অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કપાસ

thrips

પાક આયોજન

  • પરભક્ષી જીવાતોની વસ્તી વધારવા કપાસની ચારે બાજુ પિંજર પાક તરીકે મકાઇ કે બાજરાની એક હારનું વાવેતર કરવું.
  • જોખમ નિવારવા આંતરપાક તરીકે કપાસ: જુવાર: તુવેર: જુવાર 6:1:1:1 અથવા 3:1:1:1 ના પ્રમાણ માં વાવો.
  • બીટી કપાસની ચારેબાજુ બીટી વગરના કપાસ લગાવવાથી ઝીંડવા ને નુકસાન કરતી ઇયળોમાં બીટી કપાસ પ્રત્યે પ્રતિરોધી ક્ષમતા વિકાસ થતી નથી.
  • કપાસની 10 હાર પછી દીવેલા અથવા ગલગોટાની એક હાર વાવવી. જે છોડને નુકસાનકર્તા કીટકને આકર્ષે છે અને પિંજર પાક તરીકે કામ કરે છે.
  • વરસાદ આધારિત ખેતીમાં ભેજ સાચવી રાખવા હારની વચ્ચે 3-5 કિલો અડદ અથવા મગ / એકર પ્રમાણે વાવવા અને વાવણીના 30 દિવસે ખેતરમાં ભેળવવા.

વાવણી ટૅક્નિક

જમીનની તૈયારી

  • ફૂગ અને ઇયળનો ઉપદ્રવ ઓછો કરવા ઉનાળામાં ઊંડી ખેડ કરી ગરમીમાં જમીનને તપાવવી જેનાથી ફૂગના બીજ અને ઇયળ મરી જાય.
  • ખેડ ઢાળની વિરુદ્ધ દિશામાં કરવી. દરેક હાર વચ્ચેના પાળા જમીનના ધોવાણમાં અવરોધરૂપ બને છે અને પાણીને જમીનમાં ઉતરવામાં વધુ સમય મળે છે.
  • પાક વાવણી માટે ખેતર ની સફાઈ કરી ઊંડી ખેડ કરવી અને જમીન ચકાસણી રિપોર્ટ પ્રમાણે ખાતર અને દ્રાવ્ય ખાતરો ની વ્યવસ્થા કરવી
  • વાવણી પહેલા શેઢાપાળા સાફ કરવા અને જીવાત ના યજમાન છોડ જેવા કે ગાડર, કાસકી, અંગેડો, જંગલી ભીંડો વગેરે નો નાશ કરવો

જાતો

આશાસ્પદ જાતો: મલ્લિકા બીટી, રાશી BG-2, વિક્રમ- 5, અજિત 155, ડોક્ટર સીડ્સ-સોલર76, રાસી સીડ્સ-રાસી 656, અંકુર સીડ્સ-જયાં વગેરે.

બીજ માવજત

  • વાવણી પહેલા બીજને 3-4 ગ્રામ થાયરમ / કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.
  • મૂળવિકાસ માટે બીજને મૂળવિકાસ ઉત્તેજક ( રૈલીગોલ્ડ ) @ 1 gm + ટ્રાઇકોડર્મા વિરડી @ 4 gm + સ્યુડોમોનાસ @ 10 gm / kg બીજ પ્રમાણે પટ આપો.
  • ખુણિયા ટપકાના પ્રાથમિક આક્રમણને ખાળવા સ્ટ્રેપ્ટોસાઇક્લિન @ 15 gm / 15 Ltr પાણીના દ્રાવણમાં બીજને 20 મિનિટ સુધી બોળી રાખવા.
  • ઓછા વરસાદની પરિસ્થિતીમાં સારા અંકુરણ માટે 1 kg બીજને 20 gm KCl / Ltr પાણીવાળા 650 ml દ્રાવણમાં 10 કલાક બોળી રાખી સુકવવા.
  • બીજને ઈમીડાક્લોપ્રીડ 7.5 ગ્રામ / કિગ્રા બીજ થાયામિથોક્ઝામ 2.8 ગ્રામ / કિલો બીજ પ્રમાણે પટ આપિને વાવેતર કરવાથી 1 મહિના ચુસીયા જીવાત થી રક્ષણ મળે છે.

વાવણી પદ્ધતિ

  • જો પિયતની સગવડ હોય તો તંદુરસ્ત અને ઝડપી વિકાસ માટે મે માસના બીજા પખવાડિયામાં અથવા જૂનના પહેલા પખવાડિયામાં વાવેતર કરવું.
  • હારમાં વાવણી ઉત્તર થી દક્ષિણ દિશામાં કરવી તેનાથી પાકને વધારે પ્રકાશ મળી શકે અને ઉત્પાદન વધે.
  • કપાસનું બીજ મોંઘું હોય છે માટે તેનું 4 થી 6 સેમી ઊંડાઈ એ થાણીને વાવેતર કરવું. વાવણી અંતર 4-5 x 2-3 ફૂટ રાખવું. ફળદ્રુપ જમીનમાં અંતર વધુ રાખવું. આ માટે 1 એકર માં 500-600 ગ્રામ બીજ જોઈશે.

નીંદણ નિયંત્રણ

  • નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત અને પાક ઉગ્યા પહેલા પેન્ડીમેથાલીન ( પેન્ડાલીન / સ્ટોમ્પ ) @ 7 ml / Ltr પાણી પ્રમાણે છાંટો.
  • વાવણી ના 60 દિવસ સુધી પાક ને નીંદણ મુક્ત રાખવો. વાવણી ના 30 અને 60 દિવસ પછી એક ખેડ અને હાથ વડે નીંદામણ કરવું.
  • ઊભા પાકમાં રાસાયણિક રીતે નીંદણ નિયંત્રણ માટે વાવણીના 30 દિવસ સુધી પાઇરીથાયોબેક સોડિયમ 10% EC ( હીટવીડ ) @20 મિલી / 15 લિટર પાણીમાં ભેળવી જમીન સંપૂર્ણ ભીંજાઇ જાય તે રીતે ઉલ્ટા પગે છાંટો.

પોષણ વ્યવસ્થા

દેશી ખાતર: વાવણીના 10 દિવસ પહેલા ચાસમાં 10 થી 12 ટન / એકર સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું. ખાતર વહેલા નાખવાથી સૂક્ષ્મતત્વો નો નાશ થાય છે.

રાસાયણિક ખાતર : પિયત કપાસમાં 24 kg નાઇટ્રોજન ( 120 kg એમોનિયમ સલ્ફેટ ) + 20 kg ફૉસ્ફરસ ( 125 kg SSP ) + 10 kg પોટાશ ( 16 kg MOP ) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપો.

બિનપિયત કપાસમાં 24 kg નાઇટ્રોજન ( 120 kg એમોનિયમ સલ્ફેટ ), 16 kgફૉસ્ફરસ ( 100 kg SSP ) + 10 kgપોટાશ ( 16 કિલો MOP ) / એકર વાવણી સમયે ચાસમાં આપો

બિનપિયત કપાસમાં સારા વિકાસ માટે વાવણીના 25 દિવસે 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ), 8 કિલો ફૉસ્ફરસ ( 50 કિલો SSP ) અને 10 કિલો પોટાશ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.

પિયત કપાસમાં સારા વિકાસ માટે વાવણીના 25 દિવસે 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ), 10 કિલો ફૉસ્ફરસ ( 62 કિલો SSP ) અને 10 કિલો પોટાશ ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.

બિનપિયત કપાસમાં સારા વિકાસ માટે વાવણીના 50 દિવસે 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ) અને 10 કિલો પોટાશ ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.

વાવણી ના 75 દિવસ પછી તંદુરસ્ત અને સારા વિકાસ 12 કિલો નાઇટ્રોજન ( 60 કિલો એમોનિયમ સલ્ફેટ ) + 10 કિલો પોટાશ ( 16 કિલો MOP ) / એકર મુજબ આપો.

પાણીમાં દ્રાવ્ય ખાતરો નો છંટકાવ

  • જિંડવાના સારા વિકાસ માટે જિંડવાના વિકાસ સમયે 8 દિવસ ના અંતરે બે વાર 13:00:45 પોટેશિયમ નાઇટ્રેટ @ 150 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.
  • જિંડવાના સારા વિકાસ માટે જિંડવા ની વિકાસ અવસ્થાએ કેલ્સિયમ નાઇટ્રેટ @ 225 ગ્રામ / 15 લિટર પાણી પ્રમાણે છાંટો.તે નાઇટ્રોજન શોષવાની શક્તિ વધારે છે.
  • જીંડવા ના આકાર અને વજન માં વૃદ્ધિ માટે 10 દિવસ ના અંતરે 3 વખત 100 gm NPK ( 0:52:34 ) + 30 ml હ્યુમિક એસિડ / 15 Ltr પાણી મુજબ છાંટો.
  • જીંડવાના સારા વિકાસ માટે 100 gm પાણીમાં દ્રાવ્ય સલ્ફેટ ઓફ પોટાશ ( 00:00:50 ) / 15 Ltr પાણી મુજબ જીંડવાના વિકાસના સમયે છાંટો.
  • જીંડવાના વજન અને રેસાની ગુણવત્તા વધારવા જીંડવા બનતી વખતે 100 gm 12:61:00 ( MAP ) + 15 ml ક્લોરમેકવેટ ક્લોરાઈડ / 15 Ltr પાણી મુજબ છાંટો.

વૃદ્ધિકારક

  • ફૂલોની સારી સંખ્યા અને ખરવાના નિયંત્રણ માટે NAA 4.5%SL ( પ્લેનોફિકસ / સુપેરાફીકસ ) @ 40 મિલી / એકર / 180 લિટર પાણી મુજબ છાંટો.
  • જીંડવા જલ્દી ખૂલે તે માટે પાન ખરવા જરૂરી છે. માટે 1 Ltr પેરાક્વોટ24SL ( ગ્રામોકઝોન / ગ્રામેક્સ ) / એકર / 200 Ltr પાણી મુજબ છાંટો.

પિયત

સારા વિકાસ માટે ગોરાડું જમીનમાં 15 દિવસના અંતરે અને ભારે જમીન માં 25 દિવસના અંતરે પિયત આપવું.

કટોકટીની અવસ્થાઑ

પાણી ની અછત ની પરિસ્થિતી માં એકાતરા ચાસે વારાફરથી પિયત આપવું. કટોકટીની અવસ્થાઓ- વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલ અવસ્થા અને જીંડવા વિકાસ અવસ્થા

