অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સીતાફળની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

પાકનું મહત્વ :

સીતાફળ પાનખર પ્રકારનો સુકા અને અર્ધસુકા વિસ્તાર માટેનો ખૂબ જ અગત્યનો પાક છે. આ પાક ખડતલ પ્રકારનો, ખારી–ભાસ્મીક કે ક્ષારવાળી જમીન તેમજ દૂષ્કાળ સહન કરી શકતો પાક છે. આમ આ પાક બધાજ પ્રકારની જમીન તેમજ ભિન્ન પ્રકારના વાતાવરણમાં અનુકુળ છે. આ પાક ફેબ્રુઆરી–માર્ચ દરમ્યાન તમામ પાંદડા ખેરવી નાંખી આરામમાં જાય છે અને તેથીજ તે સુકા અને અર્ધસુકા વિસ્તાર માટે વધુ અનુકુળ છે.

સીતાફળનું મૂળ વતન અમેરિકા માનવામાં આવે છે. ભારતનાં પ્રાચીન સાહિત્યમાં પણ  સીતાફળનાં પ્રમાણો જેાવા મળે છે. પુરાણી શિલ્પ કળાઓ તથા ચિત્રોમાં સીતાફળ દર્શાવાયેલા જોવા મળે છે. આ પાકનું વાનસ્પતિક નામ એનોના સ્કવામોસા F (Annona squamosa) છે. તે એનોનેસી (Annonaceae કુળની વનસ્પતિ છે. તેના પાન તથા કુણી ડાળીઓમાં એનાનોઈન નામનું કડવું રસાયણ હોય છે, જેના કારણે પશુઓ તેને ખાતા નથી.

સીતાફળના પાકનું મહત્વ ખુબ જ છે. આ ફળના માવામાં ખાસ કરીને ખાંડ (ર૦–રપ%), પ્રોટીન(૧.પ%), ફાયબર(૬.૬%), કેલ્શીયમ(૧૭.૬–ર૭ મી.ગ્રા) ફોસ્ફરસ(૧૪–૩ર મી.ગ્રા), લેાહ (૧.૧૪ મી.ગ્રા), વીટીમીન સી (૧પ–૪૪ મી.ગ્રા) હોય છે. આમ આ પાક ઘણા બધા પોષક તત્વો સારી એવી માત્રામાં ધરાવે છે.

સીતાફળ આરોગ્યની દ્રષ્ટિએ ઠંડક આપનાર, ધાતુપુષ્ટિ કરનાર, વાતપિત તથા દાહને મટાડનાર તથા માંસ અને લોહી વધારનાર છે. આ ફળનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવામાં પણ થાય છે. સીતાફળનાં બીજમાં લગભગ ૩ ટકા જેટલું તેલ હોય છે. જે જંતુધ્ન હોવાથી રંગકામ, સાબુ બનાવવા તથા અન્ય ઉપયોગમાં પણ લઈ શકાય છે. સીતાફળ ખૂબ જ મીઠા સ્વાદિષ્ટ હોય છે.

સીતાફળના ઉપયોગો :

 • સામાન્ય રીતે આ પાકના તાજા ફળોનો ખાવામાં ઉપયોગ થાય છે.
 • આઈસ્ક્રીમ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.
 • તેના પાંદડા ટેનીન તેમજ બ્લ્યુ અને કાળા કલરનો રંગ બનાવવામાં ઉપયોગી છે.
 • સીતાફળના પાંદડાનો ઉકાળો, કૃમિ તેમજ પાંદડામાંથી બનાવેલ પેસ્ટ ચાંદા મટાડવામાં કામ લાગે છે.
 • કાચા ફળોમાં પણ ટેનીનની માત્રા હોય છે જેની સુકવણી કરી પાવડર બનાવવામાં આવે છે. જે અતિસાર અને  મરડો મટાડવામાં કામ લાગે છે.
 • સીતાફળની ડાળીઓની છાલનો ઉકાળો પણ ટોનીક તરીકે તેમજ મરડો મટાડવા માટે ઉપયોગી છે.
 • પાંદડા,  છાલ અને લીલા ફળનો ઉકાળો પણ બનાવવામાં આવે છે.

સીતાફળનો વિસ્તાર :

ભારતમાં ખાસ કરીને આંધ્રપ્રદેશ, બિહાર, આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરીસ્સા, રાજસ્થાન, તામીલનાડુ અને ગુજરાત રાજયના સુકા અને અર્ધસુકા વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં પણ ખાસ કરીને કચ્છ–સૌરાષ્ટ્રના કેટલોક ભાગ આ પાકની ખેતી માટે અનુકુળ છે. ગુજરાત રાજયનો ૭૦ ટકા વિસ્તાર સૂકા અને અર્ધ સૂકા વિસ્તાર હેઠળ છે. આ વિસ્તારમાં થતાં ફળપાકો  બોર, દાડમ, જામફળ, આમળા, ખારેક વગેરે પાકો પોત પોતાની કક્ષાએ આગવું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે સીતાફળ જંગલી પાક ગણાય છે, પરંતુ આ પાક થોડા ખર્ચે, ઓછી કાળજીથી થતા અને વધુ  આવક મળતાં હવે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારનાં  બાગાયતદારોનું ધ્યાન ખાસ્સુુ ખેચાવા લાગ્યું છે આથી તેની વ્યાપારીક ધોરણે ખેતી થવા લાગી છે. ગુજરાત રાજયમાં  અમદાવાદ, ભાવનગર, ખેડા, પંચમહાલ, જૂનાગઢ વગેરે જીલ્લાઓમાં વાવેતર થાય છે. તેમજ સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ વગેરે જીલ્લાનાં આદિવાસી વિસ્તારોમાં સીતાફળ કુદરતી પરિસ્થિતિમાં થાય છે. સીતાફળનો ગુજરાત રાજયનો કુલ વિસ્તાર પ૩૮૧ હેકટર અને ઉત્પાદન પપ૬ર૧ મે. ટન છે. જીલ્લાવાર જોઈએ તો સૌથી વધુ વિસ્તાર ભાવનગર જીલ્લામાં ૧૭પ૦ હેકટર છે. તેવીજ રીતે તેનું સૌથી વધુ ઉત્પાદન પણ આજ જીલ્લામાં છે.

હવામાન અને જમીન :

હવામાન : સીતાફળ ઉષ્ણકટિબંધનો ફળપાક છે પણ સમશીતોષ્ણ કટિબંધમાં પણ થઈ શકે છે. તેને ગરમ તથા ભેજવાળું હવામાન તથા શિયાળાની શરૂઆતનું સહેજ ઠંડુ વાતાવરણ માફક આવે છે. દ્યણી વખત વધુ પડતી ઠંડીથી પાકવાની ક્રિયા પર માઠી અસર થાય છે. જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની સીતાફળના પાક પર વાતાવરણની અસર પર થયેલ સંશોધન મુજબ આ પાક ૩૦ થી ૩પ સે. તાપમાન, ૭પ થી ૯૦ ટકા ભેજ તેમજ ૬૦૦ થી ૧૪૦૦ મીમી વરસાદમાં થાય છે. ચોમાસા સિવાયના વરસાદના કારણે તેની ફુલ આવવાની પ્રક્રિયા પર ખરાબ અસર થાય છે. ચોમાસા દરમયાન અતિ ભારે વરસાદના કારણે ચિટકો નામની જીવાતનો ઉપદ્રવ પણ દ્યટે છે. સીતાફળમાં તેની આરામ અવસ્થા બાદ ત્રણ વખત ફુલ આવે છે. જેમાં પ્રથમ બે ફુલ અવસ્થા દરમ્યાન ફળો બેસતા નથી. પરંતુ જુન–જુલાઈ માં આવતા ફુલો પર ફળો બેસે છે. આ સમયે માફકસરનું તાપમાન અને ભેજ હોવા જરૂરી છે. સુકા અને ગરમ પવનોથી ફળ ઓછા બેસે છે. ફુલ તેમજ ફળ ધારણ અવસ્થાએ અતિભારે વરસાદ હોય ત્યારે પણ ફળો ભૃણ અવસ્થાએ ખરી પડે છ. અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.

જમીન :સીતાફળનો પાક વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે. ડુંગરની પથરાળ જમીનમાં કુદરતી રીતે પણ થાય છે.  પરંતુ રેતાળ અને કાંપવાળી જમીનમાં આ પાક સારો થાય છે. ભારે કાળી જમીનમાં તીરાડો પડવાથી મૂળને માઠી અસર થાય છે. અતિક્ષારવાળી તેમજ પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન અનુકૂળ આવતી નથી. આમ આ પાકને મોળી પાતળી પરંતુ નિતાર શકિત સારી હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે.

વ્યાપારીક જાતો અને ગુણધર્મો :

સીતાફળનો પાક પ્રોટોગાયનસ પ્રકારનો એટલે કે નર કરતા માદા ફુલ વહેલા આવતા હોવાથી તે સંપૂર્ણ પણે પર પરાગનયન તેમજ તેનું વર્ધન મુખ્યત્વે બીજથી થતું હોવાથી સીતાફળમાં કોઈ સ્થિર જાત નથી. સીતાફળમાં ઘણા બધા ગૃપ તેમજ જાતો વિકસેલ છે. સામાન્ય રીતે સીતાફળમાં લાલ ફળવાળા અને લીલા ફળવાળા એમ બે જુદા જુદા વર્ગ જોવા મળે છે. લાલ જાતનાં પાન તથા ફળ પ્રમાણમાં નાના હોય છે તથા ફળ અને પાનની મુખ્ય શિરાઓનો રંગ ભૂરાશ પડતો લાલ થાય છે અને માવાનો રંગ ગુલાબી હોય છે. લીલા રંગની છાલવાળા  સીતાફળ મોટી બદામી રંગની પેશીવાળા હોય છે. સીતાફળનો ઉપરોકત બંને ગૃપ પૈકી લીલાફળવાળી જાતો વ્યાપારીક ધોરણે વધુ પ્રચલીત છે. જેમાં ઘણી જાતો ખેડૂતોમાં લોકપ્રિય છે. જે નીચે મુજબ છે.

