હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / શાકભાજીનાં પાકો / શાકભાજી પાકોમાં કલમ પ્રસર્જનની ઉપયોગિતા અને સંભાવનાઓ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શાકભાજી પાકોમાં કલમ પ્રસર્જનની ઉપયોગિતા અને સંભાવનાઓ

શાકભાજી પાકોમાં કલમ પ્રસર્જનની ઉપયોગિતા અને સંભાવનાઓ વિશેની માહિતી આપવમાં આવી છે

શાકભાજી પાકો પોષણથી સમૃદ્ધ છે, જેથી ‘રક્ષણાત્મક ખોરાક' તરીકે ઓળખવામાં આવે છે અને તે નિર્વાહ-ખેતીને બદલવા માટે લાભદાયી છે. શાકભાજી પાકો આબોહવાની અનિયમિતતા માટે અત્યંત સંવેદનશીલ હોય છે. તેથી પાકની વૃદ્ધિના કોઈ પણ તબક્કામાં આબોહવાની પરિમાણોમાં અસ્થિરતાથી સામાન્ય વૃદ્ધિ, ફૂલો-ફળોના વિકાસ અને ત્યારબાદની ઉપજ પર અસર થાય છે. શાકભાજી પાકોમાં કલમ બનાવવી એક આશાસ્પદ અને પ્રમાણમાં ધીમી પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓ સામે વૈકલ્પિક સાધન તરીકે ઉભરી આવી છે, જે જૈવિક અને અજૈવિક તાણ સામે સહનશીલતામાં વધારો કરે છે.

શાકભાજી પાકોમાં કલમ બનાવવાની યોજના એ એશિયામાં ઘણા વર્ષોથી સંકળાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એક અનન્ય બાગાયતી તાંત્રિકતા છે. ચોક્કસ રૂટસ્ટોક (મૂલકાંડ) પર કલમ બનાવીએ તો તે સામાન્ય રીતે જમીનજન્ય ફૂગો અન કૃમિથી પાકને બચાવે છે. આ ઉપરાંત અન્ય રોગો અને જીવાતો સામે પણ પાકનું રક્ષણ કરે છે. સંખ્યાબંધ અભ્યાસોએ દર્શાવ્યું છે કે કલમ પદ્ધતિ એ એકમ વિસ્તાર દિઠ ઉત્પાદનમાં વધારો કરી શકે છે

કલમ (ગ્રાફટિંગ) પદ્ધતિ :

શાકભાજી પાકોમાં કલમ પદ્ધતિ એક કળા અને તાંત્રિકતા છે જેમાં વિવિધ છોડના બે જીવંત ભાગો જેવા કે રૂટ સ્ટોક (મૂલકાંડ) અને સાયન (ઉપરોપ) એવી રીતે જોડાય છે કે તેઓ એક સાથે જોડાઈને સંયુક્ત છોડ તરીકે વિકાસ પામે છે.

આ ઉપરાંત ઉત્પાદકતા અને શાકભાજી પાકોની ગુણવત્તા પરના વાતાવરણના ફેરફારની પ્રતિકૂળ અસરને ઘટાડવા માટે અને ખારાશ દુષ્કાળ, પૂર, તાપમાનિક તણાવ, ઝેરી અને ભારી મેટલ, રોગો અને જીવાતોની સામે સહનશીલતા પૂરી પાડવાની ક્ષમતાની કારણે ગ્રાફટિંગ એ આબોહવા સ્થિતિસ્થાપક તાંત્રિકતા તરીકે સેવા આપવા પ્રચલિત થઈ રહી છે.

કલમ બનાવવાના હેતુઓ :

 • જમીનજન્ય રોગો અને કૃમિઓ સામે સહનશીલતા
 • ગ્રીનહાઉસમાં નિર્જીવીકરણ સામે નવો વિકલ્પ
 • ઉપજમાં વધારો કરવો
 • ગુણવત્તાના લક્ષણો સુધારવા
 • નીચા તાપમાન સામે સહનશીલતા લણણીના સમયગાળાની હેરફેર
 • પોતાની ઝેરી (ઓટોટોલિક) અસરને ઘટાડવી
 • રાસાયણિક ખાતર અને કૃષિ રસાયણોનો ઉપયોગમાં ઘટાડો કરવો

પાક મુજબ કલમ પદ્ધતિના ઉદ્દેશ :

જૈવિક અને અજૈવિક તાણમાં પાકને સફળ રીતે ઉગાડવા માટે જુદા જુદા પાક પ્રમાણે કલમના ઉદ્દેશો કોઠામાં દર્શાવેલ છે :

શાકભાજી

કલમ બનાવવાનો ઉદ્દેશ

કારેલાં

સુકારો (ફયુઝેરીયમ વિલ્ટ) સામે સહનશક્તિ

કાકડી

 

ફયુઝેરીયમ વિલ્ટ, ફાયાટોફથોરા, મેલોનિસ, ઠંડક સામે સહનશક્તિ, અનુકૂળ લિંગ, ગુણોત્તર, છારી વગરના ફળો

રીંગણી

 

બેકટેરીયલ, વર્ટિસિલિયમ, ફયુઝેરીયમ વિલ્ટ સામે સહનશક્તિ, નીચું તાપમાન, કૃમિ સામે

સહનશક્તિ, પાકની શારીરિક તાકાત અને ઉપજ વધારવી

 

 

શક્કરટેટી

 

ફયુઝેરીયમ વિલ્ટ સામે સહનશક્તિ, દેહધાર્મિક વિકૃતિથી સૂકારો, ફાયટોફથોરા રોગ, ઠંડક સામે સહનશક્તિ, વૃદ્ધિ વર્ધક

ટામેટાં

 

કોક મૂળ સામે સહન શક્તિ, ફયુઝેરીયમ વિલ્ટ સામે સહનશક્તિ, ફળનો ઘાટો લાલ રંગ અને વધુ લાયકોપીન, કૃમિ સામે સહનશક્તિ

તરબૂચ

 

ફયુઝેરીયમ વિલ્ટ સામે સહનશક્તિ, દેહધાર્મિક વિકૃતિથી સૂકારો, ઠંડક સામે સહન શક્તિ, દુષ્કાળ સામે સહનશીલતા

 

ગ્રાફટિંગ માટેના સાધન :

• કલમ બનાવવાની ક્લિપ, ટયુબ (નળીઓ), પીન

કલમ બનાવવા માટે મુળભૂત પૂર્વ જરૂરિયાતો :

 • રૂટ સ્ટોક મૂલકાંડ)
 • સાયન (ઉપરોપ)
 • રૂટ સ્ટોક અને સાયન વચ્ચે સુસંગતતા
 • કલમ બનાવવાના સાધનો
 • સ્ક્રીન હાઉસ કલમ બનાવતાં પહેલા ઉપરોપ અને મૂલ કાંડનો છોડ તૈયાર કરવા માટે ઉપયોગમાં આવે છે. સ્ક્રીન હાઉસ બનાવતી વખતે બે બારણાંની વ્યવસ્થા સાથે યુવી પ્રતિકારક પોલી ઈથીલીન પ્લાસ્ટિકનું આવરણ જરૂરી છે.
 • હીલિંગ ચેમ્બરનો મુખ્ય હેતુ કલમના જોડાણની પ્રક્રિયાને ઉત્તમ વાતાવરણ પૂરૂ પાડવાનો છે. હીલિંગ ચેમ્બર એક ઢંકાયેલ માળખું છે જેમાં ભેજ અને ઓછો પ્રકાશ જેવા ઘટકોના નિયંત્રણની વ્યવસ્થા હોવી જરૂરી છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકના ટનલનો ઉપયોગ કરીને કલમનું જોડાણ સારી રીતે થઈ શકે છે. હીલિંગ ચેમ્બરમાં ૨૫-૩૦° સે. તાપમાન, ૮૫-૯૦% સાપેક્ષ ભેજ અને ઓછી પ્રકાશ તીવ્રતા હોવાથી કલમ જોડાણમાં વધુ સફળતા મળવાની શક્યતા રહેશે.
 • અનુકૂલન (એકલીકેટાઈઝેશન) ચેમ્બરનો ઉપયોગ કલમી છોડને રોપણી માટે તૈયાર કરવામાં આવે છે. અનુકૂલન પ્રક્રિયા કલમની છોડમાં પર્ણના દાઝવાને અને સૂકારાને રોકે છે અને છોડને ૭ થી ૧૦ દિવસમાં રોપણી માટે તૈયાર કરે છે.

