નવીન જાતો યાંત્રિકરણ, રાસાયણિક જૈવિક ખાતરો, દવાઓ તથા માહિતી તજજ્ઞતા ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓના લીધે આપણો દેશ વસ્તી માટે પૂરતું અનાજ તથા જરૂરી અનામત જથ્થો પણ ધરાવે છે. ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે ભારતે ખૂબ ઝડપી પ્રગતિ સાધીને અચોક્કસ વસ્તીના થતા વધારા માટે ખાદ્યાન્ન પુરા પાડી દેશમાં સામાજીક અને આર્થિક વિકાસમાં અદ્વિતીય સિદ્ધિ મેળવેલ છે. રાષ્ટ્રીય ઉત્પાદકતાની સરખામણીમાં આપણા રાજયની ઉત્પાદક્તા બમણી છે. આપણા રાજ્યમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જીલ્લાઓ ઘઉંના વાવેતરમાં મોખરે છે.
ઘઉંના પાકમાં લગભગ ૨૪ જેટલી જુદી જુદી જીવાતો નોંધાયેલ છે જેમાંની ઊધઈ, લીલી ઈયળ, ખપૈડી, મોલો-મશી, ગાભમારાની ઈયળ તથા કલીક બીટલ (વાયરવર્મ) જેવી જીવાતો રાજયના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે.
ક્લીક બીટલ એ જમીનજન્ય નુકસાનકારક જીવાત છે જે પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. આ જીવાતથી લગભગ ૬૦ થી ૭૦ ટકા જેટલુ નુક્સાન નોંધાયેલ છે. આ જીવાતના પુણને સામાન્ય રીતે સ્પર્શ કરતા તે હવામાં એકાદ ફૂટ ફૂદકો લગાવે છે. તે સમય ટક-ટક (ક્લીક) જેવો અવાજ પેદા કરે છે જેથી ક્લીક બીટલ તરીકે ઓળખાય છે. રાજ્યના ભાલ વિસ્તારમાં બિનપિયત ઘઉંના પાકમાં આ જીવાતથી થતા નુકસાનની માત્રા વધારે જોવા મળે છે, જેથી તેને કાબૂમાં લેવા માટેના યોગ્ય પગલાં વિષેની માહિતી આ લેખમાં દર્શાવેલ છે.
આ જીવાતનું પુષ પાતળું, નળાકાર અને કાળાશ પડતા ભૂખરા રંગનું ચપટું આવરણ તેમજ ૩ જોડ પગ ધરાવે છે. આ જીવાતના ઇંડા સફેદ રંગના અને ૦.૫ મિ.મી. નો વ્યાસ ધરાવે છે જે સહેલાઈથી નરી આંખે જોઈ શકાતા નથી. ઈંડામાંથી નીકળતી ઈયળ સફેદ રંગની તથા પૂર્ણ વિકસિત ઈયળ ૧૪ થી ૧૯ મિ.મી. લંબાઈ ધરાવે છે તેમજ શરીર પર સૂમ વાળની રચના હોય છે જે વાયરવર્મ તરીકે ઓળખાય છે, કોશેટા પણ સફેદ રંગના અને ૧.૨ સે.મી. જેટલી લંબાઈ ધરાવે છે.
માદા કીટક સમાગમ બાદ ૨-૪ દિવસમાં પ, થી ૩૫૦ ની સંખ્યામાં છૂટાછવાયા અથવા જૂથમાં ૨.૫ થી ૧૫ સે.મી.ની ઊંડાઈએ જમીનમાં ઈંડાં મૂકે છે. સાનુકૂળ વાતાવરણમાં ઈંડા ૩ થી ૪ અઠવાડીયા બાદ સેવાય છે.
ઈયળ અવસ્થા ૨ થી ૫ વર્ષ સુધી જમીનમાં જીવી શકે છે તથા બીજ અને પાકનો જમીનની અંદરનો ભાગ ખાય છે.
ઈયળ જમીનમાં ૧ થી ૫ ફૂટની ઊંડાઈએ જોવા મળે છે. | ઉનાળાના મધ્ય ભાગમાં પૂર્ણ વિકસિત ઈયળ જમીનમાં કોશેટો બનાવે છે જેની અવસ્થા ૩ અઠવાડીયા જેટલી હોય છે, ઉનાળાના અંત ભાગમાં કોશેટામાંથી પુH (બીટલ) બહાર આવે છે.
બટાટા, ઘઉં, ગાજર, સ્ટ્રોબેરી, જવ, હલકા ધાન્યપાકો, તડબૂચ શક્કરટેટી વગેરે.
આ જીવાતની ઈયળ અવસ્થા શરૂઆતમાં બીજને ખાઈને નુકસાન કરે છે, જેથી ઉગાવો ઘટે છે. ઈયળ પાકના મૂળ અને થડનો જમીનની નજીકનો ભાગ ખાઈને નુક્સાન કરે છે, અંકુરણ પામતા બીજને વધુ નુકસાન કરે છે, પુH (બીટલ) નહિવત નુક્સાન કરે છે. આ જીવાતનું નુક્સાન પાકની શરૂઆતની અવસ્થાએ જોવા મળે છે જે ઘણીવાર ખેડૂતો તેને ઊધઈથી થતું નુકસાન માની લે છે. ઘણીવાર ઈયળ પાકના જમીનથી નજીકના ભાગમાં કાણું પાડી ઉપર બાજુ થડમાં ગેલેરી ભૂંગળી) બનાવે છે, ઓમ, મૂળ તેમજ થડને નુકસાન થવાથી છોડની વૃદ્ધિ અટકી પડે છે અને છેવટે સૂકાઈને નાશ પામે છે.
શ્રી સિદ્ધવ જે. ચૌધરી, શ્રી નિરવ જે. ચૌધરી , ડૉ. એફ. કે. ચૌધરી ચી.૫. કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદારકૃષિનગર-૩૮૫૫૦૬ ફોન: (૦૨૭૪૯) ૨૩૮૪૧૩,કૃષિગોવિધા, નવેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૭ સળંગ અંક : ૮૪૭
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020