હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / બાગાયતી પાકો / દ્રાક્ષની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દ્રાક્ષની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

દ્રાક્ષની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ભારતમાં દ્રાક્ષની ખેતી સૌથી લાભપ્રદ ખેતી સાહસોમાનું એક સાહસ છે. આદીકાળના વિખ્યાત ભારતીય આયુર્વેદિકના વિધ્વાનો ચરક અને સુશ્રુતાએ પણ દ્રાક્ષના તબીબી ગુણધર્મો વિશે ઉલ્લેખ કર્યો છે. આશરે ૧૩ મી સદીમાં ઈરાન તથા અફધાનિસ્તાનમાંથી મુસ્લિમો ધ્વારા દ્રાક્ષ ભારતમાં દાખલ કરવામાં આવેલ હતી. આમ તો દેશમાં દ્રાક્ષની જાણકારી આદીકાળથી હતી, પરંતુ વ્યાપારિક ધોરણે ખેતી દેશમાં અંગ્રેજો આવ્યા પછી થવા લાગી હતી.

આપણા દેશમાં દ્રાક્ષ એક અગત્યનો ફળપાક ગણાય છે. વિશ્વભરમાં દ્રાક્ષ એ લીબું તેમજ કેળા પછી ત્રીજા ક્રમે સૌથી વધુ ઉગાડાતો ફળ પાક  છે. વિશ્વમાં સૌથી વધુ દ્રાક્ષ ઉત્પાદન કરતાં દેશોમાં પ્રથમ ક્રમે ચીન (૧૩ ટકા), બીજા ક્રમે ઈટાલી (૧ર ટકા) અને ત્રીજા ક્રમે અમેરિકા(૯ ટકા) આવે છે. દ્વાક્ષમાં દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારત ર (બે ) ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં દ્રાક્ષનો કુલ વિસ્તાર આશરે ૧.૧૧ લાખ હેકટર છે. જયારે તેનું કુલ ઉત્પાદન ૧ર.૩પ લાખ મે.ટન તેમજ તેની ઉત્પાદકતા ૧૧.૧ મે.ટન છે (નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ ર૦૧૧ાઉ

દેશમાં સૌથી વધુ દ્રાક્ષ પકવતા રાજયમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તાલીમનાડુ અને આંધ્રપ્રદેશ મુખ્ય છે. ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વાવેતર થયેલ છે. પરંતુ ખેડુતો કયાંક કયાંક સફળ થયા છે ખાસ કરીને રાજયમાં કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં વાવેતર થયેલ છે.

દ્રાક્ષએ અગત્યનો રોકડીયો પાક છે. દ્રાક્ષને વાવ્યા પછી ત્રણ વર્ષે ફળ બેસે છે. ભારતમાં લીલી, કાળી અને સફેદ એમ ત્રણ પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે. સફેદ દ્રાક્ષ મધુર હોવાથી મોંધી છે. આમ, દ્વાક્ષ એ ઘણુંજ પૌષ્ટિક, સુપાચ્ય ફળ તેમજ ફળાહારમાં, સુકવણી કરીને, દારૂ બનાવવા જેવા ઘણા ઉપયોગ હોવાથી તેની આધુનિક ખેતી પધ્ધતિ વિશે જાણકારી હોવી ખુબજ જરૂરી છે.

હવામાન :

દ્રાક્ષને વૃધ્ધિ અને ફળ ધારણ કરવાના સમયગાળા દરમ્યાન ગરમ અને સુકુ વાતાવરણ માફક આવે છે. ભેજવાળું વાતાવરણ આ પાકને માફક આવતું નથી. જે વિસ્તારમાં ઉષ્ણાતમાન ૧પ થી ૪૦ ડીગ્રી સેલ્સિયસની વચ્ચે હોય ત્યાં દ્રાક્ષ સફળ રીતે થઈ શકે છે. ફળના વૃધ્ધિ અને વિકાસ દરમ્યાન તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ કરતાં વધે તો ફળના કદમાં ઘટાડો તેમજ ફળ ઓછા બેસે છે, તેમજ ફળની છાલ જાડી થઈ જાય છે. ભેજવાળા કે વાદળછાયા વાતાવરણથી રોગ–જીવાતનો ઉપદ્રવ વધે છે. ફુલ આવવાના સમયે  અને ફળોના વિકાસ દરમ્યાન વરસાદ નુકશાનકર્તા છે.

જમીન :

દ્રાક્ષનો પાક વિવિધ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. ખાસ કરીને ગોરાડુ, મધ્યમ કાળી અને લાલ જમીન આ પાકને વધુ અનુકુળ છે. જમીન સારા નિતારવાળી અને ફળદ્રુપ હોવી જોઈએ. જમીન ઉપરનું ૯૦ સે.મી. પડ સખત ન હોવું જોઈએ. જમીનનો પી.એચ. આંક ૬.પ થી ૭.પ હોય તો આ પાક સારી રીતે લઈ શકાય છે.

દ્વાક્ષની વિવિધ જાતો :

ભારતમાં આશરે ૧૦૦૦ જેટલી દ્વાક્ષની જાતોનું વાવેતર થાય છે. જેમાં તાસ–એ–ગણેશ, પુસા સીડલેશ, ડીલાઈટ, અનાબે–શાહી, બેંગ્લોર બ્લુ, ભોંકરી, ગુલાબી, કાલી સહેલી, પરલેટ, થોમ્પસન સીડલેશ, શરદ સીડલેશ, સોનાકા વિગરે જાતો મુખ્ય છે. તદુપરાંત ભારતીય બાગાયત અનુસંધાન સંસ્થા, ૮યહબચ૯લ હેસારઘટ્ટા, બેંગ્લોર ધ્વારા ઘણી સંકર જાતો બહાર પાડવામાં આવેલ છે જેવી કે અર્કાવતી, અર્કા હંસ, અર્કા કંચન, અર્કા શ્યામ, અર્કા નીલમની, અર્કા શ્વેતા, અર્કા મેજેસ્ટીક, અર્કા ચિત્રા, અર્કા કિશ્ના, અર્કા સોમ, અર્કા ટ્રીશ્ના. ધણી વિદેશી જાતોનું પણ દેશમાં વાવેતર થાય છે જેવી કે ઈટાલીયા, અસારીયો, અલ્મેરીયા, કાર્ડીનલ અને ગોલ્ડ વિગેરે.

આ બધી પૈકી ગુજરાત માટે  તાસ–એ–ગણેશ, પુસા સીડલેશ, ડીલાઈટ, અનાબે–શાહી,  થોમ્પસન સીડલેશ, શરદ સીડલેશ, સોનાકા જેેવી જાતોની  ભલામણ કરેલ છે.

સંવર્ધન :

દ્રાક્ષનું સંવર્ધન ખાસ કરીને કટકા કલમ પધ્ધતિ તેમજ ગ્રાફટીંગ (કલમ ચઢાવવી) પધ્ધતિનો ઉપયોગ થાય છે. કટકા કલમમાં ત્રણ થી ચાર વર્ષના જુના વેલામાંથી ચાર આંખોવાળા પેન્સીલ જેટલી કદના ૮ થી ૧૦ સે.મી ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટુકડાને આઈ.બીે.એ. (વૃધ્ધિ નિયંત્રક)ની પ૦૦ પીપીએમની માવજત આપવાથી મુળ જલ્દી  ફુટે છે અને મુળનો વિકાસ સારો થાય છે.

રોપણી :

  1. સમય : સામાન્ય રીતે  દ્રાક્ષના તૈયાર થયેલ છોડને મધ્ય ભારતમાં નવેમ્બર–ડીસેમ્બર માસ દરમ્યાન રોપણી કરવામાં આવે છે. જયારે દક્ષિણ ભારતમાં ડીસેમ્બર–જાન્યુઆરી અને ઉત્તર ભારતમાં ફ્રેબ્રુઆરી–માર્ચ દરમ્યાન રોપણી કરવામાં આવે છે. જયાં પાણીની તંગી હોય ત્યાં ચોમાસાની શરૂઆતમાં રોપણી કરવી જોઈએ.
  2. અંતર : દ્રાક્ષનું રોપણી અંતર, જાત અને તાલીમ પધ્ધતિ પર આધાર રાખે છે. સામાન્ય  રીતે મહારાષ્ટ્રમાં ''થોમસન સીડલેશ'' જાત મંડપ પધ્ધતિમાં ૧.ર મી. બે છોડ વચ્ચે અને ૩.૬ મી. બે હાર વચ્ચે અંતર રાખી રોપણી કરવામાં આવે છે.
  3. પધ્ધતિ : પાકની રચના પ્રમાણે તૈયાર કરેલ જમીનમાં ૬૦ સે.મી. ઉંડા, પહોળા અને લાંબા ખાડા તૈયાર કરવા. ઉપરના અડધા ખાડાની માટી અલગ રાખવી. અલગ રાખેલી માટીમાં ૧પ–ર૦ કિ.ગ્રા. દેશી ખાતર, લીલા સુકા પાન, ૧ કિલો સીંગલ સુપર ફોસ્ફેટ, પ૦૦ ગ્રામ પોટાશ અને ૧૦૦ ગ્રામ મિથાઈલ પેરાથીઓન પાવડર ભેળવી ખાડો ભરી દેવો. ત્યારબાદ એક વષ જુના મુળવાળી કટકા કલમ ખાડાના મધ્યભાગમાં રોપવી.

કેળવણી :

દ્રાક્ષ એ વેલાવાળો પાક હોવાથી શરૂઆતથી વેલાને કેળવણી આપવી જરૂરી છે. જેનાથી દ્રાક્ષના વર્ષ દરમ્યાન થતાં ખેતી કાર્યો સહેલાઈથી કરી શકાય છે. તેમજ પાંદડાઓને પુરતો પ્રકાશ મળે અને હવાની અવરજવર  સારી રીતે થાય છે. આ માટે જુદા જુદા આકારનો ઉપયોગ કરીએ છીએ. જેને ટ્રેલીસ કહે છે. ખાસ કરીને મંડપ, ટી(ત), વાય (થ) તેમજ છાપરાકાર ટ્રેલીસનો ઉપયોગ દ્રાક્ષના વેલાની કેળવણી કરવા થાય છે.

ગુજરાતમાં દ્રાક્ષના વેલાને એક થડ વધવા દઈ જરૂર પ્રમાણે દોઢથી બે મીટરની ઉંચાઈ બાદ મંડપ પધ્ધતિ અથવા ટેલીફોન પધ્ધતિ દ્વારા કેળવણી આપવાની ભલામણ છે.

છાંટણી : દ્વાક્ષમાં છાંટણી કરવાનો મુખ્ય હેતુ ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા અને સહેલાઈથી ખેતી કાર્યો થઈ શકે એ માટેનો છે.  ત્યારબાદ દર વર્ષે જે તે વિસ્તાર અને જાત મુજબ છાંટણી કરવામાં આવે  છે.

ગુજરાત માટે દ્રાક્ષને વર્ષમાં બે વખત છાંટણી કરવા ભલામણ છે. સામાન્ય રીતે માર્ચ–એપ્રિલ અને ઓકટોબર–નવેમ્બર માસમાં છાંટણી કરવામાં આવે  છે. માર્ચ–એપ્રિલની છાંટણીમાં પેટા શાખા પર એક આંખ રાખવામાં આવે છે. આ છાંટણીને ''બેક છાંટણી'' કહે છે. જયારે ઓકટોબર–નવેમ્બરની છાંટણીમાં  દ્રાક્ષની જાત પ્રમાણે આંખો રાખી છાંટણી કરવામાં આવે છે. દા.ત. –થોમ્પસન સીડલેશ'' જાતમાં ૬ થી ૮ આંખો રાખવામાં આવે છે. આ પ્રકારની છાંટણીને ''ફોરવર્ડ'' છાંટણી  કહે છે. આ છાંટણી કર્યા બાદ ૪ થી પ મહિને વેલા ફળ આપવાનું ચાલુ કરે છે.

ખાતર :

  1. ફુલ ફળ બેસે તે પહેલા એટલે શરૂઆતના વર્ષમાં વેલા દીઠ ૧૦૦ ગા્રમ યુરિયા અને ર૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ એક માસના સમયાંતરે આપવા. જેનાથી પર્યાપ્ત ડાળીઓ અને વેલાનો વિકાસ થાય છે.
  2. ૩–પ વષના વેલાને, વષમાં પ૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન(૧૦૮૬ કિ.ગ્રા. યુરિયા), ૧રપ કિ.ગ્રા. ફોસ્ફરસ (૭૮ર કી.ગ્રા. સુપર ફોસ્ફેટ) અને ૩પ૦ કિ.ગ્રા. પોટાશ (પ૮૩ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ ) હેકટરદીઠ આપવા.
  3. પ વષથી ઉપરના વેલાને, વર્ષમાં પ૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૦૮૬ કિ.ગ્રા. યુરિયા), પ૦૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (૩૧રપ કી.ગ્રા. સીંગલ સુપર ફોસ્ફેટ),  ૧૦૦૦ કિ.ગ્રા. પોટાશ (૧૬૬૦  કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ ) હેકટર દીઠ આપવો જોઈએ.

પિયત :

મુખ્યત્વે દ્રાક્ષને અર્ધસુકા વિસ્તારમાં જયાં વરસાદ અપુરતો હોય ત્યાં વાવેતર કરવામાં આવે છે, જેથી પુરક પિયત આપવું જરૂરી  છે. દ્રાક્ષના વેલાના અલગ અલગ વૃધ્ધિ તબકકા મુજબ પાણીની જરૂરિયાત અલગ અલગ છે. ફળ બેસે તે દરમ્યાન  પ થી ૭ દિવસના અંતરે પિયત આપવું. કાપણીના ૧૦ દિવસ પહેલા પિયત બંધ કરવું જોઈએ. જેનાથી ફળની ગુણવત્તા જળવાશે. ઉનાળુ ૠતુમાં  પ થી ૭ દિવસના અંતરે પિયત આપવું.  પિયત હંમેશા ઢાળિયા–પાળા પધ્ધતિ કે રીંગ પધ્ધતિથી આપવું.

નીંદામણ : વર્ષમાં બે થી ત્રણ વાર ખેડ અને જરૂરિયાત પ્રમાણે નીંદામણ કરતા રહેવું જોઈએ.

વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ :

વૃધ્ધિ નિયંત્રકો ઉત્પાદન વધારવા સાથે ફળની ગુણવત્તા સુધારે છે. આ માટે જુદા જુદા વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ફળની  નિકાસ  યોગ્ય  ગુણવત્તા  તેમજ  નિકાસના  ધારાધોરણ  મુજબ  કરવો  જોઈએ.  દ્વાક્ષમાં  જુદા  જુદા  વૃધ્ધિ  નિયંત્રકોનો ઉપયોગ, પ્રમાણ, સમય અને અસર નીચે મુજબ છે.

વૃધ્ધિ નિયંત્રક

પ્રમાણ

આપવાનો સમય

અસર

એન. એ.એ.

ર૦ પીપીએમ

ફળ બેસે તે તબકકે છંટકાવ કરવાથી

ફળફુલ ખરતાં અટકે

જીબ્રેલીક એસિડ

૧૦–૧પ પીપીએમ

ફુલો બેસે તે પહેલા છાંટવાથી

ઝુમખાની દાંડીની લંબાઈ વધે

જીબ્રેલીક એસિડ અને સાયટોકાઈનીન

૩૦–૪૦ પીપીએમ

૩ થી ૪ મી.મી. કદના ફળ તેમજ

૬–૭ મી.મી. કદના ઝુમખાને ડુબાડવા

ઝુમખાના કદમાં વધારો થાય

ઈથીલીન

૧૦૦ પીપીએમ

નવી કળી ફુટે તેના ૧પ દિવસ પહેલા

વેલાના ટોચની વૃધ્ધિ અટકે

ઈથીલીન

ર૦૦ પીપીએમ

૧પ–૧૬ પાનના તબકકે

વેલાની થડની જાડાઈ વધે

૬– બી.એ.

૧૦ પીપીએમ

૧પ–૧૬ પાનના તબકકે

૩ – ૪ મી.મી. કદના ફળ

૬–૭ મી.મી. કદના ફળ

ફળ સેટીંગ વધે અને ફળના કદમાં વધારો થાય

સી.પી.પી.યુ.

ર પીપીએમ

૩ – ૪ મી.મી. કદના ફળ

૬–૭ મી.મી. કદના ફળ

ફળના કદમાં વધારો  કરે, ફળનો આકાર ગોળ રાખે તેમજ રંગ  જાળવી રાખે.

(સ્ત્રોતઃ નેશનલ રીસર્ચ સેન્ટર ઓન ગ્રેપ્સ, પુના/રાષ્ટ્રીય દ્રાક્ષ સંશોધન કેન્દ્ર, પુના)

પાક સંરક્ષણ :

જીવાત :

દ્રાક્ષની ચાંચડી : નિયંત્રણ માટે કવીનાલફોસ (૦.૦પ %) નો છંટકાવ કરવો.

થ્રિપ્સ : આ જીવાતના નિયંત્રણ માટે મેલાથીઓન  (૦.૦પ %) અથવા પ્રોફેનોફોસ (૦.૦પ %)નો વારાફરતી છંટકાવ કરવો.

રોગ :

એન્થ્રેકનોઝ (કાલવ્રણ) : આ રોગમાં પાન ઉપર ભુખરા કાળા ડાધા પડે છે. આ રોગનું પ્રમાણ ઓકટોબર– નવેમ્બરમાં વધુ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે અસર પામેલ ડાળી  દુર કરવી તેમજ નવી ફુટતી કુમળો અને ડાળી ઉપર બોર્ડો મિશ્રણ અથવા કાર્બેન્ડાઝીમનો છંટકાવ કરવો.

ભુકી છારો :  ફૂગથી આ રોગ થાય છે. સફેદ–ભૂખરા રંગની ફૂગ ફળ પાન વગેરે ઉપર હૂમલો કરે છે. તેના નિયંત્રણ માટે ૦.ર ટકા સલ્ફરના બે થી ત્રણ છંટકાવ પ–૭ દિવસના અંતરે કરવા જોઈએ. આ ઉપરાંત સીસ્ટેમિક ફુગનાશકો જેવી કે બાયલેટોન (૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી) અથવા કેલેકઝીન (૩–૪ મી.લી./૧૦ લીટર પાણી) અથવા બીનોમીલ (પ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ કરવાની ભલામણ છે.

કાપણી અને ઉત્પાદન :

દ્રાક્ષની કાપણી તેના જુદા જુદા ઉપયોગ મુજબ કરવામાં  આવે છે. જો દ્રાક્ષનો ઉપયોગ કિસમિસ બનાવવા કરવાનો હોય તો, દ્રાક્ષની કાપણી છેલ્લા તબકકે કરવી. જેનાથી ખાંડનું પ્રમાણ વધે અને સુકી દ્રાક્ષનું વજન પણ વધારે મળે. ટેબલ હેતુ એટલે કે સીધા ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે તો બરોબર પરિપકવ થયે, દુધિયા લીલા રંગ આવે ત્યારે કાપણી કરવી. જયારે ઝુમખાની બધી દ્રાક્ષ એકસરખા રંગની અને કદની થાય તેમજ ઝુમખાનું વજન ૩૦૦ થી ૭પ૦ ગ્રામનું થાય ત્યારે કાપણી કરવી જોઈએ. કાપણી હંમેશા વહેલા સવારના સમયે લાંબી કાતર વડે કરવું. ઉતારેલા ઝુમખાને વગીકરણ કરી, ર થી ૪ કિલોના કાડબોડ કે પેપર પસ્તી અથવા ટીસ્યુ પેપરમાં લપેટી બજારમાં વેચાણ માટે મુકવા. જો દ્રાક્ષનો સંગ્રહ કરવો હોય તો   ૦ થી ૧૦ સે. ઉષ્ણતામાન અને ૯૦ થી ૯પ ટકા સાપેક્ષ  ભેજમાં કરી શકાય છે.  સામાન્ય રીતે યોગ્ય માવજતથી દ્રાક્ષનું  હેકટરે રપ થી ૩૦ ટન ઉત્પાદન મેળવી શકાય છે.

મૂલ્યવર્ધન :

દ્રાક્ષ તાજી તેમજ સુકવીને પણ ખાઈ શકાય છે. દ્વાક્ષનો સુકામેવા તરીકે નો ઉપયોગ ખુબજ પ્રચલિત છે. સુકી દ્રાક્ષને આપણે બેદાણા, મુનકા કે કિસમિસ તરીકે પણ ઓળખીએ છીએ. ઉષ્ણકટિબંધના દેશોમાં લોકોની ભુખ અને તરસ મટાડવા દ્રાક્ષ ખુબજ ઉપયોગી થઈ પડે છે. દ્રાક્ષમાં વધુ પ્રમાણમાં કાબોહાઈડ્રેડ (૧૬.પ %) તેમજ ખનીજ ક્ષારોમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. તે પિત્તનાશક તથા રકતવુધ્ધિ કરનારી છે. દ્રાક્ષનો રસ આસવ કોલેરા માટે ખુબજ ફાયદાકારક છે. દ્રાક્ષના પાંદડાનો પશુ આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. દ્રાક્ષમાંથી સારા પ્રકારનો દારૂ પણ બને છે. આ દારૂ પરદેશમાં નિકાસ કરી વિદેશી હુંડિયાપણ કમાઈ શકાય છે.

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ

''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

3.14814814815
યાસીન ભાઇ Oct 07, 2019 03:53 PM

દ્રાક્ષ ના રોપ ક્યાં મળે છે નર્સરી ફોન નંબર આપશો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top