પાક, વાવણી અંતર, વિસ્તાર, ફિલ્ટરની પસંદગી , પાણીની ઉપલબ્ધી થી પાકનું અંતર વગેરે બાબતો પર ટપક પદ્ધતિમાં થતુ રોકાણ આધાર રાખે છે. આ પદ્ધતિનું અંદાજીત રોકાણ લાંબા અંતરે વવાતા ફળ પાકોમાં ૨૫,૦૦૦/- થી ૩૫,૦૦૦/- તેમજ શાકભાજી જેવા નજીક વવાતા પાકોમાં ૧,૦૦,૦૦૦/- થી ૧,૨૫,૦૦૦/- સુધીનું થાય છે.
વધુ અંતરે વવાતી કેળમાં લૂમ મોટી તથા કેળાની સાઈઝ મોટી આવે છે, તેથી ખેતરમાંથી આ લુમો કાઢવામાં ખેડુતોને ઘણી મુશ્કેલી પડે છે. ઓછા અંતરે વવાતી કેળમાં લુમ નાની તથા કેળાની સાઈઝ મધ્યમ રહેતી હોવાને લીધે અંતરીયાળ ખેતરોમાંથી લુમો કાઢવામાં સરળતા પડે છે. આથી ખેડુતો પોતાની અનુકુળતા મુજબ કેળના પાકનું વાવણી અંતર ૫ ફુટ x ૫ ફુટ x ૬ X ૬ ફુટ x ૮ X ૪ ફુટ , ૭ X ૫ ફુટ વગેરે અપનાવે છે.
કેળના પાકનું ૫ ફુટ X ૫ ફુટે (૧.૫ મી. X ૧.૫ મી.) વાવેતર કરવામાં આવે તો તેમાં ટપક પદ્ધતિની ગોઠવણી તથા પદ્ધતિનું થતું અંદાજીત રોકાણ નીચે મુજબ છે.
કેળના પાકમાં ટપક પિયત પદ્ધતિ અપનાવવાની રીત (૫ ફુટ X ૫ ફુટ) :
ઉપરોક્ત દર્શાવેલ કેળના પાકની ગોઠવણી તથા ખર્ચ અંદાજીત છે, આ ટપક પદ્ધતિનું આયુષ્ય ૭ વર્ષ તથા ૧૦% વ્યાજના દરને ધ્યાને લઈએ તો ટપક પદ્ધતિ હેઠળ કેળના કેળના પાકમાં થતાં વાર્ષિક ખર્ચની (એન્યુલાઈઝડ કોસ્ટ) ગણતરી નીચે મુજબ થશે.
મરામત તથા નિભાવ ખર્ચ @ ૨%
હવે પદ્ધતિનો કુલ વાર્ષિક ખર્ચ રૂપિયા / ૨ ગુંઠા
ક્ર્મ |
વિગત |
જરૂરી જથ્થો |
જીજીઆરસી પ્રમાણેના ભાવ પ્રતિ યુનિટ (રૂપિયા) |
રોકાણ (રૂપિયા) |
૧ |
હેડ એસેમ્બલી (૨.૫’’) |
૧ નંગ |
૨૧૨૮ |
૨૧૨૮ |
૨ |
સેન્ડ ફિલ્ટર (૨.૫’’, ૩૦મી૩/કલાક) |
૧ નંગ |
૧૧૧૫૧ |
૧૧૧૫૧ |
૩ |
સ્ક્રીન ફિલ્ટર (૨.૫’’, ૩૦મી૩/કલાક) |
૧ નંગ |
૧૬૮૦ |
૧૬૮૦ |
૪ |
ખાતર આપવાની ટાંકી (૩૦ લિ.) |
૧ નંગ |
૨૪૫૭ |
૨૪૫૭ |
૫ |
વાલ્વ (૭૫ એમએમ) |
૧ નંગ |
૮૬૩.૬૮ |
૮૬૪ |
૬ |
વાલ્વ (૬૩ એમએમ) |
૧ નંગ |
૬૭૪.૦૨ |
૧૩૪૮ |
૭ |
પ્રેશર ગેઈજ (૨’’) |
૧ નંગ |
૧૯૬ |
૧૯૬ |
૮ |
એર રિલીઝ વાલ્વ (૧/૨’’) |
૧ નંગ |
૨૮ |
૨૮ |
૯ |
પીવીસી પાઈપ (મેઈન લાઈન) (૭૫ એમએમ , ૬ કી./મી૨) |
૧૦૦ મી. |
૮૮.૭૪ |
૮૮૭૪ |
૧૦ |
પીવીસી પાઈપ (મેઈન લાઈન) (૬૩ એમએમ , ૬ કી./મી૨) |
૧૦૦ મી. |
૬૩.૮૩ |
૬૩૮૩ |
૧૧ |
ફલશ વાલ્વ (૭૫ એમએમ) |
૧ નંગ |
૯૨.૫૦ |
૯૩ |
૧૨ |
ફલશ વાલ્વ (૬૩ એમએમ) |
૧ નંગ |
૮૦.૦૦ |
૮૦ |
૧૩ |
લેટરલ (૧૬ એમએમ) |
૬૭૦૦ મી. |
૬.૯૦ |
૪૬૨૩૦ |
૧૪ |
ડ્રિપર (૪ લિ./ક્લાક) |
૮૮૮૮ નંગ |
૨.૬૬ |
૨૩૬૪૨ |
૧૫ |
સ્ટાર્ટ કનેકટર (રબર ગ્રોમેટ + ટેક ઓફ) (૧૬ એમએમ) |
૧૩૨ નંગ |
૧.૪૮ |
૧૯૫ |
૧૬ |
એન્ડ પ્લગ (૧૬ એમએમ) |
૧૩૨ નંગ |
૧.૩૩ |
૧૮૦ |
૧૭ |
પરચુરણ |
- |
|
૨૦૦૦ |
કુલ રોકાણ (સબસિડી સિવાય) |
૧૦૭૫૨૦ |
આ ખર્ચ સબસિડી (૫૦ %) તથા અન્ય ખર્ચ ધ્યાનમાં લઈએ તો ૬૦ % જેટલો એટલે કે ૨૪૮૪૦ X ૦.૬૦ = ૧૪૯૦૦ /હે / વર્ષ થાય. ટપક પદ્ધતિના ફાયદાઓ જોતા આ ખર્ચ કરવો કેળ જેવા પાક માટે પોષણક્ષમ ગણાય. પાકવાર આ ગણતરી બદલાશે જે ધ્યાને રાખવું જરૂરી છે.
સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા, ડૉ. એમ. વી. પટેલ, ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ
સંદર્ભ : સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020