অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તાંદળજો અને પાલખની ઉત્પાદન તજજ્ઞતા

તાંદળજો અને પાલખની ઉત્પાદન તજજ્ઞતા

તાંદળજોની ઉત્પાદન તજજ્ઞતા

તાંદળજો  લીલા શાકભાજી તરીકે ભારતમાં બધે જ વાવેતર થાય છે. તેના તાજા પાન અને થડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પ્રોટીન, વિટામીન સી, એ અને  ખનીજતત્વો ભરપુર માત્રામાં ઉપલબ્ધ  છે.પાંદળાવાળા ભાજી વર્ગના શાકભાજી પાકોના ખાવાલાયક જથ્થામાંથી મળતા પોષક તત્વોની માહિતી સંક્ષિપ્તમાં નીચેના ટેબલમાં  દર્શાવેલ છે

પાંદળાવાળા ભાજી વર્ગના શાકભાજી પાકોના ખાવાલાયક જથ્થામાંથી મળતા પોષક તત્વો

પોષક તત્વો

તાંદળજો

પાલખ

મેથી

ધાણા

પ્રોટીન (%)

પ.૦

ર.૦

૪.૯

૩.૩

ચરબી (%)

૦.પ

૦.૯

૦.૯

૦.૬

ક્ષારો (%)

૩.૧

૧.૭

૧.૬

ર.૩

રેષા (%)

૧.૦

૦.૬

૧.૧

૧.ર

કાર્બોહાઈડ્રેટ્રર્સ (%)

પ.૭

૪.૦

૯.૮

૬.૩

શકિત (કેલરી)

૪પ

ર૬

૪૯

૪૪

કેલ્શિયમ (%)

૦.પ

૦.૦૬

૦.પ

૧૮૪

ફાસ્ફરસ (%)

૦.૧

૦.૦૧

૦.૦પ

૭૧

લોહ (મિ.ગ્રા./ ૧૦૦ ગ્રામ)

ર૧.૪

પ.૦

૧.૯૩

૧૬.૯

વિટામીન એ (IU)

રપ૦૦

૯પ૦૦

૩૯૦૦

૬૯૧૮

વિટામીન બી–૧ (મિ.ગ્રા.)

૦.૦૩

૦.૦૩

૦.૦૪

૦.૦પ

વિટામીન બી–ર (મિ.ગ્રા.)

૦.૩૦

૦.ર૬

૦.૩૧

૦.૦૬

વિટામીન બી–૪ (મિ.ગ્રા.)

૧.ર

૦.પ

૦.૮

૦.૦૮

કુલ ફોલીક એસિડ (યુ.જી.)

૧૪૯

૧ર૩

વિટામીન–સી (મિ.ગ્રા./૧૦૦ ગ્રામ )

૧૭૩

૪૮–૬પ

૧પ૩–ર૦૪

૧૩પ

 

જમીન: તાંદળજા માટેની જમીન સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાડુુ અને બેસર જમીન વધારે માફક આવે છે. પ.પ થી ૭.પ પી.એચ વાળી જમીન વધુ અનુકૂળ આવે છે.

આબોહવા: બધી જ ૠતુમાં થઈ શકે છે, તેમ છતાં ઠંડુ, માફકસરની ગરમી અને ભેજ રહીત હવામાન વધારે અનુકૂળ આવે છે. બીજ ઉગવાના સમયે વધારે પડતી ઠંડી, ગરમી અને પાણીનો ભરાવો તેમજ સતત વરસાદ અનુકૂળ આવતા નથી. સી– ૪ ગ્રુપનો છોડ હોવાથી સૂર્યપ્રકાશ વધુ લાંબા સમય સુધી મળે તો વધુ ઉત્પાદન મળે છે.

વાવણી ૠતુ અને સમય :

  • શિયાળુ :  ઓકટોબર–નવેમ્બર
  • ઉનાળુ : ફેબ્રુઆરી–માર્ચ
  • ચોમાસુ : મે–જુન

નોંધ : તાદળજો વધુ પડતી ઠંડી ( ર૦–રપસ ે.ગ્રે. કરતા ઓછી ) સિવાય કોઈપણ સમયગાળામાં વાવી શકાય છે. ઉનાળામાં સાધારણ છાંયાવાળી જમીન પસંદ કરવી.

વાવણી પધ્ધતિ, અંતર અને બિયારણનો દર :

તાંદળજાનું વાવેતર કયારામાં પૂંખીને તેમજ બે હરોળ વચ્ચે રપ–૩૦ સે.મી. અંતર રાખી કરવામાં આવે છે. તાંદળજાના બીજ નાના હોવાથી જીણી રેતી સાથે ભેળવી વાવણી કરવી. બીજને પૂંખીને  વાવણી કરી તો વાવ્યા પછી લાકડાની પંજેઠી વડે જમીનમાં ભેળવવા અથવા ચાસમાં માટી ઢાંકવી.

બિયારણનો દર : ૧.પ થી ૩.૦  કિ.ગ્રા./હે.

ખાતર

  • સેન્દ્રિય ખાતર : રપ–૩૦ ટન છાણિયું ખાતર
  • રાસાયણિક ખાતર : પાયામાં ૩૦:રપઃરપ

પૂર્તિ : પ્રથમ હપ્તો : ૧પઃ૦૦:૦૦ ( બીજી કાપણી પછી)

બીજો હપ્તો : ૧પઃ૦૦:૦૦ (ત્રીજી અથવા ચોથી કાપણી પછી)

નોંધ : લીલા પાંદડાની કાપણી કરવાની હોવાથી બે કરતાં વધારે હપ્તામાં પૂર્તિ ખાતરની જરૂરિયાત રહે છે.

પિયત: વાવણી પછી હલકું પિયત આપવું. શિયાળામાં ૧ર–૧પ દિવસના ગાળે, ઉનાળામાં ૮–૧૦ દિવસના ગાળે.

સુધારેલી જાતો : તાંદળજામાં વિવિધ જાતો રંગ, પાનના કદ પ્રમાણે ઉપલબ્ધ છે. સ્થાનિક જાતો ઉપરાંત કોઈમ્બતુર ૧,ર,૩ જેવી સુધારેલી જાતો છે.

બડી ચોલાઈ : આ જાત આઈ.એ.આર.આઈ. ૮ યબચય ૯ દ્રારા વિકસાવેલ છે. જે મૃદુ અને મોટા પાન ધરાવે છે. તે ઉનાળામાં વાવેતર માટે યોગ્ય છે અને વરસાદ પુરો થાય ત્યાં સુધી  કાપણી મળી રહે છે.

પુસા લાલ ચોલાઈ : તે જાંબલી લાલ રંગની જાત આઈ.એ.આર.આઈ. ન્યુ દિલ્લી દ્રારા બહાર પાડેલ છે. બન્ને ૠતુ માટે અનુકૂળ અને રપ–૩૦ દિવસમાં કાપણી લાયક બને છે. પ૦૦ ટન /હે ઉનાળામાં ઉત્પાદન આપે છે.

લાલ સાગ : ભારતના ઘણા રાજયોમાં વાવેતર કરતી જાત જેના બીજ વહેલાં આવે છે અને  નાના ફુલ ધરાવે છે.

કાપણીની રીત આખા છોડ ઉપાડીને તેમજ થડનો ૩–૪ ઈંચ ભાગ બાકી રાખી કુમળા છોડની કાપણી કરવામાં આવે છે. બીજનું વાવેતર કર્યા પછી રર–રપ દિવસે કાપણી કરવામાં આવે છે.

૮થી ૧૦ દિવસના સમયાંતરે ૮–૧૦ કાપણી કરવામાં આવે છે. પાછળની અવસ્થાએ કાપણીનો ગાળો ટૂંકાવવો જેથી છોડ ઉપર ફલન આવે છે.

ઉત્પાદન: ૧૦૦૦૦–૧પ૦૦૦ કિ.ગ્રા. /હેકટર કુમળા છોડનું પાન સાથે ઉત્પાદન મળે છે.

પાલખ ની ઉત્પાદન તજજ્ઞતા

પાલખ ભારતમાં પર્વતીય પ્રદેશ સિવાય બધે જ થાય છે. તેને ઠંડુ વાતાવરણ અનુકૂળ હોય છે. તાપમાન વધવાથી  બીજમાં રૂપાંતર થવા માંડે છે. તેના થડ / પાન ખૂબ પોષક તત્વોવાળા હોવાથી બિમાર માણસો માટે ખૂબ સારી ભાજી તરીકે ખોરાકમાં વપરાય છે. જેમાં વિટામીન – એ, ફેરસ અને કેલ્સીયમ ભરપુર માત્રામાં મળે છે.

જમીન: બધા જ પ્રકારની જમીન તેમ છતાં સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાળુ અને બેસર જમીન વધારે માફક આવે છે.

આબોહવા: બધી જ ૠતુમાં થઈ શકે છે, તેમ છતાં માફકસરની ગરમી અને બહુ ભેજ રહીત હવામાન વધારે અનુકૂળ આવે છે.  બીજ ઉગવાના સમયે વધારે પડતી ઠંડી ગરમી અને પાણીનો ભરાવો તેમજ સતત વરસાદ અનુકૂળ આવતો નથી. ટૂંકા ગાળાના દિવસોમાં વધુ ઉત્પાદન મળે છે.

વાવણી ૠતુ અને સમય: શિયાળુ : ઓકટોબર–નવેમબર, ઉનાળુ : ફેબ્રુઆરી – માર્ચ

સુધારેલી જાતો:

  1. ઓલગ્રીન : એક સરખા લીલા કુમળા પાન હોય છે.
  2. જોબનેર ગ્રીન : જાડા પહોળા રસદાર પાન વાળી જાય છે.
  3. પુસા જયોતિ : પાન રસદાર જાડો અને કુમળો હોય છે. પોષણની દ્રષ્ટ્રિએ ઉત્તમ જાત છે.
  4. વર્જીનિયા સવોય : ઘાટા લીલા જાડા, પાન અણીવાળા, ટટાર છોડ ધરાવતી જાત છે.
  5. અર્લી સ્મુથ લીફ : નાના હલકા લીલા રંગના પાન ધરાવતી ૩૦ દિવસમાં તૈયાર થતી જાત છે.

વાવણી પધ્ધતિ, અંતર અને બિયારણનો દર: પાલખના બીજ બે ચાસ વચ્ચે રપ–૩૦ સે.મી. અંતર રાખી લાઈનમાં વાવણી કરવામાં આવે છે. બીજને વાવ્યા પછી ચાસમાં માટીથી ઢાંકી દેવા, ખુલ્લા બીજ બીજ હલકા હોવાથી ખુલ્લા પડેલ બીજ પાણી સાથે નીંચાણવાળા ભાગમાં તણાઈ જાય છે.બિયારણ : ર૦–રપ કિગ્રા હેકટર .  બિયારણનો દર પ૦ % વધુ રાખવાનું કારણ પ૦% નર છોડ નીકળતા હોવાથી કાઢી નાખવા પડે છે. કારણ કે તેમનો વિકાસ  નબળો થતો હોય છે.

ખાતર :  ના.ફો.પો. કિ.ગ્રા/હે.

  • સેન્દ્રિય ખાતર : ૩૦ ટન હેકટર
  • રાસાયણિક ખાતર : પ્રત્યેક કાપણી પછી ર૦ કિ.ગ્રા. ના./હેકટર

પિયત : વાવણી પછી હલકું પિયત આપવું, શિયાળામાં ૧૦–૧ર દિવસના ગાળે, ઉનાળામાં ૬–૭ દિવસના ગાળે

કાપણી: વાવેતર કર્યા પછી એક માસે પાન કાપણી તીક્ષ્ણ છરીથી કરવી. ૧ર–૧પ દિવસના સમયાંતરે ૪–પ કાપણી કરવી. પાન દાંડી સાથે કાપી લેવા.

ઉત્પાદન: પ૦–૬૦ કિવન્ટલ/હે. (લીલા કુમળા પાન સાથે)

સ્ત્રોત: ર્ડા. ડી. બી. પ્રજાપતિ અને પ્રો. એ. એમ. અમીન,શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ. જગુદણ–૩૮ર૭૧૦

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate