ખેતકાર્યો |
ગુવાર |
દિવેલા |
જમીન |
ગુવારના પાકને સારા નિતારવાળી ગોરાડુ અને રેતાળ રતાળ જમીન ખૂબજ માફક આવે છે.
|
દિવેલાના પાકને સારા નિતારવાળી, ગોરાડુ અને રેતાળ જમીન ખૂબજ માફક આવે છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી ભારે કાળી જમીન માફક આવતી નથી. કારીય જમીન ઝોછી માફક આવે છે. મધ્યમ અચ્છીય જમીનમાં આ પાક લઈ શકાય છે. |
વાવણી સમય |
મધ્ય ગુજરાતમાં ઓગષ્ટના મધ્ય ભાગમાં કરવું હિતાવહ છે કારણ કે, આ વિસ્તારમાં ગુવારનું વાવેતર વહેલા કરવાથી વધુ વરસાદને કારણે ગુવારનો વાનસ્પતિક વિકાસ વધુ થાય છે અને શીંગોની સંખ્યા તેમજ લંબાઈમાં ઘડાટો થવાથી ઓછું ઉત્પાદન મળે છે. |
પિયત દિવેલાનું વાવેતર ૧૫ ઓગષ્ટની આસપાસ કરવાથી વોડીયા ઈયળનો ઉપદ્રવ ઘટે છે. વધુમાં મધ્ય ગુજરાતમાં દિવેલાનું વાવેતર ઓગષ્ટ તથા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામાં કરવાથી છોડની વૃદ્ધિ નિયંત્રણમાં રાખી શકાય છે. |
જાત |
ગુજરાત ગવાર - ૧
|
જી. સી. એચ - ૭ |
વાવણી અંતર |
૪૫ સે.મી. X ૧૦-૧૫ સે.મી.
|
પિયત દિવેલાનું હલ કી જમીનમાં વાવેતર કરવાનું હોય તો બે હાર વચ્ચે ત્રણ ફૂટ અને બે છોડ વચ્ચે બે ફૂટનું અંતર જાળવવું. જ્યારે ફળદ્રુપ જમીનમાં બે હાર વચ્ચે ૪ થી ૫ ફુટ અને બે છોડ વચ્ચે ૨ હટેનું અંતર રાખવું . |
બિયારણનો દર |
હેકટર દીઠ ૧૫-૨૦ કિ.ગ્રા.
|
થાણીને હેક્ટરે પ કિ.મા. અને ઓરીને હેકટરે ૮ થી ૧૦ કિ.ગ્રા. |
ખાતર વ્યવસ્થા |
ગુવારનું વાવેતર હલકી રેતાળ જમીનમાં કરવામાં આવે ત્યારે હેક્ટરે ૧૦ થી ૧૨ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું જરૂરી છે. ગુવારના પાકને હેકટર દીઠ અનુક્રમે ૨૦, ૪૦ અને ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે. |
વધુ ઉત્પાદન મેળવવા હેકટરે ૨૦-૨૫ ગાડી સારૂ ખાતર ઉપલબ્ધ ન હોય તો શણનો લીલો પડવાશ કરી શકાય. પિયત દિવેલામાં હેકટરે ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને પ૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે જે પૈકી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ફોસ્ફરસનો તમામ જથ્થો પાયાના ખાતર તરીકે જયારે બાકીનો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં અનુક્રમે ૩૦,૩૦ અને ૨૦ કિ.મી. પ્રતિ હેક્ટર પ્રમાણે વાવણી બાદ ૩૦, ૭૦ અને દિવસે આપવો.
|
પિયત વ્યવસ્થા |
ચોમાસા દરમ્યાન વરસાદનું પ્રમાણ અને વહેંચણી વ્યવસ્થિત હોય તો ગુવારના પાકને પાણીની જરૂરીયાત રહેતી નથી. વરસાદ અનિયમિતતાના સંજોગોમાં ડાળી અવસ્થા અને ગો બેસવાની અવસ્થાએ પૂરક પિયત આપવા જરૂરી બને છે.
|
મધ્ય ગુજરાતની કાળી જમીનમાં દિવેલાના પાકને ચાર પિયત આપવાની ભલામણ છે. જેમાં પ્રથમ પિયત વરસાદ બંધ થયા બાદ ૪ દિવસે, બીજે પિયત પ્રથમ પિયતબાદ ૨૦-૨૫ દિવસે અને બાકીના બે પિયત ૩૦ દિવસના ગાળે ઝાપવા. પાણીની તિવ્ર અછનવાળા વિસ્તારમાં ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ કરતા ૨૪ ટકા પાણીની બચત સાથે ૩૬ ટકા વધુ ઉત્પાદન મળે છે. આ પદ્ધતિમાં આંતરે દિવર્સ ઓક્ટોબર તેમજ નવેમ્બર માસમાં ૪૦ મિનિટ તથા ડિસેમ્બર તેમજ જન્યુઆરી માસમાં ૩0 મિનિટ પાણી આપવું.
|
નિંદણ નિયંત્રણ |
આ માટે પાકને શરૂઆતના ૩૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જરૂરી છે. આ માટે એથી બે વખત હાથથી નીંદામણ તેમજ આંતરખેડ કરવી જરૂરી છે. ગુવારના પાકની વાવણી બાદ અને ઉગતા પહેલા નીંદણનાશક દવા પેન્ડીમીયાલીનનો ૦.૭પ કિ.મા. હેકટર સક્રિય તત્ત્વ પ૦લિટર પાણી પ્રમાણો. છંટકાવ કરવાથી પણ શરૂઆતની અવસ્થામાં પાકને નીંદણમુક્ત રાખી શકાય છે. દવાના છંટકાવ વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે
|
વાવણી પછી દિવેલાના પાકને શરૂઆતના ૬૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જરૂરી છે. આ માટે બે થી ત્રણ આંતરખેડ અને નીંદામણ કરવું જોઈએ. મજુરોની અછત હોય તેવા સંજોગોમાં હેક્ટરે એક કિ.ગ્રા.પેન્ડીમિથાલીન પ00 લિટર પાણીમાં ભેળવી દિવેલાની વાવણી બાદ અને ઉગતા પહેલા જમીન ઉપર છંટકાવ કરવો. દવાના છંટકાવ વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.
|
પાક સંરક્ષણ |
|
|
કાપણી અને સંગ્રહ |
|
|
સ્ત્રોત : શ્રી આર.વી.હજારી, શ્રી એસ.ડી.પટેલ, શ્રી એ.કે.મહિડા, ડૉ. વી.વી.સોનાની
કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી,આણંદ
કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020