ફળ અને શાકભાજી તેના મુળ સ્વરૂપે અથવા તેની જુદી જુદી બનાવટો બનાવીને, જુદા જુદા પરિક્ષકોનો ઉપયોગ કરી ,પરિરક્ષણની જુદી-જુદી પધ્ધતિઓ દ્વારા લાંબા સમય સુધી સંગ્રહ કરવાની પધ્ધતિને ફળ અને શાકભાજીનું પરિરક્ષણ કહેવામાં આવે છે.
ફળ અને શાકભાજીનો જીવિત કોષોથી ભરપૂર હોય છે. જેના કારણે ફળ અને શાકભાજી પાકોમાં આંતરીક રીતે ઉપલબ્ધ એન્ઝાઈમસ મારફત કોષોમાં જૈવ રસાયણિક પ્રક્રિયા સતત ચાલતી રહે છે,તે ઉપરાંત ફુગ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુંના કારણે ફળ અને શાકભાજીના પોષક તત્વનું સતત વિઘટન થતાં ભૌતિક અને રસાયણિક પરિવર્તનની બગાડ થાય છે.
ફળ અને શાકભાજી પરિરક્ષણ માટે નીચે મુજબના પરિરક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે.
(૧) સાઈટ્રીક એસિડ
(૨) પોટેશિયમ મેટા બાયસલ્ફાઈટ
(૩) એસેટિક એસિડ
(૪) સોડિયમ બેન્જોએટ
(૫) ખાંડ
(૬) મીઠું
ડબ્બાબંધી એ ફળ અને શાકભાજીના પરિરક્ષણની પ્રક્રિયા છે. જેમાં ડબ્બા બંધ કરતા પહેલા તેમજ ડબ્બા બંધ કાર્ય બાદ ગરમી આપવામાં આવે છે જેથી તેમાં સુક્ષ્મજીવાણુઓનો ઉપદ્રવ થઇ શકતો નથી તેમજ બહારના સૂક્ષ્મ જીવાણુઓ તેમાં પ્રવેશી શકતા નથી.
સ્ત્રોત: I ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
આ વિભાગમાં ફળ પરિરક્ષણ વિશેની માહિતી આપેલ છે