હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / પિયત પાણીનું પૃથક્કરણ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પિયત પાણીનું પૃથક્કરણ


જમીનમાંથી વધુ ઉત્પાદન લેવા માટે જમીનની ફળદ્રુપતા એક અગત્યની બાબત છે. ધનિષ્ઠ ખેતી પદ્ધતિના ઉપયોગથી એકમ વિસ્તારમાં વર્ષ દરમ્યાન એક થી વધુ પાક લઈ વધુ આવક મેળવવી તે રાષ્ટ્રના હિતની વાત છે. આ માટે પિયત એક અગત્યનું પરિબળ છે. જો પાણીની પુરતી સગવડતા હોય તો ખેડુત ધાર્યુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે વધુ ફાયદો મેળી શકે છે. પરંતુ આ માટે જમીન અને પાણીનો મેળ હોવો જરૂરિ છે. જો પાણી જમીનને અનુકૂળ ન હોય તો જમીન બગડવાની પુરેપુરી શક્યતા છે. આથી પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.

 

પાણીના પૃથક્કરણની જરૂરીયાત શા માટે ?

 1. ખેતી પિયત માટે પાણી અનુકૂળ છે કે નહીં તે જાણવા.
 2. પાણીમાં ક્યા ક્યા દ્ધાવ્ય ક્ષારો કેટલાં પ્રમાણમાં છે તેમજક્ષારના ઘટકો વચ્ચેનું પ્રમાણ જાણવાં.
 3. અમુક પ્રકારની જમીનમાં લાંબો સમય વાપરી શકાય કે તે નક્કી કરવાં.
 4. હાનીકારક ક્ષારયુકત પાણીનો ઉપયોગ પિયત માટે કરવો હોય તો જમીનમાં ગુણધર્મ પર વિપરિત અસર કર્યા વગર ઉપાયો યોજી કેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો તે નક્કી કરવા.
 5. નમુનાયુકત પાણી કયા પાકો માટે વાપરી શકાય તે જાણવા.

પાણીનો નમુનો લેવાની રીત :

પાણીનો નમુનો કુવો, નહેર કે પાતાળકુવાના પાણીનું યોગ્ય પ્રતિનિધિત્વ ઘરાવતો હોવો જરૂરી છે. તેથી નીચે જણાવેલ બાબતોને લક્ષમાં રાખી ૧/૨ થી ૧ લિટર પાણીનો નમુનો મેળવી પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરી બુચ સારી રીતે બંધ કરી ઉપર લેબલ મારી માહિતીપત્રક સાથે પૃથક્કરણ માટે પ્રયોગશાળામાં મોકલાવો.

પાણીના નમુના માટે ધ્યાનમાં રાખવાની બાબતો :

 1. પાણીનો નમુનો લેતી સપાટી ઉપર ઝાડના પાકનો કે કચરો તો દુર કરવો.
 2. જે ઋતુમાં ખેતી માટે પાણીનો ઉપયોગ કરવાનો હોય તે જ ઋતુમાં પાણીનો ઉપયોગ કરવાનો હોય તે જ ઋતુમાં પાણીનો નમુનો લેવો.
 3. જો નમુનો નહેરના પાણીનો લેવાનો હોય તો વહેતા પાણીમાંથી લેવો અને કુવો કે પાતાળકુવાનો પાણીનો લેવાનો હોય તો મોટર કે એંજિન ચાલુ કરી ૩૦ મિનિટ પાણી જવા દઈ ત્યાર પછી નમુનો લેવો.
 4. પાણી તથા જમીનનો મેળ જાણવાનો હોય તો પાણી તથા જમીન એમ બંન્નેના નમુના સાથે મોકલવા.
 5. નમુનો ભરવા મેટ સ્વચ્છ બોટલ વાપરવી.
 6. કાચની બૉટલ તુટી જવાનો ભય હોઈ પ્લાસ્ટિકની બોટલ વાપરવી.
 7. બોટલ ઉપર પાણીની ભુસાઈ ન શકે તેવા અક્ષરોથી નંબર આપવાં.
 8. બોટલ પર નંબર સાથે માહિતી પત્રક મોકલવું.

પાણીના પૃથક્કરણથી મળતી માહિતી :

સામાન્ય રીતે જમીન ચકાસણી પ્રયોગશાળામાં પાણીનું પૃથક્કરણ કરતાં વિદ્યુત વાહકતા, સોડિયમ અધિશોષણ આંક, શેષ સોડિયમ, કાર્બોનેટ, બોરોન ક્લોરાઈડ, સલ્ફેટ અને અન્ય તત્વોના પ્રમાણની માહિતી નીચે જણાવેલ છે

વિદ્યુત વાહકતા (ઈ.સી.) (ડેસી સાયમન્સ / મીટર)

ગ્રુપ

પાણીનો પ્રકાર

વિશેષ નોંધ

સી – ૧ (૦.૨૫ થી ઓછું)

ઓછી ખારાશવાળુ

 • મોટા ભાગના પાકો અને મોટા ભાગની જમીન માટે વાપરી શકાય.
 • ખારાશ ઉત્પન્ન થવાનો સંભવ ઓછો

સી – ૨ (૦.૨૫ થી ૦.૭૫)

મધ્યમ ખારાશવાળુ

 • ખુબ સારાથી મધ્યમ નિતારવાળા જમીનમાં વાપરી શકાય.
 • ખારાશ ખુબ ઓછી સહન કરી શકતા પાકો સિવાય બધાં જ પાકો માટે વાપરી શકાય.

સી – ૩ (૦.૭૫ થી ૨.૨૫)

વધુ ખારાશવાળુ

 • મધ્યમથી સારી નિતારવાળી જમીનમાં વાપરી શકાય. જમીનમાં ગંભીર ખારાશ રોકવા માટે વારંવાર નિયમિત લીચિંગની જરૂર રહે.
 • મધ્યમથી સારી સહનશકિત  ધરાવતા પાકો પસંદ કરવા.
 • ખારાશને અંકુશમાં રાખવા માટે ખાસ પ્રકારની વ્યવ્યસ્થા જરૂરી.

સી – ૪ (૨.૨૫ થી વધુ)

અતિ ખારાશવાળુ

 • ફકત સારા નિતારવાળી જમીનમાં જ વાપરી શકાય અને વધારાના ક્ષારો દુર કરવા ખાસ લિચીંગની જોગવાઈ જરૂરી.
 • ખારાશ સહન કરતા પાકો જ વાવી શકાય. ઘણી વધુ ખારાશવાળું પિયત માટે વાપરવું ફાયદાકારક નથી.

સોડિયમ અધિશોષણ આંક (એસ.એ.આર.) નું પ્રમાણ

ગ્રુપ

પાણીનો પ્રકાર

વિશેષ નોંધ

એસ – ૧ (૧૦ થી ઓછું)

ઓછા સોડિયમવાળુ

 • દરેક પ્રકારની જમીનમાં વાપરી  શકાય.
 • નુકશાનકર્તા વિનિયમ પામતા સોડિયમનું પ્રમાણ જમા થવાનો બહું જ ઓછો ભય.

એસ – ૨ (૧૦-૧૮)

મધ્યમ સોડીયમવાળુ

 • સારા નિતારવાળી જમીનમાં વાપરી શકાય.
 • લીચીંગગ ઓછુ થતું હોય તેવી લધુ માટીવાળી અને ઓછી સેંદ્ધિય પદાર્થવાળી જમીનમાં પાણી વાપરતાં સોડીયમને લીધે મુશ્કેલી ઉભી થાય.

એસ – ૩ (૧૮-૨૬)

વધુ સોડિયમવાળુ

 • જીપ્સમ વગરની જમીનમાં પાણીને લીધે નુકશાનકારક પ્રમાણમાં સોડીયમનો ઘેરાવો થાય તેથી તેને માટે જમીનની ખાસ વ્યવસ્થા કરવી જરૂરી.
 • પાણી સફળતાપુર્વક સિંચાઈ માટે વાપરવા સેંદ્ધિય પદાર્થો ઉમેરી જમીનના ભૌતિકગુણધર્મો સુધારવા જરૂરી તેમજ જમીનનો નિતાર સારો અને લીચીંગની પુરતી જોગવાઈ જરૂરી.
 • જમીન સુધારકો વાપરવા દા.ત., જીપ્સમ

એસ – ૪ (૨૬ થી વધુ)

અતિ વધુ સોડિયમવાળું

 • પાણી સિંચાઈ માટે સંતોષકારક નથી.
 • ઓછી કે મધ્યમ ખારાશવાળું પ્રમાણમાં હોય અને જમીનમાં કેલ્શિયમનું દ્ધાવણ કે જીપ્સમ આપવામાં આવે તેવા સંજોગોમાં વપરાય.

 

વિદ્યુત વાહકતા મુજબ પાણીના સી-૧ થી સી-૪ વર્ગ પાડવામાં આવેલાં છે. જ્યારે સોડીયમ અધિશોષણ આંક પ્રમાણે એક – ૧ થી એસ – ૪ વર્ગ પાડવામાં આવેલ છે. આ બંનેના પ્રમાણની સંયુકત અસર જમીન અને પાક પર કેવી થાય છે તેની માહીતિ નીચે જણાવી છે.

વિદ્યુતવાહકતા અને સોડિયમ અધિશોષણ આંકની સંયુકત અસર

સંયુક્ત

વિશેષ નોંધ

સી-૧ એસ-૧

દરેક પ્રકારની જમીનમાં વાપરી શકાય.

સી-૨ એસ-૧

સી-૩ એસ-૧

સી-૧ એસ-૨

ફકત સારા નિતારવાળી અને ઓછા સોડિયમના વિનિયમવાળી જમીનમાં જ વાપરી શકાય.

સી-૨ એસ-૨

સી-૩ એસ-૨

સી-૧ એસ-૩

ફકત ખાસ સંજોગોમાં જ ઉપયોગ લઈ શકાય.

સી-૨ એસ-૩

સી-૩ એસ-૩

સી-૧ એસ-૪

સિંચાઈ માટે નકામું ગણાય

સી-૨ એસ-૪

સી-૩ એસ-૪

શેષ સોડિયમ કાર્બોનેટ ( આર.એસ.સી. ) નું પ્રમાણ

શેષ સોડિયમ કાર્બોનેટ

(મિલિ ઈકવીવેલન્ટ / લિટર)

પાણીની ગુણવતા

૧.૨૫ થી ઓછું

મોટે ભાગે દરેક હેતુ માટે વાપરવું સલામત

૧.૨૫ થી ૨.૫૦

મધ્યમ પ્રકારનું, પુરતા લિચીંગ અને જીપ્સમ આપી હલકા પોતવાળી જમીનમાં વાપરી શકાય.

૨.૫૦ થી વધુ

પિયત માટે અનુકુળ નથી

બોરોનનું પ્રમાણ

પાણીમાં બોરોનનું પ્રમાણ

( પીપીએમ )

બોરોન સામે સહનશીલતા

ક્યા પાકો ઉગાડી શકાય

૦.૩ થી ૧.૦

સહનશિલતાનો અભાવ

લીંબુ, દ્ધાક્ષ, સફરજન, પીચ, પીઅર, કાજુ

૧ થી ૨

મધ્યમ સહનશીલતા

ઘઉ, જવ, ઓટ, મકાઈ, જુવાર, વટાણા, ટામેટા, શક્કરીયા, મુળા, સુર્યમુખી

૨ થી ૪

સહનશીલતા

કોબીજ, ડુંગળી, ગાજર, કઠોળ, સુગરબીટ, રજકો, ખજુરી

ક્લોરાઈડ અને સલ્ફેટનું પ્રમાણ

ક્લોરાઈડ / સલ્ફેટનું પ્રમાણ

( મિલિ ઈકવીવેલંટ / લીટર )

પાણીની ગુણવતા

૦ થી ૪

ઉત્તમ

૪ થી ૭

સારું

૭ થી ૧૨

સ્વીકાર્ય

૧૨ થી ૨૦

શંકાસ્પદ

૨૦ થી વધુ

વધુ બિનઉપયોગી

પાણીમાંના અન્ય તત્વોનું પ્રમાણ

તત્વ

દરેક પ્રકારની જમીનમાં વાપરી શકાય તેવું પ્રમાણ

સારા પોતવાળી ૬.૫ થી ૮.૫ પીએચવાળી જમીનમાં ૨૦ વર્ષ સુધી વાપરી શકાય તેવું પ્રમાણ

૧ એલ્યુમિનિયમ

૫.૦૦

૨૦.૦૦

૨ આર્સેનિક

૦.૬૦

૨.૦૦

૩ તાંબુ

૦.૨૦

૫.૦૦

૪ ક્લોરીન

૧.૦૦

૧૫.૦૦

૫ સીસુ

૫.૦૦

૧૦.૦૦

૬ લિથિયમ

૨.૫૦

૨.૫૦

૭ મેંગેનીઝ

૨.૨૦

૧૦.૦૦

૮ મોલિબ્ડેનમ

૦.૦૧

૦.૦૫

૯ સેલેનિયમ

૦.૦૨

૦.૦૨

૧૦ જસત

૨.૦૦

૧૦.૦૦

૧૧ લોહ

૫.૦૦

૨૦.૦૦

ક્ષાર સહન કરી શકે તેવા પાકો

પાક

ઓછા ક્ષાર સહન કરી શકે

વધુ ક્ષાર સહન કરી તેવા પાકો

ક્ષેત્ર પાક

મકાઈ, જુવાર, બાજરી, ડાંગર

ઘઉં, જવ, રાઈ, સરસવ, કપાસ, ઓટ, સુર્યમુખી, તમાકુ

શાકભાજી પાક

ટામેટા, કોબીજ, બટાટા, ગાજર, વટાણા, કાકડી

બીટ, પાલક, મુળા, શતાવરી

ફળફળાદી પાક

દાડમ, જામફળ, અંજીર, દ્ધાક્ષ, લીંબુ, નારંગી, નાળીયેરી

બોર, ફાલસા, ખજુરી

ઘાસચારાના પાક

સુદાન, બરસીમ, રજકો

રોડઘાસ, કસુંબી

ખારા પાણીનો સફળતાપુર્વક ઉપયોગ કેવી રીતે કરશો

 1. જમીન અને પાણીનુ અવાર નવાર પૃથક્કરણ કરાવવું જોઈએ અને તેના આધારે ખેતી પદ્ધતિઓ ગોઠવવી જોઈએ.
 2. પાણી સમ્યક રીતે આપવું જોઈએ તે માટે યોગ્ય પિયત પદ્ધતિ અપનાવવી જોઈએ.
 3. પાકની જરૂરીયાત માટે તેમજ ક્ષારોને લીચીંગ મારફત સંતોષકારક કક્ષાએ રાખવા માટે પુરતુ પાની આપવું જોઈએ. વાવણી પહેલાં વધુ માત્રામાં પિયત આપવાથી ઉપરની સપાટીના ક્ષારો ઓછા થતાં પાકને ઉગવામાં સુગમતા રહે છે.
 4. પિયતનું પાણી ટુંકાગાળે આપવું.
 5. પુરતા નિતારની જોગવાઈ કરવી જોઈએ અને કોઈપણ સંજોગોમાં તળનું પાણી ૧.૮ મીટર ( ૬ ફુટ ) થી ઉપર ન રહે તે ખાસ જોવું જોઈએ.
 6. ક્ષાર સહન કરતાં પાકોની પસંદગી કરવી.
 7. સમઘાત ભેજ અને ઉષ્ણતામાને સારું બિયારણ વાવવું.
 8. ફળદ્ધુપતા જાળવી રાખવા માટે ખાતરો પ્રમાણમાં આપવાં જોઈએ જેથી લીચિંગને લીધે દુર થયેલ પોષકતત્વો મળી રહે.
 9. જમીનનો બાંધો સુધારવા માટે યોગ્ય ઘાસના પાકો તથા કઠોળ પાકોનો પણ ખેતી પદ્ધતિમાં સમાવેશ કરવો જરૂરી છે.
 10. જ્યાં સોડીયમને લીધે ખાસ પ્રશ્નો ઉપસ્થિત ઘણાં હોય ત્યાં યોગ્ય જમીન સુધારકો વાપરવા જોઈએ.

સ્ત્રોત :સ્ત્રોત : ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની, – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

2.9
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top