অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રીનહાઉસ અને શેડ નેટહાઉસમાં સુક્ષ્મ પિયત વ્યવસ્થા

ગ્રીનહાઉસ અને શેડ નેટહાઉસમાં સુક્ષ્મ પિયત વ્યવસ્થા

ગ્રીનહાઉસ એટલે પ્લાસ્ટિકથી આચ્છાદીત ફ્રેમ સાથેનું માળખું, જેમાં પાકની જરૂરીયાઅત મુજબ વધતા ઓછા પ્રમાણમાં અંદરના વાતાવરણના અમુક પરિબળોમાં જરૂરી ફેરફાર કરી શકાય.

ગ્રીનહાઉસના પ્રકાર :

ગ્રીન હાઉસ બનાવવા થનાર ખર્ચ તેમજ જરૂરી સગવડતાઓની જોગવાઈ મુજબ તેને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે.

ઓછા ખર્ચાળ (લો - કોસ્ટ) / કુદરતી હવા ઉજાસવાળુ ગ્રીનહાઉસ :

આ પ્રકારના ગ્રીનહાઉસનું માળખું વાંસ અથવા લાકડા વાપરી બનાવવામાં આવે છે. ફકત છાપરાને ૨૦૦ માઈક્રોન (યુવી સ્ટેબિલાઈઝડ) જાડાઈના પારદર્શક પ્લાસ્ટિક વડે આચ્છાદન કરવામાં આવે છે. માળખાંની બન્ને બાજુએ જાળીવાળા કંતાન અથવા એગ્રીનેટ (૫૦ અથવા ૭૫ ટકા) વડે રક્ષીત કરવામા આવે છે. માળખાની અંદર હવા તેમજ તાપમાનનું અંશત: નિયંત્રણ કુદરતી રીતે થાય છે. આ પ્રકારનાં ગ્રીન હાઉસનો ખર્ચ પ્રતિ ચો.મી પ્રમાણે હાલના ભાવો મુજબ ૧૪૦ થી ૧૭૦ સુધી આવે છે. આ પ્રકારના ગ્રીન હાઉસમાં વિજળીની જરૂર રહેતી નથી.

મધ્યમ ખર્ચાળ (મીડીયમ - કોસ્ટ) / ફેન તથા પેડવાળુ ગ્રીનહાઉસ :

આ પ્રકારના ગ્રીનહાઉસનું માળખુ લોખંડની પાઈપો તથા સીમેન્ટ કોંક્રીટ નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સંપૂર્ણ માળખાને ૨૦૦ માઈક્રોન (યુવી સ્ટેબિલાઈઝડ) જાડાઈના પારદર્શક પ્લાસ્ટિક વડે ઢાંકવામાં આવે છે. આવા ગ્રીન હાઉસમાં અંદરના વાતાવરણના નિયંત્રણ માટે એક્ઝોસ્ટ ફેન તથા કુલિંગ પેડ નો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસનો ખર્ચ પ્રતિ ચો.મી. પ્રમાણે હાલના ભાવો મુજબ ૫૦૦ થી ૬૦૦ સુધી આવે છે. આમાં વિજળીના અવિરત પુરવઠાની જરૂરીયાત રહે છે.

વધુ ખર્ચાળ (‌હાઈ - કોસ્ટ) / સ્વયં સંચાલીત ગ્રીન હાઉસ :

આ પ્રકારના ગ્રીનહાઉસનું માળખું માધ્યમ ખર્ચાળ ગ્રીનહાઉસને મળતું આવે છે. પરંતુ તેમાં વાતાવરણના પરીબળો સંપૂર્ણ નિયંત્રણ માટે વધુ સગવડતાઓ જેવી કે તાપમાન, આદ્ધતા કાર્બન ડાયોકસાઈડ વાયુ વગેરેનું સંપુર્ણ નિયંત્રણ કરી શકાય છે. આવા ગ્રીનહાઉસને બનાવવાનો ખર્ચ પ્રતિ ચો.મી. પ્રમાણે હાલના ભાવો મુજબ ૧૭૦૦ થી ૨૧૦૦૦ સુધી આવે છે. આમાં પણ વિજળીના અવિરત પુરવઠાની જરૂરીયાત રહે છે.

શેડ નેટહાઉસ :

લોખંડ અથવા સીમેન્ટ અથવા વાંસ અથવા લાકડા અથવા અન્ય ચીજવસ્તુઓમાંથી બનાવેલ સંપૂર્ણ માળખાને જાળીવાળા કંતાન અથવા એગ્રિનેટ વડે ઢાંકવામાં આવે તેને શેડનેટ હાઉસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ભારે વરસાદવાળા વિસ્તારમાં ચોમાસા સીવાયની ઋતુ માટે આ પ્રકારનું શેડનેટ હાઉસ વાપરવું સગવડ ભર્યુ છે.

ગ્રીન / શેડ નેટહાઉસના ફાયદા – ગેરફાયદા :

ફાયદાઓ :

 1. સામાન્ય ઋતુમાં લેવાતા પાકનો વાવણી સમય વહેલો અથવા મોડો કરી શકાય.
 2. સારી ગુણવતાવાળું ઉત્પાદન મળતું હોવાથી ઊંચા બજારભાવ મેળવી શકાય.
 3. રોગ જીવાતનુ પ્રમાણ ઘટે.
 4. ઘરૂ ઉછેર ઓછા સમયગાળામાં થાય.
 5. પાક ઉત્પાદનમાં ૨ – ૩ ગણો વધારો થાય.

ગેર ફાયદાઓ :

 • શરૂઆતમાં વધારે પડતુ મૂડીરોકાણ.
 • સામન્ય ખેતી કરતા વધાએ કાળજીની જરૂર.

ગ્રીન / શેડ નેટહાઉસમાં વવાતા પાકને અનુરૂપ સુક્ષ્મ પિયત પદ્ધતિની પસંદગી :

ટપક પિયત પદ્ધતિ :

 • શાકભાજી તેમજ ફુલપાકોમાં આ પદ્ધતિ સાનુકૂળ છે.
 • પાણી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.

ફુવારા પિયત પદ્ધતિ :

 • ઘરૂવાડિયા  તેમજ પાંદડાવાળા શાકભાજી માટે આ પદ્ધતિ સાનુકૂળ છે.
 • ફર્ટિગેશન કરી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.
 • મહદઅંશે તાપમાન / આદ્ધતામાં ફેરફાર કરી શકાય.

ગ્રીન / શેડ નેટહાઉસમાં તાપમાન અને આદ્ધતાનું નિયંત્રણ :

પાણીના બુંદને અસંખ્ય નાના ભાગ કરી વરસાદ રૂપી છંટકાવ કરનાર સાધનને ફોગર કહેવાય છે. બજારમાં નાના ટીપાંથી માંડી અતિ ઝીણાં ટીપાં નો છંટકાવ કરનાર ફોગરો ઉપલબ્ધ છે. જેના ઉપયોગથી ગ્રીનહાઉસ કે શેડનેટ હાઉસમાં તાપમાન અને આદ્ધતાનું સુશોભન ફુલછોડની નર્સરીમાં શરૂઆતની અવસ્થાએ ફોગર દ્ધારા પાણીનો છંટકાવ કરી તાપમાનની સાથે પિયતની જરૂરીયાત પણ સંતોષી શકાય. ફોગરના ઉપયોગથી તાપમાનમાં ૫ સે. નો ઘટાડો તેમજ આદ્ધતામાં ૧૦-૧૫ % નો વધારો કરી શકાય.

લો – કોસ્ટ ગ્રીનહાઉસમાં પાકનું વાર્ષિક આયોજન (સુચિત) :

આ પ્રકારના ગ્રીનહાઉસમાં બારેમાસ પાક લઈ વધુ નફો મેળવવા માટે નીચે દર્શાવેલ વિકલ્પોમાં થી કોઈ પણ એક વિકલ્પ ખેડુત પોતાની અનુકૂળતા મુજબ અપનાવી શકે.

માસ

વિકલ્પ

એપ્રિલ

લસણ (પા. શા.)

ધાણા (પા.શા)

 

ધાણા
(પા. શા)

ધાણા

(પા. શા)

મે

તપવા માટે (સોઈલ સોલારાઈઝેશન)

જુન

પપૈયા (ધ. વા)

સરગવો

(ધ. વા)

લસણ

(પા. શા.) / ગલગોટા (ધ.વા)

ડુંગળી

(ધ.વા.)

મરચી (ધ.વા.)

જુલાઈ

ટામેટા (ધ.વા)

ઓગષ્ટ

સરગવો (ધ.વા.)

મરચી (ધ.વા.)

રીંગણી (ધ.વા.)

કોબીજ (ધ.વા.)

પપૈયા (ધ.વા.)

 

 

સપ્ટેમ્બર

ટામેટા (પા.)

ફલાવર (ધ.વા.)

કોબીજ (ધ.વા)

ટામેટા

(ધ.વા.)

ઓક્ટોબર

ટામેટા (પા.)

મરચી (ધ.વા.)

રીંગણ (ધ.વા.)

ફલાવર (ધ.વા.)

નવેમ્બર

પાલક (પા.શા.)

તાંદળજો (પા.શા.)

તાંદળજો (પા.શા.)

ડિસેમ્બર

જાન્યુઆરી

પપૈયા (ધ. વા)

ગલગોટા (ધ.વા)

રીંગણ (ધ.વા.)

ફેબ્રુઆરી

પપૈયા (ધ. વા)

ડુંગળી (ધ.વા.)

.વા. = ધરૂવાડીયું,        પા.શા. = પાંદડાવાળા શાકભાજી,         પા.=પાક

ઓછા ખર્ચાળ ગ્રીનહાઉસ માટે જરૂરી સામગ્રી :

નાના ખેડુતોને પોતાના ઘર આંગણે અથવા ખેતરે અડધા ગુંઠા (૫૦ મી) થી એક ગુંઠા (૧૦૦ મી) સુધીની જગ્યામાં ઓછા ખર્ચાળ ગ્રીનહાઉસ ઊભા કરી શકાય. આ પૈકી અત્રે અડધા ગુંઠા વિસ્તારમાં ગ્રીનહાઉસ (લંબાઈ ૧૦ મી. X પહોળાઈ ૫ મી.) માટે જરૂરી સામગ્રી અને તેના જથ્થાની વિગત નીચે કોઠામાં દર્શાવેલ છે.

 

ક્રમ

સામગ્રી

માપ

જથ્થો

વપરાશનું સ્થળ

નોંધ

વાંસ અથવા અન્ય સાદા લાકડા

જાડાઈ – ૩ થી ૪ ઈંચ

લંબાઈ – ૧૦ ફુટ

૨૨ નંગ

૧૦ મી. લંબાઈ બાજુએ

૩ ફુટ સુધી ડામર લગાવી જમીનમાં ખુંપવા

વાંસ અથવા અન્ય સાદા લાકડા

જાડાઈ – ૩ થી ૪ ઈંચ

લંબાઈ – ૧૧.૫ ફુટ

૪ નંગ

૫ મી. પહોળાઈ બાજુએ

૩ ફુટ સુધી ડામર લગાવી જમીનમાં ખુંપવા

વાંસ અથવા અન્ય સાદા લાકડા

જાડાઈ – ૩ થી ૪ ઈંચ

લંબાઈ – ૧૩ ફુટ

૪ નંગ

૫ મી. પહોળાઈ

૩ ફુટ સુધી ડામર લગાવી જમીનમાં ખુંપવા

વાંસ અથવા અન્ય સાદા લાકડા

જાડાઈ – ૩ થી ૪ ઈંચ

લંબાઈ – ૧૩ ફુટ

૪ નંગ

ગ્રીનહાઉસની અંદર દરના ટેકા માટે

--‘’--

વાંસ અથવા અન્ય સાદા લાકડા

જાડાઈ – ૧.૫ થી ૨ ઈંચ

 

અંદાજીત ૨૦૦ થી ૩૦૦ ફુટ

લંબાઈ – પહોળાઈ બાજુએ મજબુતાઈ માટેના આડા સપોર્ટ

કાથીની દોરી વડે લંબાઈ બાજુ એ મજબુતાઈથી બાંધવા

વાંસ અથવા અન્ય સાદા લાકડા

જાડાઈ – ૧ થી ૧.૫ ઈંચ

લંબાઈ – ૨૩ ફુટ

૧૧ નંગ

છતની ગોળાઈ

બંને છેડા કાથીની દોરી વડે લંબાઈ બાજુ એ મજબુતાઈથી બાંધવા

વાંસ અથવા અન્ય સાદા લાકડા

જાડાઈ – ૨ થી ૨.૫ ઈંચ

 

૧ થી ૧.૫  ફુટ

૬૫ ફુટ

 

 

૬૫ ફુટ

ગોળાઈના સપોર્ટ માટે

ગોળાઈના વાંસ / લાકડા સાથે કાથીની દોરી વડે લંબાઈ બાજુ એ મજબુતાઈથી બાંધવા

યુવી સ્ટેબિલાઈઝડ પ્લાસ્ટિક

લંબાઈ – ૧૨ મી.

