હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / શાકભાજીમાં પિયત વ્યવસ્થાપન અને મલ્ચિંગ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શાકભાજીમાં પિયત વ્યવસ્થાપન અને મલ્ચિંગ

શાકભાજીમાં પિયત વ્યવસ્થાપન અને મલ્ચિંગ વિશેની માહિતી આપવામાં આવી છે

ગુજરાતમાં ભૌગોલિક વિસ્તાર અને હવામાનની પરિસ્થિતિ પણ જુદી જુદી છે. વરસાદ પણ ૪00 થી ૨0 મિ.મી. ના જુદા જુદા પ્રમાણમાં વરસતો રહે છે. વળી, તેમાં ત્રણ-ચાર વર્ષે એકાદ દુષ્કાળ પણ પડતો જ રહે છે. આમ વ૨સાદ આધારિત ખેતીમાં વરસાદની અનિયમિતતા અને અસમાન વહેંચણીને કારણે પાકના જીવન કાળ દરમ્યાન લભ્ય ભેજમાં મૌર્ય તફાવત રહે છે જેની અસર પાકના વિકાસ પર થતાં ઉત્પાદન ઘટે છે.

બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ સારો પડે છે અને નહેરના પાણી પણ ઉપલબ્ધ છે. ખેડૂતો પિયત અંગેની બિન આવડત તથા અંગત દેખરેખના અભાવના કારણે પાણીની જરૂરિયાત કરતાં વધારે વપરાશ કરે છે. પરિણામે ભૂજળના સ્તર | ઊંચા આવતા જમીનની તંદુરસ્તી ઉપર ખૂબ માઠી અસર થાય છે. જેથી પાક ઉત્પાદન ધટવા કે બિલકુલ ન થવાની પરિસ્થિતિ ઉદ્ભવે છે.

કૃષિ ક્ષેત્રે આર્થિક રીતે પોષણક્ષમ પાક ઉત્પાદન મેળવવા માટે પિયત એક અગત્યનું પરિબળ છે. ગુજરાતના કુલ વાવેતર વિસ્તારના ફંક્ત ૪૫.૯ ટેકા વિસ્તાર પિયતની સગવડતા ધરાવે છે. હાલ મોટા ભાગના ખેડૂતો પિયત માટે જુદી જુદી રેલાવી પિયત પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ તેની ઓછી કાર્યક્ષમતા, નીંદામણનો વધુ ઉપદ્રવ, પાણીના વધુ બગાડના લીધે જમીન જળમગ્ન અને શારગ્રસ્ત બને અને મજૂરી અને વિજળી ખર્ચ વધુ આવે છે તથા આ પિયત પદ્ધતિ ઊંચાણ-નીચાણવાળી જમીન માટે અયોગ્ય છે.

આમ જે તે વિસ્તારમાં જે કંઈ પ્રાપ્ત પાણી છે તેનો ટીપેટીપુ પાક ઉત્પાદનમાં વપરાય એ અતિ આવશ્યક છે. પિયત પાણીના કાર્યક્ષમ વપરાશ માટે ટપક પિયત અને ફુવારા પિયત પદ્ધતિ તથા આવરણ સાથે પિયત વ્યવસ્થાને અપનાવવી જોઈએ. દિન-પ્રતિદિન પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાના હેતુથી ટપક પિયત પદ્ધતિ હેઠળ વિસ્તાર વધતો જાય છે.

પ્રાપ્ય પાણીનો કાર્યક્ષમ ઉપયોગ :

સ્પક પિયત :

આ પદ્ધતિમાં દરેક છોડના મૂળ વિસ્તારમાં નાની-મોટી નળીઓની ગોઠવણી દ્વારા પાણીને જરૂરી દબાણ હેઠળ છોડને ટપક્ષીયો દ્વારા પાણી ટીપે ટીપે એકાંતરે આપવામાં આવે છે.

ફાયદા :

  • પાણી, ખાતર, મજૂરી અને વિજળી ખર્ચમાં બચાવ
  • પાક વિસ્તારમાં વધારો
  • પાક ઉત્પાદનમાં વધારો
  • ખેતી પેદાશની ગુણવત્તામાં વધારો

ફુવારા પિયત

આ પદ્ધતિમાં પાણીને જરૂરી દબાણે નોઝલ દ્વારા હવામાં ફુવારા રૂપે છોડવામાં આવે છે, જે જમીન ઉપર વરસાદરૂપે પડે છે. ફુવારામાંથી નિકળતા પાણીનો દર જમીનમાં પાણીના શોષાવા કરતાં ઓછો હોવો જોઈએ.

ફાયદા :

  • પાણી ઉપરાંત દ્રાવ્ય ખાતર અને જંતુનાશક દેવાઓ આપી શકાય
  • પાણીનો કાર્યક્ષમ ઉપયોગ
  • પાક ઉત્પાદનમાં વધારો
  • નીકપાળા, પાળીયા અને જમીન સમતલ કરવાનો ખર્ચ આવતો નથી
  • મજૂરી અને ઊર્જાનો પણ બચાવ

આવરણ સાથે પિયત વ્યવસ્થા :

જમીન ઉપરથી થતું પાણીનું બાષ્પીભવન ઘટાડી અને છોડના મૂળ વિસ્તારમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે જમીન ઉપર આવરણ લગાડવામાં આવે છે. આવરણ તરીકે પ્લાસ્ટિક કે ખેતીના નકામા કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. જમીન પર આવરણ કરવાથી નીંદામણ ઓછું થાય છે, જમીનમાં તાપમાન જળવાઈ રહે છે, તત્વોનું ધોવાણ અટકે છે અને જમીનના સંપર્કમાં આવવાથી બગડી જતા ફળો આ આવરણથી બચાવી શકાય છે. સૂકી અને અર્ધસૂકી ખેતી માટે જમીન આવરણ આશીર્વાદરૂપ છે કારણ કે જમીન પર આવરણ લગાડવાથી ૨૦ થી ૨૫ ટકા પાણીના બચાવની સાથે ૨૦ થી ૩૦ ટકા ઉત્પાદન વધારી શકાય છે.

ગુજરાતના અગત્યના શાકભાજી પાકોમાં પિયત ઉપર સંશાધન આધારિત થયેલ ખેડૂત ઉપયોગ ભલામણો કોઠામાં દર્શાવેલ છે.

આમ ઉપરોક્ત પરિણામો જોતા કહી શકાય કે શાકભાજીના પાકમાં આધુનિક પિયત પદ્ધતિ તથા આવરણ અપનાવવાથી પાણીની બચત (૧૦ થી ૫૦ ટકા), ખાતરની બચત (૨૦ થી ૪૦ ટકા) નીંદામણમાં ઘટાડો (૭૦ થી ૯૦ ટકા) જેવા અગત્યના પાસાઓ સાથે પાક ગુણવત્તાસભર ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળે છે. ખેતી ખર્ચમાં ઘટાડો અને એકંદરે ચોખ્ખા નફામાં વધારો થાય છે. આમ શાકભાજીમાં યોગ્ય પિયત વ્યવસ્થાપન અને મલ્વિગ ઘણી અગત્યની બાબત છે.

ડો. ડી. બી. પ્રજાપતિ , શિવાંગીની એ. ગુપ્તા , ડૉ. એ. યુ. અમીન બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ - ૩૮૨૭૧૦ ફોન : (૦૨૭૬૨) ૨૮૫૩૩૯

કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

2.76666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top