অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોપાણ ડાંગરની આધુનિક ખેતી પધ્ધતિનું કેલેન્ડર

રોપાણ ડાંગરની આધુનિક ખેતી પધ્ધતિનું કેલેન્ડર

સમયગાળો

ડાંગરના ખેતી કાર્યોનું સમયપત્રક

મેનું પ્રથમ પખવાડીયું

જમીનની પસંદગી તથા તૈયારી

  • સારી પિયતની સગવડ અને નિતારની  વ્યવસ્થા હોય તેવી સમતળ જમીન પસંદ કરવી.
  • જરૂરીયાત મુજબ ખેડ કરી જમીન ભરભરી અને સમતલ કરવી.
  • પાક અને ખેતરની ફેરબદલી કરવી
  • ધરૂવાડીયા માટે  ઉંડી ખેડ કરી જમીન સૂર્યપ્રકાશમાં તપાવવી (વિસ્તાર :૧૦ ગૂંઠો/૧ હેકટર રોપણી ધરૂ માટે) રાબીંગ કર્યા બાદ સેન્દ્રિય ખાતર(ર.૦ ટન અથવા દિવેલી ખોળ (૧.૦ ટન ) જમીનમાં આપવું

મેનું બીજું પખવાડીયું

બીજની પસંદગી

  • તંદુરસ્ત અને પ્રમાણિત બીજ પસંદ કરવું.
  • ઝીણા દાણાવાળી જાતો માટે હેકટરે ર૦–રપ કિ.ગ્રા.(વીઘે પ થી પ.પ કિ.ગ્રા.) જયારે જાડા દાણાવાળી જાતો માટે રપ–૩૦ કિ.ગ્રા.(વીઘે –પ.પ થી ૭.પ કિ.ગ્રા.) બીયારણનો દર જાળવવો હિતાવહ છે.

બીજ માવજત  

  • સૂકી બીજ માવજત : ૧ કિ.ગ્રા.બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ–પ૦ % વે.પા. એસ.ડી. અથવા થાયરમ  દવાનો બીજને પટ આપવો  અથવા
  • ભીની બીજ માવજતઃ રપ કિ.ગ્રા. બીજને ર૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન  દવાના દૃાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.

જુન પ્રથમ પખવાડીયું / જેઠ માસ પ્રથમ પખવાડીયું

યોગ્ય જાતની પસંદગી

ડાંગરનો પાકએ જુદીજુદી હવામાન પરિસ્થિતિમાં ઉગાડાતો હોઈ જે તે વિવિધ જાતોની પાકવાના દિવસોના આધારે ભલામણ કરવામાં આવેલ છે.

વહેલી પાકતી જાતો (૧૦પ થી ૧ર૦ દિવસ)– એસ.કે.ર૦, જી.આર.૩,જી.આર.૪, જી.આર.૬, જી.આર.૭, જી.આર.૧ર, ગુર્જરી, આઈ.આર.ર૮, જી.એ.આર.–ર, જી.એન.આર.–૩, જી.એન.આર.એચ–૧(સંકર જાત), જી.એ.આર.–૩ અને મહીસાગર.

મધ્યમ મોડી પાકતી જાતો (૧ર૧ થી ૧૩પ દિવસ)–જી.આર.૧૧, જયા, આઈ.આર.રર, જી.આર.૧૦૩,  એન.એ.યુ.આર.–૧, જી.એન.આર.–ર, જી.એન.આર.–પ, જી.એ.આર.–૧૩, જીએઆર–૧ (સુગંધીત), દાંડી અને

એસ.એલ.આર.પ૧ર૧૪ (ક્ષાર પ્રતિકારક જાતો)નાઈટ્રોજનયુકત ખાતરોનો હેકટરે આપવાનો થતો જથ્થો (કિ.ગ્રા.)

મોડી પાકતી જાતો (૧૩૬ થી ૧પ૦ દિવસ)

બીન સુગંધિતઃ મસુરી, જી.એન.આર.–૪,  સુગંધિત : જી.આર.૧૦૧, જી.આર.૧૦ર, નર્મદા, અને જી.આર.૧૦૪,  જી.એ.આર.–૧૪

ઉનાળુ ૠતુ માટે અનુકૂળ જાતો :– ગુર્જરી, જયા, જી.આર.૧૧, જી.આર.૧૦૩ અને જી.આર.૭, જી.એ.આર.–૧, જી.એ.આર.–૧૩ અને મહીસાગર.

ધરૂવાડીયું તૈયાર કરવાની પધ્ધતિ

  • એક હેકટર (૧૦૦ ગુંઠા)ની રોપણી માટે ૧૦૦૦ ચો.મી.(૧૦ ગુંઠા) વિસ્તારમાં ધરૂવાડીયું કરવું.
  • ભારે કાળી જમીનમાં ગાદી કયારા જયારે હલકી રેતાળ જમીનમાં ૧૦ × ૧ મી. ના સપાટ કયારા બનાવવા.
  • ૧૦ ચો.મી. કયારા માટે પાયામાં ર૦ કિ.ગ્રા.સારૂ કહોવાયેલ છાણિયું ખાતર ત્ર ૧ કિ.ગ્રા.દિવેલી ખોળ ત્ર રપ૦ ગ્રામ  એમોનીયમ સલ્ફેટ ત્ર પ૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ આપવું. જયારે વાવણીના ૧પ દિવસ બાદ કયારા દીઠ રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું.
  • ધરૂવાડીયામાં જરૂર મુજબ પિયત આપી ભીનુ રાખવું.  નીંદામણ  અને  રોગ–જીવાતના નિયંત્રણ માટે સમયસર પગલાં લેવા.
  • ધરૂવાડીયામાં પાણીની ખેંચ ન વર્તાય તેનું ખાસ ધ્યાન  રાખવું.
  • ધરૂવાડીયામાં શકય હોય ત્યાં સુધી સારી ગુણવત્તાવાળુ પાણી પિયત માટે આપવું.
  • ધરૂ ઉપાડવાના અઠવાડીયા અગાઉ કાર્બોફયુરાન ૩જી ગુંઠા દીઠ ૧ કિ.ગ્રા. આપવાથી ફેરરોપણી પછીના ર૦–રપ દિવસ સુધી કોઈ જીવાતનો ઉપદ્રવ દેખાતો નથી.

નિંદણ નિયંત્રણ

ધરૂવાડીયામાં : વાવણીના બીજા દિવસે હેકટરે ૧.પ થી ર.૦ કિ.ગ્રા. બ્યુટાકલોર–પ૦ ઈસી સક્રીય તત્વ મુજબ અથવા બેન્થીઓકાર્બ–પ૦ઈસી (વીઘા દીઠ ૭પ૦ મી.લી. ) અથવા પેન્ડીમીથેલીન–૩૦ઈસી હેકટરે ૧ થી ૧.પ કિ.ગ્રા.સક્રીય તત્વ મુજબ પ૦૦ લીટર ના પ્રવાહી દ્રાવણમાં ૩ થી પ દિવસમાં આપવું./ છાંટવું (વીઘા દીઠ ૧ લીટર)

વાવણીનો સમય

  • ખરીફ (ચોમાસુ) :  જુનનું પ્રથમ પખવાડીયું / જેઠ માસ પ્રથમ પખવાડીયું

વિશેષ નોંધ

રવી(ઉનાળુ)

  • રવી(ઉનાળુ):નવેમ્બરના છેલ્લા અઠવાડીયાથી ડીસેમ્બરનુ પ્રથમ અઠવાડીયું. /કારતકનું છેલ્લાથી  માગશરનું પ્રથમ પખવાડીયું

જુલાઈ પ્રથમ પખવાડીયું / અષાઢ માસ પ્રથમ પખવાડીયું :

ફેરરોપણી માટે જમીનની તૈયારી

  • રોપણીના ૧પ દિવસ પહેલાં જમીનમાં હેકટરે ૧૦ ટન મુજબ છાણિયુ ખાતર આપવું કે શણ અથવા હેકટરે ૪૦ થી પ૦ કિ.ગ્રા.ઈકકડનો લીલો પડવાશ કરવો. લીલો પડવાશ કરવાથી હેકટરે ૭૦ કિ.ગ્રા.નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે.
  • સારી રીતે ખેડેલ ખેતરમાં બે વખત ઘાવલ કરવું.
  • આખા ખેતરમાં પાણીનું સમાન સ્તર જાળવવા સમાર મારી જમીન સમતળ કરવી.
  • સમાર મારતાં પહેલાં પાયાના ખાતરો આપી દેવા.

સમયસરની વાવણી અને રોપણી કરવાથી રોગજીવાતના પ્રશ્નો ઉદ્રભવતા નથી

ફેરરોપણી સમય અને રોપણી

  • ખરીફ (ચોમાસુ) : જુલાઈનું પ્રથમ પખવાડીયું  અષાઢ માસ પ્રથમ પખવાડીયું.
  • ( રપ થી ૩૦ દિવસનું ધરૂ  રોપવું.)
  • રવી (ઉનાળુ) : ફેબ્રુઆરીનું પ્રથમ પખવાડીયું. મહા માસનું પ્રથમ પખવાડીયું.
  • (પ૦ થી પપ દિવસનું ધરૂ રોપવું.)

ધરૂમાં જૈવિક ખાતરોની માવજત

ડાંગરના ધરૂના મૂળને રોપતાં પહેલાં એઝોટોબેકટર અથવા એઝોસ્પીરીલમ અને ફોસ્ફોબેકટરીયા ના પ્રવાહી દ્રાવણમાં (પ મી.લી./લી. પાણી) ૧પ મીનીટ બોળ્યા બાદ રોપણી કરવી અને વધેલા  દ્રાવણને ખેતરમાં રેડવું. જેનાથી હેકટર દીઠ રપ કિ.ગ્રા. રાસાય્ણિક નાઈટ્રોજનની બચત કરી શકાય છે.

રોપણીનું અંતર

અસ્ત વ્યસ્ત રોપણી : એક ચોરસ મીટરમાં ૩૦–૩પ રોપા.

હારમાં રોપણી : ર૦ × ૧પ સે.મી. અથવા ૧પ × ૧પ સે.મી. એક થાણે ૧–ર રોપા.

ગામાં પૂરવાં: હળવાં  વરસાદના ઝાપટાં ચાલુ હોય ત્યારે જ જરૂર મુજબ ગામાં પૂરવાં.

સીધી વાવણી માટે ફણગાવેલ બીજ પધ્ધતિ

  • રોપણી સમયે મજુરોની અછત તેમજ સમયસર ધરૂ ઉછેર ન થયેલ હોય ત્યાં આ પધ્ધ્તિથી ડાંગર લઈ શકાય છે.
  • મધ્ય અને દક્ષિણ ગુજરાત બન્ને વિસ્તાર માટે ભલામણ કરેલ અનુકૂળ પધ્ધતિ છે.
  • ઝીણા દાણાવાળી જાતો માટે હેકટરે પ૦ કિ.ગ્રા.(વીઘે ૧ર.પ કિ.ગ્રા.) જયારે જાડા દાણાવાળી જાતો માટે હેકટરે ૬૦ કિ.ગ્રા.(વીઘે ૧પ કિ.ગ્રા.) મુજબ ફણગાવેલ બીજને ઘાવલ કરી સમતળ કરેલ જમીન પર અનુભવી માણસ ધ્વારા જોરથી પૂંકવામાં આવે છે અથવા રર.પ સે.મી. અંતરે લાઈનમાં ઓરવામાં આવે છે. જેનાથી ધરૂવાડીયું ઉછેરવાનો અને રોપણી માટેનો મજૂરી ખર્ચની બચત થાય છે.

ખાતરનું વ્યવસ્થાપન

રોપાણ ડાંગરના પાકમાં જાતોના પાકવાના સમયને અનુરૂપ  રાસાયણિક ખાતરોની ભલામણ કરવામાં આવે છે. નાઈટ્રોજનયુકત ખાતરો માટે યુરીયા અથવા એમોનીયમ સલ્ફેટ પૈકી કોઈ એકનો જ ઉપયોગ નીચે કોઠામાં દર્શાવ્યા પ્રમાણ મુજબ કરવો.

પાયામાં આપવાના  ખાતરો

૪૦ ટકા નાઈટ્રોજન + ૧૦૦ ટકા ફોસ્ફરસ + ૧૦૦ ટકા ઝીંક સલ્ફેટ (પ.૦ કિ.ગ્રા.) રોપણી વખતે જ આપી દેવો જોઈએ. (કોઠામાં દર્શાવ્યા પ્રમાણે)

નાઈટ્રોજનયુકત ખાતરોનો હેકટર/વીઘા દીઠ આપવાનો થતો ખાતરનો જથ્થો (કિ.ગ્રા.)

નાઈટ્રોજન યુકત ખાતરનો બીજો અને છેલ્લો હપ્તો જે ર૦ ટકા જીવ પડતી વખતે આપવાનો થાય છે તે ખાસ ધ્યાન રાખીને ભલામણ કરતા વધારે આપવો નહી કારણ કે તે વખતે રોગ જીવાતને અનુકૂળ વાતાવરણ હોય તો તીવ્ર સ્વરૂપમાં ફેલાય છે અને નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. ખાસ કરીને યુરીયા ખાતરને ૧૦૦ કિ.ગ્રા.દીઠ ર કિ.ગ્રા.લીંબોળીના તેલનો પટ આપીને આપવાથી નાઈટ્રોજન તત્વનો કાર્યક્ષમ ઉપયોગ થતાં રપ ટકા ખાતરની બચત થાય છે.સંશોધનના પરિણામો પરથી ડાંગરના પાકને મધ્ય ગુજરાત માટે હેકટરે રપ કિ.ગ્રા. ફોસ્ફરસ અને દક્ષિણ ગુજરાત માટે ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે તે બજારમાં મળતા ખાતરના રૂપમાં નીચે કોઠામાં દર્શાવ્યા મુજબ આપી શકાય.

નાઈટ્રોજનયુકત ખાતરોનો હેકટરે આપવાનો થતો જથ્થો (કિ.ગ્રા.)

ક્રમ

પાકવાનો સમય

ખાતરનો  પ્રકાર

પાયામાં

ફૂટ વખતે

જીવ પડે ત્યારે

કુલ ખાતર

 

વહેલી પાકતી જાતો માટે

 

એમોનીયમ સલ્ફેટ

૧પપ

૧પપ

૭૮

૩૮૮

યુરીયા

૭૦

૭૦

૩૪

૧૭૪

 

મધ્યમ મોડી પાકતી જાતો માટે

 

એમોનીયમ સલ્ફેટ

૧૯૪

૧૯૪

૯૭

૪૮પ

યુરીયા

૮૭

૮૭

૪૪

ર૧૮

મોડી પાકતી જાતો માટે

એમોનીયમ સલ્ફેટ

ર૩૩

ર૩૩

૧૧૬

પ૮ર

યુરીયા

૧૦૪

૧૦૪

પ૩

ર૬૧

નાઈટ્રોજનયુકત ખાતરોનો વિઘે (ર૪ ગુંઠા)આપવાનો થતો જથ્થો (કિ.ગ્રા.)

૧.

 

વહેલી પાકતી જાતો માટે

 

એમોનીયમ સલ્ફેટ

૩૭

૩૭

૧૮

૯૩

યુરીયા

૧૭

૧૭

૪ર

ર.

 

મધ્યમ મોડી પાકતી જાતો માટે

 

એમોનીયમ સલ્ફેટ

૪૭

૪૭

ર૩

૧૧૬

યુરીયા

ર૧

ર૧

૧૦

પર

૩.

મોડી પાકતી જાતો માટે

એમોનીયમ સલ્ફેટ

પ૬

પ૬

ર૮

૧૪૦

યુરીયા

રપ

રપ

૧૩

૬૩

 


ફોસ્ફરસ યુકત ખાતરોનો હેકટર/ વીઘા દીઠ આપવાનો થતો જથ્થો કીલોગ્રામમાં

ફોસ્ફરસ યુકત ખાતરોનો બધો જથ્થો તથા નાઈટ્રોજન યુકત ખાતરનો પ્રથમ હપ્તો તથા પ કિ.ગ્રા.ઝીંક સલ્ફેટ પાયામાં જ રોપણી વખતે જમીનમાં આપી દેવો જોઈએ. ગુજરાત રાજયની જમીનોમાં પોટેશીયમ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ તે આપવાની કોઈ ભલામણ નથી. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મુખ્ય પોષક તત્વો સીવાય સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, જસત (ઝીંક), મેગેનીઝ, કેલ્શીયમ, તાંબુ, બોરોન, સીલીકા વગેરે બહું ઓછા પ્રમાણમાં પણ ડાંગરના પાકને જરૂરી છે. જે સેન્દ્રીય ખાતરોમાંથી મળી શકે છે. એટલે ડાંગરના ખેતરમાં સેન્દ્રીય ખાતરો પણ આપવાં જરૂરી છે.

ફોસ્ફરસ યુકત ખાતરો આપવાનો થતો જથ્થો (કિ.ગ્રા.)

જે તે વિસ્તાર

હેકટરે ભલામણ કરેલ ફોસ્ફરસ

ખાતરનો પ્રકાર

વીઘા દીઠ આપવાનો થતો હપ્તો

હેકટર દીઠ આપવાનો થતો હપ્તો

મધ્ય ગુજરાત

 

રપ

 

સીંગલ સુપર ફોસ્ફેટ

૩૭

૧પ૬

ડી.એ.પી.

૧૩

પ૪

દક્ષિણ ગુજરાત

૩૦

સીંગલ સુપર ફોસ્ફેટ

૪૪

૧૮૮

ડી.એ.પી.

૧૬

૬પ

 

જુલાઈ માસનું બીજુ પખવાડીયું / અષાઢ માસનું બીજુ પખવાડીયું :

પૂર્તિ ખાતર

પ્રથમ હપ્તો :  ફૂટ વખતે ૪૦ ટકા નાઈટ્રોજન (કોઠામાં દર્શાવ્યા મુજબ )

બીજો હપ્તો : ગાભા/ડોડા અવસ્થાએ બાકી રહેલ ર૦ ટકા નાઈટ્રોજન

નિંદણ નિયંત્રણ

રોપણી પછી ચાર દિવસમાં ખેતરમાં થોડુક પાણી હોય ત્યારે હેકટરે ૧.પ થી ર.૦ કિ.ગ્રા.બ્યુટાકલોરપ૦ ઈસી સક્રીય તત્વ મુજબ અથવા બેન્થીઓકાર્બપ૦ ઈસી (વીઘા દીઠ ૭પ૦ મી.લી.) અથવા પેન્ડીમીથેલીન૩૦ ઈસી હેકટરે ૧ થી ૧.પ કિ.ગ્રા.સક્રીય તત્વ (વીઘા દીઠ ૧ લીટર) મુજબ આપવું./ છાંટવું.

પિયત વ્યવસ્થા

ડાંગરએ પાણી તરસ્યો પાક હોવા છતાં ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ નહી. પરંતુ રોપણી પછી અને ફૂલ આવે ત્યાં સુધી ફકત પ૭ સે.મી. પાણી ભરવું અને કોરૂ ભીનુંકોરૂ ભીનું રાખવું. ફૂલ આવ્યા પછી  દાણા ભરાય ત્યાં સુધી સતત પ૭ સે.મી. પાણી ભરી રાખવું અને કાપણીના બે થી ત્રણ અઠવાડીયાં પહેલાં પાણી નિતારી  ખેતર કોરૂ કરવું.  ઓછા પાણીએ ડાંગરની ખેતી અને પાણીના બચાવ માટે ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ (શ્રી) {System of Rice Intensification (SRI)} થી ડાંગરની ખેતી  અપનાવવી જ જોઈએ જેનાથી ઉત્પાદન વધે છે તે પાણીની બચત થાય છે.

શ્રી પધ્ધતિના છ સિદ્ધાંતો

  1. 1. એક હેકટરની રોપણી કરવા ધરૂવાડીયા માટે ઓછી જગ્યા જોઈએ અને ફકત પ૬ કિ.ગ્રા. બીયારણની જરૂર પડે.
  2. 2. ૧ર થી ૧૩ દિવસની ઉંમરનું ધરૂ જ રોપવાનું હોય છે.
  3. 3. રોપણીનું અંતર પહોળા ગાળે રપ સે.મી. × રપ સે.મી. અને એક થાણે એક જ ચીપો  રોપવાનો હોય છે.
  4. 4. નીંદણ નિયંત્રણ માટે રોટરી વીડર/કોનો વીડરનો ઉપયોગ રોપણી પછી ૧પ દિવસે કરવો. 
  5. 5. ખેતરમાં સતત પાણી ન ભરતાં વારાફરથી એકાંતરે પિયત આપવું  અથવા કોરૂ ભીનું રાખવું.
  6. સેન્દ્રિય ખાતરો અને નીંદણ/ઘાસ વિગેરે જમીનમાં દબાવવા.

જીવાત નિયંત્રણ

પાન વાળનાર ઈયળ : પાનની ભૂંગળી બનાવી અંદર ભરાઈને લીલો ભાગ ખાય છે.તેના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન૮પ ઈ.સી. ૧૦ મી.લી. અથવા કાર્ટેપ હાઇડ્રોકલોરાઇડપ૦ ટકા એસ.પી. ૧૦ ગ્રામ અથવા એસીફેટ૭પ ટકા એસ.પી. ર૦ ગ્રામ  અથવા ટ્રાયઝોફોસ  ૪૦ ઈ.સી. ર૦ મી.લી. ૧૦ લીટર પાણી પ્રમાણે  છંટકાવ કરવો.

ર્ડા.ડી.બી.પ્રજાપતિ અને ર્ડા.એમ.બી.પરમાર,મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ  યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦,          તા. જી.–ખેડા.

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate