অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કપાસના પાકને નુકસાન કરતી જીવાત : ભુખરૂં ચાંચવું

કપાસના પાકને નુકસાન કરતી જીવાત : ભુખરૂં ચાંચવું

જીવનચક્ર તથા તેની ઓળખ :

આ જીવાત મુખ્યત્વે પહેલાં તેમજ બીજા ધાય વરસાદ બાદ દેખા આપે છે. મુખ્યત્વે જુલાઈ થી સપ્ટેમ્બર મહિના દરમ્યાન આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. શિયાળામાં આ જીવાતના પુખ અવસ્થામાં જતા રહે છે અને બીજા વર્ષે સારો વરસાદ થતા આ પુર્ણ કરી બહાર આવે છે. માદા ચાંચવું આછા પીળા રંગના તથા લંબગોળ આકારના ૩૦૦-૩પ૦ ઈંડા જમીનમાં જુન તથા જુલાઈ માસમાં મૂકે છે. આ ઈંડામાંથી નીકળેલ કડાનું જીવનકાળ ૧ થી ર મહિના સુધીનું હોય છે. જે દરમ્યાન તે કપાસના નવા ઉગતા છોડના મૂળ ખાય છે. ત્યારબાદ આ કીડો તેની કોશેટા અવસ્થામાં જમીનની અંદર જ રૂપાંતરણ પામે છે. કોશેટો પીળાશ પડતાં સફેદ રંગનો હોય છે જેમાંથી પુષ્ક અઠવાડિયા બાદ બહાર નીકળે છે. પુe (ચાંચવું) ભૂખરા રંગનું તથા ૪ થી પ મિ.મી. લાંબી હોય છે. તથા તેની વસુ બાજુએ કાળી પટ્ટીઓ તથા કાળા ધાબાઓ જોવા મળે છે. પુણના મુખગો પાન ચાવી શકે તેવા હોય છે. આ જીવાતનું જીવનચક્ર મુખ્યત્વે ૬ થી ૮ અઠવાડિયાનું હોય છે. આપણા વાતાવરણમાં આ જીવાત ખાસ કરીને જુલાઈ થી નવેમ્બરમાં જ જોવા મળે છે.

નુકસાન :

આ જીવાતનો કીડો ઈંડામાંથી નીકળ્યા બાદ મુખ્યત્વે છોડમાંથી નવા નીકળતા મૂળને ખાય છે. ઘણી વખત આ નુકસાન ખૂબ જ નજીવું હોવાથી ધ્યાનમાં આવતુ નથી પરંતુ એક નોંધણી મુજબ માત્ર એક જ કીડો નવ જેટલા છોડના મૂળ ખાઈ શકે છે જેનાથી છો. જોઈએ તેવો વિકાસ પામતો નથી અને છોડની વૃદ્ધિ અટકે છે.

આ જીવાતની પુષ્ય અવસ્થા પણ પાકને દેખીતુ નુકશાન કરે છે. તેના મુખાંગો ચાવીને ખાવાના હોવાથી તે પાનની કિનારીઓ ચાવીને ખાઈ જાય છે. કોઈક વાર પાનમાં ગોળાકાર છિદ્રો જોવા મળે છે જે આ જીવાતનું નુકસાન છે તથા કોઈક વાર પાનની આખી કિનારી ખવાઈ જાય છે. આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ફૂલની કળી, ફૂલ તથા કપાસના કુમળા જીડવા પર નુકસાન નોંધાયેલ છે.

નિયંત્રણ :

  • પાક લીધા બાદ ઊંડી ખેડ આ જીવાતનું નિયંત્રણ ખૂબ જ સારી રીતે કરે છે.
  • ૬ થી ૮ સે.મી. ઊંડી ખેડ કરવાથી આ જીવાતના પુષ, ઈંડા તથા કોશેટા બહાર દેખાતા પરભક્ષી પક્ષીઓ તેનો નાશ કરે છે અથવા તો તેના જીવનક્રમમાં ખલેલ પહોંચાડી તેની વૃદ્ધિ અટકાવે છે.
  • જમીનમાં પાણીની સાથે કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨ લિટર પ્રતિ હેકટરના પ્રમાણમાં આપવી.
  • પુખ્ત ચાંચવા દેખાય ત્યારે અથવા ઉપદ્રવની શરૂઆત થતાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ00 ગ્રામ અથવા લીમડા આધારિત દવા ૨૦ મિ.લિ. (૧ ઈ.સી.) થી ૪૦ મિ.લિ. (૦.૦૫ ઈ.સી.) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • પુષ્ય વધારે પ્રમાણમાં દેખાતા હોય અથવા નુકસાન જોવા મળે ત્યારે ક્વિનાલફોસ ૨૫ ઈ.સી. ર9 મિ.લિ. અથવા ફૅનલાવરેટ ૨૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા કારટેપ હાઈડ્રોકલોરાઈડ પ૦ એસ.પી. ૧૦ ગ્રામ પ્રમાણે કોઈપણ એક દવા વારાફરતી ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ આખો ભીંજાય તે રીતે છંટકાવ કરવાથી આ જીવાતનું સારૂ નિયંત્રણા મળે છે.
  • એકની એક દવા ન વાપરતા દરેક છંટકાવ વખતે દવા બદલવી.

બીટી કપાસ આવ્યા પછી ગુજરાતમાં તેની | માંગ અને ભાવ વધતાં આ પાકના વાવણીનો વિસ્તાર વધતો જીય છે. કપાસની ખેતીમાં બદલાતા જતાં પરિબળો જેવા કે વાતાવરણીય, નવી 1 જીતોની વાવણી તેમજ જંતુનાશકોનો વપરાશના લીધે નવી જીવાતો અને રોગો જોવા મળે છે. ' આવા બદલાવોના કારણે છેલ્લા બે વર્ષથી ભુખરૂં ચાંચવું કે જે પહેલા ગૌણ જીવાત હતી તે મુખ્ય જીવાતમાં પરિવર્તિત થઈ રહી છે. આ જીવાતના લીધે પાકના ઉત્પાદનમાં મોટી અસર થવા સંભવ છે. કપાસ તેમજ બીજા અન્ય પાકો જેવા કે રીંગણા, ગુવાર, ભીંડા, બાજરી, મકાઈ, જુવાર, જામફળ, તુવેર, સોયાબીન તથા મગફળી વગેરેમાં પણ આ જીવાત નોંધાયેલ છે. આ ખેડૂતોને આ જીવાત | ઓળખી તેના યોગ્ય નિયંત્રણના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.

સ્ત્રોત : શ્રી સી.બી. ધોબી, શ્રી આર. ડી. મહીડા, ડો. ટી.એમ. ભ૨પોડા, ડો. પી.કે. બોર્ડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આશંદ કૃષિ યુનિવર્સિટી,

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate