દાડમનો પાક ગુજરાતના કયા વિસ્તારોમાં થઈ શકે છે?
જવાબ : દક્ષિાણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારને બાદ કરતાં દાડમ ગુજરાતના તમામ જિલ્લામાં સહેલાઈથી થઈ શકે છે.
દાડમની રોપણી કેવી રીતે કરી શકાય છે? રોપણી કેટલા અંતરે કરવી અને એક હેકટરમાં કેટલા છોડ આવે છે?
જવાબ : દાડમની રોપણી માટે ગુટી કલમ કે કટકા કલમ કરીને જમીનને ખેડી કરબથી સમતલ કરવી. ત્યારબાદ પ મીટર × પ મીટરના અંતરે અથવા ધનિષ્ઠ ખેતી પધ્ધતિમાં વાવેતર માટે ૪ મીટર × ર મીટરના અંતે રોપણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે એક હેકટરમાં ૧રપ૦ જેટલા છોડ આવે.
દાડમની ખેતી માટે કેવી જમીન વધુ અનુકુળ આવે છે. દાડમની જાતોમાં કઈ જાતો જાણીતી છે?
જવાબ : દાડમનો પાક આમ તો સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે. પરંતુ વિશેષ સારૂ અને ગુણવતાયુકત ઉત્પાદન લેવા માટે મધ્યમ કાપી અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે. દાડમની જાતોમાં ધોળકા, ગણેશ, મૃદૃલા, આરકતા, જયોતિ, રૂબી, લગવા વગેરે જાતો જાણીતી છે.
દાડમની રોપણી કર્યા પછી પાછળની માવજતમાં શું શું કાર્યો કરવાની જરૂર પડે?જવાબ : દાડમની રોપણી કર્યા બાદ વરસાદ ન હોય તો પાણી આપવું તથા ખામણાં કરવાં કેળવણી અને છાંટણી કરવો પડે. જાત મુજબ ખાતરો માપસર નાખવા પડે. ખામણાં પધ્ધીતથી પિયત કરવું પડે. આ પાકને નિંદણમુકત રાખવો હાથીસાંતી ચલાવી અથવા નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું. આમ, માવજત કરવાથી દાડમના પાકમાં બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં ફળ મળ્યા કરે છે.
સ્ત્રોત: I ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020