હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / બાગાયતી પાકો / જાંબુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જાંબુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

જાંબુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ગુજરાતમાં થતા ગેોણ ફળપાકોમાં જાંબુએ અગત્યનું સ્થાન મેળવ્યુ છે. ગુજરાતમાં જાંબુની ખેતીની વિશાળ શકયતાઓ રહેલી છે.ગુજરાતમાં જાંબુની પધ્ધતિસરની ખેતી કરવામાં આવતી નથી. પરંતુ પડતર જમીનો, રસ્તા,  શેઢાપાળા કે ગેોચર પ્રકારની જમીનમાં ઉગેલા જોવામાં આવે છે. જાંબુનું ઝાડ ઝડપથી વધતું અને આખુ વર્ષ લીલુ રહેનારૂ વૃક્ષ છે. જાંબુના પાન ધેરા લીલા રંગના અને ચળકતાસુવાળા હોય છે. થડની છાલ સુવાળી, આછા ધેરાથી ભુખરા રંગની હોય છે. ફુલો લીલાશ પડતા સફેદ રંગના હોય છે.

ઉપયોગ :

જાંબુના ફળનું પોષક તેમજ એોષધીય મુલ્ય ધણું છે. ફળના માવાનો ઉપયોગ ઝાડા બંધ કરવા, બીજના પાવડરના ઉપયોગ મધુ પ્રમેહ, દરાજ જેવા રોગોમાં થાય છે. ઉદ્યોગોમાં જાંબુના ફળોનો ઉપયોગ મોટા પાયે વિનેગાર પ્રાપ્ત કરવામાં આવે છે. ફળો સ્વાદમાં તૂરા હોવાથી તેના ઉપર મીઠું ભભરાવીને ખાવાથી સ્વાદમાં ખુબજ મીઠા લાગે છે.

જમીન :

જાંબુના ઝાડને વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ ઝાડના સારા વિકાસ માટે અને વધુ ઉત્પાદન મેળવવા માટે સારા નિતારવાળી ઉડી ગોરાડુ જમીન માફક આવે છે. ક્ષાર વાળી જમીન જાંબુના પાક માટે અનુકુળ આવતી નથી.

હવામાન :

જાંબુને ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં સારી રીતે ઉગાડી શકાય છે. જાંબુને ફુલ આવતી વખતે અને ફળ બેસતી વખતે સુકા હવામાનની જરૂર પડે છે. જાંબુના ઝાડ અતિવૃષ્ટિ અને દુકાળ સામે પ્રતિકારક શકિત ધરાવે છે.

વધુ ઉત્પાદન આપતી જાતો :

ગુજરાતમાં જાંબુની રોપણી માટે જે તે વિસ્તારમાં સ્થાનિક જાત પસંદ કરવામાં આવે છે. કુદરતી રીતે નાના ઠળિયા વાળુ મોટા કદના ફળથી તૈયાર છોડનું વાવેતર કરવું જોઈએ.

  • રાવણા : ઝાડ ઉંચા અને પાન પહોળાં અને મોટાં, ફળ મોટા અને જાંબલી રંગનાં, ચળકતાં, સ્વાદમાં મધુર,
  • પારસ : ઝાડ ઉંચા અને પાન સાંકડા અને લાંબા, ફળ નાનાં અને જાંબલી રંગના, સ્વાદમાં ખટમધુર.

સંવર્ધન :

સામાન્ય રીતે જાંબુનો ઉછેર બીજથી કરવામાં આવે છે. સારા પરિપકવ થયેલા સારી જાતના ફળમાંથી કાઢેલા નાના બીજનો ઉપયોગ વાવવા માટે કરવામાં આવે છે. બીજને રાખી મુકવાથી ફાટી જાય છે. બીજની સ્ફુરણ શકિત પણ ધટી જાય છે. બીજ ૧૦ થી ૧ર દિવસમાં ઉગી જાય છે. જાંબુનો કલમી છોડ બનાવવા માટે જાંબુના થડમાથી તૈયાર થયેલ રોપા ઉપર કલીકાયન અથવા વેજ ગ્રાફટીંગ ધ્વારા કલમી છોડ તૈયાર કરી શકાય છે. જાંબુ બહુભ્રુણીય હોય છે. તેથી બી થી છોડ તૈયાર કરવામાં આવે તો પણ માતૃગુણ ટકી રહે છે.

રોપણી :

જાંબુનું ઝાડ લાંબુ આયુષ્ય ધરાવતું હોવાથી અને વાનસ્પતિક વિકાસને ધ્યાને લઈ ૮ × ૮ મીટરના અંતરે રોપણી કરવા સલાહ છે. ઉનાળામાં તૈયાર કરેલા ખાડાને ૧પ –ર૦ દિવસ તપવા દઈ, ખાડા દીઠ પ૦ કિ.ગ્રામછાણીયુ ખાતર, ર૦૦ ગ્રામ ડી.એ.પી અને ૧૦૦ ગ્રામ પોટાશ તથા જમીનમાં ઉધઈનો ઉપદ્રવ હોય તો કલોરપાયરીફોસ ૧૦૦ લીટર પાણીમાં ૧૦૦ મિ.લી દવા ભેળવી ખાડા દીઠ ૧૦ લીટર દવાનું મિશ્રણ રેડવું અને ખાડા પુરી દેવા. ચોમાસાના પ્રથમ વરસાદ પછી જાંબુના જુસ્સાદાર રોપાઓ / કલમી છોડ ખાડાની મધ્યમાં રોપવા અને રોપણી પછી વરસાદ ન હોય તો તરત જ પાણી આપવું.

ખાતર :

ઉછરતા ઝાડને પ્રતિ વર્ષે ઝાડ દીઠ ર૦ કિ.ગ્રામ છાણીયું ખાતર અને ફળ આપતાં પુખ્ત ઝાડને પ્રતિવર્ષે ઝાડ દીઠ ૮૦ કિ.ગ્રામ છાણીયુ ખાતર જુન–જુલાઈ માસમાં આપવું. આ ઉપરાંત પ૦૦ ગ્રામ નાઈટ્રોજન, ર૦૦ ગ્રામ ફોસ્ફરસ અને રપ૦ ગ્રામ પોટાશ યુકત રાસાયણિક ખાતર ચોમાસાની શરૂઆતમાં આપવું.

પિયત :

ઉછરતા ઝાડને પાંચ વર્ષ સુધી પિયતની જરૂર રહે છે. પુખ્ત વયના ફળ આવતા ઝાડને ૪ થી ૬ પિયત ફળના વિકાસ દરમ્યાન આપવા.

ફુલ અને ફળની વૃધ્ધિ અને વિકાસ :

જાંબુમાં જુના વર્ષની ડાળીની ટોચનો વિકાસ થાય છે. જેના ઉપર ફુલો બેસે છે. જાંબુમાં વર્ષમાં બે વખત ફુલો આવે છે. પરંતુ આપણા હવામાનમાં વર્ષમાં એક જ વખત ફેબ્રુઆરી–માર્ચમાં ફુલો આવે છે. જાંબુમાં પરપરાગનયન થી ફલીકરણ થાય છે. જેમાંથી ફકત ૩ર.૬ થી ૩૬.૦ ટકા ફુલો ઉપર ફળ બેસે છે. જેમાંથી ફકત ૧ર થી ૧પ ટકા ફળો પરિપકવતા સુધી પહોંચે છે. અને ૬૦ થી ૭૦ દિવસમાં ફળો ઉતારવાલાયક થઈ જાય છે.

ફળની વીણી અને ઉત્પાદન :

બીજમાંથી ઉછેરવામાં આવેલ ઝાડ ૮ થી ૧૦ વર્ષે જયારે કલમી ઝાડ ૪ થી પ વર્ષે ફળ ધારણ કરે છે. ફળો ચોમાસાની શરૂઆતમાં પરિપકવ થાય છે. પરિપકવ ફળો લીલા રંગમાંથી ધાટા જાંબુડિયા થી કાળો રંગ ધારણ કરે છે. ફળની સંગ્રહ શકિત ધણીજ નબળી હોય છે. તેથી ફળો ઉતાર્યા બાદ તુર્તજ વેચાણ માટે મોકલી આપવામાં આવે છે. પૂર્ણ વિકસિત ઝાડ દીઠ ફળનું ઉત્પાદન ૮૦ થી ૧૦૦ કિ.ગ્રામ મળે છે.

વિવિધ ફળપાકોનું રોપણી અંતર અને હેકટરે છોડની સંખ્યા

અ.નં.

પાકનું નામ

રોપણી અંતર (મીટર)

હેકટર દીઠ છોડની સંખ્યા

 

આંબો

 

૯ × ૯

૧ર૩

૧૦ × ૧૦

૧૦૦

૧ર × ૧ર

૬૯

 

કેળ

 

૧.પ × ૧.પ

૪૪૪૪

ર.૪ × ર.૪

૧૭૩૬

૩ × ૩

૧૧૧૧

 

ચીકુ

 

૮ × ૮

૧પ૬

૧૦ × ૧૦

૧૦૦

 

પપૈયા

 

ર × ર

૧૦૦૦૦

ર.પ × ર.પ

૬૪૦૦

જામફળ

૬ × ૬

ર૭૭

 

નાળિયેર

 

૭.પ × ૭.પ

૧૦૮

૧૦ × ૧૦

૧૦૦

 

સોપારી

 

૧.૮ × ૧.૮

૩૦૬૮

ર.૪ × ર.૪

૧૭૩૬

 

ખજૂરી

 

૬ × ૬

ર૭૭

૭.પ × ૭.પ

૧૦૮

 

બોર

 

૬ × ૬

ર૭૭

૭.પ × ૭.પ

૧૦૮

૧૦

 

કાજુ

 

૪.પ × ૪.પ

૪૯૩

પ.૪ × પ.૪

૩૪૩

૧૧

 

દ્રાશ

 

ર.૪ × ર.૪

૧૭૩૬

૩ × ૧.પ

રરરર

૪.ર × ૩

૭૯૩

૧ર

લીંબુ

૬ × ૬

ર૭૭

૧૩

આમળા

૮ × ૮

૧પ૬

૧૪

અનનાસ

૦.૬ × ૦.૩

પપપપપ

૦.૯ × ૦.૯

૧ર૩૪પ

૧ × ૧

૧૦૦૦૦

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

3.22580645161
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top