অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મકાઈ પાકની ટપકાંવાળી લશ્કરી ઈયળની ઓળખ અને નિયંત્રણ

મકાઈ પાકની ટપકાંવાળી લશ્કરી ઈયળની ઓળખ અને નિયંત્રણ

તાજેતરમાં મકાઈના પાકમાં ટપકાંવાળી લશ્કરી ઈયળ, સ્મોડોપ્ટેરા ફુજીપડુ નામની જીવાત જોવા મળેલ છે. આ જીવાત બહુભોજી હોવાથી ભવિષ્યમાં બીજા પાકમાં પણ પગપેસારો કરવાની પુરી શક્યતાઓ છે. હાલમાં આ જીવાત અંગેનો સર્વે કરતાં મોટા ભાગના જીલ્લાઓમાં તેનો ઉપદ્રવ જણાયેલ છે. અતિશય ઠંડી. આ જીવાત સહન કરી શકતી નથી. પરંતુ આપણે ત્યાં ઠંડીનું પ્રમાણ માફકસર હોવાથી તેની વસ્તી વધવાની પુરી શક્યતાઓ જણાય છે.

યજમાન પાકો :

આ જીવાત જુદી જુદી ૮ થી ૧00 જેટલી વનસ્પતિઓ ઉપર નભે છે. આ જીવાત જુદા જુદા દેશોમાં મકાઈ ઉપરાંત કપાસ, તમાકુ, ડાંગર, મગફળી, જુવાર શાકભાજી, ફળપાકો વગેરેમાં નુકસાન કરતી જોવા મળેલ છે.

નુકસાન :

તાજી જન્મેલી ઈયળો મકાઈના કુમળા પાન ઉપર ઘસરકા કરી તેમાંથી હરિતકણો ખાય છે. મોટી ઈયળો મકાઈના છોડની ભૂંગળીમાં રહી છોડને નુકસાન કરે છે જેથી પાન ઉપર નાનાં નાનાં છિદ્રો દેખાય છે. ઈયળો વિકસતાં ડોડામાં કાણું પાડી દાખલ થઈ દાણા ખાયને નુકસાન કરે છે. ઘણી વખત થડમાં પણ કાણું પાડી નુકસાન કરે છે. ક્યારેક એક છોડ ઉપર એક કરતાં વધારે ઈયળો પણ જોવા મળે છે.

જીવનચક્ર :

આ જીવાત ઈંડા, ઈયળ, કોશેટો અને ફૂદું (પુષ) એમ જુદી જુદી ચાર અવસ્થામાંથી પસાર થાય છે. માદા ફૂદું પાનની નીચેની બાજુએ સમૂહમાં ઈંડા મૂકે છે. આ ઈંડાનો સમૂહ પાન ખાનારી લશ્કરી ઈયળ (પ્રોડેનીયા) ના જેવો જ હોય છે પણ ઈંડાના સમૂહ ઉપર રાખોડી રંગની રૂંવાટી હોય છે. એક સમૂહની અંદર ૧૦૦ થી ૨૦૦ ઈંડા હોય છે. ઈંડા ૦.૪ મિ.મી. વ્યાસ ધરાવતા ગોળાકાર હોય છે જેનું ૨ થી ૩ દિવસમાં સેવન થતાં પ્રથમ અવસ્થાની કાળા માથાવાળી નાની ઈયળ નિકળે છે.

આ જીવાતનું નર ફૂદું પાન ખાનારી લશકરી ઈયળ (પ્રોડેનીયા) જેવું જ દેખાય છે પરંતુ તેની અમ્રપાંખો ઉપર બહારના ખૂણા પર સફેદ ટપકું ધરાવે છે તથા અગ્ર પાંખના મધ્યભાગે ઘાટી બદામી રંગનું ત્રિકોણાકાર ધાબુ હોય છે. જે તેને પ્રોડેનીયા નામની જીવાતથી જુદું પાડે છે. માદા ફંદાની અમ્ર પાંખ ઉપર આવા કોઈ નિશાન હોતા નથી અને તે ભૂખરા રંગની હોય છે. જ્યારે બંને ફૂદાંની પાર્શ્વ પાંખો સફેદ પડતા રંગની અને બદામી રંગની કિનારી ધરાવે છે. આ જીવાતના ફંદા 100 કિ.મી. દિવસ અને પ00 કિ.મી/પેઢી જેટલું અંતર કાપી શકે છે એટલે કે આ જીવાત ખૂબ જ ઓછા સમયમાં ઘણા મોટા વિસ્તારમાં ફેલાઈ શકે છે.

સંકલિત જીવાત વ્યવસ્થાપન :

આ જીવાતને કાબૂમાં રાખવા અને વધારે વિસ્તારમાં પ્રસરતી રોકવા નીચે દર્શાવેલ પગલા લેવા ખૂબ જ આવશ્યક છે.

  1. લીમડાનો ખોળ રપ૦ કિ.ગ્રા. હેકટર પ્રમાણે જમીનમાં નાખવાથી કોશેટામાંથી ફૂદાં નીકળતાં અટકશે.
  2. પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવા.
  3. મકાઈનો પાક વારંવાર નવાવતાં પાકની ફેરબદલી કરવી.
  4. પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતનાં પુણને આકર્ષી નાશ કરવો.
  5. આ જીવાતના નર ફૂદાં આકર્ષતા ફેરોમેન ટ્રેપ (ઉપલબ્ધ થયેથી) પ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા.
  6. ઈંડાના સમૂહ અને જુદા જુદા તબક્કાની ઈયળોનો હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો.
  7. ઉપદ્રવની શરૂઆતમાં બેસિલસ યુરીન્ઝીન્સીસનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બ્યુરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા ન્યુમેરીયા રીલી નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લિ. પુર્ણ ઈયળ ૩૮ થી ૫૧ મિ.મી. લાંબી હોય છે જે ખૂબ જ ખાઉધરી હોય છે અને પાકને ખૂબ જ નુકસાન કરે છે. ઈયળ અવસ્થા ૧૪ થી ૩૦ દિવસની હોય છે જેનો આધાર તાપમાન ઉપર રહેલો છે. પુષ્ય ઈયળના શરીરના આઠમા ખંડ ઉપર નરી આંખે જોઈ શકાય તેવા ચોરસ આકારે ગોઠવાયેલા કાળા રંગના ઉપસેલા ચાર ટપકાં હોય છે અને ઈયળના માથા ઉપર સફેદ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧% ઈ.સી.) થી ૪૦ મિ.લિ. ૦.૧૫ ઈ.સી.) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી અને ડોડા ભીજાય તે રીતે છંટકાવ કરવો.
  8. વધુ ઉપદ્રવ હોય તો કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ એસજી ૪ ગ્રામ અથવાીનોસાડ ૪૫ એસસી. ૩ મિ.લિ. અથવા કલોરાન્દ્રાનિલીમોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભુંગળી અને ડોડા પર વ્યવસ્થિત છંટકાવ થાય તેની કાળજી લેવી. જરૂર જણાય તો અઠવાડિયા પછી બીજો છંટકાવ કરવો.
  9. વિષ પ્રલોભિકા (૧ એકર માટે ૧૦ કિ.ગ્રા. ડાંગરનું ભૂસુ + ૨ કિ.ગ્રા. ગોળનું દ્રાવણ બનાવી મિક્સ કરી એક રાત્રિ સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં ૧૦૦ ગ્રામ થાયોડિકાર્બ ૭૫ ડબલ્યુપી બરાબર ભેળવવું) મકાઈના દરેક છોડની ભૂંગળીમાં આપવી.
  10. પાક કાપી લીધા બાદ જડીયાં અને કચરો સેન્દ્રિય ખાતર બનાવવાના ઉપયોગમાં લેવો.
  11. જમીનમાં ઊંડી ખેડ દિવસ દરમ્યાન કરવી જેથી તેમાં રહેલ કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે.
  12. ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી.

વધુમાં જો આ જીવાતનો ઉપદ્રવ આપના ખેતરમાં હોય તો તાત્કાલિક નજીકના ખેતીવાડી ખાતાની કચેરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટીના કેન્દ્ર વિભાગનો નમૂના સાથે સંપર્ક કરવો અને દરેક ખેડૂત મિત્રોએ ઉપર દર્શાવેલ પગલાં અવશ્ય લેવાં જેથી આ જીવાતનો નાશ કરવામાં સફળતા મળી શકે. નોંધ :

  1. રાસાયણિક કીટનાશકનાં છંટકાવ અને કાપણી વચ્ચે પૂરતો સમયગાળો જાળવવો.
  2. લીલા ઘાસચારા માટે મકાઈનું વાવેતર કરેલ હોય તો રાસાયણિક કીટનાશકનો છંટકાવ ટાળવો.ઉંધો ‘Y' આકાર જોવા મળે છે જેના આધારે આ જીવાત ઓળખી શકાય છે. આ ઈયળોમાં અંદાજીત ૪૦ ટકા જેટલું સ્વજાતિભક્ષણ જોવા મળે છે.  પુષ્ય ઈયળ જમીનમાં જઈ માટીનું કવચ બનાવી તેમાં કોશેટા અવસ્થા ધારણ કરે છે પરંતુ કેટલીક વખત છોડની ભૂંગળી કે ડોડામાં વેર જેવા ભાગનું કવચ બનાવી તેમાં કોશેટા અવસ્થા ધારણ કરે છે. કોશેટા અવસ્થા ૭ થી ૩૭ દિવસની હોય છે જે તાપમાન ઉપર આધારિત છે.

strot: શ્રી ડી. બી. સિસોદિયા ,શ્રી બી. એલ. રઘુનંદન ,શ્રી સી. પી. શેવાલે ,શ્રી બી.જી, ટીંબડીયા , ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૨૫૭૧૩ / ૨૨૫૭૧૪

કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate