વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મકાઈ

મકાઈ વિશેની માહિતી આપવામાં આવેલ છે

મકાઈનો પાક ભારતમાં ઘઉ અને ડાંગર પછી ત્રીજા ક્રમનો મહત્વનો ધાન્ય પાક ગણાય છે. વિશ્વ કક્ષાએ મકાઈનો સૌથી મોટો ઉત્પાદક દેશ અમેરિકા છે. જે વિશ્વના કુલ ઉત્પાદનનો લગભગ ૪૨% હિસ્સો ધરાવે છે. મકાઈના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ક્રમ છઠો છે. ભારતમાં મકાઈનું વાવેતર ૮૬.૭૦ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૨૨૨.૬૦ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સને ૨૦૧૨-૧૩ માં ૪.૫૮ લાખ હેકટરમાં વાવેતર થયેલ જેમાં થી ૭.૯૦ લાખ ટન ઉત્પાદન મળેલ. ભારત દેશમાં મકાઈની ઉત્પાદકતા ૧૮૨૭ કિ.ગ્રા./હે છે. ગુજરાત રાજ્યમાં દાહોદ, પંચમહાલ અને વડોદરા જીલ્લા મકાઈના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

 

ગુજરાતમાં મકાઈની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં આવેલ છે.

પત્રક-૧ : મકાઈનું ખેતી ખર્ચ ( હેકટર દિઠ )

ક્રમ

વિગત

યુનિટ

જથ્થો

ખર્ચ $

કુલ ખર્ચના

(%)

મજુર

( ભાડાના )

માનવ દિન

૩૭.૦૦

૫૭૩૭

૧૯.૧૯

બળદ

જોડી / દિંન

૪.૦૦

૧૪૭૪

૪.૯૩

બિયારણ

કિલો

૨૫.૫૦

૮૯૩

૨.૯૯

છાણિયુ ખાતર

ટન

૩૦૦૮

૨૨૩૬

૭.૪૮

રાસાયણીક ખાતર

 

 

૨૩૭૨

૭.૯૪

પિયત

 

 

૦.૦૦

જંતુનાશક / રોગનાશક દવા

 

 

૫૯૧

૧.૯૮

પરચુરણ ખર્ચ

 

 

૨૮૯૦

૯.૬૭

ઘસારો

 

 

૪૦૮

૧.૩૭

૧૦

ચાલુ મુડીનું વ્યાજ

 

 

૬૬૪

૨.૨૨

૧૧

ખર્ચ – એ

 

 

૧૭૨૬૫

૫૭.૭૭

૧૨

પોતાની જમીનનું ભાડુ

 

 

૫૧૮૩

૧૭.૩૪

૧૩

સ્થાયી મુડીનું વ્યાજ

 

 

૩૦૧

૧.૦૧

૧૪

ખર્ચ – બી

 

 

૨૨૭૫૨

૭૬.૧૨

૧૫

મજુર

( ઘરના )

માનવ દીન

૩૧.૨૫

૪૪૧૯

૧૪.૭૯

૧૬

ખર્ચ – સી

 

 

૨૭૧૭૧

૯૦.૯૧

૧૭

વ્યવ્સ્થાપન ખર્ચ

 

 

૨૭૧૭

૯.૦૯

૧૮

ખર્ચ – સી

 

 

૩૯૮૮૮

૧૦૦.૦૦

કુલ મજુર ( ૧ + ૧૫ )

માનવ દિન

૬૮.૨૫

૧૦૧૫૬

૩૩.૯૮

 

પત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે મકાઈ ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૧૭૨૬૫, ૨૨૭૫૨, ૨૭૧૭૧ અને ૨૯૮૮૮ પ્રતિ હેકટર થયેલ જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ( $ ૧૦૧૫૬ ), પોતાની જમીનનું ભાડુ ( $ ૫૧૮૩ ) અને છાણીયુ ખાતર ( $ ૨૩૭૨ ) નો સમાવેશ થાય છે.

પત્રક – ૨ : મકાઈની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ)

મુખ્ય ઉત્પાદન

જથ્થો (કિવન્ટલ/હે)

૧૫.૬૧

ભાવ (કિવન્ટલ/હે)

૧૪૩૪

આવક

૨૨૩૮૪.૭૪

ગૌણ ઉત્પાદન

જથ્થો (કિવન્ટલ/હે)

૨૯.૫૩

ભાવ (કિવન્ટલ/હે)

૮૯.૪૩

આવક

૨૬૪૧

કુલ આવક

( $ )

૨૫૦૨૬

પત્રક-૨ મુજબ મકાઈનું મુખ્ય ઉત્પાદન ( દાણા ) ૧૫.૬૧ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૨૯.૫૩ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને મકાઈનો સરેરાશ ભાવ ૧૪૩૪ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૮૯ $/કવીન્ટલ મળેલ. આમ ડાંગરની ખેતીમાં મુખ્ય આવક ૨૨૩૮૫ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૨૬૪૧ $/હેકટર મળીને કુલ આવક ૨૫૦૨૬ $/હેકટર થયેલ.

પત્રક – ૩ :  મકાઈની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ($/કિવન્ટલ) તથા આવક : જાવક ગુણોતર

વિગત

નફો (રૂપિયા)

ઉત્પાદન ખર્ચ (રૂપિયા/કિવન્ટલ)

આવક – ખર્ચનો ગુણોતર

ખર્ચ – એ

૭૭૬૧

૯૮૯

૧:૧.૪૫

ખર્ચ – બી

૨૨૭૪

૧૩૦૪

૧:૧.૧૦

ખર્ચ – સી૧

- ૨૧૪૫

૧૫૫૭

૧:૦.૯૨

ખર્ચ – સી૨

- ૪૮૬૨

૧૭૧૩

૧:૦.૮૪

પત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૭૭૬૧ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૪૮૬૨ પ્રતિ હેકટર થયેલ. મકાઈની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૧૭૧૩ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૪૩૪ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ ( ખર્ચ – સી૨ ) સામે ૧:૦.૮૪ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૧૬ પૈસા ની ખોટ થયેલ.

સ્ત્રોત :ડો. એ. એસ. શેખ , પ્રો. રચના કુમારી બંસલ , ડો. વી. કે ગોંડલીયા , ડો. કે. એસ. જાદવ , ડૉ. એન. વી. સોની-  કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : ( ૦૨૬૯૨ ) ૨૬૪૯૫૦

પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦

ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ , ઓક્ટોબર – ૨૦૧૬

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦

2.84
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top