કલમ બનાવતી વખતે ધ્યાને લેવાના અગત્યના મુદ્દાઓ :

 • પ્રથમ સાચો પર્ણની અવસ્થાનો સાયન રોપો સાચા પર્ણનું કદ ૨-૩ મિ.મી. હોવું જોઈએ.
 • પ્રથમ સાચા પર્ણની અવસ્થાનુ રૂટસ્ટોક લાંબા મ્સ
 • સાચા પર્ણના લીફ લેમીનાનું કદ આશરે ર સે.મી. હોવું જોઈએ.
 • હેન્ડલ સાથે શસ્ત્રવૈધની નાની છરી આ કલમ બનાવવાની પદ્ધતિ માટે શ્રેષ્ઠ છે.
 • સારી ભજસંગ્રહ વાળા સબસ્ટ્રેટ જેવા કે કોકોપીટથી ભરેલી પ્લગ ટ્રેનો ઉપયોગ કરવો.
 • ગ્રાફટિંગ પહેલાં ૨-૩ દિવસ માટે સાયન અને રૂટસ્ટોકને સૂર્યપ્રકાશમાં મૂકો.
 • સાયન અને રૂટસ્ટોકના થડ સમાન સાઈઝના હોય તેની ખાતરી કરો.
 • સાયન અને રૂટસ્ટોકના વાહિની બંડલ એકબીજાના સંપર્કમાં આવે તેવી શક્યતાઓ વધારવી એ મહત્ત્વનું છે.
 • કાપ મૂકેલ સપાટીને સૂકવવા ન દેવી જોઈએ.
 • તેને છાંયડાવાળા સ્થળ અથવા પોલીકાર્બોનેટ હાઉસમાં મૂકવું જોઈએ.
 • અનિચ્છિનય વૃદ્ધિને ટાળવા માટે છોડને પાણી આપતા રોકવું.

કલમ બનાવવાની વિવિધ પદ્ધતિઓ :

ફાટ કલમ (કલેફટ ગ્રાફટિંગ) :

ટામેટાના પાકની કલમ બનાવવા આ પદ્ધતિ વપરાય છે. કલમ બનાવવાની આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે રૂટસ્ટોકના બીજ સાયન કરતાં પ-૭ દિવસ વહેલા રોપવામાં આવે છે. ૨-૩ પર્ણ થડ પર રહેવા દઈને, સાયન અને રૂટસ્ટોકને જમીન બાજુ પરથી કાપવામાં આવે છે અને રૂટસ્ટોકના ફાટવાળા કાપેલા ભાગમાં ફીટ કરવામાં આવે છે. કલમને પ્લાસ્ટિકની ક્લિપથી મજબૂત કરવામાં આવે છે.

ટયુબ ગ્રાફટિંગ:

કાપવામાં આવે છે. રૂટસ્ટોકના કટના અંતમાં વિસ્તારમાં ટ્રેમાંના નાના છોડને વિકાસની શરૂઆતની સ્થિતિસ્થાપક ટયુબ ચેડી સ્થિતિસ્થાપક ટયુબ ચડાવવામાં આવે છે. સાયનનો કટ અવસ્થામાં કલમ કરવામાં આવે છે અને તે માટે નાના વિસ્તાર આ ટયુબમાં મૂકવામાં આવે છે જેથી સાયન અને વ્યાસની ટયુબની જરૂરિયાત રહે છે. સૌ પ્રથમ રૂટસ્ટોકને રૂટ સ્ટોકની બાહય સપાટી સાથે જોડાઈ જાય. ત્રાંસો કટ કરવામાંઆવેછે.

જીભ અભિગમ કલમ (ટંગ એપ્રોચ ગ્રાફટિંગ):

સામાન્ય રીતે જીભ અભિગમ કલમ પદ્ધતિનો ઉપયોગ કાકડી, શક્કરટેટી, તરબૂચ જેવા વેલાવાળા શાકભાજી પાકોમાં થાય છે. આ પદ્ધતિમાં ઉપરોપ અને મૂલકાંડની વાવણી એવી રીતે કરવામાં આવે છે જેથી કરીને સાયન અને રૂટસ્ટોકના હાઈપોકોટાઈલ (બીજપત્રકનો નીચેનો ભાગ)ના વ્યાસમાં સમાનતા રહે છે. રૂટસ્ટોકના હાઈપોકોટાઈલ એવી રીતે કટ કરવામાં આવે છે કે તે એકબીજાની જીભ જેવી કટમાં આવી જાય અને પ્લાસ્ટિકની ક્લિપ સાથે સુરક્ષિત રહે. ૩-૪ દિવસ અને માટે સાયનના હાઈપોકટાઈલને હીલિંગ માટે રાખવામાં આવે છે. અને પછી તેને આંગળીઓ વચ્ચે કચડી નાખવામાં આવે છે. આ કચડેલા હાઈપોકોટાઈલને રેઝર બ્લેડ વડે ૩-૪ દિવસ પછી કાપી નાખવામાં આવે છે.

સ્લાંટ કટ કલમ:

.આ પદ્ધતિ આ કલમ રોબોટિક કલમ બનાવવા માટે વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિમાં જ્યારે રૂટસ્ટોકનુ બિજ પત્રને સ્લાંટ મા કરવા મા આવે છે ત્યારે પ્રથમ   અને બાજુની કળીઓ દૂર કરવી જરૂરી છે આ પધ્ધ્તિ રોબોટિક મશીન ઉપરાંત મજૂર જાતે પણ કરી શકે છે અને તે બધા પ્રકારના શાકભાજીમાં સામાન્ય રીતે વાપરી શકાય છે.

હોલ ઈન્સર્ષન ટોમાં નિવેશ કલમ:

હોલ ઈન્સર્શન ટોચમાં નિવેશ કલમ વેલાવાળા શાકભાજીમાં સૌથી વધુ લોકપ્રિય છે. જયારે સાયન અને રૂટસ્ટોકમાં પોલો હાઈપોકોટાઈલ હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. એક વ્યક્તિ ૧૫00 અથવા વધુ કલમ પ્રતિ દિવસ તૈયાર કરી શકે છે. સફળતાના ઊંચા દરને હાંસલ કરવા માટે સાપેક્ષ ભેજ ૯૫ % પર જાળવી રાખવો જોઈએ. રૂઝ આવ્યા બાદ તાપમાન ૨૧-૩૬ સે. ફેરરોપણી સુધી જાળવવું જોઈએ.

યાંત્રિક કલમ:

કેટલાંક મૂળભૂત પરિબળો જે મશીનની અથવા રોબોટ દ્વારા કલમ બનાવવાની સફળતાને સંચાલિત કરે છે. જેમકે રોપાને આકાર, કટનું સ્થાન ગ્રીપીંગ, કટિંગની પદ્ધતિ, ફિક્સિગ સામગ્રી અને સાધનો વગેરે  કલમ પદ્ધતિ દ્વારા કલમની સફળતાનો દર વધી જાય છે. અર્ધસ્વયં સંચાલિત મશીન બે ઓપરેટરો સાથે કલાક દીઠ ૩૫૦ થી ૬OO કલમો (ગ્રાફટ) ઉત્પન્ન કરી શકે છે. છે જ્યારે સંપૂર્ણ સ્વયંસંચાલિત ગ્રાફટિંગ રોબોટ ૯૦-૯૩%. યાંત્રિક સફળતા દર સાથે પ્રતિ કલાક ૭૫૦ ગ્રાફટ કરે છે.

સૂક્ષ્મ કલમ પદ્ધતિ (માઈક્રો ગ્રાફટિંગ):

સૂમ કલમ બનાવવી એ મેરીસ્ટેમેટીક પેશીઓમાંથી ખુબ જ નાના અથવા સૂક્ષ્મ એક્ષપ્લાન્ટનો ઉપયોગ કરીને ઈન-વિટો (નિયંત્રિત વાતાવરણ) કલમ બનાવવાની બાબત છે. ચેપગ્રસ્ત છોડમાંથી વાયરસ દૂર કરવા માટે ઘણી વખત આ પદ્ધતિ હાથ ધરવામાં આવે છે કારણ કે વાયરસના કણો મેરિસ્ટમના અગ્રભાગમાં અસ્તિત્વમાં નથી હોતા. આ પદ્ધતિ મોંઘી છે.

કલમ બનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલ સમસ્યાઓ

પરિબળો

શ્રેણી

મજૂર

 

કલમ બનાવવાની પ્રક્રિયા અને પછીની

સંભાળ

 

તકનીક

 

રૂટસ્ટોક અને ગ્રાફટિંગ પદ્ધતિની

પસંદગી

 

વ્યવસ્થાપન (મેનેજમેન્ટ)

ખાતર આપવાની પ્રક્રિયા

સુસંગતતા

 

 

અનિયમિત પરિપકવતા, અસમાન સર્જન, વાક્યુલર બંડલનું ઓછું જોડાણ, પર્યાવરણીય તાણ અને ઉછેર સમય સાથે કલમની સુ સંગતતામાં

ફેરફાર

વિકાસ

 

વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ અને

દેહધાર્મિક વિકૃતિઓ

 

ફળ ગુણવત્તા

કદ અને આકાર, દેખાવ, અસ્પષ્ટ સ્વાદ,

દ્રાવ્ય અને ઘન, માવામાં પીળાપટ્ટા,

આંતરિક રડો

 

ખર્ચ

 

રૂટસ્ટોક્ના બીજ, કલમ બનાવવા માટેના મશીન અને રોબોટ ખરીદવા માટે મૂડી, મજુરી

 

સાયન રૂટિંગ

બાહ્ય રૂટિંગ, આંતરિક અથવા જોડાયેલ

રૂટિંગ પર્ણમાં વિકૃતિ

 

રૂટસ્ટોકના મટીરિયલ

અણધારા રોગો જેવા કે વાયરસ ચેપ

સફળ કલમ બનાવવા માટેની મહત્ત્વપૂર્ણ બાબતો :

 • સંભવિત રૂટસ્ટોકની પસંદગી
 • રૂટસ્ટોકસ અને સાયન વચ્ચેની સુસંગતતા
 • કાર્યક્ષમ કલમ બનાવવાની પદ્ધતિનો ઉપયોગ

 

 

 

 

સ્ત્રોત: સપ્ટેમ્બર-ર૦૧૮,વર્ષ : ૭૧ અંક : ૦૫ સળંગ અંક : ૮૪૫ કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

3.02702702703
હસમુખભાઇ Mar 12, 2019 11:44 AM

ખૂબ સારી માહિતી મલી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top