વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ચીકુ

ચીકુ

ચીકુની છાંટણી કેવી રીતે કરવી ?

મોટી ઉમરના (૪૦ થી ૪પ વર્ષના) ઝાડમાં નીચે તરફ ફેલાયેલ ડાળીઓની ગીચતા અને બિનફળાવ ડાળીઓની હલકી છાંટણી કરવી. જેથી હવાઉજાસ અને પુરતો સૂર્યપ્રકાશ મળી રહે જો ફળો વધુ બેસે છે. છાંટણી કરી ચીકુના ઝાડનો આકાર શંકુ આકાર જળવાઈ રહે તે જરૂરી છે. જેથી નીચેની કાળીઓ ઉપરની ડાળીની વધુ વૃદ્ધિથી ઢંકાયેલ ન રહે. ચીકુના ઝાડ ઉપર વૃદ્ધિ નિયંત્રણ અને છાંટણીની અસર તપાસવા અત્રુ ગણદેવી કેન્દ્ર ખાતે પપ મીટરના અંતરે વાવેતર કરેલ ઝાડમાં ૧૪ વર્ષપછી ડાળીઓ એકબીજાને અડી જતાં ઝાડની ઉચાઈ પ મીટર અને ડાળીઓ વર્તુળાકારે ર મીટર ત્રીજયા રાખી શંકુ આકારે છાંટણી કરેલ ઝાડને ૮ મિ.લિ. થી ૧ર મિ.લિ. પ્રતિ ઝાડ કલ્ટારની માવજત ત્રણ વર્ષ સુધી આપી અવલોકન નોંધ કરેલ પરંતુ અખતરાના પરિણામો જોતા છંાટણી અને વૃદ્ધિ નિયંત્રણની અસર સાર્થક જોવા મળેલ છે.

ચીકુમાં કળીઓ અને ફુલ સુકાઈને ખરી પડે છે તો તેનો ઉપાય શું છે?

ચીકુમાં નવી કુંપળો આવે અને કળીઓ તથા ફૂલમાં નુકસાન દેખાય કે તુરત જ તેના નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન ર૦ મિ.લિ. અથવા કિવનાલફોસ ર૦ મિ.લિ. અથવા કાર્બાર્રીલ ૪૦ ગ્રામ દવા પૈકી કોઈ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચીકુના પાકમાં બીજ કોરી ખાનારી નવી જીવાતનો ઉપધ્રવ જોવા મળે છે. તેના નિયંત્રણ માટેના ઉપાયો જણાવશો સીડ બોરરના નિયંત્રણ માટે ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં પોલીટ્રીનસી-૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૧ર.પ મિ.લિ. અથવા લેમડા -સાયહેલોથ્રીન-૧૦ મિ.લિ. દવાનું ૧૦ લિટર પાણીમાં મિશ્રણ ર૦ થી રપ દિવસના અંતરે કરવાથી નિયંત્રણ થાય છે.

ચીકુના ઝાડ ચોમાસા પછી મરવા માંડે છે તેનો ઉપાય શું કરવો?

ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી. ચોમાસામાં પાણી ભરવા દેવું નહી. નિતારનીકની વ્યવસ્થા કરવી. ઝાડ ફરતે રીંગ બનાવી કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રામ ૧૦ લિ. )--- યુરિયા (ર૦૦ ગ્રા. / ૧૦ લિ.) નું દ્રાવણ બનાવી ૧પ દિવસના અંતરે બે વખત રેડવું. ચીકુવાડીયામાં સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડર્માં મિશ્ર કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.

સ્ત્રોત I ખેડૂત

2.95
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top