હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / બાગાયતી પાકો / જાન્યુઆરીમાં કરી શકાય એવા તરબૂચની ખેતી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જાન્યુઆરીમાં કરી શકાય એવા તરબૂચની ખેતી

જાન્યુઆરી માં કરી શકાય એવા તરબૂચની ખેતી વિશેની માહિતી છે


આ વિડીઓમાં તરબૂચની ખેતી વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે

તરબૂચ જમીન પર પથરાયેલા વેલા પર ઉગે છે, Watermelon grows on the vines scattered over the ground, જેનું મૂળ ઉદ્ભવ સ્થાન આફ્રિકા ખંડના દક્ષિણના દેશોને માનવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પેપો ફળ તરિકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારનું આ ફળ છે, જે ખુબ જાડી છાલ અને રસાળ ગર ધરાવે છે. અધોજાયી અંડાશયમાંથી પરિણમતાં આ પેપો ફળ ક્યુકરબિટેસી કુળની લાક્ષણિકતા છે. તરબૂચ પણ પેપો ફળ હોવાને કારણે જાડી લીલી કે ઘાટી અને આછી લીલી તથા પીળી ઝાંયવાળા ચટાપટા ધરાવતી છાલ, જે અંદરની તરફ સફેદ હોય છે, તથા મધ્યમાં અનેક બીજ પથરાયેલો લાલ રંગનો રસાળ મીઠો ગર ધરાવે છે. ફળ તરિકે કે અન્ય ફળોની સાથે કટકા કરીને તેને લગભગ સમગ્ર વિશ્વમાં ખાવામાં આવે છે.

પાકની અગત્યતા:

તરબૂચનું વાવેતર ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબૂચ્ આશીર્વાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગરજ સારે છે જેથી તરબૂચને રણનું અમૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પાકના ફળમાં લોહતત્વનું પ્રમાણ સવિશેષ્ હોય છે. તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. આમ આ પાક ઉનાળામાં થતો હોવાથી ઉનાળાની ગરમીમાં ફળ તેની ગરજ સારે છે.

જમીન અને જમીનની તૈયારી

તરબૂચની ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેમાંય નદીના પટની રેતાળ જમીનમાં ફળોનું ઉત્પાદન (Production of fruits in sandy soil) વિશેષ મળે છે. ગોરાળુ જમીનમાં પણ સફળતાપૂર્વક આ પાક લઈ શકાય છે. જે જમીનની નિતાર શકિત સારી હોય ત્યાં આ પાક થઈ શકે. આ પાકના વાવેતર માટે જમીનને બરાબર ખેડી તૈયાર કરવી. ત્યારબાદ રોટાવેટરથી જમીનનો બરાબર ખેડવી. જમીનની તૈયારી વખતે પાયાના ખાતરો જમીનમાં આપી બરાબર ભેળવી દેવા.

તરબૂચનું વાવેતર ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબૂચ આશીર્વાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગરજ સારે છે જેથી તરબૂચને રણનું અમૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પાકના ફળમાં લોહતત્વનું પ્રમાણ સવિશેષ  હોય છે. The amount of iron is significant in the crop’s fruit. તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. આમ આ પાક ઉનાળામાં થતો હોવાથી ઉનાળાની ગરમીમાં ફળ તેની ગરજ સારે છે.

હવામાન :

આ પાકને ગરમ અને સૂકુ હવામાન વિશેષ્ માફક આવે છે. હિમથી આ પાકને ખુબજ નુકશાન થાય છે. સામાન્ય રીતે રપ૦ – ૩૦૦ સે. તાપમાન (Route 0 – 300 sec. Temperature) જરૂરી છે. તરબૂચને પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. સૂર્ય પ્રકાશના લીધે તરબૂચના શર્કરાનું પ્રમાણ વધે છે અને પર્ણને લગતા રોગોનું પ્રમાણ ઘટે છે.

તરબૂચ ગરમીનો પાક છે એટલે મકરસંક્રાતિ પછી ઠંડી ઓછી થઈ જાય પછી તરબૂચની વાવણી કરવી જેથી ઉગારો સારો મળે. પરંતુ ડીસેમ્બર,જાન્યુઆરી મહિનામાં તરબૂચના ભાવ સારા મળતા હોવાથી વરસાદ પૂરો થાય કે તરત જ સપ્ટેમ્બરથી ઓકટોમ્બર મહિનાની આખર સુધી વાવણી કરવી જેથી વાવણી કર્યાં બાદ શરૂઆતમાં પ૦ થી પપ દિવસ ગરમી મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ સારો થાય. પછી જો ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી. એ રીતે તરબૂચનો પાક વરસમા બે વાર પણ લઈ શકાય છે.

જાતોની પસંદગી

આશાહી યામાટો:

આ જાપાનીઝ જાત છે, જેના ફળ ૬ થી ૭ કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. છાલ આછા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે.

સુગર બેબી:

તરબૂચની આ અમેરિકન જાત સૌથી વધુ પ્રચલિત છે જેના ફળ ૩ થી ૪ કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. છાલ ભુરાશ પડતા ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે.

અર્કા જયોતિ:

તરબૂચની હાઈબ્રિડ જાત છે જેના ફળ ૬ થી ૭ કિ.ગ્રા. વજનના ગોળાકાર થાય છે. છાલ લીલા રંગની અનેઉપર ગાઢા લીલા રંગના પટ્ટા હોય છે આ જાત ભારતીય બાગાયત સંશોધન સંસ્થા બેંગ્લોરથી બહાર પાડવામાં આવેલ છે.

મધુ:

તરબૂચની હાઈબ્રિડ જાત છે જેનાં ફળ ૮ થી ૧૦ કિ.ગ્રા. વજનનાં લેબગોળ થાય છે. છાલ ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે.

મિલન:

આ હાઈબ્રિડ જાતના ફળ લંબગોળ થાય છે જેનું સરેરાશ વજન ૮ કિ.ગ્રા. હોય છે. ફળની છાલ આછા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. ફળની છાલ કઠણ હોય દૂરના બજારમાં સહેલાઈથી મોકલી શકાય.

આ ઉપરાંત ખાનગી કંપની અને સંસ્થા દ્રારા તરબૂચની ઘણી જાતો બહાર પાડવામાં આવેલ છે. જેમાં નોનયુ કંપનીની ઘણીબધી હાઈબ્રીડ જાતોનો વાવેતર ખેડૂતો કરતા થયા છે. ખેડૂતમિત્રોને તરબૂચની કોઈ પણ જાત પોતાના ખેતરમાં થોડા વિસ્તારમાં વાવી ચકાસણી કરી પછી વધારે વિસ્તારમાં વાવેતર કરવાની સલાહ છે.

વાવણી સમય અને પદ્ધતિ :

સામાન્ય રીત તરબૂચની વાવણી જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી માંડીને માર્ચની આખર સુધીમાં કરી શકાય છે જયારે શિયાળાની ઋતુમાંફળ મેળવવા માટે કે જયારે સારા બજારભાવ મળે તે માટે ખેડૂત મિત્રોએ વરસાદ પૂરો થાય કે તરત સપ્ટેમ્બરથી ઓકટોમ્બરના અંત સુધીમાં તરબૂચનું વાવેતર કરવું જેથી તેને પપ દિવસ સુધી ગરમી મળે જેથી તરબૂચનો વાનસ્પતિક વિકાસ થઈ જાય પછી ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી.

તરબૂચ જાન્યુઆરીમાં વાવવામાં આવે છે Watermelon is sown in January પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીહાઉસ ટનલ બનાવી તેમાં રાખી એક માસ ત્યાં ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં કોથળી તૈયાર કરેલ છોડ રોપી તરબૂચનો પાક ૩૦ થી ૪૦ દિવસ વહેલો મળે જેથી બજારભાવ સારા મળે.

જમીનની પ્રત અને તેની ફળદ્રુપતાને ધ્યાને રાખીને તરબૂચનું ર મીટર × ૧ મીટરનાં અંતરે વાવેતર કરવું અથવા જોડિયા હાર પધ્ધતિથી ૧ મીટર × ૦.૬ મીટર × ૩.૪ મીટરના અંતરે (દરેક હારમાં બે છોડ વચ્ચે ૧ મીટર, બે હાર વચ્ચે ૩.૪ અંતરે) વાવણી કરવી. ટૂકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફળો કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતા ર.પ થી ૩.૦ કિ.ગ્રા. બીજ એક હેકટરના વાવેતર માટે જરૂરી છે. બીજને વાવણી કરતા પહેલા ફુગનાશક દવાની બીજ માવજત આપવી. હાઈબ્રીડ જાતનું વાવેતર કરવું હોય ત્યારે હેકટરે પ૦૦ ગ્રામ બિયારણની જરૂર પડે છે.

ખાતર વ્યવસ્થાપન

રેતાળ જમીનમાં જમીન તૈયારી વખતે હેકટર દીઠ ૩૦૦ થી ૪૦૦ કિવન્ટલ જેટલું સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર જમીનમાં નાખીને બરાબર ભેળવી દેવું. છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરો ખામણા દીઠ આપવામાં આવે તો ખાતરનો બગાડ થતો અટકાવી શકાય છે. ખામણા દીઠ ૧૬ ગ્રામ નાઈટ્રોજન ૧૦ ગ્રામ ફોસ્ફરસ અને ૧૦ ગ્રામ પોટાશ યુકત ખાતરો આપવા જોઈએ જેથી ઉત્પાદન વધુ મેળવી શકાય છે. વાવણી પહેલાં ૩૦ સે.મી. × ૩૦ સે.મી. × ૩૦ સે.મી. ના ખાડા તૈયાર કરવા. તેમાં બરાબર કોહવાયેલુ છાણિયુ ખાતર ૪ કિ.ગ્રા. માટી સાથે મિશ્ર કરી નાખવું. તે ખાડામાં ૩ર ગ્રામ યુરિયા અથવા ૮૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૬ર ગ્રામ સિંગલ સુપર ફોસ્પફેટ અને ૧૬ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ એ બધુ જ માટી સાથે મિશ્ર કરી ખાડામાં નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલ દરેક ખામણામાં બે અથવા હાઈબ્રીડ બિયારણ હોય તો એક બીજ થાણવાં બીજના જલદી અને એક સરખા માટે થાણતાં પહેલા બીજને ર૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખી ત્યારબાદ વાવવા.

ખાતરની ગણતરી :- (ર×૧ મીટરના અંતર માટે)

ક્રમ હેકટર દીઠ તત્વો/ કિ.ગ્રા/હે. કયુ ખાતર કેટલા પ્રમાણમાં આપવું ખાતર કયારે આપવું

  • નાઈટ્રોજન -પ૦ ૧૧૦ કિ.ગ્રા. હે. યુરિયા વાવણી વખતે પાયામાં ફોસ્ફરસ- પ૦ ૩૦૦ કિ.ગ્રા હે. એસ.એસ.પી પોટાશ – પ૦ ૮૦ કિ.ગ્રા. હે. મ્યુરેટ ઓફ પોટશ
  • નાઈટ્રોજન -રપ પપ કિ.ગ્રા. હે. યુરિયા અથવ ૧રપ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ વાવણી બાદ ૩૦ દિવસે
  • નાઈટ્રોજન -રપ પપ કિ.ગ્રા. હે. યુરિયા અથવ ૧રપ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે

જો વાવણી જોડિયા હાર પધ્ધતિથી કરવામાં આવે તો તેમાં પોટાશ અને ફોસ્ફરસ ઉપર મુજબ લેવું પણ નાઈટ્રોજન યુકત ખાતર ૧પ૦ કિ.ગ્રા. આંપવું જેમાં ૭પ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી વખતે ૩૭.પ કિ.ગ્રા. વાવણી બાદ અને બીજદ ૩૭.પ કિ.ગ્રા. ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે આપવો.

હાઈબ્રીડ જાતનું વાવેતર કરવું હોય ત્યારે ખાતરનો જથ્થો ૧૦૦-૧રપ-૧૦૦ ના.ફો.પો. કિલો/હે. પ્રમાણે આપવું.જો જમીનમાં નિમેટોડસ(કૃમિ) નો ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતમાં ખાડામાં કાબોફયુરાન દવા હેકટરે ૧ર કિલો પ્રમાણે આપવું.

ફુલ આવે ત્યારે કેલશીયમ નાઈટ્રેટ ર ગ્રામ / લિટર અને વેલા ઉગી ગયા બાદ ૧પ-ર૦ દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ ર ગ્રામ / લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ + કેલ્શયમ ૧ ગ્રામ / લિટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય.

ખેતી કાર્યો :

પારવવું:

છોડની સરી વૃધ્ધિ થયાબાદ ખામણા દીઠ એક એક રહેવા દઈને વધારાના છોડ કાઢી નાંખવા હાઈબ્રીડ તરબુચની ખેતીમાં છાટણીં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં શરૂઆતમાં એક મુખ્ય અને બીજી બે બાજુમાં શાખા રાખી બાકીની કાઢી નાખવી. આ કાર્ય જયારે તરબુચ નાના હોય ત્યારે કરવું. ફળની સંખ્યા કરતા કદ પર ભાર મૂકવાનો હોય ત્યારે ફળ નાના હોય તે વખતે વધારાના ફળો તોડી નાખી સંખ્યા ઓછી કરવી જેથી બાકી રહેલા ફળનો વિકાસ સારો થાય.

આંતરખેડ અને પિયત:

આ પાકનાં મૂળ ઉંડા જતાં નથી આથી નિંદામણનો નાશ કરવા છીછરી આંતરખેડ કરવી. વેલા મોટા થયા બાદ ખૂરપીથી નિંદામણ કરવું. આ પાકના આયુષ્ય કાળ દરમ્યાન ૮ થી ૧૦ દિવસનાં અંતરે પિયત આપવું.

વેલાની વૃધ્ધિ નીકળી એકજ બાજુએ થાય એ માટે શરૂઆતથી જ દરેક વેલાને કેળવવા. આમ કરવાથી નીકમાં પિયત સહેલાઈથી આપી શકાય છે અને ફકત નીકમાં જ પિયત આપવાથી ફળને વધુ ભેજથી થતું નુકશાન અટકાવી શકાય. પાછલી અવસ્થામાં પાણી ઓછું આપવું જેથી એની ગુણવત્તા સારી રહે. પાકની શરૂઆતની અવસ્થામાં વેલાની ઝડપી વૃધ્ધ થાય છે તે સમયે ૬ થી ૭ દિવસે પાણી આપવું ત્યાર પછી સામાન્ય રીતે ૧૦ થી ૧ર દિવસે પાણી આપવું અને ફળ પાકવાની શરૂઆત થાય તે અગાઉ પાણી આપવાનું બંધ કરવું. શરૂઆતની વીણી બાદ નાના રહેલ ફળના વિકાસ માટે લાંબા ગાળે હળવું પિયત આપવું. ગોરાડુ જમીનમાં અથવા રેતળમાં ટૂકા ગાળે પાણી આપવું.

જાતિય પરિવર્તન:

સામાન્ય રીતે તરબુચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા આવશ્યક છે. આ માટે ઈથેફોન પ૦ થી ૧૦૦ મિ.ગ્રા./ લિટર અથવા જીબ્રેલિક એસિડ રપ મિ.ગ્રા. / લિ. નું દ્રાવણ બનાવી બે છંટકાવ (બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમું પાન નિકળે ત્યારે) કરવાથી માદા પુષ્પોનો વધારો કરી અને ઉત્પાદન વધારે મેળવી શકાય છે.

લણણી:

તરબુચના ફળની પરિપકવતા માટે નીચેના મુદ્રાઓ ધ્યાનમાં લેવા.

  • પ્રકાડને છેડે તણાવો સુકાવા માંડે.
  • ફળને આંગળીના ટકોરો મારતાં ભાતુ જેવો રણકાર આવે તો ફળ અપરિપકવ છે જયારે ઘેરો- બોદો અવાજ આવે તો તે ફળ પરિપકવ છે.
  • જમીનને અડકેલ ફળના ભાગની છાલનો રંગ ફળ પરિપકવ થતા સફેદમાંથી બદલાઈ પીળાશ પડતો થાય છે.
  • ફળનાં ડીંટા આગળ લાગેલ વેલો લીસો અને બિલકુલ રૂવાટી વગરનો દેખાય તો તરબુચ પાકી ગયુ છે તેમ માની શકાય.

ઉત્પાદન

તરબુચનો પાક ૮પ થી ૯૦ દિવસનો છે. તેમાં ફળોનું ઉત્પાદન હેકટર દીઠ ૩૦ થી ૪૦ ટન જેટલું મળે છે. હાઈબ્રીડ તરબુચની ખેતીમાં કુલ ૬પ હજારનો ખર્ચની સામે ચોખ્ખો નફો ૧.૧૦ લાખ જેટલો મળે છે. જો ખેડૂત તરબુચની ખેતીમાં વધારે કાળજી રાખીને કરે તો ઘણો નફો મેળવી શકાય છે.

સ્ત્રોત: ખેડૂત પુત્ર

3.33333333333
રોહિત વાવડીયા Mar 22, 2020 03:49 PM

તરબુચ ફ્લેટની બાલકનીમાં કુંડામા વાવી શકાય ?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top