- અરણેજ કેન્દ્રથી બહાર પડાયેલ જી.ડબલ્યુ.૧ તથા અરણેજ-૨૦૬ જાત
જાત માટેનો અનુકુળ વિસ્તાર
ગુજરાતનો ભાલ વિસ્તાર મુખ્ય વિસ્તાર છે.
પાક માટે અનુકુળ જમીન અને જમીનની તૈયારી
- રેતાળ, ગોરાડુ કે કાંપવાળી જમીન.
- બે ત્રણ વખત દાંતી રાંપ ચલાવી જમીન પોંચી, ભરભરી અને સમતલ બનાવવી.
પાકનો વાવેતર સમય
જમીનમાં ભેજની સ્થિતી અને પ્રવર્તમાન તાપમાનને (મહત્તમ ૩૫⁰ સેન્ટીગ્રેડ) ધ્યાનમાં રાખી ૨૦ ઓક્ટોબર થી ૧૦ નવેમ્બર સુધીમાં કરવું
વાવેતરનું અંતર
૩૦ સે.મી. બે હાર વચ્ચે ૬ થી ૮ સે.મી. ઉંડાઇએ
બીજનો દર હેક્ટરે
૬૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે
રાસાયણીક ખાતરનો જ્થ્થો કિગ્રા/ હે.
- ૨૫-૧૨.૫-૦૦ ના.ફો.પો. કિલોગ્રામ પ્રતિ હેક્ટરે વાવણી સમયે
- ઝીંકની ઉણપવાળી જમીનમાં દર વર્ષે ૮ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઝીંક સલ્ફેટ આપવું. ૧ ટન જીપ્સમ ભાલ વિસ્તારની ક્ષારીય-ભાસ્મિક પ્રકારની જમીનમાં ચાર વર્ષે એક વાર ચોમાસું શરૂ થતાં પહેલા આપવાની ભલામણ છે.
દેશી ખાતરનો જ્થ્થો ટન પ્રતિ હેક્ટરે
૧૦ ટન
પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ
ખપૈડી નિયંત્રણ માટે મિથાઇલ પેરાથીઓન ૨ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી ૨૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો.
પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ
ગેરૂ, દાણા પર કાળી ટપકી ના નિયંત્રણ માટે મેંકોઝેબ ૦.૨ ટકાના દરે ( ૨૫ થી ૩૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં) ઓગાળી ૧૨ થી ૧૫ દિવસ ના ગાળે છંટકાવ કરવા અથવા હેક્ઝાકોનેઝોલ અથવા પ્રોપીકોનેઝોલ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવા.
પિયતની સંખ્યા
- સગવડતા હોય તો ૩૦થી ૩૫ દિવસે એક પિયત અચુક આપવું
ઉત્પાદન
૧૨૦૦ થી ૧૫૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે