હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / શાકભાજીનાં પાકો / શાકભાજી પાકોની સુધારેલી જાતોની માહિતી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શાકભાજી પાકોની સુધારેલી જાતોની માહિતી

આ વિભાગમાં શાકભાજી પાકોની સુધારેલી જાતોની માહિતી વિશેની માહિતી આપેલ છે

શાકભાજી પાકોની સુધારેલી જાતોની માહિતી જણાવો.

શાકભાજીની સુધારેલી/ સંકર જાતોની માહિતી અત્રેમાં આપેલ છે. શાકભાજીના પાકોની સુધારેલ જાતો તથા ખેતી પધ્ધતિની માહિતી ' શાકભાજી પાકો'' નામનું પુસ્તકમાંથી મળી રહેશે. સદર પુસ્તક આણંદ કૃષિ યુનિવર્સિટીની હસ્તકની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીના પ્રકાશન વિભાગ ખાતેથી રૂબરૂમાં રૂ ૬૦/-ની કિંમતે અથવા રજી. પોષ્ટથી મંગાવવા માટે રૂ. ૧૧૦/- નો મની ઓર્ડર કરવાથી મળી રહેશે. (ફોન: ૦૨૬૯૨-૨૨૫૯૮૮/૨૬૧૯૨૧) શાકભાજી પાકોની માહિતી અને માર્ગદર્શન માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(શાકભાજી), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦(ફોન: ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે સંપર્ક કરવો.

શાકભાજીના પાકોની વિવિધ જાતો વિષેની માહિતી જણાવો.

(૧) ટામેટી :- નિયંત્રિત વૃધ્ધિવાળી જાત : જુનાગઢ રૂબી, ગુજરાત ટામેટા-૨, આણંદ ટામેટા-૩, ગુજરાત આણંદ ટામેટા-૪ અનિયંત્રિત વૃધ્ધિવાળી જાત : ગુજરાત ટામેટા-૧, એન.એ.૬૦૧, બી.એસ.એસ.૨૦, એન.એસ.૨૫૩૫, એ.આર.ટી.એચ-૪, એનટીએચ-૬, હિમસોના, હિમ શિખર, અભિનવ વગેરે.. (૨) મરચી :- સુધારેલ જાતો :- એસ-૪૯, જ્વાલા, જી-૪, આકૃયુ., આણંદ દ્વારા ભલામણ કરેલ મરચાની સુધારેલ જાતો(લીલાં મરચા માટે) :- જીવીસી-૧૦૧, જીવીસી-૧૧૧, જીવીસી-૧૨૧, એવીએનપીસી-૧૩૧ મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ દ્વારા ભલામણ કરેલ મરચાની સુધારેલ જાતો(લાલ મરચા માટે) :- ગુજરાત મરચી-૧, ગુજરાત મરચી-૨ હાઈબ્રિડ જાતો :- ગુજરાત આણંદ સંકર મરચી-૧, સી. એચ.-૧ (૩) રીંગણી :- ડોલી-૫, ગુજરાત સંકર રીંગણ-૧, પી.એલ.આર-૧, ગુજરાત લાંબા રીંગણ-૧, ગુજરાત લંબગોળ રીંગણ-૧. (૪) ભીંડા :- ગુજરાત સંકર ભીંડા-૧, ગુજરાત ભીંડા-૨, પરભણી ક્રાંતિ, આણંદ ભીંડા-૫, માયકો-૧૦, વર્ષા ઉપહાર, અર્કા અનામિકા (૫) બટાટા :- કુફરી બાદશાહ, કુફરી ચંદ્રમુખી, કુફરી બહાર, કુફરી જ્યોતિ, લોકર, જે.એચ.૨૨૨(કુફરી જવાહર), ટી.પી.એસ.સી.-૩, ચીપસોના-૧, ચીપસોના-૨ (૬) ગુવાર શાકભાજી માટે :- પુસા નવબહાર, પુસા સદાબહાર, (૭) તુવેર :- ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર-૧૦૦, આણંદ શાકભાજી તુવેર-૧, ગુજરાત તુવેર-૧૦૧, ભાડભૂત, ડભાલી, ચકલાસી (૮) ચોળી :- પુસા ફાલ્ગુની, પુસા કોમલ, આણંદ શાકભાજી ચોળી-૧, ગુજરાત ચોળી-૧, ગુજરાત ચોળી-૩, ગુજરાત ચોળી-૪ (૯) વાલ પાપડી :- ઈડર પાપડી, ગુજરાત પાપડી-૧, સુરતી પાપડી, કતારગામ પાપડી (૧૦) વાલોળ :- વિરપુર વાલોળ, દાંતીવાડા વાલોળ, ગોધરીયા વાલોળ (૧૧) કાકડી :- ગુજરાત કાકડી-૧, પોઈન સેટી, પુના સફેદ, ખીરા, પુસા સંજોગ (૧૨) સક્કરટેટી :- ગુજરાત સક્કરટેટી-૩, પુસા મધુરસ, હરા મધુ, પંજાબ સુનહરી (૧૩) કારેલા :- પ્રિયા, પુસા દો મોસમી, એનડીબી-૧, ફુલે બીજી-૬ (૧૪)‌ દૂધી :- આણંદ દૂધી-૧, પુસા નવીન, પીએસપીએલ, પુસા મેઘદૂત (૧૫) તુરિયા :- ગુજરાત આણંદ તુરિયા-૧, પુસા નસદાર, કોઈમ્બતુર-૧, જયપુરી (૧૬) ગલકા :- પુસા ચીકની, ગુજરાત ગલકા-૧ (૧૭) પરવળ :- ઢોલક ટાઈપ, લાંબા પટ્ટીવાળા, સ્થાનિક (૧૮) ટીંડોળા :- લાંબા પટ્ટીવાળા(સુરતીકલી),નવસારી ટીંડોળા-૧, સ્થાનિક (૧૯) તરબૂચ :- સુગરબેબી, અર્કા જ્યોતિ, અસાહી યામેટો (૨૦) કંકોડા :- સ્થાનિક (૨૧) કોળુ :- આણંદ કોળુ-૧, પુસા વિશ્વાસ, અર્કા સુર્યમુખી, સીએમ-૧૪ (૨૨) આદુ :- સુપ્રભા, સુરૂચી, સુરભી, બોરીયાવી, શામળાજી, નાડીયા, નારણ, કુડલી, સુરાવી, થીંગપુરી, રીઓડીજાનેરો (૨૩) હળદર :- સુગંધમ, ગુજરાત હળદર-૧ (૨૪) ડુંગળી :- ગુજરાત સફેદ ડુંગળી-૧, જુનાગઢ લોકલ, તળાજા લોકલ, એગ્રી ફાઉન્ટ લાઈટ રેડ, પુસા વ્હાઈટ, ફ્લેટ, પુસા વ્હાઈટ ફ્લેટ. (૨૫) લસણ :- ગુજરાત લસણ-૧, ગુજરાત લસણ-૨, ગુજરાત લસણ-૧૦, ગુજરાત લસણ-૩, જી-૨૮૨ (૨૬) મૂળા :- પુસા દેશી, પુસા રશ્મિ, પુસા હિમાની (૨૭) ગાજર :- પુસા કેસર, નાન્ટીસ, એન્ટીની, ગોલ્ડન હાર્ટ, કાશ્મીરી બ્યુટી (૨૭) અળવી :- સી-૯, સી-૨૩૫ (૨૮) બીટરૂટ :- ક્રિમસેન ગ્લોબ, ગોલ્ડન બીટ, સ્નો વ્હાઈટ, રૂબી ક્વીન (૨૯) ટરનીપ :- ગોલ્ડન બોલ, પંજાબી સફેદ-૪, પુસા કંચન, પુસા સ્વર્ણિમા, પુસા, સ્વાતી, સ્નોબોલ (૩૦) સુરણ :- લાલ માવા, સફેદ માવા (૩૧) શક્કરીયા :- સી.ઓ-૧, સી.ઓ-૨, એચ-૪૨, અમરત, વર્ષા (૩૨) રતાળુ :- શ્રી કિર્તી, શ્રી રૂપા (૩૩) કોબીજ :- ગોલ્ડન એકર, અર્લી/ડ્રમ હેડ, હેગન માર્કેટ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, ઓલ હેડ અર્લી વિસ્કોનસીન, ઓલગ્રીન, પુસા ડ્રમ હેડ, ટેનિશ બોલ હેડ (૩૪) કોલી ફ્લાવર :- અર્લી કુવારી ગ્રુપ, પુસા અર્લી, કાર્તિક ગ્રુપ, પુસા કેતકી, પુસા દિપાલી, અગાની ગ્રુપ, ઈમ્પ્રુવ્ડ જાપાનીઝ, પુસા સિન્થેટિક પુસા સુબ્રા, પૌસી ગ્રુપ, જાયન્ટ સ્નોબોલ, માધી ગ્રુપ, પુસા સીડલેસ, પુસા સ્નોબોલ-૧, પુસા સ્નોબોલ-૨ (૩૫) તાંદળજો :- કોઈમ્બતુર ૧,૨,૩ (૩૬) પાલખ :- ઓલગ્રીન, જોબનેર ગ્રીન, પુસા જ્યોતિ, (૩૭) મેથી :- ગુજરાત મેથી-૧ પુસા અર્લી બન્ચિંગ, કસુરી મેથી (૩૮) ધાણા :- ગુજરાત ધાણા-૧, ગુજરાત ધાણા-૨ (૩૯) સરગવો :- પી.કે.એમ.-૧, કોંકણ રૂચિરા, જાફના, લોકલ(સ્થાનિક)

યુનિવર્સિટી ખાતેથી શાકભાજીના ધરૂની ઉપલબ્ધિ અંગે જણાવશો.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે શાકભાજીના ધરૂ તૈયાર કરી તેનું વેચાણ નિયત દરે કરવામાં આવે છે આ અંગે શાકભાજી સંશોધન કેન્દ્ર આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦(ફોન: ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે તથા પ્રાધ્યાપક અને વડા,બાગાયત બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ. આણંદ-૩૮૮૧૧૦ (ફોન :૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.

વેલાવાળા પાકમાં ટિશ્યૂકલ્ચર રોપા અંગે ક્યાં સંપર્ક સાધવો ?

વેલાવાળા પાકમાં ટિશ્યૂકલ્ચરના રોપા અંગેની માહિતી તથા માર્ગદર્શન મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, એગ્રિકલ્ચર બાયોટેકનોલોજી ડીપાર્ટમેન્ટ, આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૦૧૧૭) ખાતે સંપર્ક કરવો.

શાકભાજી વેચાણમાં વચેટિયાને લીધે ભાવો ઓછા મળે છે.

શાકભાજી રોજરોજ, ૨-૩ દિવસે કે ૫-૭ દિવસે કાપણી કરી ઉતારવાનું હોય છે ખેતરની આજુબાજુના ખેડૂતો ભેગા થઈ પોતાનો માલ એકઠો કરી સહકારી પ્રવૃત્તિ વડે સાધન (ટેમ્પો) કરી નજીક કે દૂરના શહેરના માર્કેટમાં શાકભાજી વેચાણ માટે મોકલે તો બજારભાવ વધુ મળે.

જીરૂની વધુ ઉત્પાદન આપતી વધુ જાત કઈ છે ?

જીરૂની વધુ ઉત્પાદન આપતી જાત ગુજરાત જીરૂ-૪ છે જે સુકારા રોગ સામે પ્રતિકારશક્તિ ધરાવે છે.

જીરાના પાકમાં કાળિયાના નિયંત્રણનો ઉપાય જણાવો.

(૧) જીરૂની વાવણી ઓક્ટોબરના ત્રીજા અઠવાડીયામાં કરવી. (૨) બીજને થાયરમ અથવા કેપ્ટાન ૦.૩ ટકાનો પટ આપી વાવવા. (૩) ખેતરમાં પિયતનું પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી (૪) વાવણી બાદ ૩૦, ૫૦ અને ૬૫ દિવસે મેન્કોઝેબ અથવા ક્લોરોથેલોનીલ ૦.૨ ટકાના પ્રમાણથી ત્રણ છંટકાવ કરવા. (૫) પૂંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના અંતરે વાવણી કરવી. (૬) પાકની ફેરબદલી કરવી. (૭) વધુ પડતા નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરો વાપરવા નહિ.

સ્ત્રોત:I-ખેડૂત

3.03703703704
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top