મ, પાના નં.૧૯-૨૦ અંક : જુન -૨૦૦૯

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.96551724138
રાહુલજી અશ્વિનજી ઠાકુર Sep 24, 2019 08:53 PM

જેમ બને તેમ પાણી ને બંધ બાંધીને રોકવું જોઈએ

પંચાલ વૈભવ Aug 13, 2019 05:21 PM

શું આ પધ્ધતિ થી પ્રોજેકટ બનાવી શકાય?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top