 

પહોળાઈ – ૭ મી.

૮૪ મી

(૧૬ થી ૧૭ કિ.ગ્રા.)

ગ્રીન હાઉસ પરના છાપરાનું આચ્છાદન કરવા માટે

પ્લાસટિક ઉડે નહિ તે રીતે બધી બાજુ સીવી લેવું અથવા અન્ય રીતે બાંધવું.

કંતાન અથવા એગ્રિનેટ (૫૦ % / ૭૫ % શેડ)

લંબાઈ – ૧૨ મી.

 

પહોળાઈ – ૨ મી.

૬૪ મી

ગ્રીન હાઉસની ચારે બાજુએ.

કંતાન અથવા નેટને ઉપર નીચે સીવી લઈ અથવા અન્ય રીતે ફીટ બાંધવી

૧૦

કાથીની દોરી અને ડામર

-

જરૂરીયાત મુજબ

-

-

ઓછા ખર્ચાળ ગ્રીન હાઉસ માટેનું અંદાજીત રોકાણ :

હાલના ભાવો મુજબ ઓછા ખર્ચાળ ગ્રીનહાઉસ (૫૦ મી) માં થતું રોકાણ નીચે મુજબ છે.

ક્રમ

વસ્તુનું નામ

અંદાજીત કિંમત

વાંસ અથવા અન્ય સાદા લાકડા

૨૫૦૦ – ૩૦૦૦

૨૦૦ માઈક્રોન યુવી સ્ટેબીલાઈઝડ પ્લાસ્ટિક

૨૮૦૦

એગ્રિનેટ / કંતાન

૧૧૫૦

પરચુરણ

૫૦૦

મજુરી

૧૦૦૦ – ૧૫૦૦

 

કુલ

૭૯૫૦ – ૮૯૫૦

= ૮૫૦૦ રૂપિયા

એટલે કે રૂપિયા             ૧૭૦ / મી

ઓછા ખર્ચાળ ગ્રીનહાઉસ (૫૦ મી)  માટેનું અર્થકરણ

ક્રમ

વિગત

ઉપભાગો

યુવી ફિલ્મ + નેટ + મજુરી + પરચુરણ

સ્ટ્રકચર + પરચુરણ + મજુરી

વસ્તુ + મજુરી (રૂપિયા.)

૪૨૫૦

૪૨૫૦

આયુષ્ય (વર્ષ)

કોસ્ટ રીકવરી ફેકટર (સીઆરએફ *) @ ૧૦ % વ્યાજ મુજબ

૦.૪૦

૦.૨૩

વાર્ષિક મરામત અને નિભાવ ખર્ચ

૧૫૦

૩૦૦

વાર્ષિક ખર્ચ = ((૩ X ૪ ) + (૪))

૧૮૫૦

૧૨૭૮

ઓછા ખર્ચાળ ગ્રીન હાઉસનો કુલ વાર્ષિક ખર્ચ

ઓછા ખર્ચાળ ગ્રીન હાઉસનો કુલ માસીક ખર્ચ

૩૧૨૮

 

૨૬૦

*  કોસ્ટ રિકવરી ફેકટર = l (1 + l)N / ((1 + l)N - 1)

અહી l = વ્યાજનો દર, N = આયુષ્ય (વર્ષ)

આમ ઓછા ખર્ચાળ ગ્રીનહાઉસ નો અંદાજીત માસીક ખર્ચ ૨૬૦ થશે. એટલે કે વિજળી ની વપરાશ વગરના કુદરતી હવા ઉજાસવાળા લો કોસ્ટ ગ્રીન હાઉસ નાના ખેડુતોને પોષણક્ષમ ગણાય.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા ,ડૉ. એમ. વી. પટેલ ,ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate