પ્લગ ટ્રેમાં ધરૂઉછેર / પ્લગિંગ પદ્ધતિ:
સામાન્ય રીતે પરંપરાગત રીતે કરવામાં આવતા નર્સરી ઉદ્યોગોમાં ગાદી કયારા પદ્ધતિ કે પ્લાસ્ટિક થેલીમાં દિવેલીખોળ, લીંબોળી ખોળ કે અન્ય ખોળ, છાણિયું ખાતર, ડી.એ.પી., પોટાશ, યુરિયા કે એમોનિયમ સલ્ફટ વગેરે જેવા ખાતરો ઉમેરીને બીજ વાવીને અને ધરૂઉછેર કરવામાં આવે છે જ્યારે પ્લગિંગ પદ્ધતિમાં પ્લાસ્ટિકના કપના આકારના બીબાંવાળી ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેમાં છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, કોકોપીટ, રેતી અને ખેતરની માટીનું સપ્રમાણ મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે. - આર્થિક ઉપાર્જન માટે અને રોજગારલક્ષી નર્સરી એકમ સ્થાપવામાં આવ્યો હોય તો આ સામગ્રીઓને ઓટોમેટિક મિશ્ર કરીને ટ્રેમાં ભરી શકાય તેવા ઓટોમેટિક રોટરી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપર જણાવ્યા મુજબના મિશ્રણનો ઉપયોગથી છોડના મૂળનો વિકાસ સારો થાય છે અને ધરૂ રોપા ખૂબ જ તંદુરસ્ત મળે છે.
ઘણી સારી નર્સરીમાં આ મીડિયાને સ્ટીમ સ્ટરીલાઈઝડ મશીન દ્વારા જંતુનાશક કરવામાં આવે છે જેથી રોગ-જીવાત રહિત છોડ તૈયાર કરી શકાય.
પ્લગિંગ પદ્ધતિ જેવી જ સાદી બ્લોક પદ્ધતિ છે. બ્લોક પદ્ધતિમાં જે માટીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે તેમાં માટીના પ્રકાર પ્રમાણે ચીકણી માટી ઉમેરવી પડશે. માટીનું મિશ્રણ તૈયાર કરવા પાણી ઉમેરી ગારો તૈયાર કરવામાં આવે છે. આવા બ્લોકમાં બીજ વાવવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણેનું ધરૂ તૈયાર થયે ખેતરમાં ફેરરોપણી કરી શકાય છે. માટીના બ્લોક ખેતરની માટી સાથે એક રસ થઈને ધરૂનો વિકાસ થાય છે. આ માટીના બ્લોકમાં વેલાવાળા શાકભાજી પણ ઉછેરી શકાય અને ૧૫ દિવસ ખેતર તૈયાર કરવાની કામગીરી ચાલે ત્યાં સુધી આવા શાકભાજીના ધરૂના બ્લોક નર્સરીમાં તૈયાર હોય જેથી જમીન તૈયારીમાં જતો સમયગાળો બચાવી શકાય
કુંડાં કોથળીઓ ભરવા હવે મોટા ભાગના નર્સરીમેન માટી, રેતી અને ખાતરનું મિશ્રણ વાપરે છે પરંતુ તેનાથી વજન વધે છે, નીંદણ થાય છે અને રોગજીવાત આવે છે. આવા સંજોગોમાં હવે પીટ સોસ, કોકોનટ પીટ, વર્મિક્યુલેટ, પર્લૅટ અને રોક વૂલ જેવા મીડિયા વાપરવા માંડયા છે. આ મીડિયાથી આગળના પ્રશ્નો નિવારી શકાય છે સાથે સાથે છોડનો વિકાસ પણ સારો થાય છે. આ સિવાય સ્થાનિક મીડિયા તૈયાર થઈ શકે તે માટે લાકડાનો વેર, ડાંગરની ફોતરી, સૂકાં પાન તેમજ થોડા પ્રમાણમાં ખોળ વગેરે સંપૂર્ણ સડાવી તૈયાર કરેલ મીડિયાને નિર્જીવીકરણ કરી ઉપયોગ કરી શકાય છે.
આદર્શ મીડિયા રોગના સૂક્ષ્મ જીવાણુમુક્ત પોરોસિટી ૮૫ ટકા, પાણી સંગ્રહ શક્તિ ૨૦-૩૦ ટકા તથા પી.એચ. આંક ૫.૫-૬ ૫ હોય, આ ઉપરાંત દ્રાવ્ય ક્ષાર ૨૦૦ પીપીએમ અને સીઈસી ૧૦-૩૦ મી.ઈ કવી/૧૦૦ સૂકુ વજન આ ઉત્તમ પ્રકારના મીડિયમ છે.
ગ્રીનહાઉસમાં વધુ ઉત્પાદન લેવા માટે સાનુકૂળ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જમીન અને જમીન સિવાયના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બન્ને માધ્યમોની ટૂંકી વિગત અત્રે દર્શાવેલ છે :
જમીન : જમીન એ છોડ વૃદ્ધિ માટેનું એક અગત્યનું માધ્યમ છે. ગ્રીનહાઉસમાં ખેતી કરવા માટે યોગ્ય જમીનના ગુણધર્મો નીચે મુજબ હોવા જરૂરી છે.
જમીન સિવાયના માધ્યમો : આ પ્રકારના માધ્યમોનો વપરાશ ખાસ કરીને હાઈકોસ્ટ ગ્રીનહાઉસમાં કરવામાં આવે છે.
આવા વપરાતા માધ્યમોની યાદી કોઠામાં દર્શાવેલ છે :
ક્રમ |
માધ્યમ |
ઘનતા (કિગ્રા.મી) |
ઘન પદાર્થની ઘનતા (કિગ્રા.મી) |
છીદ્રાળુતા (%) |
૧ |
રેતી |
૧૬૦૦ |
ર૬પ૦ |
૪૦ |
૨ |
રોકવૂલ |
૮૦ |
ર૬પ૦ |
૯૭ |
૩ |
પીટ |
૧૫૦ |
૧૬૦૦ |
૯૧ |
૪ |
સ્મેગનમ |
૮૦ |
૧૬૦૦ |
૯૫ |
૫ |
કોકોપીટ |
૩પ૦ |
|
૯૦ |
૬ |
પરલાઈટ
|
૧00 |
|
૯૦ |
આ પ્રકારના માધ્યમોની ગ્રીનહાઉસમાં લેવાતા પાકોને સાનુકુળ થાય તેવું ભૌતિક અને રાસાયણિક બંધારણ જાળવી શકાય અને પાકોનું વધુ ઉત્પાદન મળી શકે છે.
આવા ઉત્તમ માધ્યમોના ગુણધર્મો નીચે મુજબ છે :
જર્બેરાના અથવા કોઈપણ છોડ રોપતાં પહેલાં જમીનને જીવાણુ મુક્ત કરવી ખૂબ જ જરૂરી છે. મુખ્યત્વે ફયુઝેરીયમ, ફાઈટોથોરા અને પીથિયમ નામની ફૂગથી જમીન મુક્ત હોવી જોઈએ. જુદી જુદી પદ્ધતિઓથી પણ જમીન જીવાણુ મુક્ત કરી શકાય છે.
ચોમાસા પહેલાં કૃમિનાશક દવાનો ડોઝ દરેક પશુને આપી દેવો જોઈએ. જો કોઈ ભૂલી ગયા હોય તો ચોમાસા દરમ્યાન પણ કૃમિનાશક દવા આપી શકાય છે. બચ્ચાને જન્મ બાદ પંદર દિવસમાં કૃમિનાશક દવા પીવડાવો. પશુને દર ચાર મહિને કૃમિનાશક દવા આપો. નજીકના પશુદવાખાને પશુચિકિત્સકનો સંપર્ક કરી અથવા પશુ પ્રાથમિક સરવાર કેન્દ્ર પરથી દવા મેળવી શકાય છે. કૃમિનાશક દવા આપવાથી દૂધ ઉત્પાદન પણ વધે છે.
સપ્ટેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૫ સળંગ અંક : ૮૪૫ કૃષિગોવિધા
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020