હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / રોગ કેલેન્ડર : નવેમ્બર-૨૦૧૮
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રોગ કેલેન્ડર : નવેમ્બર-૨૦૧૮

રોગ કેલેન્ડર : નવેમ્બર-૨૦૧૮

ડાંગર : ગલત અંગારિયો / જૂફો અંગારીયો

 • ભલામણ કરતાં વધારે નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવા નહિ.
 • જયાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

તમાકુ: સફેદ ટપકાં સફેદ ચાંચડી

 • હેકઝાકોનાઝોલ પ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ પ0 વેપા પ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩ વેપા ૩૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી કોઈપણ એક ફૂગનાશકનો વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

કપાસ : ખૂણિયાં ટપકાં

 • • ૧ ગ્રામ સૂરમાયસીન સલ્ફટ + ૨૦ ગ્રામ કોપર ઓકસીકલોરાઈડ પ૦ વેપા દવાઓને ૧૦ લિટર પા યૂડોમોનાસ ફલ્યુરોસેન્સ જૈવિક નિયંત્રકનો ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીનો છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવો.

કપાસ : સૂકારો / મૂળખાઈ /મૂળનો સડો

• ટ્રાયકોડર્મા વીરીડી અથવા | ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ચાસમાં આપવું.

• સૂકાતા છોડના મૂળનાં ભાગમાં કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

શેરડી : રાતડો

 • ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી| સમયે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની / ખેંચ થવા દેવી નહી.

શેરડી : ચાબૂક આંજીયો

 • ચાબૂક આંજીયો જણાય તો તરત જ ચાબૂક પર રહેલ ચળકતુ આવરણ તૂટે તેણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. પહેલાં અસરગ્રસ્ત જડિયાને ઉખાડી તેનો નાશ કરવો.
 • રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ પાક રાખવો નહિ કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં આ રોગનું પ્રમાણ વધે છે. તેમાંથી રોપણી માટે બિયારણ પણ લેવું નહિ.

મગફળી : ગેરૂ

 • કલોરોથેલોનીલ અથવા મિન્કોઝેબ ૭પ વેપા ૨૭ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈસી ૨ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

દિવેલા: સૂકારો

 • છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.
 • સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું.
 • બીજને વાવતા પહેલા કાર્બેન્ડાઝીમ ૩ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકના ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો.
 • કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તિવ્રતા ઘટાડી શકાય છે.

તલ : પર્ણગૂચ્છ / ફાચલોડી

લીલા તડતડીયાંથી આ રોગનો ફેલાવો થતો હોઈ તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન

૪૦ એસએલ ૧૦ મિ.લિ. ૧૦ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

તલ : થડ અને મૂળનો સૂકારો

 • પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ પ0 વેપા ૧૦ ગ્રામ અથવા થાયોફેનેટ મિથાઈલ  વેપા ૧૦ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭પ વેપા ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા.

તુવેર : વંધ્યત્વનો રોગ

 • રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થતો હોય તેના નિયંત્રણ માટે પ્રોપરગાઈટ પણ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

જીરૂ : કાળીયો/કાળી ચરમી

 • વાવણી પહેલા બીજને થાયરમ ફૂગનાશકનો ૫ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ 1 આપવો. પૂખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં વાવણી કરવી.
 • પિયત માટે કયારા નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એકસરખું અને હલકુ પિયત આપી શકાય. વાદળછાયા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત આપવાનું ટાળવું. રોગની શરૂઆત થયેથી એકસીસ્ટ્રોબીન ૧૩ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૧૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૧૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.

મરચી/ટામેટી : કોકડવા

 • કાર્બોફયુરાન ૩ જી દવા ૫ ગ્રામ/છોડ રીંગ પદ્ધતિથી આપવી. રોગની શરૂઆત થાય ત્યારે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ટામેટી : આગોતરો સૂકારો

 • મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા લીમડાના તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.

રીંગણી : નાના પર્ણ / લઘુપર્ણ / ઘટ્ટીયા પાના

 • રોગ તડતડીયાંથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ.તત્ત્વ છે. પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવો.

મરચી : કાલવ્રણ / પરિપકવ ફળનો સડો

 • મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રમ અથવા કલોરોથેલોનીલ ૭પ વેપા ૨૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

ભીંડા: પીળી નસનો રોગ

 • રોગનો ફેલાવો રોકવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦નું લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજો છંટકાવનું ૧૫ દિવસ પછી કરવો.

કોબીજ/કોલીફલાવર : જીવાણુથી થતો કાળો કહોવારો

 • રોગની શરૂઆત થાય ત્યારે સ્ટ્રેટોમાયસીના સલ્ફટ ૧ ગ્રામ + કૉપર, ઓકઝીકલોરાઈડ ૫૦ વેપા | ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો.

કેળ : સીંગાટોકા /પાનના ટાકિયા ટપકાં

 • કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન દર ૧.૫n થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો.
 • રોગ દેખાય, ત્યારે કોર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણ ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. દવાના પ્રવાહી મિશ્રણ સાથે એક ચમચી સ્ટિકર ઉમેરવું હિતાવહ છે.

લીંબુઃ બળીયા ટપકાં.

 • રોગિષ્ટ ડાળીઓની છાંટણી કરી નાશ કરવો.
 • રોગિષ્ટ ડાળીઓ કાપી લીધા બાદ કૉપર ઓકસીકલોરાઈડ પ૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડોમિશ્રણનો અથવા રૈમાયસીન સલ્ફટ ૧ ગ્રામ + કૉપર ઓકસીકલોરાઈડ પ૦ વેપા ર૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

પપૈયા : પાનનો કોકડવા / પચરંગીયો /રીંગ સ્પોટ વાયરસ

 • ઊભા પાકમાં રોગ જણાય તે રોગિષ્ટ છોડનો સત્વરે " ઉખેડી નાશ કરવો.
 • લીમડાનું તેલ ૧ મિ.લિ. લિટર પાણી અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

સ્ત્રોત: ડૉ. એ. બી. બ્રહ્મભટ્ટ, ડૉ. એન. એમ. ગોહેલ,વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આક્ય, આણંદ - ૩૮૮ ૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૨૪૩૫,કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top