માદા કીટક મોરની ડૂંખ તથા ફૂલોની પેશીમાં ઈંડા મૂકે છે. આંબાના મોર તેમજ નવી પીલવણી ફૂટવાની શરૂઆત થાય ત્યારે મધિયાના બચ્ચા અને પુખ્ત કીટકો મોર તેમજ પાનમાંથી રસ ચૂસે છે. કૂમળા ભાગમાં નુકશાન થવાથી ફૂલો અને નાના ફળો ખરી પડે છે. મધિયાના શરીરમાંથી મધ જેવા પદાર્થનું ઝરણ થાય છે. જેથી પાન પર એક જાતની કાળી ફૂગ ઉગી નીકળે છે. આવી ફૂગના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. જેથી કેરી ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. ચોમાસાની ૠતુમાં પુખ્ત કીટકો સુષુપ્ત રહી છાલની તીરાડોમાં સંતાઈ રહે છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી બિનમાવજત વાળી આંબાવાડીમાં આ જીવાત વધૂ જોવા મળે છે.
આ જીવાતનો ઉપદ્રવ ફળો પાકવાની શરૂઆત થાય ત્યારે વધુ જોવા મળે છે. માદા કીટક ફળની છાલ નીચે કાણું પાડી ઈંડા મૂકે છે. સમય જતા કાણાંમાંથી રસ ઝરે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ ફળનો ગર્ભ ખાય છે. આવા ઉપદ્રવીત ફળોમાં કોહવાટ થાય છે અને ફળો જમીન પર ખરી પડે છે. પુખ્ત કીડાઓ ફળમાંથી બહાર આવી જમીનમાં કોશેટા અવસ્થામાં રૂપાંતર પામે છે. મોડી પાકતી કેરીની જાતોમાં ફળમાખીનો ઉપદ્રવ વધૂ જોવા મળે છે.
આ જીવાત થડ કે ડાળીમાં કોરાણ કરી નુકશાન કરે છે. માદા કીટક ઝાડના થડની તીરાડમાં કે ડાળીઓના જોડાણ પાસે એકલ દોકલ ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળતો કીડો છાલમાં થઈ ડાળી કે થડમાં અંદરની તરફ સર્પાકાર કોરાણ બનાવે છે. આવા પોલાણ થડ પર નીચેથી ઉપરની તરફ જતાં જોવા મળે છે. આવા કોરાણમાંથી લાકડાનો કૂચો બહાર આવતો જોવા મળે છે જે જીવાતની હાજરી સૂચવે છે. વધૂ પ્રમાણમાં નુકશાન થતાં ડાળી કે સંપૂર્ણ ઝાડ મરી જવાની પણ શકયતા રહે છે.
જમીનમાં રહેલ ઈંડામાંથી નીકળેલા બચ્ચા ઝાડના થડ પર થઈ ડાળીઓ સુઘી પહોંચી જાય છે. રાતીકીડીઓ બચ્ચાને ઝાડ પર ચઢવામાં આડકતરી રીતે મદદ કરતી હોય છે. બચ્ચા તથા માદા કીટક પાન, ડૂંખ, ફળ અને કુમળી ડાળી પર રસ ચૂસે છે. ફળ પર મીલીબગ્સ લાગવાથી ફળની ગુણવત્તા ઘટે છે.
માદા કીટક વિકસતા ફળ પર કે ખરી પડવાની તૈયારીમાં હોય તેવા ફળની છાલ નીચે છૂટા છવાયા ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલો કીડો ફળનો ગર્ભ કોરી ગોટલામાં દાખલ થાય છે અને ગોટલાને કોરી ખાય છે. કોશેટા અવસ્થા ગોટલીમાંજ બને છે. પુખ્ત ચાંચવંું ગોટલીમાંથી નીકળી પાકા ફળના માવામાં રસ્તો કરી બહાર આવે છે તેથી ફળ ખાવાલાયક રહેતું નથી.
માદા કીટક કૂમળા પાન પર ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ શરૂઆતમાં કુમળા પાનની મધ્ય નશમાં દાખલ થાય છે. ત્યારબાદ ઈયળ કુમળી ડૂંખમાં દાખલ થઈ ઉપરથી નીચેની તરફ કોરાણ કરે છે. નુકસાનવાળી ડૂંખના પાન ચીમળાઈ જાય છે. નવી બાંધેલ કલમોમાં ઉપદ્રવ ગંભીર હોય છે. આંબામાં મોર આવે ત્યારે કુમળા પુષ્પવિન્યાસનો અંદરનો ભાગ ખાઈ જતી હોવાથી મોર સુકાઈ જાય છે.
આંબાના પાકમાં આવતા વિવિઘ રોગોની ઓળખ, નિદાન અને નિયંત્રણ માટે તાંત્રીક માહિતી નીચે મુજબ છે.
રોગનાં લક્ષણો : આ રોગ સામાન્ય રીતે ડીસેમ્બર–જાન્યુઆરી મહિનામાં જયારે આંબામાં મોર ફુટે તે વખતે જોવા મળે છે. સામાન્ય રીતે આ રોગનો પ્રભાવ આંબાના મોર ઉપર જોવા મળે છે પરંતુ કેટલીક વખતે નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ રોગનાં લક્ષણો જોવા મળે છે. આ રોગનાં લક્ષણો પાનના વચ્ચેનાં ભાગ પૂરતાં સિમીત હોય છે અને આવા પર્ણો વિકૃત અને વળી ગયેલા હોય છે. ભૂકી છારાનું મુખ્ય લક્ષણ જોઈએ તો સફેદ ભૂકી જેવું આવરણ મોર અને નાના મરવા (કેરી) પર જોવા મળે છે અને અવિકસિત ફળો અને મોર ખરી પડે છે.
રોગનો ફેલાવો : વાદળીયું હવામાન અને વહેલી સવારે પડતા ઝાકળના લીઘે રોગનો ફેલાવો વઘુ થાય છે. સામાન્ય રીતે મહત્તમ તાપમાન ર૭૦ થી ૩૧૦ સેન્ટીગ્રેડ અને હવામાંનો ભેજ ૮ર થી ૯૧ % હોય ત્યારે આ રોગનો ફેલાવો વધુ થાય છે.
નિયંત્રણ : રોગગ્રસ્ત પાનો અને વિકૃત પુષ્પગુચ્છો દુર કરવાથી ફુગનાશક દવાના છંટકાવની અસરકારકતા વધે છે. આ રોગની શરૂઆત જણાતા જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર (૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ) ત્યારબાદ પંદર દિવસે ડીનોકેપ (૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી) અને ત્રીજો છંટકાવ બીજા છંટકાવના ૧પ દિવસ બાદ ટ્રાયડેમોર્ફ (૧૦ લીટર પાણીમાં પ મીલી) નો કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
રોગનાં લક્ષણો : રોગની શરૂઆત પાન પર ઘણાં નાનાં ગોળ અથવા અનિયમિત આકારનાં બદામી ટપકાંથી થાય છે. ભેજવાળા વાતાવરણમાં આ ટપકાંઓ વિકાસ પામી સુકાઈ જાય છે અનેે ટપકાંની વચ્ચેનો મૃતપાય ભાગ ખરી જાય છે, જેથી પાનનો દેખાવ કાંણાવાળો જોવા મળે છે. પર્ણ દંડીકાઓ રોગીષ્ટ બને છે ત્યારે તે રાખોડી અથવા કાળા રંગની થઈ જાય છે જેને લીધે આખું પાન સુકાઈ જાય છે. આંબાની ડાળી પર કાળા, લાંબા મૃતપ્રાય વિસ્તારો જોવા મળે છે, જેને લીઘે ડાળી સુકાઈ જાય છે.
આંબાનાં કાલવ્રણ રોગનો ખૂબ વિનાશકારી તબકકો એ છે કે જયારે રોગને લીઘે આંબાનો મોર તથા તેની દાંડી સુકાઈ જાય છે, જેની ઉત્પાદન પર માઠી અસર થાય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં રોગને લીઘે મોર અને તેની દાંડીઓ કાળી પડી જાય છે. આંબા પરથી એક થી બે અઠવાડિયામાં જૂના મરવા મોટી સંખ્યામાં ખરી પડે છે.
રોગનો ફેલાવો : રોગીષ્ઠ પાન, ડાળી અને આંબાનો મોર અસંખ્ય વ્યાઘિજન્ય ફૂગનાં બીજ ઉત્પન્ન કરે છે. આંબાની મંજરીઓ ખીલતી હોય ત્યારે જો વાતાવરણનું તાપમાન રપ૦ સેન્ટીગ્રેડ હોય અને સાથે વરસાદ, ધુમ્મસ અથવા વઘુ પડતું ઝાકળ પડે ત્યારે રોગનો ફેલાવો ઝડપી બને છે અને રોગની તીવ્રતા વઘે છે.
નિયંત્રણ : રોગીષ્ઠ ડાળીઓ, પાન, ફળ, ઝાડ પરથી તેમજ બગીચામાંથી ભેગી કરી નાશ કરવો. તેમજ કોપર ઓકિસકલોરાઈડ (૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ) અથવા કાર્બેન્ડેઝીમ (૧૦ લીટર પાણીમાં પ ગ્રામ) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ લીટર પાણીમાં પ ગ્રામ) નો આખુ ઝાડ ભીંજાઈ જાય તે રીતે છંટકાવ કરવાથી આ રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ કૃષિ યુનિવર્સિટીના જૂનાગઢ, આણંદ,નવસારી અને સરદાર કૃષિનગર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/28/2020