હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / ટપક સિંચાઈ પદ્ધતિનું ફળપાકોમાં આયોજન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટપક સિંચાઈ પદ્ધતિનું ફળપાકોમાં આયોજન

ટપક સિંચાઈ પદ્ધતિનું ફળપાકોમાં આયોજન વિશેની માહિતી આપે છે.

ફળપાકોમાં આ પધ્ધતિ દ્વારા પાણીની બચત થાય છે આથી વધારે વિસ્તારને પિયત હેઠળ આવરી લઈ શકાય છે. નીંદામણનો પ્રશ્ન હલ કરી શકાય છે અને ટપક પધ્ધતિ સાથે પ્રવાહી ખાતરો તેમજ ફૂગનાશક અને નીંદણનાશક દવાઓ આપી મજૂરી ખર્ચની બચત થાય છે. રેતાળ, છીછરી, વધુ કાળી અને ઢોળાવવાની જમીન અને બિન ઉપજાઉ જમીનમાં પણ ટપક પધ્ધતિ દ્વારા ઉત્પાદન મળે છે. આ પદ્ધતિ દ્વારા જમીનમાં ધોવાણ અટકાવી શકાય છે અને છોડની પોષકતત્વોની શોષણશક્તિ વધારી શકાય છે. આથી લાંબા ગાળાના વધુ અંતરે વાવેતર કરાતા ફળપાકોમાં ઝાડની વૃધ્ધિ અને વિકાસ સારો થાય છે

ટપક પધ્ધતિના પ્રકારો :

ઓછા દબાણે થતી ટપક પિયત પધ્ધતિ :

આ પધ્ધતિમાં ટપક પ્રણાલીના ભાગો જેવા કે પાણીની ટાંકી, કન્ટ્રોલ વાલ્વ, ફિલ્ટર, મુખ્ય લાઈન અને સબલાઈન જમીનથી ઊંચાઈ પર રાખવાથી ઓછા વાતાવરણનાં દબાણ (૩૦ પી.એસ.આઈ.થી ઓછા) હેઠળ નાના વિસ્તારમાં માટે ઓછા ખર્ચે ટપક પધ્ધતિથી પિયત આપવાની અનુકૂળ પધ્ધતિ છે. આપણા દેશમાં આ પધ્ધતિ આદિવાસી વિસ્તાર અથવા ઓછા વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો ૬-૮ વર્ષ સુધી સારી રીતે ચલાવી શકાય છે.

વધુ દબાણે થતી ટપક પિયત પધ્ધતિ :

આ પધ્ધતિમાં ટપક પ્રણાલીમાં ભાગો જેવા કે પાણીની ટાંકી કન્ટ્રોલ વાલ્વ, ફિલ્ટર અને મુખ્ય લાઈન અને સબલાઈન જમીનની સપાટી પર લેવલમાં હોય છે અને પાણીના દબાણથી કે ઈલેકટ્રીક મોટર ધ્વારા વધારે દબાણથી (૩૦ પી.એસ.આઈ. થી વધારે) પિયત આપવામાં આવે છે. આ ટપક સિંચાઈ પધ્ધતિથી છોડનાં કાર્યક્ષમ મૂળ વિસ્તારમાં જ સપ્રમાણ પાણી આપવામાં આવતું હોવાથી પાણી વપરાશની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે અને પોષકતત્વોની કાર્યક્ષમતા પણ વધારી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ પધ્ધતિમાં ખર્ચ વધુ આવે છે.

ગુજરાતના અગત્યના ફળપાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ માટે કરેલ ભલામણો આ લેખમાં દર્શાવેલ છે.

ચીકુ

મધ્ય ગુજરાતની ગોરાડુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે ૧૦ મીટર x ૧૦ મીટરના અંતરે રોપેલું ચીકુની કાલીપત્તી જાતમાં ૧૬ મિ.મીના માપની લેટરલ ગોઠવવી કે જેના પર ઝાડ દીઠ ૧૨ ડ્રિપર (૮ લિટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા) ઓકટોબર માસ દરમ્યાન ૭ કલાક અને ૩૦ મિનિટ અને નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન ૬ કલાક અને ૫ મિનિટ એકાંતરે દિવસે અને  માર્ચ થી જૂન માસ દરમ્યાન દરરોજ ૭ કલાક અને ૧૦ મિનિટ ટપક પધ્ધતિ પ્રણાલી ચલાવવાથી રપ ખાતરનો બચાવ અને ર0% પાણીની બચત થાય છે.

  • દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે (૧૦ વર્ષથી મોટા) ઝાડનાં થડની એક મીટરના અંતરે બે ટપકરિયા વચ્ચે ૪૦ સે. મી. અંતર રાખી ૮ લિટર / કલાકનાં નિકાસ દરવાળા કુલ ૮ ટપકણીયા થડની ફરતે પ્રશાખામાં નળીઓને ગોઠવી શિયાળામાં બે દિવસના અંતર ૪ થી પ કલાક અને ઉનાળામાં ૮ થી ૧૦ કલાક ટપક પદ્ધતિથી પાણીનો બચાવ ૧૪% થાય છે. ચીકુના દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પણ ઉમરની (૧૫ થી ૨૦ વર્ષ)નાં ઝાડને ઉનાળામાં (માર્ચ થી જૂન) ૭૨ લિટર પાણી તથા શિયાળામાં (ઓક્ટો.ફેબ્રુઆરીમાં પર લિટર પાણી ટપક પધ્ધતિ ધ્વારા દરરોજ ઝાડ દીઠ ૪ ડ્રિપર રાખી ૦.૬૦ બાષ્પીભવન ગુણાંકે ચલાવવાથી ૩૨.૬% પાણીનો બચાવ થાય છે. ટપક પ્રણાલી ૧.૨ કિલો પ્રતિ ચો.સે.મી નાં દબાણે ચલાવવી.

કેળ:

મધ્ય ગુજરાતની ગોરાડુ જમીન અને મધ્યમ: વરસાદવાળા વિસ્તાર માટે કેરળમાં બસરાઈ જાત માટે ૧.૮ મીટરના દરેક હારમાં દરેક છોડની બંને તરફ ૩૦ સે.મીના અંતરે ૪ લિટર/કલાકના દરે ઓકટોબર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન ૨.૩૦ કલાક સુધી અને માર્ચ થી ચોમાસાની શરૂઆત સુધી પ.00 કલાક સુધી એકાંતરે દિવસે ટપક પ્રણાલી ચલાવવી. દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે કેળમાં ગ્રાન્ડર્નન જાતના ૧.૮ મીટર X ૧.૮ મીટરના અંતરે વાવેતર કરેલ પાક માટે નળીઓ વચ્ચેનું અંતર ૧.૮ મીટર ટપકણિયા વચ્ચેનું અંતર છોડના થડની બન્ને બાજુએ ૩૦ સે.મી. (બે ટપકણિયા) ૪ લિટર પ્રતિ કલાકની ક્ષમતાદરથી શિયાળામાં ૧૨૦ થી ૧૩૦ મિનિટ અને ઉનાળામાં ૧૭૦ થી ૧૮૦ મિનિટ ટપક પધ્ધતિ 0.9 બાષ્પીભવન ગુણકે ચલાવવાથી ૨૦% ઉત્પાદન સાથે વધુ ૨૦% પાણીની બચત થાય છે. ટપક પ્રણાલી ૧.૨ કિલો પ્રતિ ચો.સી.મીનાં દબાણ ચલાવવી.

પપૈયા

મધ્ય ગુજરાતમાં ગોરાડુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે મધુબિંદુ પપૈયામાં બે લેટરલ વચ્ચેનું અંતર ૨.૫ મીટર રાખી છોડના થડની બંને બાજુએ ૪૫ સે.મીના અંતરે ૪ લિટરના દરે સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન ૫ કલાક ૨૦ મિનિટ અને માર્ચથી ચોમાસાની શરૂઆત સુધી ૧૦ કલાક ૪૦ મિનિટ એકાંતરે દિવસે ટપક પધ્ધતિથી ૨૦% પાણીની બચત થાય છે. દક્ષિણ ગુજરાતના ભારે કાળી જમીન અને વધારે વરસાદવાળા વિસ્તાર માટે બે લેટરલ વચ્ચેનું અંતર ૨.૫ મીટર બે ટપકણિયા થડની બંને બાજુએ ૩૦ સે.મીના અંતરે ૮ લિટર/કલાકની ક્ષમતાના દરથી શિયાળામાં એકાંતરે દિવસે ૨૦-30 લિટર છોડ અને શિયાળામાં એકાંતરે દિવસે ૩૦-૫૦ લિટર છોડથી ટપક પધ્ધતિ ચલાવવાથી ૪૦% પાણીનો બચાવ થાય છે. ટપક પ્રણાલી ૧.૨ કિલો પ્રતિ ચો. સે.મી. ના દબાણે ચલાવવી.

જામફળ :

મધ્ય ગુજરાતમાં ગોરાડુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે ૬ મીટર x ૬ મીટરના અંતરે વાવેતર કરેલ જામફળ લખનૌ-૪૯ જાત માટે ઝાડ દીઠ ૮ લિટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા પિર, ૬ મીટરના અંતરે ગોઠવી ટપક પ્રણાલી એકાંતરે દિવસે ઓકટોબર થી ફેબ્રુઆરી માસમાં ૩ કલાક અને નવેમ્બર થી જાન્યુઆરી માસમાં ૨ કલાક અને ૩૦ મિનિટ ૦.૭૦ બાષ્પીભવન ગુણાંકે ચલાવવાથી ૩૪% પાણીનો બચાવ થાય છે. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જામફળની ભાવનગર લાલ જાત માટે ટપક સિંચાઈ પધ્ધતિ ઓકટોબર થી ડિસેમ્બર માસ સુધી દરરોજ ૩ કલાક અને જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન દરરોજ ૪ કલાક એક ઝાડ દીઠ ૪ લિટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા ૪ ટપકણીયા ઝાડનાં થડની એક મીટર દૂર રાખીને ટપક પધ્ધતિ ચલાવવાથી ૪૦.૬૯% પાણીની બચત થાય છે. ટપક પ્રણાલી ૧.૨ કિ.ગ્રા.સે.મી. ના દબાણે ચલાવવી.

લીંબુ

મધ્ય ગુજરાતમાં ગોરાડુ જમીન અને મધ્યમ વરસાદવાળા વિસ્તાર માટે કાગદી લીંબુની જાત ૬ મીટર x ૬ મીટરના અંતરે ઉછેરતા ઝાડને ટપક પ્રણાલી પ્રમાણે ઝાડનાં થડની ફરતે ૧ મીટરના અંતરે ૪ લિટર પ્રતિ કલાકના પ્રવાહના દરે ૪ ટપકણીયાં ગોઠવી જાન્યુઆરી માસમાં ૨ કલાક, ફેબ્રુઆરી માસમાં ૩ કલાક, માર્ચ માસમાં ૪ કલાક, એપ્રિલ થી જૂન ૫ કલાક, જુલાઈ - સપ્ટેમ્બર ૨ કલાક, (વરસાદ ખેંચાય તો) ઓકટોબરડિસેમ્બર માસમાં - ૩ કલાક પ્રમાણે ટપક પધ્ધતિ ચલાવવાથી ૬૩% પાણીની બચત થાય છે. ટપક પ્રણાલી ૧.૩ કિ.ગ્રા/સે.મી. ના દબાણે ચલાવવી. (૬) નાળિચેર: દક્ષિણ સૌરાષ્ટ્રવિસ્તાપમાં ટપક સિંચાઈ પિયત માટે નાળિયેરની ડી 4 ટી જાતમાં થડ ફરતે ૧ મીટરના અંતરે ચાર ડ્રિપર ગોઠવી દરેક ડ્રિપરનો પ્રવાહ ૮ લિટર પ્રતિ કલાક રાખી ટપક પધ્ધતિ ઓકટોબરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન દરરોજ દોઢ કલાક અને માર્ચથી આગળ દરરોજ અઢી કલાક ચાલુ રાખવાથી ૪૩% પાણીનો બચાવ થાય છે.

કૃષિગોવિધા એપ્રિલ-૨૦૧૦, વર્ષ: ૬૯ અંક : ૧૨ સળંગ અંક : ૮ર૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.03773584906
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top