অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી અને સૂકા લાલ મરચાનું નિકાસલક્ષી ઉત્પાદન

શાકભાજી અને સૂકા લાલ મરચાનું નિકાસલક્ષી ઉત્પાદન

આપણા દેશમાં મરચાંને એક અગત્યના શાકભાજી તેમજ મસાલાના રોકડિયા પાક તરીકે ઉગાડવામાં આવે છે. મરચાંનો ઉપયોગ  શાકભાજી, પાવડર, અથાણાં તેમજ ચટણી જેવી બનાવટોના ઉપયોગ સારૂં કરવામાં આવે છે. ભારતમાં મરચીનું વાવેતર લગભગ ૮.૩૧ લાખ હેકટર વિસ્તારમાં થાય છે. જેમાં લાલ મરચાં વિસ્તાર માંથી લગભગ ૧૮.૭ર લાખ ટન સૂકા મરચાનું  ઉત્પાદન છે. ગુજરાતમાં આ પાકનું વાવેતર ઉત્તર તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોતાં, સૂકાં લાલ મરચાંનો વિસ્તાર લગભગ પ૪૦૦૦ હેકટર જેટલો થાય છે.

ર૦૧૩–૧૪ ના વર્ષ દરમ્યાન ભારતમાંથી ૧.પ૯ લાખ ટન સૂકા મરચાની નિકાસ કરવામાં આવેલ જેના થકી ૭૩૮.પપ કરોડ રૂપિયાનું હૂંડિયામણની કમાણી થયેલ છે. જે કુલ મસાલાની નિકાસના ૧પ % જેટલી થવા જાય  છે. મરચીના પાકની શરૂઆતની વૃધ્ધિ અને વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન તથા ઉત્પાદન તબકકે ઠંડુ  અને સૂકુ હવામાન વધારે અનુકૂળ આવે છે. સામાન્ય રીતે મરચી ૧૬ થી રપ૦ સે ઉષ્ણતામાને સારૂ ઉત્પાદન આપે છે. મરચીનો પાક સામાન્ય રીતે શિયાળું પાક તરીકે મોટા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ હોય તે વધુ અનુકૂળ આવે છે. ચોમાસામાં સરેરાશ ૬૦૦ થી ૧૦૦૦ મીલી વરસાદ અને પિયતની કાયમી સગવડ હોય તેવા વિસ્તારમાં મરચીની ખેતી નફાકારક રીતે લઈ શકાય છે.

મરચાંના મુખ્ય પ્રકાર :

ઘોલર

ઓછા તીખાં અને શાકભાજીમાં સંભાર તરીકેના મરચાં

રેશમપટ્ટી (કેપ્સાઈસીનનું પ્રમાણ ૦.ર૦ થી ૦.પપ મિગ્રા./ગ્રામ ફળ)

મધ્યમ તીખાં અને લાલ મરચા

લવીંગીયા (કેપ્સાઈસીનનું પ્રમાણ > ૦.પપ મિગ્રા./ગ્રામ ફળ

ઘાઢા લીલા રંગના, ખૂબજ તીખાં, સૂકાં, પાતળા, કઠણ

અત્યાર સુધીના વિશ્વના સૌથી તીખાં મરચાં તરીકે ''ભૂત જોલકીયા'' ની ઓળખ કરવામાં આવેલ છે. (કેપ્સીકમ ફ્રૂટસેન્સ વાર નગાહરી)

સુધારેલી / સંકર જાતો :

પબ્લીક સેકટર

વિસ્તારને અનુરૂપ જાતો

એસ – ૪૯

ટોચ ગોળાકાર, રેશમપટ્ટી પ્રકારનાં

પુસા સદાબહાર, પંત સી–૧, પંજાબ લાલ (મલ્ટીરેઝીસ્ટન્સ જાત), એમડીયુ–૧, જવાલામુખી (હાય ડેન્સીટી પ્લાન્ટીંગ માટે) સીંદુર, અર્કા અબીર (કલર એક્ષટ્રેકશન માટે), સીએમ–૧, સીએમ–૩, ફૂલે–પ,કેએ–ર,એલસીએ–૬ર૦,એલસીએ–૩૩૪,અર્જૂન,બીએસએસ–૩૭૮,ઉત્કલ રશ્મી,અર્કા ગૌરવ,અર્કા મેઘના,અર્કા હરિતા, અર્કા ખ્યાતિ , અર્કા સ્વેતા, અર્કા સૂફલ, આંધ્ર જયોતિ, અર્કા લોહીત, ફૂલે સૂર્યમુખી, કે ૧,ર ,પીએલઆર ૧,પીકેએમ ૧,હિસાર શકિત, હિસાર વિજય, અર્કા ગરીમા, રસગુલ્લા F

ગુજરાત મરચી – ૧

ટોચ અણીદાર, રેશમપટ્ટી પ્રકારના.

