વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વેલાવાળા શાકભાજી

આ વિભાગ માં વેલાવાળા શાકભાજી વિષે ની માહિતી છે

 vela


આ વિડીઓમાં વેળા વાળા શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી છે

વેલાવાળા શાકભાજીમાં પાન પર સફેદ ફુગની છારી લાગે છે તેનું નિયંત્રણ જણાવો.

આ ભુકીછારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર ( ૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા ડીનોકેપ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા ટ્રાયડેમોર્ફ (પ મિ.લિ. / ૧૦ લિ.) અથવા હેકઝાકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા કાબર્ેન્ડાઝીમ (પ ગ્ા્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

વેલાવાળા શાકભાજીના તુરીયા, ગલકા દુધી પાકોમાં પાન ઉપર ટપકાં પડી પાન સુકાઈ જાય છે. તેમ થવાનું કારણ અને ઈલાજ બતાવો.

આમ થવાનું કારણ પીછછારો (ડાઉની મિલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૧૦ ગ્રા. / ૧૦ લિ. ) અથવા ડીનોકેપ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા ટ્રાયડેમોર્ફ (પ મિ.લિ. / ૧૦ લિ. ) અથવા કાબર્ેન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી કરી શકાય છે.

ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કયા ઉપાયો અજમાવવા?

ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કાર્બારીલ પ૦% વે.પા. ૪૦ ગ્રામ અથવા એન્ડોસલ્ફાન ૩પ ઈસી ર૧ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવું.

કારેલા દૂધી જેવા વેલાવાળા પાકના પાન ઠંડીની ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પીળા પી સુકાઈ જાય છે તેનો ઉપાય જણાવો?

આમ થવાન કારણ પીછછારો (ડાઉની મીલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે ક્રોપર ઓકસીકલોરાઈડ (૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા બોર્ડોર્મિશ્રણ ૦.૮ ટકા અથવા કલોરોથેલોનીલ ૦.ર% અથવા મેન્કોઝેબ ૦.ર% મેટ્રાલેકસીન (ર૦ ગ્રા. ૧૦ લિ.)ના દ્રાવણના છંટકાવ કરવો.

પરવળમાં થડ તેમજ મૂળ કહોવાઈ જાય છે અને વેલા મરી જવાનું કારણ અને ઉપાય જણાવો.

પરવળમા થડ અને મુળ સડવાનું કારણ કૃમિ અને પીથીયમ અથવા ફયુજેરીયમ નામની ફુગ છે. કૃમિના નિયંત્રણ માટે રીંગ કરી કાબર્ોફયુરાન દવા જમીનમાં આપવી અથવા પેસીલોમાયસીસ આપની જૈવિક નિયંત્રણ કરી શકાય. જયારે પીથીયમ હોય તો થડ ફરતે જમીનમાં કોપર ઓકસીકલોરાઈડ (૩૦ ગ્રા / ૧૦ લિ.) અને ફયુઝેરીયમ ફુગ હોય તો કાર્બેન્ડાઝીમ (પ ગ્રા / ૧૦ લિ.) નું ડે્રન્ચીંગ કરવું. આ બંને ફુગનું ટ્રાયકોર્ડમાંથી પણ જૈવિક નિયંત્રણ કરી શકાય છે.

પરવળમાં વેલા ઉપરથી સૂકાતા જાય છે તેનું કારણ અને ઉપાય જણાવો

પરવળમાં વેલા ઉપર સુકાવાનું કારણ ફાયટોફથો નામની ફુગ છે. તેના નિયંત્રણ મેટાલેકસીસ (ર૦ ગ્રા / ૧૦ લિ.)ના દ્રાવણનો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે કરવો.

પરવળના વેલા પર ગુંદરની ગાંઠો દેખાય છે તો કયા ઉપાય કરવા ?

પરવળના વેલા ઉપર ગુંદરની ગાંઠો વેલા કોરનાર કીડાના કારણે થાય છે. આ કીડાના નિયંત્રણ માટે ઉપદ્રવિત વેલા પરથી ગુંદરની ગાંઠો હાથ વડે ઉખાડી વેલા ઉપર કાર્બારીલ પ૦% પાઉડર પાણીમાં ભેળવી મલમ જેવું મિશ્રણ બનાવી વેલા ઉપર ચોપડવું. પરવળની રોપણી વખતે કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા છડ દીન ૩ થી પ ગ્રામ પ્રમાણ જમીનમાં આપવી.

કારેલામાં ફળમાખીનો ઉપદ્રવ થાય તો શું કરવું?

અસરયુકત ફળ નિયમિત રીતે વીણાવી તેનો નાશ કરવો. જંતુનાશક દવામાં ફેન્થીયોન ૧૦૦ ઈ.સી. પ મિ.લિ. અથવા ડીપ્ટ્રેક્ષા પ૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા નુવાન પ મિ.લિ. ૭પ૦ ગ્રામ ગોળમાં ભેળવી ૧૦ લિટર પાણીમાં ઓગાળી બનાવેલ ઝેરી પ્રલોભિકાને દર અઠવાડિયે ફળો ઉપારી લીધા બાદ વાડમાં તથા વેલા પર મોટા ફોરા પડે તેમ સાવરણીથી છાંટવાથી ફળમાખીનો નાશ કરી શકાય છે.

  • વેલાવાળી શાકભાજી પાકોની ખેતી  અને બીજ ઉત્પાદન પદ્ધતિઓ વિષે અહીં ક્લિક કરો

સ્ત્રોત: I-ખેડૂત

2.97916666667
ધમેર્સ ઞોહીલ Sep 30, 2017 06:29 PM

દુધી ની વાવની કેવી રીતે કરવી

પ્રતીક દેસાઈ Aug 23, 2017 03:10 PM

એન્ડોસલ્ફાન ૩પ ઈસી તો બાન થઇ ગઈ કેટલાય સમય થી હવે તો હટાવો,
ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કયા ઉપાયો અજમાવવા?
ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કાર્બારીલ પ૦% વે.પા. ૪૦ ગ્રામ અથવા એન્ડોસલ્ફાન ૩પ ઈસી ર૧ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવું.

ફૈઝલ Patel 9998204960 Aug 09, 2017 10:42 AM

કાકડી માં વાયરસ છે તેના માટે દવા બતાવો પીરા પડી કથ્થઈ કલર થઇ સુકાઈ જય છે

Faizal Aug 09, 2017 10:31 AM

કાકડી માં વેલા શરૂ માં માયનમાં પીરા પડી જાય છે બઠા કહે છે વાયરસ છે

સુલતાન ઠાસરીયા Jul 19, 2017 06:44 PM

કારેલા

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top