હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / ટપક સિંચાઈ પદ્ધતિનું આયોજન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટપક સિંચાઈ પદ્ધતિનું આયોજન

ટપક સિંચાઈ પદ્ધતિનું આયોજન વિશેની માહિતી આપવામાં આવી છે

ટપક પિયતનું ખેતરમાં આયોજન હાથ ઘરતાં પહેલાં નીચે મુજબના મુદ્દાઓ દયાનમાં લેવા જરૂરી છે.

સામાન્ય આયોજન :

 • કેટલો વિસ્તાર ટપક સિંચાઈ હેઠળ આવરી લેવાનો છે, તેનો ચોક્કસ વિસ્તાર માપવો.
 • ક્યા પ્રકારની પાક પદ્ધતિ છે તેનો ખ્યાલ રાખવો.
 • જે પાકમાં ટપક પદ્ધતિ અપનાવવા ની છે તે ચોક્કસ રીતે માપવી.
 • છોડના ઘેરાવાનો વિસ્તાર કેટલો છે તે ચોક્કસ રીતે માપવો.
 • બે હાર તેમજ બે છોડ વચ્ચેનું અંતર માપવું.
 • એક હાર્માં કેટલા છોડ છે અને કુલ કેટલી હાર છે તેની ગણતરી કરવી જેથી કુલ છોડની સંખ્યા મળી જાય.
 • પાણી ની ગુણવતા જાણવા માટે પાણીના નમુનાનું ચોક્ક્સાઈ પુર્વક પ્રુથક્કરણ કરાવવું.
 • જમીનનો ઢાળ અને તે અંગે ની જાણકારી મેળવવી.
 • જમીનના નમુનાનૂં  પ્રુથક્કરણ કરાવવું જેથી ઘટતા તત્વો ફર્ટિગેશન દ્ધારા ઉમેરી શકાય.
 • પાણી નદી , કૂવો , કેનાલ કે બોરવેલમાંથી લેવાનું છે તે દર્શાવવું.
 • પાણીના ઉદગમસ્થાન થી પાકનું અંતર ચોક્કસાઈ પુર્વક માપી નક્શામાં દર્શાવવું.
 • કુવા માંથી પાણી લેવાનું હોય તો કુવાની ઊંડાઈ માપવી.
 • પંપ ઉનાળામાં કેટલા ચાલે છે તે પ્રમાણેનું આયોજન કરવું.
 • ઉનાળામાં કુવામાં કેટલી સપાટી એ પાણી રહે છે તેમજ દરરોજનો ડિસ્ચાર્જ કેટલો છે તેની જાણકારી મેળવવી.
 • પંપનો ડિસ્ચાર્જ , હોર્સપાવર , ક્ષમતા અને પંપ બનાવનાર તેમજ ટોટલ હેડ વિશે જાણકારી મેળવવી.
 • ડિલિવરી હેડ અને સેકશન હેડ તેમજ પાઈપ ની સાઈઝ કેટલી છે તે નોંધવું.
 • પંપનું મોડલ મોનોબ્લોક  , કપલ્ડ , સબમર્સિબલ કે જૅટ છે તે દયાનમાં રાખવું.
 • ખેતરમાં પી.વી.સી. પાઈપ લાઈન હોય તો તેની લંબાઈ, કદ અને નકશામાં દર્શાવવું.

ખેતી વિષયક આયોજન :

 • ક્યા પ્રકારની જમીન છે તેમજ રેતી, કાંપ અને માટીનું પ્રમાણ લક્ષમાં રાખવું જોઈએ, તેમજ કેટલી માત્રામાં ઢાળ છે તે નક્કી કરવું.
 • જમીન ની પાણી ટકાવવા ની તેમજ ચુસવાની ક્ષમતા જાણવી.
 • છોડના મુળની ઊંડાઈ કેટલી છે તે જાણવું.
 • પાણી છોડને કેટલું આપવાનું છે તે જમીનની લાક્ષણીકતા ઓ ઉપર આધારીત છે. તેથી જમીનની લાક્ષણીકતા ઓ જાણવી જરૂરી છે.

પિયત માટેનું આયોજન :

 • દરરોજના પાણીના બાષ્પીભવન ને લક્ષમાં લેવું.
 • જમીનમાં કેટલો ભેજ છે તેની જાણકારી મેળવવી.
 • છોડની દરરોજની પાણીની જરૂરીયાત ની નક્કી કરવી.
 • છોડની પાન પરથી બાષ્પોત્સર્જન કેટલું થાય છે તે વિષે જાણવું.
 • છોડની દુષ્કાળમાં ટકી રહેવાની શક્તિ એટલે કે છોડ પાણી વિના કેટલું જીવી શકે છે તેની જાણકારી હોવી જોઈએ.
 • કેટલા પાણીની જરૂરીયાત છે તેની ગણતરી કરવી જરૂરી છે.
 • સિંચાઈ વખતે કેટલું પાણી આપવું તેમજ કેટલી સિંચાઈ ની જરૂર છે તે જાણવું જરૂરી છે.
 • બે સિંચાઈ વચ્ચેનો ગાળો નક્કી કરવો.
 • જમીન ના  પ્રકાર પ્રમાણે માટે ભારે , મધ્યમ કે હલકી જમીન માં પાણી ઉતારવાની પદ્ધતિ તથા મૂળ વિસ્તારની જાણકારી હોવી જરૂરી છે.

સ્ત્રોત :સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

પ્રકાશક:  વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.96428571429
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top