હોમ પેજ / ખેતીવાડી / પાક વીમો અને લોન / ગુજરાતના ખેડૂતો માટે ર7 અબજનાં પાક વીમાની રકમ કેન્દ્રએ ફાળવી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાતના ખેડૂતો માટે ર7 અબજનાં પાક વીમાની રકમ કેન્દ્રએ ફાળવી

ગુજરાતના ખેડૂતો માટે ર7 અબજનાં પાક વીમાની રકમ કેન્દ્રએ ફાળવી

કેન્દ્ર સરકાર દ્વારા ગત વરસે અપૂરતો વરસાદ થવાને કારણે મોટા ભાગનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો દ્વારા વ્યાપક માત્રામાં પાકવિમાની માગણી કરવામાં આવી હતી. દુષ્કાળના અંતિમ ભાગમાં જ કેન્દ્ર સરકાર ખેડૂતો ઉપર વરસી છે અને ગુજરાતના ખેડૂતો માટે અંદાજે ર7 અબજથી પણ વધુ રકમનો પાક વિમાની રકમ કેન્દ્રએ ફાળવતાં ખેડૂતોમાં હરખની હેલી ફેલાણી છે. ભારે દુષ્કાળ અને પાણીની અછત અનુભવતા સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં કેન્દ્ર સરકારે ખુલ્લા હાથે પાકવિમો મંજુર કર્યો છે. કુલ ર7 અબજમાથી સાડા તેર અબજ જેટલી રકમ સૌરાષ્ટ્રના સાત જિલ્લાના અંદાજે અઢી લાખ ખેડૂતોને ફાળવી છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાને 30 લાખ, દેવભૂમિ દ્વારકાને ર9 કરોડ, જામનગર જિલ્લાને 16 કરોડ, જૂનાગઢ જિલ્લાને 300 કરોડ, મોરબી જિલ્લાને 177 કરોડ,  પોરબંદર જિલ્લાને 191 કરોડ તથા રાજકોટ જિલ્લાને 366 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કુલ અઢી લાખ જેટલા ખેડૂતોને સાડા તેર અબજ જેટલી રકમ મળતાં ખેડૂતોમાં ભારે ખુશાલીની લાગણી અનુભવાઈ છે. કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પાક વિમાની રકમ મંજૂર કરાવવા અંગત રસ લીધો હતો.

પોરબંદર જિલ્લામાં ગત વર્ષે અપૂરતો વરસાદ વરસ્યો હોવાના લીધે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે દુષ્કાળના વર્ષના અંતિમ દિવસોમાં ધરતીપુત્રો માટે લાપશીના આંધણ મુકાય તેવા સમાચાર આવ્યા છે કે, પોરબંદર જિલ્લામાં રૂ. 191 કરોડ રૂપિયા જેવી રકમનો પાક વીમો મંજૂર થયો છે અને તેનો લાભ જિલ્લાના 27 હજાર ધરતીપુત્રોને મળશે.

પોરબંદર જિલ્લામાં ગત વર્ષે પડેલા અપૂરતા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને પાક વીમો વહેલીતકે મળી જાય તે રીતે જુદા જુદા ગામડાના આગેવાનો દ્વારા રજૂઆત થઇ હતી તે અનુસંધાને કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ સરકારમાં ખાસ ભલામણ કરીને પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓને પાક વીમો ચુકવાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી તે અંતર્ગત પોરબંદર જિલ્લાના 27 હજાર જેટલા ખેડૂતોને અંદાજે 191 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો પાક વીમો મંજુર કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે દુષ્કાળના દિવસોમાં ખેડૂતોને રકમ મળવાની હોવાથી આગામી ચોમાસાના વાવેતર માટે પણ તેઓ વ્યવસ્થા કરી શકશે.

તાલુકો ખેડૂત મંજુર થયેલ પાક વીમો

પોરબંદર 12234, 1 અબજ 10 કરોડ 94 લાખ 38 હજાર 437

કુતિયાણા 7116 54 કરોડ 55 લાખ 99 હજાર 731,

રાણાવાવ 4406 5 કરોડ 89 લાખ 52 હજાર 503,

કુલ 23756 1 અબજ 91 કરોડ 39 લાખ 90 હજાર 672ની રકમ મંજૂર થઇ છે.

3.18309859155
નરોત્તમ Apr 21, 2020 02:15 PM

લોકોને વર્ષ2018 દુષ્કાળમાં મોરબી તાલુકાના હળવદના મયુરનગર ને 7ટકા?અને૧૯ટકાજ કેમ ૧૦૦ટકાનહિ વર્ષ તો દુષ્કાળ જાહેર કર્યું હતું

મેણીયા સંજય બચુભાઇ Mar 24, 2020 11:17 AM

બોટાદ જિલ્લા માઁ પાક વીમા કેમ નથી માળીયા
અમારે પણ વરસાદ ઓસો હતો

Makwana Shivrajbhai Jan 03, 2020 05:39 AM

બોટાદમાં પાક વિમો નથી મળ્યો

મેહુરભાઈ રાલાભાઈ Dec 30, 2019 02:48 PM

ભાવનગર જિલ્લા માં પણ વીમો નથી મળો

ગોહીલ ધર્મેન્દ્ર સિંહ પિપરાળી Nov 29, 2019 03:30 PM

ભાવનગર જિલ્લામાં પાક વિમા પ્રીમિયમ કંપની લય લેસે વિમો કયારેય આપ્યો નથી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top