જીવાત નિયંત્રણ

  • મિલિબગ : મિલીબગ ઉપદ્રવીત નીંદણ જેવા કે કોંગ્રેસઘાસ અથવા કપાસની સાંઠીઓને ફેબ્રુવારી માસ પહેલા બાળી અથવા જમીન માં દાટી નાશ કરવી. ચીકટો અસરગ્રસ્ત ખેતરમાં ઘેટાં બકરાં કે અન્ય ઢોર ને ચરવા માટે દાખલ થવા દેવા નહીં.પાકની સાંઠીઓને એકઠી કરીને ખેતરમાં જ બાળી નાશ કરવો.
  • ચીકટો ઉપદ્રવીત ખેતરમાં ઉપયોગ કરેલ ખેતઓજારોને તંદુરસ્ત ખેતરમાં ઉપયોગ કરતાં પહેલા બરાબર સાફ કરવા અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
  • મિલીબગને આવતા અટકાવવા માટે અવરોધ પાકના રૂપમાં મકાઇ, બાજરા અને જુવાર વાવવી અને વાવવા અને ગાડર, કાંસકી, જંગલી ભીંડી અને કાંગ્રેસ ઘાસ જેવા નિંદણનો નાશ કરવો.
  • તમારો પાક ચકાસો, જો ઉપદ્રવની શરૂવાત જણાય તો નિયંત્રણ માટે નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 2%, @ 10 kg / એકર પ્રમાણે જમીન અને અસરગ્રસ્ત છોડ ઉપર આપવો. જો ઉપદ્રવ વધુ હોય તો બુપ્રોફેજીન 25SC ( અપ્લુડ, બ્યુપ્રો, બુપ્લોન ) 30 ml 15 Ltr પાણીમાં ભેળવી છાંટો.
  • મોલોમશી : મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી 10 / પાન કરતાં ઓછી હોય તો કેતકીનો રસ @ 350 ml / 15 Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ ( કાન્ફીડોર, ટાટામીડા ) @ 3 ml / 10 Ltr પાણી કે થાયોમેથોક્ઝામ ( એક્તારા / અનંત ) @ 4 gm / 10 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 ml / 15 Ltr પાણી અથવા થાયોમેથોક્ષમ12.6% + લેંબડા-સાયહેલોથ્રીન 9.5% (અલિકા) @ 80 મિલી / 200 લિટર /એકરમુજબ છાંટો.
  • લીલા તડતડિયા : લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા 2 / પાન કરતાં ઓછી હોય તો કેતકીનો રસ @ 350 ml / 15 Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ ( કાન્ફીડોર, ટાટામીડા ) @ 3 ml / 10 Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા / અનંત ) @ 4 gm / 10 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે 1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 ml / 15 Ltr પાણી અથવા થાયોમેથોક્ષમ12.6% + લેંબડા-સાયહેલોથ્રીન 9.5% (અલિકા) @ 80 મિલી / 200 લિટર /એકરમુજબ છાંટો.
  • થ્રીપ્સ : થ્રીપ્સનો ઉપદ્રવ ઓગષ્ટ થી સપ્ટેમ્બર માસમાં વધુ જોવા મળે છે. જો ઉપદ્રવ 10 / પાન કરતાં વધુ હોય તો, ફિપ્રોનિલ 5SC ( રિજેંટ, રેબીડ, ફેક્સ ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC ( કોન્ફિડોર સુપર ) 30 મિલી / એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન 5EC ( કરાટે, રીવા ) @ 15-20 ml / 15 Ltr પાણી મુજબ છાંટો.
  • સફેદમાખી : સફેદમાખી પાનમાથી રસ ચૂસી કોકડવા ફેલાવે છે. જો તે પાન દીઠ 8-10 કરતાં વધુ હોય તો નિયંત્રણ માટે 20 ગ્રામ ડાયફેન્થિયુરોન ( પેગાસસ, પજેરો ) / 15 લિટર પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC ( ઓબેરોન ) @ 18 મિલી / 15 લિટર પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ 1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 ગ્રામ / 15 લિટર પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 મિલી / 15 લિટર પાણી અથવા પાઇરીપ્રોક્ષિફેન 10EC (સુમિલનોં) @ 500 મિલી / 200 લીટર પાણી / એકર મુજબ છાંટો.
  • પાન કથીરી : પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન 10EC ( મેજેસ્ટિક, મેજીસ્ટાર ) @ 25 ml / 15 Ltr પાણી અથવા 20 gm ડાયફેન્થિયુરોન ( પેગાસસ, પજેરો ) / 15 Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC ( ઓબેરોન ) @ 18 ml / 15 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ 1.8SC ( લાન્સરગોલ્ડ ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ ( ઉલાલા ) @ 6 ml / 15 Ltr પાણી પ્રમાણે છાંટો.
  • ઊધઈ : ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ 20EC ( ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC ( રેજંટ, સલ્વો ) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150 gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ 80 WG ( લેસેટા ) / એકર / 250 Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
  • કાતરા : કાતરા દિવસમાં જમીન માં સંતાઈ જાય છે અને રાત્રે નુકસાન કરે છે. તેને રોકવા ખેતરમાં કેટલીક જગ્યાએ સૂકા ઘાસની નાની ઢગલી કરવી, દિવસમાં ઇયળ ઘાસની ઢગલી નીચે હોય તેને ભેગી કરો અને મારી નાખો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ 20EC ( ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150 gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ 80 WG ( લેસેટા ) / એકર / 250 Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

રોગ નિયંત્રણ

  • બળિયા ટપકા : બળિયા ટપકાનો ઉપદ્રવ મોટેભાગે પાકની પાછલી અવસ્થાએ જોવા મળે છે. શરૂવાતમાં પાન પર બદામી રંગના ટપકા પડે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણ માં ઉપદ્રવ તીવ્ર બનતા પાન ખરી જાય છે. નિયંત્રણ માટે મેટાલેક્સિલ 8% + મેંકોજેબ 64 WP ( રિડોમિલ, સંચાર ) @ 30 gm / 15 Ltr પાણી અથવા બાઇટરલેટોન 25 WP ( બાયકોર ) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ ( કવચ, ડેકોનીલ ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ 250 EC ( ફોલિકુર, ટોર્ક) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63 WP ( સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.
  • સુકારો : સુકારો કાળી જમીનમાં વધુ દેખાય છે. તેને આવતો રોકવા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ 1.25 kg / એકર પ્રમાણે 250 લિટર પાણીમાં ઓગાળી મૂળ આસપાસ રેડો. રોગ દેખાય તો 150 gm કાર્બેન્ડેઝીમ / એકર મુજબ પિયત સાથે આપો.
  • ખુણિયા ટપકા : ખુણિયા ટપકાના પ્રાથમિક આક્રમણને ખાળવા સ્ટ્રેપ્ટોસાઇક્લિન @ 15 gm / 15 Ltr પાણીના દ્રાવણમાં બીજને 20 મિનિટ સુધી બોળી રાખવા.
  • રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન @ 1 gm + કોપરઓક્સિક્લોરાઈડ50WP ( બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ ) @ 45 gm / 15 ltr પાણી મુજબ છાંટો.
  • મૂળખાઈ : મૂળ નો સડો રોગ રેતાળ અને ગોરાડું જમીન માં વધુ દેખાય છે, નિયંત્રણ માટે 500 gm કોપરઓક્સિક્લોરાઈડ50WP ( બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ ) + 150 gm કાર્બેન્ડેઝીમ / એકર મુજબ પિયત સાથે આપો.

અન્ય સમસ્યાઓ

લાલ પાન: પાન લાલ થયા બાદ ખરી પડવાની સમસ્યાના મુખ્ય કારણો આ પ્રમાણે છે, રાત્રિનું તાપમાન ઓચિંતું નીચું જવું, પાણીની અછત અને પાનમાં નાઇટ્રોજન અને મેગ્નેશિયમની ખામી. નિયંત્રણ માટે 75 gm મેગ્નેશિયમ સલ્ફેટ + 75 gm યુરિયા + 5 ml સ્ટિકર 15 Ltr પાણીમાં ભેળવી છાંટો

કાપણી અને પછી ની માવજત

કાપણી સમય અને તકનિક

જીંડવા સંપૂર્ણ ખૂલ્યા બાદ તડકામાં વીણી કરવી, વીણી મોડી કરવાથી જીંડવા ખરી જાય છે જેનાથી રૂ ની ગુણવત્તા ઘટે છે.

અડધા ખુલેલા જીંડવાને તોડી લઈ તેને સુકવ્યા બાદ તેમાંથી રૂ કાઢવાથી હલકી ગુણવત્તા ધરાવતું રૂ મળે છે. તેથી આવી પધ્ધતિઓ ટાળવી. ગુણવત્તા જાળવવા તેને તડકામાં ના સુકવતા છાયડામાં સુકવો.

ગ્રેડિંગ: વધારે આવક મેળવવા કપાસની વીણી વખતે પાકને વધુ પડતાં ઝાકળ અને કચરાથી રક્ષણ આપવું. યોગ્ય રીતે સંગ્રહ કરવો. તેનું ગ્રેડિંગ કરી જ્યારે ભાવ વધારે હોય ત્યારે વેચવો.

પહેલી અને છેલ્લી વાવણીનાં કપાસની ગુણવત્તામા ખાસ્સો ફરક હોવાથી તેને અલગ રાખવો જોઇએ

કપાસની ગુણવત્તા મુજબ તેના ગ્રેડ બનાવી બજાર માં લઈ જવો. જે કપાસ સફેદ રંગનો, સુવાળો, ડાઘ કે અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજ મુક્ત અને 30 થી 35 મિલિમિટર તંતુની લંબાઈ વાળો હોય તેને સ્પેશલ ગ્રેડમાં મૂકવો. જે કપાસ સફેદ રંગનો, અડકતા સુંવાળો, ખુબજ ઓછી અશુધ્ધિવાળો, અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજમુક્ત, 28 થી 30 મિલિમિટર લાંબા તાંતણાવાળો હોય તેને સુપર ગ્રેડ નો ગણવો. જે કપાસ  રંગમા સફેદ ઝાંખુ, અડકતા મુલાયમ, ઑછા : વત્તા પ્રમાણમા અશુધ્ધિ, ડાઘ, અપરિપક્વ ભાગ, સંપૂર્ણ ભેજ મુક્ત હોય તેને એવરેજ ફેર ક્વાલિટી નો ગણવો..

સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વારીશ ખોખર ૯૭૧૪૯૮૯૨૧૯ -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate