પાક ફેરબદલી
ડાંગર – બટાકા – શેરડી - પહેલા વર્ષે – બીજા વર્ષે - ઘઉં
ડાંગર - તુરિયા – શેરડી - પહેલા વર્ષે – બીજા વર્ષે - ઘઉં
ડાંગર - રાયડો – શેરડી - પહેલા વર્ષે – બીજા વર્ષે - ઘઉં
કપાસ - સેંજી – શેરડી - પહેલા વર્ષે – બીજા વર્ષે - ઘઉં
ચોમાસુ ચારો - શેરડી (આંતર પાકો સાથે) – શેરડી - પહેલા વર્ષે – બીજા વર્ષે - ઘઉં
શેરડી સાથે મૈંથા લગાવો. શેરડી ના બે હાર માં એક હાર માં મૈંથા લગાવો.
શેરડીમાં બટાકાની વાવણી 15 ઓક્ટોબર સુધી 800 kg /એકર બીજ મુજબ કરવી. શેરડી ના બે હાર માં એક હાર બટાકા વાવવા. તેમાં 150 kg એસ.એસ.પી, 60kg એમ.ઓ.પી અને 100 kg યુરિયા પ્રતિ એકર મુજબ ભલામણ કરતાં વધુ આપવું.
શેરડીમાં ફ્લાવર, રાયડો મિશ્રિત પાક 1kg બીજ ની સાથે ઓક્ટોબરના અંત સુધી વાવવા. શેરડીના બે હાર માં આ પાકો ની 30 સે.મી નું અંતર રાખી વાવણી કરવી. તેમાં 50 kg એસ.એસ.પી અને 50 kg યુરિયા પ્રતિ એકર મુજબ વધારા નું આપવું.
શેરડીમાં વટાણાની મિશ્રિત ખેતી માટે શેરડીના બે હાર માં વટાણાની બે હાર વાવવી. એને 100 kg સિંગલ સુપર ફોસ્ફેટ અને 40 kg યુરિયા પ્રતિ એકર વધારે આપવું.
શેરડીમાં મૂળાની ખેતી માટે શેરડીના બે હાર માં મૂળા ની બે હાર 30cm ના અંતરે વાવવી. આ માટે પ્રતિ એકર 4-5 kg બિજ નો ઉપયોગ કરવો અને 75 gm એસ.એસ.પી અને 60 kg યુરિયા ખાતર પ્રતિ એકર મુજબ વધારાનું આપવું.
શેરડી-ઘઉંના આંતરપાક લેવા માટે શેરડીના બે હાર માં ઘઉં 20 સે.મી. ના અંતરે બે હાર માં વાવવા. તેમાં પ્રતિ એકર 16 kg બિયારણ લાગશે અને પ્રતિ એકર 60 kg યુરિયા, 25 kg ડી.એ.પી. અને 25 kg એમ.ઓ.પી. ખાતર વધારા નું આપવું.
શેરડીમાં ચણાની ખેતી માટે 25 ઓક્ટોબર થી 10 નવેમ્બર સુધી વાવણી કરવી. પ્રતિ એકર 12 kg બીજ અને 25 kg ડી.એ.પી. 25 kg એમ.ઓ.પી. અને 15 kg યુરિયા ખાતર પ્રતિ એકર વધારે આપવું.
શેરડીના બે હાર માં કોબીજની બે હાર 25 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી લેવી અને 50 kg ડી.એ.પી, 30 kg પોટાશ અને 60 kg યુરિયા ખાતર પ્રતિ એકર વધારે આપવું.
શેરડીના બે હાર માં એક હાર માં મકાઇની 25 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી વાવણી કરવી. અને 100 kg એસ.એસ.પી, 50 kg એમ.ઓ.પી અને 100 kg યુરિયા પ્રતિ એકર મુજબ વધારા નું આપવું.
વાવણી
જમીન તૈયારી: શ્રેષ્ઠ ગુણવત્તા અને ભરભરી જમીન તૈયાર કરવા માટે 4-6 વખત ઊંડી ખેડ કરવી. દરેક ખેડ પછી એક વાર સમાર મારવી.
સબસોયલિંગ- થડ ના સારા વિકાસ માટે – 3 - 4 વર્ષે એક વાર સબ સોયલર થી 1 m ના અંતરે બે બાજુ વાળા કે 45 - 50 cm ઊંડી ખેડ કરવી. એના પછી ખેતર માં સમાર મારવી.
બીજ ની પસંદગી કરવી બહુ જરૂરી છે. બીજ માટે 3, 4 તેમજ 5 આંખો વાળા કટકા કરવા. ઓરાણ માટે 3 આંખો વાળા કટકા ઉત્તમ ગણાય છે. તો ઓરાણ ના સમયે જો બિયારણ ઓછું હોય તો 5 આંખો વાળા કટકા નો ઉપયોગ કરવો. બીજ માટે ત્રણ આંખો વાળા 20000 કે ચાર આંખો વાળી 15000 કટકા પ્રતિ એકર મુજબ લેવા.
બીજ તૈયાર કરતી વખતે 3 આંખો વાળા કટકા બનાવવા અને કટકા વચ્ચે સીધો કટ આપવો જેથી કિનારી અને આંખો ખરાબ ના થાય.
ઓરાણ માટે પૂરી કે અડધી શેરડી ન વાપરવી. આ રીતે કરવા થી શેરડી ના ઉપર ના ભાગ ની આંખો સારી ફૂટ આપે છે. પરંતુ નીચે વાળા ભાગ ની આંખોમાં ફૂટ બરાબર આવતી નથી. કટકા ની કિનારી નું નિરીક્ષણ કરવું. નો આમાં લાલાશ હોય તો તેનો ઉપયોગ ન કરવો અને શેરડી ફેંકી દેવી. આ રાતડા કે સુકારો રોગ નું કારણ છે.
બીજ ઉપચાર
બીજ માવજતમાં પહેલા બીજને ફુગનાશક થી પછી જંતુનાશક થી અને છેલ્લે રાયઝોબિયમનો પટ આપવો. દરેક ઉપચાર પછી બીજને છાયડા માં સુકવવા.
એક એકરમાં બીજ માવજત માટે 250 ml પ્રોપિકોનાઝોલ 25EC (ટિલ્ટ) અથવા 250gm 2-મિથોકસીઇથાઇલમરકુરીક્લોરાઈડ (ઇમિસન-6) 100 Ltr પાણીના દ્રાવણથી માવજત આપવી.
જંતુનાશક દવા થી બીજ માવજત માટે એક એકર માં 2.5 Ltr ક્લોરપાયરીફોસ (રડાર) અથવા 10kg ફીપ્રોનિલ ને 400 - 500Ltr પાણીના દ્રાવણ થી માવજત આપવી.
જૈવિક તત્વો થી બીજ ઉપચાર – વાવણી પહેલા બીજને ઇજોસ્પાઇરીલમ થી માવજત આપવી. 800gm ઇજોસ્પાઇરીલમ / એકર માં પાણી ભેળવી તેનું દ્રાવણ બનાવું અને 15 મિનિટ સુધી બીજ પલાળવું.
વાવણીમાં હારનું અંતર 75 cm – 120 cm સુધી રાખી શકાય છે. ઓછું અંતર રાખવાથી અંકુરણ ઓછું થાય છે. શેરડીના પાકની વાવણી માટે 32 - 35 ક્વિન્ટલ બીજ / એકરની જરૂરિયાત હોય છે. જોડિયા હાર માં વાવણી માટે 1 ફૂટ પહોળી અને 20 cm ઊંડી હાર માં કરવી. બે જોડિયા હાર વચ્ચે નું અંતર 2 ફૂટ રાખવું.
જ્યાં આંતર પાક ન લીધેલ હોય ત્યાં નીંદણ નિયંત્રણ માટે ટ્રેક્ટરની સાથે મજૂરોથી આંતરખેડ કરવી અને ખાલી જ્ગ્યામાં ઇટો નો ભૂકો પાથરવો. પાકની હાર વચ્ચે કાળી પોલિથીન, ડાંગર/ઘઉંનું પરાળ અથવા સૂકું ઘાસ પાથરવાથી પણ નીંદણ નિયંત્રણ થાય છે અને જમીન માં ભેજ પણ સચવાય છે.
વાવણીના 2-3 દિવસના અંદર 800 gm સિમાજિન (ટેફાજિન) અથવા એટરાટાફ (એટ્રાજિન) અથવા મેટ્રીબિઉજિન (સેનકોર) પ્રતિ એકર 225 Ltr પાણીમાં છાંટો.
ડિલા /મોથા ના નિયંત્રણ માટે 800 gm 2 , 4 - ડી સોડિયમ સોલ્ટ 80% / એકર / 225 લિટર પાણી મુજબ પૂરતા ભેજે છાંટો.
રાયડાની મિશ્રિત ખેતીમાં નીંદણ નિયંત્રણ માટે વાવણીના 30 દિવસ પછી 400gm ઇસોપ્રોટયૂરોન (રક્ષક) નો છંટકાવ કરવો. પાનખર માં વાવેલ શેરડીમાં નીંદણ નિયંત્રણ માટે 1kg એટરાટાફ (એટ્રાજિન) અને 1 kg 2 , 4 - ડી સોડિયમ સોલ્ટ / એકર / 250-300 લીટર પાણી મુજબ વાવણીના 45-60 દિવસ પછી છાંટો. છાંટતી વેળાએ જમીન માં ભેજ જરૂર હોવો જરૂરી છે.
પાકની હાર વચ્ચે કાળી પોલિથીન, ડાંગર/ઘઉંનું પરાળ અથવા સૂકું ઘાસ પાથરવાથી પણ નીંદણ નિયંત્રણ થાય છે અને જમીન માં ભેજ પણ સચવાય છે.
પાકને ઢળી પડતો બચાવવા પાળા ચડાવવા.
5 - 20% સુધી પાણી ની બચત અને 15% સુધી વધૂ ઉત્પાદન માટે ખેતરમાં 1 અથવા 2 છોડ કેળાના લગાવવા. જ્યારે કેળાના પાન ઝાંખા પડે ત્યારે શેરડીને પાણી આપવું.
દેશી ખાતર:વાવણી પહેલા જમીન ની તૈયારી સમયે 8 ટન છાણિયું ખાતર કે 10 ક્વિન્ટલ અળસિયા નું ખાતર + 8 - 10 kg રૈલીગોલ્ડ / ફાર્મગ્રો પ્રતિ એકર કે 5 - 10 kg ફોસફો બેકટિરિયા / એકર મુજબ આપવું. દર 3 વર્ષે જમીન ની ચકાસણી કરાવવી. પાકમાં 10 - 15 % વધારે ઉત્પાદન લેવા માટે અને 30 - 35 % સુધી રાસાયણિક ખાતરોનો ખર્ચો બચાવવા, વાવણીના 30, 60, 90 દિવસ પછી ગ્લૂકોનાએસીટોબેક્ટર ને 1 kg પ્રતિ એકર મુજબ જમીન માં ભેળવવું.
રાસાયણિક ખાતર
રોપાણ પાક: રોપણી ના સમયે 1 એકરમાં 45 kg યુરિયા + 125 kg એસ. એસ. પી + 35 kg પોટાશ આપો. પાકના વિકાસ સમયે 45 kg યુરિયા બીજા પિયતના સમયે અને 45 kg યુરિયા ચોથા પિયતના સમયે આપો.
લામ પાક : રોપણી ના સમયે 65 kg યુરિયા + 35 kg પોટાશ આપો. પાકના વિકાસ દરમિયાન એપ્રિલ મહિનામાં 65 kg યુરિયા અને જૂન મહિનામાં પોટાશ આપો. પાકના વિકાસ દરમિયાન એપ્રિલ મહિના માં 65 kg પ્રતિ એકર ના પ્રમાણે આપો.
સારી વૃદ્ધિ માટે ખારી જમીનમાં 10 kg ઝીંક સલ્ફેટ જરૂર આપો.
પાણીમાં દ્રાવ્ય ખાતર: દુષ્કાળની સ્થિતિમાં 2.5% યુરિયા અને 2.5% પોટાશ (2.5kg / 100Ltr પાણી) નો છંટકાવ કરવો ફાયદાકારક છે. બીજને 2 કલાક સુધી લાઈમ (80kg ચૂનો + 400 Ltr પાણી) મુજબ પટ આપવાથે ઉત્પાદન અને ખાંડના પ્રમાણ માં વધારો થાય છે.
શિયાળામાં ઘટતા તાપમાનથી પોષક તત્વો ની ખામી રહી જાય છે તેમજ વિકાસ પર અસર થાય છે. નિયંત્રણ માટે 100 gm 19-19-19 / 15Ltr પાણી મુજબ છાંટો.
નાઇટ્રોજનની ઉણપથી છોડ નાના રહે છે. જૂના પાનના વચ્ચે v આકારનો પીળાશ થઈ જાય છે. જે પાનના શરૂઆત થી અંત સુધી ફેલાય છે. વધારે ઉણપ હોય તો આખો છોડ પીળો પડી જાય છે. સારવાર માટે યુરિયા 2% (2kg / 100Ltr પાણી) થી 2-3 છંટકાવ 4-5 દિવસના અંતરે કરવા. અથવા જરૂરિયાત મુજબ ખાતર આપો.
ફોસ્ફરસની ઉણપથી નીચલા પાનની કિનારી જાંબલી થઈ જાય છે. છોડ નાનું રહે છે. નિયંત્રણ માટે જરૂરિયાત પ્રમાણે ખાતર આપવું. ઉણપ વધુ દેખાય તો એન. પી. કે 12: 61: 0 કે 100 gm /15 Ltr પાણી પ્રમાણે 2-3 છંટકાવ 4-5 દિવસના અંતરે કરવા.
પોટેશિયમની ઉણપથી પાનની કિનારી પીળી અને બળેલા દેખાય છે. ઉણપ પહેલા જૂના પાન પર આવે છે જે પછી ઉપરની બાજુ વધતી જાય છે. નિયંત્રણ માટે જરૂરિયાત પ્રમાણે ખાતર આપો. ઉણપ દેખાય તો દ્રાવણ ખાતર એન. પી. કે 13: 0: 45 કે 100 gm / 15 Ltr પાણી પ્રમાણે 2-3 છંટકાવ 4-5 દિવસના અંતરે કરવા.
સલ્ફરની ઉણપથી નવા પાન પર આછી લીલી અથવા પીળી, પાતળી છટાઓ પડે છે. નિયંત્રણ માટે ડી. એ. પી ની જગ્યાએ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવો અથવા જમીન ની તૈયારી વખતે 200 – 250 kg / એકર મુજબ જીપ્સમ આપવું. ઉણપ દેખાય તો દ્રાવ્ય સલ્ફર 45 gm /15 Ltr પાણી મુજબ 1-2 વાર છાંટવું.
ઝિંક (જસત) ની ઉણપ 2 - 3 અઠવાડીયા ના પાકમાં આવે છે. નવા પાન પર આછી પીળી અથવા સફેદ, જાડી ધારો પડી જાય છે. પરંતુ છોડ લીલો જ રહે છે. વધારે ઉણપ થી નવા પાન સફેદ જ આવે છે. નિયંત્રણ માટે ખેતરની તૈયારી વખતે 10kg/એકર ઝિંક સલ્ફેટ આપો. અઠવાડીયાના અંતરે 1kg ઝિંક સલ્ફેટ + 500gm ચૂનો / 200 Ltr પાણી /એકર મુજબ 1 - 2 છંટકાવ કરવા.
પિયત સમયપત્રક: પ્રથમ પિયત વાવણીના 5-6 અઠવાડીયા પછી આપવું. ચોમાસામાં પિયત 10 દિવસના અંતરે અને એના પછી 20 - 25 દિવસના અંતરે આપવું. શિયાળામાં એક પિયત મધ્ય ડિસેમ્બરમાં અને બીજું જાન્યુઆરીના પહેલા અઠવાડીયામાં આપવું. જમીનમાં ભેજ સાચવી રાખવા માટે હાર વચ્ચે ઘઉંનું ભૂસું / ડાંગરનું ભૂસું / શેરડીના સૂકા પાનને 20 - 25 ક્વિન્ટલ /એકર મુજબ પાથરવું.
એપ્રિલ થી જૂન મહિનો પિયત માટે મહત્વનો છે. આ અવસ્થામાં પાણી ની ઘટ ના પડવા દેવી. પિયત 7 - 12 દિવસ ના અંતરે આપો.
શરૂઆતની અવસ્થામાં પાણી નો ભરાવો વિકાસને અટકાવે છે. પાણી સતત પર થોડું થોડું આપો. વધારાનું પાણી કાઢી નાખવું. હવામાન વિષે સમાચાર રોજ વાંચો.
પાકને હીમથી રક્ષણ માટે ઓછું પાણી આપો. જે ખેતરમાં લામ પાક હોય એ ખેતરમાં કાપણી પછી ઠૂંઠો ને પરાળ થી ઢાંકી દેવી.
પાયરીલા: શેરડીમાં કરચલી પડી જાય છે. જીવાત પાન પર પારદર્શી મધ જેવુ પદાર્થ છોડે છે જેના પર કાળી ફૂગ લાગી જાય છે. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @ 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
કાળો ચીકટો: લામ પાકમાં ઉપદ્રવ વધારે હોય છે. છોડ પીળા, પાન પર ઘાટા લાલ રંગના ટપકા થાય છે. શિશુ અને પુખ્ત થડના ઉપરી મધ્ય ભાગથી રસ ચૂસે છે.
નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @ 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
સફેદ માખી: સફેદ માખી ઓગસ્ટ-ઓક્ટોબર મહિનામાં સક્રિય થાય છે. પુખ્ત સફેદ પાંખોવાળા નાના આકારની જીવાત છે. તે પાનના નીચલા ભાગે ચોટેલી રહે છે.નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન 240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રીડ 1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
પાનકથીરી: પાનના નીચેના ભાગે રસ ચૂસે છે. પાન પર જાળા બની જાય છે, જે ઘૂડ થી ભરેલું રહે છે. તે માત્ર લેન્સથી જોઈ શકાય છે. કથીરી એપ્રિલ થી જૂન સુધી નુકશાન કરે છે. પાન લાલ થઈ જાય છે નિયંત્રણ : પિયત અને ખાતર ભલામણ મુજબ જ આપવું. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
ઉધઈ: ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
ટોચ વેધક: ટોચ વેધકના લક્ષણ - પાનના મુખ્ય નાડી લાલ થવી, ટોચ ના પાન સુકાવા અને કિનારીથી નવી ડાળિઓ નીકળવી.
ટોચ વેધકનો ઉપદ્રવ ફેબ્રુઆરી થી ઓક્ટોબર સુધી દેખાય છે. પરંતુ વધારે નુકસાન જુલાઇ – ઓગસ્ટ માં થાય છે.
સાંઠાવેધક:પાક ની શરૂઆત ની અવસ્થા માં ઉપદ્રવ દેખાય છે. ઉપદ્રવ સૂકા હવામાન વધુ દેખાય છે. શેરડીની એક બાજુ કાણું પાડી શેરડી ના અંદર ઉપર કે નીચે ની બાજુ ચાલે છે. એના લીધે થડ સુકાય જાય છે અને સરળતા થી ખેંચી ને બાહર કાઢી શકાય છે. એમાં થી ગંદી વાંસ આવે છે.
આ જીવાતનો ઉપદ્રવ એપ્રિલ થી જૂન સુધી વધુ દેખાય છે.
ખેતરમાં એપ્રિલ થી જૂન સુધી ત્રણ વખત 10 દિવસના અંતરે 20,000 ટ્રાઇકોગ્રામા જેપોનિકમ ભમરીઓ છોડવી. ટ્રાઇકો કાર્ડને નાની ચિઠ્ઠીઓ ના આકારમાં એવી રીતે કાપો કે દરેક કાર્ડમાં 500 ઈંડા હોય. આ કાર્ડને નીચેના પાન પર સાંજના સમય પ્રતિ એકરમાં 40 જગ્યાઓ પર લગાવો.
આ જીવાત નો ઉપદ્રવ વધુ હોય તો પ્રતિ એકર 13 kg કારબોફૂરોન 3 G (ફુરાડોન) અથવા ફોરેટ 10 G (થિમ્મટ) અથવા 10 kg ક્લોરોટ્રાનીલીપ્રોલ (ફરટેરા) દાણાદાર દવા જમીન પર થડની બાજુમાં નાખવી અથવા 150 m l ક્લોરોટ્રાનીલીપ્રોલ (કોરાજન) 400 Ltr પાણીની સાથે છાંટો.
ઉંદર નિવારણ: પકડેલા ઉંદરને પાણીમાં ડુબાડીને મારો, પાંજરું એ જગ્યાએ ન રાખો અને પિંજરાનો ઉપયોગ ફરીથી 30 દિવસ પછી કરો.
રસાયણ નિયંત્રણમાં 3 રસાયણ નો ઉપયોગ થાય છે. ઝિંક ફોસ્ફાઇડ, બ્રોમાડીઓલોન અને રેકુમિન.
એક કિલો બાજરી, જુવાર કે ઘઉંનો લોટ, 20gm મગફળી અને 20gm બ્રોમાડીઓલોન (0.25%), 20gm ખાંડેલી ખાંડ ભેળવવી. દરેક પોટલીમાં 10gm દવા નાખવી.
ખેતરમાં ખાલી જગ્યાએ જ્યાં ઉંદરના દર વગેરે હોય, તેમના મોઢું બંધ કરી મૂકી દેવી. બીજા દિવસે દવા વાળી પોટલી મૂકી દેવી.
રોગ નિયંત્રણ
રાતડો:રાતડા રોગના લક્ષણો ત્રીજી કે ચૌથી પાન અવસ્થા પર જોવા મળે છે અને પછી આખો છોડ સુકાઈ જાય છે. શેરડીને લાંબુ કાપવાથી અસામાન્ય લાલ રંગની પટ્ટાઓ જોવા મળે છે જેમાંથી દારૂ જેવી વાંસ આવે છે.
નિયંત્રણ: રોગગ્રસ્ત છોડ મૂળ સાથે કાઢીને બાળી નાખવા. એ ખેતરમાં એક વર્ષ સુધી શેરડીની ખેતી ન કરવી.
બીજી વખત રોગ મુક્ત જાતો સી. ઓ. જે - 83, સી.ઓ.જે - 88, સી.ઓ.જે - 89, સી.ઓ.જે-118, સી.ઓ.એચ-119, સી.ઓ.જે-238, સી.ઓ.એસ-767 લગાવી.
અસરગ્રસ્ત ખેતરમાં પિયતનું પાણી બીજા ખેતરમાં જવા રોકવા મટે ઢાળિયા લાંબા બનાવવા. આ પાકથી લામ પાક ના લેવો.
અંગારિયા રોગ:શેરડીના ઉપરના ભાગે કાળા અને ભીના પાઉડર જેવા ટપકા પડે. આ રોગ એપ્રિલ થી જૂન સુધી વિકાસની પ્રથમ અવસ્થાએ થાય છે.
પાકની સતત દેખરેખ રાખવી અને અસર ગ્રસ્ત ભાગોને રોગ વધે તે પહેલા કાઢી નાખો.
એક એકરમાં બીજ માવજત માટે 250 ml પ્રોપિકોનાઝોલ 25 EC (ટિલ્ટ) અથવા 250gm 2-મિથોકસીઇથાઇલમરકુરીક્લોરાઈડ (ઇમિસન-6) 100 Ltr પાણીના દ્રાવણથી માવજત આપો.
સુકારો: સૌથી પહેલા પાન પર આવે છે અને પછી આખો છોડ સુકાઈ જાય છે. શેરડી પર લાલ રંગના પટ્ટાઓ દેખાય છે. શેરડી પીળી અને પોલાણવાળી થઈ જાય છે.
નિયંત્રણ: રોગગ્રસ્ત છોડ મૂળ સાથે કાઢી બાળી નાખો. એ ખેતરમાં એક વર્ષ સુધી શેરડીની ખેતી ન કરવી.
બીજી વખત રોગ મુક્ત જાતો સી.ઓ.જે-83, સી.ઓ.જે-88, સી.ઓ.જે-89, સી.ઓ.જે-118, સી.ઓ.એચ-119, સી.ઓ.જે-238, સી.ઓ.એસ-767 લગાવી.
અસરગ્રસ્ત ખેતરમાં પિયતનું પાણી બીજા ખેતરમાં જવા રોકવા મટે ઢાળિયા લાંબા બનાવવા. આ પાકથી લામ પાક ના લેવો.
કાપણી નો સમય અને તારીખ: શેરડીને કાપણી સમયે ખૂંટ ને જમીનની પાસે ધ્યાનથી કાપવી. પહેલા લામ પાકને કાપો, પછી વહેલી પાકતી જાતો જે પાનખર લગાવેલ હોય અને પછી બહાર ઋતુ વાળી વહેલી પાકતી જાત ને કાપો. પાકની કાપણી જમીન નજીક થી કરી પાક સુગર મિલ માં લઈ જવો અથવા ગોળ બનાવવો. પહેલા લામ પાકને કાપો.
મિલમાં લઈ જવા માટે ટ્રેફિક ના નિયમોનું પાલન કરવું. ટ્રોલિની પાછળ અને આગળ લાઇટ લગાવવી, જેથી ટ્રેફિકને શેરડી દેખાય.
આ કાપેલ શેરડી મિલ લઈ જવામાં મોડુ થાય તો શેરડીની એક જગ્યા એ રાખી ઢાંકી દેવી. વજન અને મીઠાશ સારી રાખવા માટે પાણી છાંટતા રહેવું.
સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો વારીશ ખોખર ૯૭૧૪૯૮૯૨૧૯ -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020