હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / બાગાયતી પાકો / કરમદાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કરમદાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

કરમદાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

કાંટા ધરાવતું સદાપર્ણી ક્ષુપ છે. આદર્શવાડ બનાવવા ઉપયોગી છે. ફેબ્રુઆરી માસમાં સફેદ રંગના પુષ્પો આવે છે. ફળો એપ્રિલ–મે માસમાં તૈયાર થતા હોય છે. આ સમયે કાચી કેરી મળતી હોવાથી લોકો કાચી કેરી સાથે અથાણાં બનાવવામાં ઉપયોગ કરતા હોય છે.

હવામાન : ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં થઈ શકે છે. સુકા પ્રદેશનું વાતાવરણ અનુકૂળ આવે છે.

જમીન : દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે. સુકા પ્રદેશની રેતાળ તથા બિનફળદ્રુપ જમીન પણ માફક આવે છે.

વર્ધન : કરમદાનું વાવેતર  બીજ, કટકા કલમ, નૂતન કલમ અને ભેટ કલમથી થાય છે.

જાતો : લીલા રંગના ફળવાળી, સફેદ રંગના ફળવાળી.

રોપણી : વાડ બનાવવા ૧ થી ૧.પ મીટરના અંતરે તથા ખેતરમાં વ્યવસ્થિત ૧.પ થી ર.૦ મીટરે જુલાઈ–ઓગસ્ટમાં રોપણી કરવી.

પિયત : નહિવત્‌ માત્રામાં પાણીની જરૂર પડે છે. બિનપિયત પાક પણ થઈ શકે છે.

ખાતર : કરમદાનાં પાકને ખાતર આપવાના અખતરા થયેલા નથી છતાં પુખ્ત ક્ષુપ દીઠ ૧પ થી ર૦ કિ.ગ્રા. છાણિયું ખાતર તથા જરૂર જણાય તો ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ આપવો.

ઉત્પાદન : પુખ્ત છોડદીઠ ર૦ કિ.ગ્રા. નાના કદના ફળો.

ઉપયોગ : ફળો વિટામિન 'સી', લોહ તથા ક્ષારથી ભરપૂર છે. પાકા ફળો ખાઈ શકાય છે. અથાણા, ચટણી, જેલી બનાવી   શકાય છે.

સ્ત્રોત : શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ,''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top