દેશ લેવલે સીતાફળની ઘણી બધી જાતો વિકસાવેલ છે. પરંતુ આપણા રાજયમાં સીતાફળની જાતો ખુબ ઓછી છે. આપણા રાજયમાં અને તેમાય ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સીંધણ ખુબજ જુની જાત છે. આ ઉપરાંત હમણાંજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દવારા સીંધણ જાતમાંથી પસંદગીની પધ્ધતિથી નવી જાત જી.જે.સી.એ.–૧ બહાર પાડવામાં આવેલ છે. આ બન્ને જાતોના ગુણધર્મો નિચે મુજબ છે.

સીંધણ : આ જાત ખુબજ જુની અને ખેડૂતોમાં પ્રચલીત છે. આ જાતના ફળો આકર્ષક, મોટા કદના એટલે કે ફળનું વજન ૧પ૦–ર૦૦ ગ્રામ, તેની લંબાઈ ૭.ર૦ સે.મી. તેમજ ફળનો દ્યેરાવો ૭.૪૦ સે.મી. ધરાવે છે. માવો સફેદ, મધુર સોડમવાળો તેમજ બીજનું પ્રમાણ ઓછુ હોય છે. આ જાતના ફળો સ્વાદમાં મીઠા એટલે કે ખાંડનું પ્રમાણ ૧૬.૪૮% અને ટી.એસ.એસ.નું પ્રમાણ ર૩.૭૮% જેટલુ હોય છે.

જી.જે.સી.એ.–૧ :આ જાત વર્ષ ર૦૦૯ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દવારા બહાર પાડવામાં આવેલ છે. આ જાત સીતાફળની સીંધણ જાતમાંથી પસંદગીની પધ્ધતિથી વિકસાવવામાં આવેલ છે. આ જાતના ફળો લીલા રંગના, આકર્ષક પરંતુ મધ્યમ કદના અને લંબગોળ હોય છે. સરેરાશ ફળનું વજન ૧૪૦ ગ્રામ, લંબાઈ ૬.૮૦ સે.મી. તેમજ ફળનો ઘેરાવો ૭.૦૦ સે.મી. હોય છે. આ જાતના ફળોમાં બીજની સંખ્યા સીંધણ જાત કરતા ઓછી તેમજ માવા–બીજનો ગુણોતર અને માવા–છાલનો ગુણોતર વધુ હોય છે. તેનો માવો એકદમ સફેદ કલરનો અને મીઠો હોય છે. માવામાં ખાંડનું પ્રમાણ ૧૬.પપ% તેમજ તેનો ટી.એસ.એસ. ર૩.૪૯% જેટલો હોય છે. આ જાતમાં ઝાડ દીઠ ફળની સંખ્યા  તેમજ  ઉત્પાદન સ્થાનિક સિંધણ જાત કરતા વધુ હોય છે.

લાલ સીતાફળ : આ જાત  ઉંચાઈમાં ઠીંગણી તેમજ તેના પાંદડાની નસ લાલ કલરની હોય છે. ફળો પણ આછા લાલ કલરના હોય છે. તેના ફળેામાં બીજનું પ્રમાણ વધારે હોય છે. ફળનું વજન અંદાજે ર૩૦ ગ્રામ, આમ્લતા ૦.ર૧ ટકા અને ટી. એસ. એસ. રપ (બ્રીકસ) હોય છે. ઝાડ દીઠ ફળની સંખ્યા  ૪૦ થી પ૦  હોય છે.

બાલાનગર :દક્ષિણ ભારતમાં વવાતી આ ખુબજ સારી જાત છે. આપણા રાજયમાં પણ આ જાત ખેડુતોમાં પ્રચલીત છે. આ જાતના ફળો સાઈઝમાં ખુબજ મોટા કદના એટલે કે ૩૬૦ ગ્રામના હોય છે. તેમાં બીજની સંખ્યા પણ દ્યણી વધારે એટલે કે ૪૩  જેટલી હોય છે. આ ઉપરાંત તેના ફળોની ગુણવતા પણ ખુબ સારી હોય છે. તેનો ટી. એસ. એસ. ર૭ (બ્રીકસ) અને અમ્લતા ૦.ર૪ ટકા હોય છે.

આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં હૈદ્રાબાદ પાસે સાંગારેડી ફળ સંશોધન કેન્દ્ર ખાતે પસંદગીનાં ધોરણે કેટલીક જાતો વિકસાવવામાં આવી છે તે જાતોનાં જાતવાર લક્ષણો  કોઠામાં આપેલા છે.

જાતનું નામ

ફળનું વજન

(ગ્રામ)

બીજની સંખ્યા

ટી.એસ.એસ.

(ટકા)

અમ્લતા

(ટકા)

વોશિંગ્ટન–૧૦૭૦૦પ

૧૬પ

ર૮

ર૧

૦.રર

વોશિંગ્ટન –૯૮૭૮૭

૧ર૬

૪૮

ર૪

૦.ર૦

મેમોથ

૧૮૩

૧૪

ર૩

૦.૧૯

અર્કા સહાન :ભારતીય બાગાયત અનુસંધાન સંસ્થા, હેસ્સારઘટ્ટા, બેંગલોર ખાતેથી સંકરણની પ્રક્રિયાથી શોધેલ ''અર્કા સહાન'' જાતના ફળો ખૂબજ મોટાં, ઓછા બીજવાળા, માવાનું પ્રમાણ વધારે અને સ્વાદમાં ખૂબજ મીઠાં અને વધુ ટકાઉ શકિતવાળા છે. જે પ્રોસેસીંગ માટે ઉપયોગી છે.

વ્યાપારીક સર્વધનની રીત :

સીતાફળનું પ્રસર્જન બે રીતે થાય છે. (૧) બીજથી તથા (૧) કલમ બનાવીને.

બીજથી પ્રસર્જન :સારા  પરિપકવ ભરાવદાર પાકા ફળોમાંથી બીજ કાઢી, સૂકવી  ભેજ રહિત જગ્યાએ રાખી ત્યારબાદ એપ્રિલ માસનાં ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં ગાદી કયારા કે સપાટ કયારા બનાવી અથવા નર્સરીમાં પ્લાસ્ટીકની થેલીઓ (૧૦×૧પ સે.મી.)માં ખાતર માટીનું મિશ્રણ ભરી બીજ રોપી રોપ ઉછેરવામાં આવે છે. જે રેાપા ર૦–રપ સેમી ની ઉંચાઈના થતાં અને ચેામાસું બેસતા ખેતરમાં રોપવામાં આવે છે. આ ઉપરાંત સીધા બીજથી પણ વાવી શકાય જેથી રોપાના સેાટી મુળ જમીનમાં ઉંડે સુધી જઈ શકે.

કલમથી પ્રસર્જન :સીતાફળનું ખાસ કરીને આંખકલમ, ભેટકલમ તથા ફાચર કલમથી પ્રસર્જન થઈ શકે છે. કલમ રામફળ, લક્ષ્મણફળ કે સીતાફળનાં મૂલકાંડ પર કરી શકાય છે. માર્ચ એપ્રિલમાં ફાચર કલમથી પ્રસર્જન કરવાથી કળી વહેલી ફૂટે છે અને કલમની સફળતા પણ મળે છે તથા કલમની વૃધ્ધિ પણ સારી થાય છે. રોપણી વખતે સામાન્ય રીતે કલમથી પ્રસર્જન કરેલ કલમોનીજ પસંદગી કરવી વધુ હીતાવહ છે. આ ઉપરાંત રોપાઓ પસંદ કરતા હોય ત્યારે જે તે જાતની ચકાસણી કરીનેજ રોપા/કલમો પસંદ કરવા જોઈએ. ઘણી વખત જંગલખાતાની નર્સરીમાંથી રોપાઓ પસંદ કરી ઉપયોગ કરવામાં આવે છે. જે યોગ્ય નથી. કારણ કે આવા રોપાઓ વનીકરણના ધ્યેય માટે બનાવેલ હોય જેની જાતની શુધ્ધતા હોતી નથી.

રોપણી પધ્ધતિ :સીતાફળ પાકની રોપણી સામાન્ય રીતે ચોરસ પધ્ધતિથી પ×પ મીટર અથવા ૬×૬ મીટરનાં અંતરે કરી શકાય છે. સૂકા વિસ્તારમાં ૪ થી પ મીટર અંતર પણ રાખી શકાય છે.સીતાફળનાં વાવેતર માટે અંતર નકકી થયા પછી દરેક જગ્યાએ ૬૦×૬૦×૬૦ સે.મી.(લાંબા, ઉંડા,પહોળા) ખાડા ખોદી ઉનાળામાં એક માસ સુધી તપવા દેવા. ત્યારબાદ ખાડા દીઠ ૧૦ કિલો સારૂં કહોવાયેલું છાણિયું  ખાતર, માટી સાથે ભેળવી ખાડા ભરી દેવા. જો ભારે કાળી માટી હોય તો બે તગારા રેતી અથવા નદીનો કાંપ ભેળવી ખાડા ભરવા. ચોમાસાનો સારો વરસાદ થયા બાદ ખાડાની બરાબર મધ્યમાં કલમ કે રોપનું વાવેતર કરવું. રોપેલ કલમ કે રોપ ટટારઉભો રહે તે માટે થડની આસપાસની માટી  બરાબર દબાવવી અને કલમ કે રોપને લાકડાનો ટેકો આપી બાંધવી અને તૂરત જ પાણી આપવું. આ ઉપરાંત ચોમાસામાં અતિભારે વરસાદ હોય તો ખામણામાં પાણી ભરાય ન રહે તેની પણ કાળજી રાખવી.

ખાતર વ્યવસ્થા :સીતાફળનો પાક ખૂબ જ ખડતલ પ્રકારનો હોવાથી તેને ખાતરની ખાસ જરૂરીયાત નથી. પરંતુ  વધારે અને સારી ગુણવતા વાળું ઉત્પાદન મેળવવા ચોમાસા પહેલા ઝાડ દીઠ ૧૦ થી ૧પ કિલો છાણિયું ખાતર નાંખવું. આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ નાઈટ્રોજન ર૦૦ ગ્રામ, ફોસ્ફરસ ૧૦૦ ગ્રામ, પોટાશ પ૦ ગ્રામ તેમજ એજોટોબેકટર+ફોસ્ફોબેકટર ૩૦ ગ્રામ, ૧પ કિલો છાણિયા ખાતરમાં મીક્ષ કરી ચોમાસુ બેસે ત્યારે આપવું. આ ઉપરાંત અન્ય એક ભલામણ મુજબ રાસાયણિક ખાતર ઘટાડી દિવેલીનો ખોળનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નાઃ ફોઃપોઃ ૧૦૦: પ૦: રપઃ ગ્રામ પ્રતિ ઝાડ સાથે ર.પ કીલો દીવેલીનો ખોળ આપવો. વરસાદ આધારીત સીતાફળની ખેતી કરતા ખેડુતો માટે નાઃ ફોઃપોઃ ર૦૦:૧૦૦: ર૦૦: ગ્રામ પ્રતિ ઝાડ ની ભલામણ છે.

પિયત વ્યવસ્થા :પધ્ધતિસરનું વાવેતર કરેલ હોય ત્યારે છોડનાં વિકાસ માટે શરૂઆતનાં ત્રણ થી ચાર વર્ષ સુધી આખા વર્ષ દરમ્યાન પાણી આપવું જરૂરી છે. આ પાકમાં ફળો બેસવાના ચાલુ થયા બાદ દર વર્ષે ચોમાસામાં ફળો બેસે છે. જેથી ચોમાસા દરમ્યાન વરસાદનાં પાણીથી પૂરતો ભેજ મળી રહે છે. એટલે આ પાકને ખાસ પાણીની જરૂરીયાત રહેતી નથી. આમ છતાં ચોમાસાની આખરમાં ર–૩ પિયત આપવામાં આવે તો ફળોની ગુણવતા સુધરે છે અને ઉત્પાદન સારૂં મળે છે. તેમજ ફળોનાં વિકાસ કાળ દરમ્યાન પણ જો પાણીની અછત હોય તો પાણી આપવામાં આવે તો ઉત્પાદનમાં ફાયદો થાય છે. અનિયમિત પાણી આપવાથી ફળો ફાટી જવાની શકયતા રહે છે. પાણી સામાન્ય રીતે  ધેારીયા ખામણા પધ્ધતિથી આપવામાં આવે છે. આમછતાં ટપક પધ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે.

આંતરપાકો :સીતાફળનો પાક અન્ય ફળ પાકોની જેમ ૪ થી પ વર્ષે આવવાનો શરૂ થાય છે. એટલે કે શરૂઆતના વર્ષો દરમ્યાન સીતાફળના પાકમાં ઝાડ નાના હોય ત્યારે આંતરપાકો જેવા કે મરચા, ભીંડા, ચોળી વગેરે ટુંકા ગાળાના પાક લઈ વધારાની આવક મેળવી શકાય છે. ફળો આવવાના શરૂ થયા બાદ ઝાડનો ઘેરાવો વધી જતો હોય તેમજ આંતરપાકની જરૂરીયાત તેમજ સીતાફળના પાકની જરૂરીયાત અગલ હોવાથી આંતરપાક લેવો હીતાવહ નથી.

કેળવણી અને છાંટણી :સીતાફળના વાવેતર બાદ શરૂઆતના વર્ષો દરમ્યાન ઝાડને વ્યવસ્થિત આકાર આપવા માટે કેળવણીની ખાસ જરૂરીયાત રહે છે. જેમાં તેનું થડ અંદાજે ૩ ફુટ થવા દેવું. એટલે કે જમીનથી ૩ ફુટ સુધીના થડ સુધી નિકળતી ડાળીઓ દર વર્ષે કાપતા રહેવું. ૩ ફુટ બાદ એકજ દીશામાં ન હોય તેવી ૩–૪ ડાળીઓનો જ વિકાસ થવા દેવો. જેથી ઝાડનો આકાર સારો થાય. આ ઉપરાંત દર વર્ષે પાણી પીલા તેમજ રોગીષ્ટ અને સુકી ડાળીઓ કાઢતા રહેવું.

સીતાફળનો પાક પાનખર પ્રકારનો હોવાથી કુદરતી રીતે જ છાંટણી થઈજાય છે. જેથી છાંટણી કરવાની બહુ જરૂર રહેતી નથી. આમ છતાં ગત ચોમાસા દરમ્યાનની વધારાની વૃધ્ધી દુર કરવા જરૂર જણાય તો હળવી છાંટણી કરવી. તેમજ થડની આજુબાજુની  ફુટો અને પાણી પીલા કાઢતા રહેવું. જેથી ઝાડનો આકાર જળવાઈ રહે અને વિકાસ સારો થાય.

સીતાફળનો પાક ખડતલ હોય અન્ય કાળજીઓની ખાસ જરૂરિયાત પડતી નથી. પરંતુ વધારે વૃધ્ધિ અને ઉત્પાદન મેળવવા ઉનાળામાં સીતાફળનાં બગીચામાં આડી ઉભી ખેડ કરવી. ચોમાસામાં  ખામણાં ચોખ્ખા રાખવા, ગોડ કરવો અને વધારાનાં પાણીનો નિકાલ કરવો. સુકા વિસ્તારમાં વરસાદ આધારીત સીતાફળમાં ઓગષ્ટ–સપ્ટેમ્બરમાં ઘઉંના પરાળનું આવણ કરવું.

પાક સંરક્ષણ :

સીતાફળનો પાક ખડતલ હોઈ સામાન્ય રીતે રોગ–જીવાત જોવા મળતા નથી. જીવાતોમાં કયારેક ચિકટો (મીલીબગ) જોવા મળે છે. જે સીતાફળનાં પાન, કુમળી ડાળીઓ અને ફળમાંથી રસ ચૂસીને નૂકશાન કરે છે. ચિટકાના નિયંત્રણ માટે નીચે મુજબના પગલા ભરવા.

 • વર્ષમાં બે વખત એટલે કે ફળો ઉતાર્યા બાદ અને ઉનાળા દરમ્યાન થડને ગેાડ કરી ખૂલ્લા કરવા તેમજ ખામણામાં રહેલ પાંદડા વગેરે જેવો કચરો દુર કરી ચોખ્ખા રાખવા. તેમજ ખામણામાં મીથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકીનો છંટકાવ કરવો.
 • ચોમાસા દરમ્યાન ઓગષ્ટ–સપ્ટેમ્બર મહીનામાં એટલેકે ખાસ કરીને મીલીબગના બચ્ચાને ઝાડ પર ચડવાના સમયે ખામણામાં મીથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકીનો છંટકાવ કરવો.
 • રાસાયણીક દવામાં એસીફેટ ૧પ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર ગ્રામ અથવા થાયોમેથોકઝામ ૧.૬ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૧ર મી.લી. પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો તેમજ ઉપરોકત કોઈ એક દવા સાથે ડીટર્જન્ટ પાવડર ૧૦ ગ્રામ સાથે ભેળવવાથી દવાની અસરકારકતા વધે છે.
 • ઓગષ્ટ–સપ્ટેમ્બર મહીનામાં એટલેકે ખાસ કરીને મીલીબગના બચ્ચાને ઝાડપર ચડવાના સમયે થડની ફરતે એક ફૂટ વિસ્તારમાં ચીકાસવાળુ ગ્રીસ લગાડવાથી ચીટકો ઝાડ ઉપર ચડી શકતા નથી.

મહત્વના પ્રશ્નો અને તેના ઉકેલ :

ફળ ધારણામાં મુશ્કેલી : સીતાફળનાં પાકમાં ફૂલ આવવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. જેમા માર્ચ–એપ્રિલ થી જુલાઈ–એાગષ્ટ માસ સુધી ત્રણ વખત ફૂલ આવતા રહે છે. આ લાંબા ગાળાને લીધે ફળધારણાની સમસ્યા ઉપસ્થિત થાય છે. સામાન્ય રીતે સીતાફળમાં ૧ થી ૮ ટકા ફળધારણ થાય છે. ફળધારણ ઓછા થવા માટે  ઘણાં બધા પરિબળો જવાબદાર છે. તેમાં ખાસ કરીને ફૂલ વખતે વાતાવરણમાં વધારે કે ઓછો ભેજ, જમીનમાં ભેજનુ ઓછુ પ્રમાણ, પોષક તત્વો, ફૂલમાં નર અને માદાના ભાગોનો પરિપકવ થવાનો સમય જુદો જુદો હોવો. પરાગરજનુ નબળું સ્ફૂરણ, પરાગવાહક જંતુઓની ઓછી સંખ્યા વગેરે પરિબળોના કારણે ફળધારણ થઈ શકતા નથી. સંશોધન ઉપરથી જાણવા મળે છે કે, તાપમાન ૪૦ ૦ સે. થી વધારે હોય, સૂકુ હવામાન અને ઓછો ભેજ હોય ત્યારે ફળધારણ એકદમ ઓછુ થાય છે. ઉંચા તાપમાને પરાગરજને પણ ખરાબ અસર થાય છે તેમજ સ્વપરાગનયન થી ફળો બેસતા નથી. આથી પરપરાગનયનની ખાસ જરૂરત પડે છે. આ સમસ્યાના ઉપાય માટે પરાગનયન વધારવાં સીતાફળની વાડીની આજુબાજુ ભેજનુ પ્રામણ વધે તે માટે પિયત પાક કરતાં ખેતરમાં ભેજનુ પ્રમાણ વધતાં ફૂલોમાંથી ફળો બેસવામાં વધારો કરી શકાય છે. આમાં સ્વફલીનીકરણ થી ફળધારણ થતુ નથી એટલે પરપરાગનયન ખૂબજ જરૂરી છે. સંશોધનના તારણો પ્રમાણે હાથ વડે પરાગનયન કરતાં ૮પ ટકા ફૂલોમાંથી ફળધારણ કરાવી શકાય છે. આ માટે સીતાફળની વાડીમાં સાંજનાં સમયે હાથથી ફલીનીકરણ કરી શકાય પરંતુ આ ખૂબજ મુશ્કેલ અને ખર્ચાળ છે. તેથી પરપાગનયન વધારે થાય તે માટે સીતાફળનું વાવેતર પ મીટરના અંતરથી વધારે દૂર કરવુ નહી.

આ ઉપરાંત ફળધારણ અને ઉત્પાદન વધારવાં વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરી શકાય. ગુજરાત કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કેન્દ્રની ભલામણ પ્રમાણે મે માસનાં છેલ્લા અઠવાડિયામાં (ફૂલો બેસવાના સમયે ) ૧ લીટર પાણીમાં ૩૦ મીલી ગ્રામ એન.એ.એ. ના દ્રાવણોનો છંટકાવ કરવો અને પ્રથમ છંટકાવનાં ર૧ દિવસ બાદ બીજો છંટકાવ કરો.

ફળનું ફાટી જવું :સીતાફળમાં ઘણી વખતે ફળો પાકવાના સમય પહેલા અને પાકવાના સમયે ફાટી જાય છે. મુખ્યત્વે ફળો ફાટવાના કારણમાં ઝાડને લાંબા સમયથી પાણી ન મળતાં અને ત્યારબાદ એકદમ ભારે પાણી કે વરસાદથી મળતાં પાણીથી આવું બનવાં પામે છે. આ માટે જયાં પાણીની સગવડતા હોય ત્યાં ફળધારણ થયા પછી જમીનમાં જરૂરી ભેજ રહયા કરે તેમ નિયમિત પૂરતાં પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ માટે ટપક સિંચાઈનો ઉપયોગ પણ થઈ શકે છે.

ફળો ઉતારવા, પરિપકવતા માપદંડ : કલમી સીતાફળનો પાક ત્રણથી ચાર વર્ષે ફળ આપતો થાય છે. જયારે બીજથી વાવેતર કરેલ ઝાડ ૪ થી પ વર્ષે ફળ આપતાં થાય છે. જૂન–જુલાઈ માસમાં ઝાડને નવી ફૂટ આવે છે. અને તેની ઉપર ફળ–ફૂલ બેસે છે. ફળો ઉતારવા માટે નીચે મુજબના માપદંડ ધ્યાનમાં રાખવા.

 • ફુલ આવ્યા પછી સાડા ત્રણ થી ચાર માસે ફળો પરિપકવ થાય છે.
 • પરિપક થયેલા ફળની પેશી ઉપરની છાલનો રંગ ઘેરા લીલામાંથી સહેજ રાખોડી રંગનો થાય છે.
 • સમય ગાળે પેશી આછા બદામી રંગની થઈને ઉપસીને ભરાવદાર થયેલી જોવા મળે છે. જેને આંખ ખુલી ગયેલ ગણવામાં આવે છે. ઝાડ પરજ ફળેા પાકવાથી તેનો બગાડ વધુ થાય છે.

પરિપકવ ફળો ઉતર્યા બાદ થોડા દિવસમાં જ પાકી  જાય છે. પાકેલા ફળો લાંબો સમય ટકી શકતા નથી. તેથી ફળો જો દૂરનાં બજારમાં મોકલવાનાં થતા હોય તો ફળો ઉતાર્યા બાદ તૂરત જ કોરૂગેટેડ પેપર બોક્ષમાં પેક કરી મોકલી આપવામાં આવે છે. બધાજ ફળો એક સાથે ઉતરતા નથી. સામાન્ય રીતે ૮ થી ૧૦ વીણી કરવામાં આવે છે. જેમ  જેમ ફળો પરિપકવ થતા જાય તેમ તેમ ઉતારતાં જવાં આમ ફળો ઉતારવાનુ પણ એક થી બે માસ સુધી ચાલે છે.

ગ્રેડીંગ, પેકીંગ અને સંગ્રહ :

સીતાફળના પાકમાં ફળો ઉતાર્યા બાદ તુરતજ ફળોને છાંયડે રાખી ફળોમાં રહેલ ખેતરની ગરમી દુર કરવી. ત્યારબાદ ફળોને સાફ કરવા જોઈએ. સીતાફળના પાકમાં ચિટકોનુ ઉપદ્રવ હોવાથી ફળની પેશીઓ વચ્ચે ચિટકો લપાઈ રહી રસ ચુસે છે. જે માટે ફળપર ઉંચા દબાણથી હવાનો મારેા કરવામાં આવે છે જેથી બગ દુર થઈ જાય અને ફળને નુકશાન ન થાય. આ ઉપરાંત ફળને હળવા હાથે બ્રશમારી સાફ કરવાથી અથવા કોઈ નરમ કપડાની મદદથી સાફ કરવાથી પણ ચીટકો દુર કરી શકાય છે. નબળા, રોગીષ્ટ અથવા કાળા ડાઘવાળા ફળો દુર કરવા. ત્યાર બાદ ફળોનું તેની સાઈઝના આધારે ગ્રેડીંગ કરવું. સામાન્ય રીતે ત્રણ  ગ્રેડ એટલે કે મોટી સાઈઝ, મધ્યમ તેમજ નાની સાઈઝમાં વહેંચવા. ગે્રડીંગ બાદ ફળોનું પેકીંગ કરવામાં આવે છે. જે માટે સામાન્ય રીતે હવાની અવરજવર વાળા કોરીયુગેટેડ કાર્ડ બોર્ડ બોક્ષમાં પ કિગ્રા અથવા ૧૦ કિગ્રા મુજબ પેક કરી બજારમાં મોકલવામાં આવે છે.

સીતાફળના ફળેા નજીકની બજારમાં મોકલવાના હોય તો સંગ્રહ કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જયારે દુરના બજારમાં મોકલવાના હોય ત્યારે સંગ્રહ કરવો  જરૂરી છે. તે  માટે ફળેાને રાસાયણીક માવજતો આપવમાં આવે છે. જુનાગઢ કૃષિ યુનિવસટીની ભલામણ છે. જે મુજબ તાજા ફળોને ૦.પ% કાર્બોન્ડીઝીમના દ્રાવણમાં ૧૦ મીનીટ ડુબાડયાબાદ તેને ૩૦×ર૦ સેમીની છ કાણા ધરાવતી પોલી. કોથળીમાં રાખવાથી ફળેાની સંગ્રહ શકિત વધે છે.

ઉત્પાદન :

સીતાફળનું ઝાડ ઉત્પાદન આપતુ થાય પછી ૧ર થી ૧પ વર્ષ સુધી ઉત્પાદન આપતું રહે છે. ઝાડ દીઠ સરેરાશ ૮૦ થી ૧પ૦ નંગ મળે છે.  સારી માવજત હોય તો ઝાડ દીઠ ૧પ થી ર૦ કિલો ગ્રામ ઉત્પાદન મળે છે.

ફળપાકોમાં રોપા/કલમો/બીજ કયાંથી મેળવશો ?

 

બાગાયત વિભાગ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, નવસારી, આણંદ, જૂનાગઢ

આંબા, ચીકુ, લીંબુ,  નાળીયેરી, કેળ, જમરૂખ

 

ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર, જી. બનાસકાંઠા

બોર, દાડમ, લીંબુ

 

ખારેક સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, મુન્દ્રા, જી. કચ્છ

ખારેક

 

ફળ સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, ગણદેવી/પરીયા, જી. વલસાડ

આંબા, ચીકુ, નાળિયેરી, જમરૂખ, કેળ, લીંબુ

 

આંબાવાડી–વ–નર્સરી, પારડી, જી. વલસાડ

આંબા

 

નર્સરી કમ નિદર્શન કેન્દ્ર, ભવાનદગઢ, આહવા, જી. ડાંગ

આંબા

 

ખેતીવાડી કોલેજ ફાર્મ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, નવસારી

આંબા, નાળિયેરી

 

ફળ નર્સરી ફાર્મ, મુ.પો., છાલા, જી. ગાંધીનગર

આંબા, ચીકુ, દાડમ

 

સેન્ટ્રલ, ફ્રુટ નર્સરી, મોડેલ ફાર્મ, વડોદરા

આંબા, ચીકુ, દાડમ

 

ફળ ઉછેર કેન્દ્ર, મુન્દ્રા, જી. કચ્છ

આંબા

 

ફળ વિકાસ યોજના, માંગરોળ, જી. જૂનાગઢ

આંબા, નાળિયેરી, ચીકુ

 

નાળિયેર વિકાસ યોજના, ઉના, જી. જૂનાગઢ

આંબા, નાળિયેરી

 

શારદા ગ્રામ સંસ્થા, મુ. શારદાગ્રામ, જી. જૂનાગઢ

આંબા, ચીકુ, નાળિયેરી

 

ફળ સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, માંગરોળ, જી. જૂનાગઢ

આંબા, ચીકુ, નાળિયેરી

 

ફળઝાડ રોપા ઉછેર કેન્દ્ર, કોડીનાર, જી. અમરેલી

આંબા

 

ફળ ઉછેર કેન્દ્ર, ધારી, જી. અમરેલી

આંબા

 

તમિલનાડુ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ૮તદબગ૯લ કોઈમ્બતુર, તમિલનાડુ

પપૈયા

 

એગ્રીકલ્ચર રીર્સચ સ્ટેશન, પુસા (બિહાર)

પપૈયા

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિલ ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate