આંબાનુ મૂળ વતન ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. આંબાની ખેતી હેઠળનો વિસ્તાર, કેરીનું ઉત્પાદન અને તેનુ પોષણ મૂલ્ય તથા લોક ભોગ્યતાની દ્રષ્ટિએ તે વિશ્વમાં બિનહરિફ છે. તેથી કેરીને ફળોના રાજાનું બિરૂદ આપવામાં આવ્યું છે. કેરી ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. વિશ્વમાં આંબાની કુલ ૬૯ પ્રજાતિઓમાંથી ફકત મેન્જીફેરા ઈન્ડીકા પ્રજાતિની લગભગ ૧૦૦૦ જેટલી ૧૧૧ કરતાં વધુ દેશોમાં આંબાની જાતો ઉગાડવામાં આવે છે. જેમાંથી ભારતમાં લગભગ ર૦ જેટલી આંબાની જાતો વ્યાપારિક ધોરણે વવાય છે.
ભારતમાં કાશ્મિર અને સિકિકમ પ્રદેશ સિવાય બાકીના બધા જ રાજયોમાં આંબાનું વાવેતર થાય છે. ઉત્તર ભારતમાં દશેહરી, લંગડા, રતૌલ, ચૌસા, સફેદા, મધ્ય અને પૂર્વ ભારતમાં દશેહરી, લંગડા, કીશનભોગ, દક્ષિણભારતમાં તોતાપુરી (બેંગ્લોરા), નીલમ, બનેશાન, બેંગનપલ્લી, પેડારસમ, સુવર્ણરેખા અને પશ્ચિમ ભારતમાં આફુસ, કેસર, રાજાપુરી, ફર્નાન્ડીન, જમાદાર વગેરે જાતો ખૂબ જ પ્રચલિત હોઈ વ્યાપારિક ધોરણે ઉગાડવામાં આવે છે.
કેરીની વિવિધ બનાવટોનું ઉત્પાદન અને નિકાસમાં ભારત અગ્રસ્થાને છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉત્પન્ન થતી કેરીના એક ટકા કેરીમાંથી વિવિઘ બનાવટો તૈયાર કરવામાં આવે છે, જયારે ૦.પપ ટકા જેટલી તાજી કેરીની નિકાસ થાય છે. તે પરથી જણાય છે કે ભારત દેશમાંથી તાજી કેરી અને કેરીની બનાવટોની નિકાસની ભરપૂર શકયતાઓ રહેલી છે. ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી આફુસ અને કેસર અને ઉત્તર ભારતમાંથી દશેહરી અને ચૌસા જાતની કેરીની પરદેશમાં નિકાસ કરવામાં આવે છે.
ગુજરાતમાં આંબાનું સૌથી વધુ વાવેતર (લગભગ ર૦ હજાર હેકટર) વલસાડ જીલ્લામાં ત્યારબાદ બીજે ક્રમે જુનાગઢ જીલ્લો આવે છે. આંબા ઉગાડનારા અન્ય મહત્વના જીલ્લાઓમાં સુરત, ભાવનગર,અમરેલી,ખેડા,અને ભરૂચનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વલસાડી આફુસ, મધ્ય ગુજરાતની રાજાપુરી અને લંગડો અને સૌરાષ્ટ્રની કેસર કેરી ખુબ જ જાણીતી જાતો છે.
આબોહવા :
ચોમાસામાં જુન થી સપ્ટેમ્બર દરમ્યાન પ્રમાણસર વહેંચાયેલો ૭પ૦ થી ૩૭પ૦ મી.મી. વરસાદ, મધ્યમ ઠંડા, સૂકો, ભેજરહિત શિયાળો તથા મધ્યમ ગરમ ઉનાળો આંબાને માફક આવે છે. ફુલ આવવાના સમય દરમ્યાન વાદળ, ધુમ્મસવાળું હવામાન અથવા માવઠાનો વરસાદ ફળ બેસવાની પ્રક્રિયાને અવરોધે છે તથા રોગ જીવાતને નોતરે છે. નાના ફળો ૪ર૦ સે. થી વધારે તાપમાને ખરી પડે છે અને આફુસ–જમાદાર જેવી જાતોમાં કપાસીનો ઉદભવ થાય છે.
જમીન :
પ્રમાણસરની લગભગ બે મીટર જેટલી ઉંડી સારા નિતારવાળી, ફળદ્રપ જમીન વધારે અનુકુળ છે.ગોરાડુ, બેસર કે નદીકાંઠાની જમીન આદર્શ છે. ખારી ચીકણી તેમજ નિતાર વગરની જમીન આંબાને અનુકુળ નથી. પાણીના તળ ઉપર આવતા હોય તેવી જમીનમાં પણ આંબા સારા થતાં નથી.
જાતો :
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હવામાન અને જમીનને અનુકૂળ આંબાની જુદી જુદી જાતોનું વાવેતર સફળતાપૂર્વક કરી શકાય છે. આંબાની સંકર જાતોમાં આમ્રપાલી, નિલફાન્ઝો, સોનપરી, રત્ના, વગેરે છે. વાડીમાં એક જાતનું વાવેતર ન કરતાં ત્રણ ચાર જાતોનું જુથમાં વાવેતર કરવાથી સારું ઉત્પાદન મળે છે. ગુજરાતમાં વાવવામાં આવતી જુદી–જુદી જાતો નીચે કોઠામાં દર્શાવેલ છે.
વિસ્તાર
|
અનુકૂળ જાતો
|
દક્ષિણ ગુજરાત
|
આફુસ, કેસર, દશેરી, લંગડો, રાજાપુરી, વશીબદામી, તોતાપુરી, સરદાર, દાડમિયો, નીલમ, આમ્રપાલી,સોનપરી, નિલફાન્સો, રત્ના વગેરે.
|
મધ્ય ગુજરાત
|
રાજાપુરી, લંગડો, દશેરી, કેસર, વશીબદામી, આમ્રપાલી, નિલફાન્સો વગેરે.
|
ઉત્તર ગુજરાત
|
રાજાપુરી, કેસર, લંગડો, દશેરી, આમ્રપાલી, નિલફાન્સો વગેરે.
|
સૌરાષ્ટ્ર
|
કેસર, જમાદાર, રાજાપુરી, દશેરી, આમ્રપાલી,સોનપરી, નિલફાન્સો વગેરે.
|
સુધારેલી અને વાવેતર હેઠળની જાતો
- કેસર : ફળ મધ્યમથી મોટા કદનું, લાંબુ અને નીચેથી અણીવાળું, કાચું ફળ લીલા રંગનું અને પાકું ફળ પીળાશ પડતું લીલું, ફળનો માવો–રસ કેસરી રંગનો અને સ્વાદમાં મધુર, ગોટલી પાતળી, લાંબી અને રેષા વગરની. આફૂસ પછીનું સ્થાન ધરાવે છે.
- આફૂસ : ફળ મધ્યમ કદનું લંબગોળ, કાચું ફળ લીલું અને પાકું ફળ પીળા રંગનું, પાકા ફળનો માવો પીળો અને સ્વાદમાં મધુર,ગોટલી નાની અને રેષા વગરની. આ જાતનાં ફળોમાં કપાસીનો ઉપદ્રવ જોવા મળે છે. ફળની ટકાઉશકિત ઘણી સારી. આ એક ઉતમ જાત હોવાથી દેશ–પરદેશમાં વધુ માંગ છે.
- લંગડો : ફળ મધ્યમ કદનું શંકુ આકારનું, ફળ પાકે ત્યારે પણ લીલા રંગનું રહે છે અને માવાનો રંગ કેસરી તથ સ્વાદમાં ખૂબ જ મીઠાશ, ગોટલી નાની, પાતળી અને રેષા વગરની. એકાંતર વર્ષે ફળે છે. ફળની ટકાઉશકિત નબળી છે.
- જમાદાર : ફળ મધ્યમથી મોટા કદનું, કાચું ફળ લીલા રંગનું અને પાકે ત્યારે આછા પીળાશ પડતા રંગનું, માવાનો રંગ પીળો અને સ્વાદમાં થોડો ખટમધુર, ગોટલી ચપટી અને રેષા વિનાની. આ જાતના ફળોમાં કપાસી થાય છે.
- રાજાપુરી : ફળ ખૂબ જ મોટા કદનું અને લંબગોળ, પાકા ફળનો રંગ પીળાશ પડતો લીલો, માવાનો રંગ કેસરી અને સ્વાદમાં ખટમધુર, ગોટલી નાની અને રેષા વગરની, ફળની ટકાઉ શકિત નબળી છે. અથાણા માટેની ખાસ જાત છે.
- તોતાપુરી : ફળ મધ્યમથી મોટા કદનું અને બન્ને બાજુ અણીવાળું, પાકા ફળના માવાનો રંગ પીળો અને સ્વાદમાં ઓછો મધુર, ગોટલી લાંબી અને પાતળી, નિયમિત ફળની જાત છે. અથાણા અને મુરબ્બા માટે પ્રચલિત જાત છે.
- જી.એમ.એચ.–૧ : દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરેલ આ જાત આલ્ફાન્ઝો કરતાં ૧૭ ટકા વધારે ઉત્પાદન આપે છે. કપાસીના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. આ હાયબ્રીડ જાતનું ઝાડ મધ્યમથી વધારે વૃધ્ધિવાળું અને લગભગ નિયમિત ફળે છે. ફળ મધ્યમથી મોટા કદનું સરેરાશ વજન ૩૬૪ ગ્રામ જેટલું હોય છે. ફળની છાલ લીસી સોનેરી પીળા રંગની તેમજ ઘણી પાતળી હોય છે. ફળનો ગર્ભ રેષા વગરનો મીઠો અને સ્વાદે આફૂસને મળતો આવે છે. ફળની ટકાઉ શકિત સારી તેમજ કાપીને ખાવમાં ઉપયોગી છે આ જાત જૂન માસના બીજા અઠવાડિયામાં પાકે છે. પુખ્ત વયનું ઝાડ પ૦.૬ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- આલ્ફાન્સો (આફુસ) : ઝાડ મધ્યમથી મોટું, જુસ્સાદાર અને સીધુ બને છે. ઝાડ મોટા થતાં અનિયમિત ફળ છે. ફળ મધ્યમ કદનાં, હદય આકારના અને સરેરાશ રપ૦ થી ૩૦૦ ગ્રામના વજનના હોય છે. ફળ પાકતાં પીળો રંગ ધારણ કરે છે. અને ઉપલા ભાગે નારંગી રંગ પણ જોવા મળે છે. તે કાપીને ખાવા માટે તેમજ રસ માટે ઉતમ જાત ગણાય છે.
- દશેરી : હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં થોડા પ્રમાણમાં વવાય છે. ઝાડ નાનાથી મધ્યમ કદના, છત્રી આકારના અને ઓછા જુસ્સાદાર હોય છે. ઉતર ભારત ની આ મુખ્ય વ્યાપારી ધોરણે ખેતી થતી જાત છે. ફળવામાં નિયમિત અને વધુ પ્રમાણમાં ફળ લંબગોળ, અંડાકારના ૧પ૦ ગ્રામ વજનના ફળ ધારણ કરે છે. ફળનો ગર્ભ કઠણ, રેસા વગરનો અને ખુબ જ મીઠો હોય છે.
- અમૃતાંગ : આણંદ ખાતેથી શોધાયેલી જાત છે. ફળો મધ્યમ કદ ના માવો સ્વાદમાં અતિ સારો રસ તથા કાપીને ખાવા માટેની ઉતમ જાત છે.
આંબાની સંકર જાતો (HYBRIDS)
ગુજરાત કૃષિ યુનિવર્સિટી પરીયા કેન્દ્ર પરથી ત્રણ સંકર જાતો બહાર પાડવામાં આવેલી છે.
- નિલ્ફાન્સો : નીલમને માતૃ અને આફુસને તિત્રું તરીકે ઉપયોગ કરી વિકસાવવામાં આવેલી છે. ઝાડ મધ્યમ વૃધ્ધિવાળુ અને લગભગ નિયમિત ફળે છે. ફળ ત્રણથી ચારના ઝૂમખામાં હોય છે. ફળનું સરેરાશ વજન ર૦૦ ગ્રામ જેટલું હોય છે. પાકી કેરી આછા પીળા રંગની હોય છે. ફળનો ગર્ભ વગરનો મીઠો અને સ્વાદમાં આફુસને મળતો આવે છે. ફળની ટકાઉ શકિત સારી છે.
- નિલેશાન ગુજરાત : આ જાત નીલમને માતૃછોડ અને બનેશાનને પિતૃ છોડ તરીકે ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેી છે. ઝાડની વૃધ્ધિ મધ્યમ હોય છે. ફળ મોટું સરેરાશ ૪૦૦ થી પ૦૦ ગ્રામનું હોય છે. ફળનો ગર્ભ ધટૃ રેસા વગરનો અને થોડી ઓછી મીઠાશ ધરાવતા હોય છે. આ જાત મોડી પાકે છે.
- નિલેશ્વરી : આ જાત નીલમને માતૃછોડ અને દશેરીને પિતૃ છોડ તરીકે ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી છે. ઝાડ નાના કદનું અને નિયમિત ફળે છે. કેરી ધણી મોડી પાકે છે. ફળનો ગર્ભ રેસા વગરનો મીઠો અને સ્વાદિષ્ટ હોય છે.
ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા નવી દિલ્હી તરફથી મલ્લિકા અને આમ્રપાલી એમ બે જાતો બહાર પાડવામાં આવેલી છે. મલ્લિકાનું ઝાડ મધ્યમ કદનું અન નિયમિત ફળ છે. ફળ મોટા તૈયાર થાય છે. ફળનો ગર્ભ કઠણ, રેસા વગરનો અને મીઠો હોય છે. આમ્રપાલીનું ઝાડ નાનાથી મધ્યમ કદનું હોય છે. ફળ મોટા તૈયાર થાય છે. પણ ઉત્પાદન ધણું સારૂ મળે છે.
સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદાર કૃષિનગર