હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / ટપક પિયત પદ્ધતિનો ખર્ચ ઘટાડવા માટેની તજજ્ઞતાઓ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટપક પિયત પદ્ધતિનો ખર્ચ ઘટાડવા માટેની તજજ્ઞતાઓ

ટપક પિયત પદ્ધતિનો ખર્ચ ઘટાડવા માટેની તજજ્ઞતાઓ

અખતરાના પરિણામો અને ખેડુતોના અનુભવો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રુષ્ઠ પિયત પદ્ધતિની સરખામણીમાં ટપક પિયત પદ્ધતિથી ૩૦ થી ૭૦ ટકા પાણીની બચત , ૨૦ થી ૪૦ ટકા ખાતરની બચતની સાથે સાથે ૨૦ થી ૫૦ ટકા જેટલો ઉત્પાદનમાં વધારો થાય છે. પરંતુ ટપક પદ્ધતિનો શરૂઆતનો ખર્ચ વધારે આવે છે. જો ટપક પદ્ધતિની રચના (ડીઝાઈન) અને લે-આઉટ આયોજનબદ્ધ રીતે કરવામાં આવે તો ખર્ચમાં નોંધપાત્ર  ઘટાડો કરી શકાય છે. ટપક પદ્ધતિનિ યોગ્ય રચના કરવા માટે નીચે પ્રમાણે માહિતીની જરૂરી છે.

 • ખેતરની લંબાઈ અને પહોળાઈ
 • ખેતરનો ઢાળ અને પહોળાઈ
 • પાણીનો સ્ત્રોત અને ગુણવતા
 • પાણી ખેંચવા માટેનો પંપનો પ્રકાર અને ક્ષમતા
 • પાકનું વાવેતર અંતર
 • મુખ્ય પાક અને ભવિષ્ય માં લેવાના થતા પાક
 • ખેડુતોની આર્થિક પરિસ્થિતિ
 • મજુરની ઉપલબ્ધતા
 • પાકને પાણીની જરૂરીયાત
 • જમીનનો પ્રકાર
 • પાકનો કુલ વિસ્તાર

ઉપરોક્ત માહીતીને આધારે ટપક પદ્ધતિની નીચે પ્રમાણેની જુદી જુદી રચનાઓ કરી શકાય છે.

રચના - ૧ :

આમા છોડ દીઠ એક ડ્રિપર મુકીને પદ્ધતિની રચના કરવામાં આવે તો હેકટરે નીચે પ્રમાણેનો ખર્ચ થાય છે (ડ્રિપર : લેટરલ અંતર – ૬૦ : ૯૦ સે.મી.) .

 • લેટરલ                     - ૧૧૧૨૦ મીટર
 • ડ્રિપર                      - ૧૮૫૨૦ નંગ
 • અંદાજીત કુલ ખર્ચ         - $ ૧,૩૭,૦૦૦ /-

રચના - ૨ :

આમા બે છોડ દીઠ એક ડ્રિપર મુકીને પદ્ધતિની રચના કરવામાં આવે તો હેકટરે નીચે પ્રમાણેનો ખર્ચ થાય છે (ડ્રિપર : લેટરલ અંતર – ૧૨૦ : ૯૦ સે.મી.) .

 • લેટરલ                     - ૧૧૧૨૦ મીટર
 • ડ્રિપર                      - ૯૨૬૦ નંગ
 • અંદાજીત કુલ ખર્ચ         - $ ૧,૧૪,૩૦૦ /-
નોંધ : રચના - ૧ ની સરખામણીએ રચના - ૨ પ્રમાણે ટપક પદ્ધતિની રચના કરવામાં આવે તો ખર્ચમાં ૧૭ ટકા જેટલો ખર્ચ ઓછો થાય છે.

રચના - ૩ :

આમા જોડિયા હાર પદ્ધતિ અપનાવી ચાર દિઠ એક ડ્રિપર મુકીને પદ્ધતિની રચના કરવામાં આવે તો હેકટરે નીચે પ્રમાણેનો ખર્ચ થાય છે (ડ્રિપર : લેટરલ અંતર – ૧૨૦ : ૧૮૦ સે.મી.) .
 • લેટરલ                     - ૫૬૦૦ મીટર
 • ડ્રિપર                      - ૪૭૦૦ નંગ
 • અંદાજીત કુલ ખર્ચ         - $ ૭૦,૦૦૦ /-

નોંધ : રચના - ૧ ની સરખામણીએ રચના - ૩ પ્રમાણે ટપક પદ્ધતિની રચના કરવામાં આવે તો ખર્ચમાં ૪૯ ટકા બચત થાય છે.

રચના - ૪ :

આમા પણ બન્ને બાજુ જોદિયા હાર પદ્ધતિ અપનાવી છ છોડ દીઠ એક ડ્રિપર મુકીને પદ્ધતિની રચના કરવામાં આવે તો હેકટરે નીચે પ્રમાણેનો ખર્ચ થાય છે (ડ્રિપર : લેટરલ અંતર – ૧૮૦ : ૧૮૦ સે.મી.) .

 • લેટરલ                     - ૫૬૦૦ મીટર
 • ડ્રિપર                      - ૪૨૦૦ નંગ
 • અંદાજીત કુલ ખર્ચ         - $ ૬૭,૦૦૦ /-

નોંધ : રચના - ૧ ની સરખામણીએ રચના - ૪ પ્રમાણે ટપક પદ્ધતિની રચના કરવામાં આવે તો ખર્ચમાં ૫૧ ટકાની બચત થાય છે.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ,અ. કૃષિ મહાવિદ્યાલયઆણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top