ગુજરાત મરચી – ર

કોકડવા રોગ તથા ઉધઈ સામે અંશતઃ પ્રતિકારક, રેશમપટ્ટી પ્રકારનાં

ગુજરાત મરચી –૩               

સૂકા લાલ મરચાંની જાત

જીવીસી – ૧૦૧

રેશમપટ્ટી પ્રકારનાં

જીવીસી– ૧૧૧,જીવીસી – ૧ર૧

લવિંગીયા પ્રકારનાં

પુસા જવાલા

લવિંગીંયા પ્રકારનાં, પાવડર માટે પણ અનુકૂળ, ચૂસિયાં પ્રકારની જીવાત સામે પ્રતિકારક

જી – ૪(ભાગ્યલક્ષ્મી)

લવિંગીંયા પ્રકારનાં, ગુંતુર,આંધ્ર પ્રદેશ

જૂનાગઢ ઘોલર

ઘોલર પ્રકારનાં

એવીએનપીસી– ૧૩૧

ખૂબજ મોળા મરચાં, ઘોલર પ્રકારનાં,

પ્રાઈવેટ સેકટર જાતો

v  બીજલી, અગ્નિ, ક્રાંતિ, વરદાન, હાઈ–૧, ક્રિષ્ના, દીલ્હી હોટ, હોટ ગ્રીન, નં. પ, ૬, ૯ , એ.આર.સી. એચ.–રર૮,એચઓઈ૮૮૮, સ્કાય લાઈન,ગોલ્ડન હોર્ટ, એ.આર.સી. એચ. – ર૩૬,ચેમ્પીયન,તેજસ્વીની

સંકર જાતો

સી.એચ. – ૧ (પીએયુ,લુધિયાણા),સી.એચ. – ૩(પીએયુ,લુધિયાણા), જીએવીસીએચ –૧(આણંદ એગ્રી. યુનિવર્સિટી)  કાશી અનમોલ,દિવ્ય જયોતી

 

 

 

આબોહવા

વાવેતરનો સમય

જમીન

 

ગરમ અને ભેજવાળી૧૬૦ થી રપ૦ સેં. તાપમાન

ખાસ કરીને શિયાળામાં પિયતની સગવડ હોય તો ઉનાળામાં

ગોરાડુ થી મધ્યમ કાળી નિતાર શકિત સારી  પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ઉજ ૬.પ થી ૭.પ

 

૧ હેકટરની ફેરરોપણી માટે બીયારણની જરૂરિયાત :

 • ૬૦૦ ગ્રામ (જનરલ) / ૧૦૦ ચો.મી. ૩૦૦ ગ્રામ (હાઈબ્રીડ) / ૧૦૦ ચો.મી.

બીજ માવજત :

 • થાયરમ / કેપ્ટાન / કાર્બેન્ડીઝમ – ૩ ગ્રામ દવા / ૧ કિ.ગ્રા. બીજ
 • થાયોમેથાકઝામ ૧ કિલો બીજ દીઠ પાંચ ગ્રામ પ્રમાણે ભેળવી માવજત આપવી.

સંકલીત ખાતર વ્યવસ્થા :

 • બાયોફર્ટીલાઈઝર, એઝોટોબેકટર +ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરિયા(પ લી/ હેકટર)
 • સેન્દ્રિય ખાતર હેકટરે ર૦ ટન છાણીયું ખાતર અથવા ૪ થી ૬ ટન વર્મી કંપોસ્ટ.

કોઠોઃ મરચાંના પાકમાં ફેરરોપણી અંતર  અને ખાતર વ્યવસ્થા

મરચાંના પાક

ફેરરોપણી અંતર (સેમી)

ભલામણ કરેલ ખાતરનો જથ્થો (કિગ્રા /હે)

પૂર્તિખાતર

આપવાનો સમય

પાયાનું ખાતર

પૂર્તિખાતર

નાઈટ્રોજન

ફોસ્ફરસ

પોટાશ

નાઈટ્રોજન

સૂકા લાલ

૯૦ × ૬૦

પ૦

૮૦

પ૦

જરૂરિયાત મુજબ

૧પ૦

ફેરરોપણીબાદ ૪પ, ૭પ, ૧૦પ તથા ૧૩પ દિવસે ચાર સરખા હપ્તામા

શાકભાજી

૬૦ ×૬૦

પ૦

પ૦

પ૦

પ૦

ફેરરોપણીબાદ ૩૦, ૪પ તથા ૬૦ દિવસે ૩ સરખા હપ્તામા

સૂકા લાલ

૩૭.પ – ૦૦ –૦૦  ફેરરોપણી બાદ ૪પ દિવસે (ફૂલ આવવાના સમયે) :૩૭.પ – ૦૦ – ૦૦ ફેરરોપણી બાદ ૭પ દિવસે (મરચાં બેસવાના સમયે) :  ૩૭.પ – ૦૦ – ૦૦ ફેરરોપણી બાદ ૧૦પ દિવસે :૩૭.પ – ૦૦ – ૦૦ ફેરરોપણી બાદ ૧૩પ દિવસે

રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે રોપણી પહેલા પાયામાં હેકટરે પ લીટર પ્રમાણે જૈવિક ખાતર એઝોસ્પીરીલમ અને પીએસબી કલ્ચર આપવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત જૈવિક ખાતરોનો  બીજ માવજત તરીકે ઉપયોગ કરવાથી જમીનની  ફળદ્વપતા વધારી મરચીના ઉત્પાદનમાં ૧પ થી ર૦ ટકાનો વધારો મેળવી શકાય છે.

 

અન્ય માવજત :

 1. પિયત : શિયાળામાં ૧પ દિવસે,  ઉનાળામાં ૭ દિવસે,  ડ્રીપ ઈરીગેશન લાભકારક
 2. રોપણી પછી ૧૦ થી ૧ર દિવસે ગામા પૂરવા
 3. નિંદામણ : જરૂરિયાત મુજબ
 4. આંતરખેડ : ર થી ૩
 5. છેલ્લી આંતરખેડ વખતે થડ ફરતે માટી ચઢાવવી (ર.પ થી ૩ મહિને)

પાક સંરક્ષણ :

મરચીની જીવાતો :

મરચીના પાકમાં નુકસાન કરતી જીવાતોમાં થ્રિપ્સ, લીલી ઈયળ અને પાનકથીરી મુખ્ય જીવાતો ગણાય છે. તદ ઉપરાંત લશ્કરી ઈયળ (સ્પોડોપ્ટેરા), ધૈણ (ડોળ), થડ કાપી ખાનાર ઈયળ, મોલો, સફેદમાખી, ઊધઈ વગેરે જીવાતો પણ વત્તે ઓછે અંશે નુકસાન કરતી જોવા મળે છે.

જીવાતનું નામ

જીવાતની ઓળખ

નુકસાનનો પ્રકાર

નિયંત્રણનાં પગલાં

થ્રીપ્સ

પીળાશ પડતા ભૂખરા રંગની,

બચ્ચાં અવસ્થા પાંખ વગરની અને આછા પીળા રંગની

પાન પર ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસે,જેથી પાનની સપાટી ઝાંખી પડી સૂકાઈ જાય અને છોડ કોકડાઈ જાય છેેે.પરીણામે  છોડનો વિકાસ અટકે, છોડ પર મરચાં બેસતાં નથી, જો બેસે તો કદમાં નાનાં અને વિકૃત  થઇ જાય છે

 • ધરૂના મૂળને ઈમીડાકલોપ્રીડ દવાના દ્રાવણમાં (ર.પ મિલિ/૧૦ લિટર
 • પાણી) છ કલાક બોળી રાખ્યા બાદ રોપવા.
 • ફેરરોપણીના ૩૦ દિવસ બાદ ટ્રાયેઝોફોસ(૧પ મિલિ/૧૦ લિટર પાણી) અથવા ઈમીડાકલોપ્રીડ  (૩ મિલિ/૧૦ લિટર પાણી) અથવા એસીફેટ  (૧પ ગ્રામ/૧૦ લિટર પાણી)અથવા એબામેકટીન  (૧૬ મિલિ/૧૦ લિટર પાણી)  અથવા પ્રોફેનોફોસ ૪૦ ઈસી + સાયપરમેથ્રીન ૪ ઈસી  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા પ્રોફેનોફોસ  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

લીલી ઈયળ

માદા પાન પર પીળાશ પડતાં સફેદ રંગનાં ઈંડાં મૂકે, ઈયળ લીલા રંગની

મરચાં બેસતાં મરચાંમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ અંદર અને અડધો ભાગ બહાર રાખી મરચાંનો ગર્ભ  કોરી ખાય છે.

 • ઉપદ્રવ શરૂ થતાં લીલી ઈયળનું રપ૦ લાર્વલ યુનિટનું એન.પી.વી.નું દ્રાવણ સાંજના સમયે છાંટવું .
 • લીંબોળીની મીંજનું પ% દ્રાવણનો મરચી પર છંટકાવ કરવાથી
 • લીલી ઈયળનો ઉપદ્રવ નિવારી શકાય .

લશ્કરી ઈયળ

ઝાંખા લીલાશ પડતા ભૂખરા રંગની, કાળા ટપકાંવાળી ઈયળ

શરૂઆતમાં મરચીના પાકનાં નીલકણો કોરી ખાય જેને લીધે પાન કાગળ જેવા સફેદ દેખાય,

મોટી ઈયળો પાનમાં કાણાં પાડી પાન ખાઈ નુકશાન કરે છે.

 • કલોરપાયરીફોસ  ( ર૦ મિલિ/૧૦ લિટર પાણી)  દવાનો છંટકાવ

 

મરચીના રોગો

રોગનું નામ

મરચીના રોગ ઓળખ

નિયંત્રણનાં પગલાં

યજમાન પાક

ધરૂ મૃત્યુ

ધરૂવાડીયામાં છોડ ચીમળાઈને મરી જાય છે.

બીજને કાર્બેન્ડેઝીમનો પટ આપવો. (ર થી ૩ ગ્રામ દવા પ્રતિ કિલો બીજ), ૧પ દિવસ બાદ ૬:૬:૧૦૦ બોર્ડો મિશ્રણ અથવા મેટોલેકઝીલ એમ ઝેડ (રીડોમીલ) ર૭ ગ્રામ/૧૦ લીટર દ્રાવણ પ્રમાણે લીટર/ચો.મી.પ્રમાણે ઝારાથી કયારામાં નિતારવું.

મરચી, રીંગણ, ટમેટી, કોબીજ અને કોબી ફલાવર

સુકારો

છોડનું થડ કોહવાઈ જાય અને છોડ મરી જાય છે.

બીજને કાર્બેન્ડેઝીમનો પટ આપવો. (ર થી ૩ ગ્રામ પ્રતિ કિલો), ૧પ દિવસ બાદ ૦.૬%  બોર્ડો મિશ્રણ અથવા ૦.ર% થાયરમ અથવા ૦.૧% મેટાલેકઝીલના દ્રાવણ પ્રમાણે લીટર/ ચો.મી. મુજબ ઝારાથી કયારામાં નિતારવુ

મરચી અને  ટમેટી

કાલવ્રણ અથવા પરિપકવ ફળનો સળો

ફળ પર નાના ગોળાકાર ટપકાં પડે અને એકબીજા સાથે ભળી જઈ લંબગોળ થાય. મરચુ ચીમળાયેલું, ભુખરુ–સફેદ થાય છે.

બીજ જન્ય રોગ હોઈ ૧ કિં.ગ્રા. બીજને ર થી ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. કેપ્ટાફોલ ર૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડેઝીમ પ ગ્રામ અથવા કોપર ઓકસીકલોરાઈડ ૪૦ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૩૦ ગ્રામ અથવા ડાયફેનાકોનાઝોલ ૮ મિલી પૈકી કોઈ એક દવાના ૧૦ લીટર પાણીમાં ભેળવી  ૧૦ થી ૧ર દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા

મરચી

ડાળી અને ફળનો સડો

ડાળી ઉપરથી સુકાતી જાય અને ધુળિયા રંગની થઈ જાય. ફળ પોચા પડી સળી જાય અને ખરી પડે છે.

 

ધરૂ મૃત્યુ પ્રમાણે બીજને માવજત આપવી. મેન્કોઝેબ ૩૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ર૦ દિવસ બાદ કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મરચી અને રીંગણ

કોકડવા

પાન કોકડાઈ જાય, વાંકાવળી જાય અને છોડ નાનો રહે અને વિકૃત થઈ જાય.

રોગવાળા છોડને શરૂઆતથી ઉપાડી નાશ કરવો. કાર્બાફયુરાન ૩ જી ફેરરોપણી બાદ ૧૦ દિવસે ૧.ર કિ.ગ્રા./ હે. સક્રિયતત્વનો  જથ્થો આપવો. ત્યારબાદ ડાયમીથોએટ અથવા મિથાઈલ ઓ ડીમેટોન ૧૦ મીલી/૧૦ લીટરપાણીમાં ભેળવી વારાફરતી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો.

મરચી અને ટમેટી

લઘુપર્ણનો રોગ

પાન નાના જુમખિયા, ડાળી જાડી તથા છોડ વિકૃત અને ઠીંગણો થઈ જાય છે.

રોગવાળા છોડ ઉપાડી નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા શોષક પ્રકારની જંતુનાશક દવાઓ છાંટી જીવાતનું નિયંત્રણ કરવું.

રીંગણ અને ટમેટી

પાનનો ઓગોતરો સુકારો

પાન ઉપર બદામી રંગના ટપકાં પડે અને પાન સુકાઈ જાય છે.

ધરૂ મૃત્યુ મુજબ બીજ માવજત આપવી. મેન્કોઝેબ રપ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી ૩ થી ૪ છંટકાવ ૧૦ થી ૧પ દિવસના અંતરે જરૂરીયાત મુજબ કરવા.

ટમેટી

પાનનો પાછોતરો સુકારો

પાન ઉપર બદામી રંગના લીસા ટપકાઓ તથા વર્તુળાકાર દેખાય છે.

ધરૂ મૃત્યુ મુજબ બીજ માવજત આપવી. મેન્કોઝેબ રપ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી ર થી ૪ છંટકાવ  ૧૦ થી ૧પ દિવસના અંતરે કરવા.

ટમેટી

ભૂકી છારો

પાન ઉપર ટપકાઓ તથા વર્તુળાકાર ભૂકી છારો દેખાય છે.

વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે. પા. ૩પ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા     વે. પા. ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ પ ટકા ઈસી ૧પ મિ. લિ. ૧૦ લિટર દવાને પાણીમાં  ભેળવી ૧૦ થી ૧ર દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

ટમેટી

ગંઠવા કૃમિ

છોડ નબળો, ઠીંગણો, મુળમાં નાની –મોટી અસંખ્ય ગાંઠો, મુળ ગંઠાઈ જાય, ફળ–ફુલ ઓછા બેસેછે.

સોઈલ સોલરાઈઝેશન કરવું, તંદુરસ્ત ધરૂનો ઉપયોગ, રોપણી સમયે છોડની ફરતે જમીનમાં કાર્બોફયુરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. મુજબ આપવી ( છોડ દીઠ ૩–પ ગ્રામ પ્રમાણે ), પાકની ફેરબદલી કરવી.સેદ્રીયખાતર  અને ખોળ વાવેતર પહેલાં જમીનમાં  આપવું.

મરચી, રીંગણ અને ટમેટી

જાંબલી ધાબાનો રોગ

પાન અને પુષ્પદંડ ઉપર ત્રાક આકારના જાંબલી ધાબા પડે છે.

મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ ૩૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવા.

ડુંગળી

ઉનાળામાં ઊંડી ખેડ કરવી.ધરૂવાડીયા માટેની જગ્યા ઉંચાણવાળી તેમજ સારા નિતારવાળી પસંદ કરવી તથા ગાદી કયારા બનાવી તેમાં ધરૂ ઉછેરવું.એલ.એલ.ડી.પી.ઈ પારદર્શક પ્લાસ્ટીક (રપ માઈક્રોન અથવા ૧૦૦ ગેજ) દ્વારા સોઈલ સોલારાઈઝેશન કરવું અથવા ધરૂવાડીયા માટેની જમીન ઉપર રાબીંગ કરવું.સારુ કહોવાયેલું છાણિયું ખાતર વાપરવું.મરચીના બિયારણને વાવતા અગાઉ થાયરમ, કેપ્ટાન જેવી ફૂગનાશક દવાઓ પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ દવાનો પટ આપ્યા પછી જ વાવવાના ઉપયોગમાં લેવા.

 

જીવાતોનું કુદરતી રીતે પરજીવી અને પરભક્ષી કીટકોથી નિયંત્રણ થતું હોય છે.

 • મોલો, તડતડીયા, થ્રિપ્સ અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો પર લેડીબર્ડ બીટલ (દાળિયા), ક્રાપસોપા (લીલી પોપટી) અને સીરફીડમાખી જેવા પરભક્ષી કીટકો ભક્ષણ કરી તેની વસ્તીનું કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે. ક્રાયસોપા નામના પરભક્ષી કીટકને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરવાની તાંત્રિકતા વિકસાવેલ છે. પરંતુ લેડીબર્ડ બીટલને મોટા પાયા પર આર્થિક રીતે પરવડે તે રીતે ઉછેરવાની તાંત્રિકતા હજુ સુધી વિકસાવેલ ન હોવાથી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શકય બન્યુ નથી. ક્રાપસોપા અને લેડીબર્ડ બીટલ ચૂસિયાં પ્રકારની જીવાતોના અગત્યના દુશ્મન ગણાય છે. પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા પાકોમાં જો ચૂસિયાં પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો આવા પરભક્ષી કીટકો બહારથી એકત્ર કરી તેને ઉપદ્રવિત પાક પર છોડવામાં આવે તો જીવાતોની વસ્તી ઘટી શકે છે.

આવા ઉપયોગી કીટકોનું સંરક્ષણ કરવુ અને તેમની હાજરીમાં તેમને માટે  સલામત હોય તેવી દવા છાંટવી

 • કેટલીક વનસ્પતિના પાનનો અર્ક ૮ભશ્ત્ચ્બ્'ત્૯ પાક પર છાંટવાથી જીવાત તેમાં નુકસાન કરતી નથી. જે તે વિસ્તારમાં ઉપલબ્ધ આવી વનસ્પતિના પાનનો અર્ક છાંટી જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. વિવિધ વનસ્પતિઓ પૈકી લીમડાનો ઉપયોગ સવિશેષ થાય છે. લીમડાની લીંબોળીના મીંજમાંથી બનાવેલ પ% દ્રાવણ (પ૦૦ ગ્રામ લીંબોળીના મીંજનો પાઉડર/૧૦ લીટર પાણી) અથવા લીંબોળીના તેલ (૩૦૪૦ મિ.લિ./૧૦ લીટર પાણી)નો છંટકાવ કરવાથી જીવાત પાકને નુકસાન કરતી નથી અને ધીરે ધીરે તેની વસ્તીમાં ઘટાડો થાય છે.

બિન રાસાયણિક પધ્ધતિથી  રોગજીવાત નિયંત્રણ વ્યવસ્થા

 • કેટલીક જીવાતો અને રોગોનું નિયંત્રણ જૈવિક પધ્ધતિથી શકય બને છે. રોમપક્ષ શ્રેણીની જીવાતો (ફૂદાં અને પતંગિયા)ના ઈંડા પર ટ્રાઈકોગ્રામા નામની ભમરી પરજીવીકરણ કરી તેની વસ્તીમાં ઘટાડો કરે છે. આ પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરી શકાય છે. તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન પણ થાય છે. પોલીહાઉસમાં ઉગાડતા પાકોમાં ટ્રાઈકોગ્રામા ભમરી છોડવા અંગે કોઈ
 • સંશોધન આધારીત ભલામણ થયેલ નથી. પરંતુ આવા પાકોમાં ફૂંદા અને પતંગિયાના ઈંડા જોવા મળે ત્યારે ટ્રાઈકોગ્રામા ભમરી (૧.પ થી ર.૦ લાખ/ હેકટર વિસ્તાર) છોડવાથી જે તે જીવાતનું તેની ઈંડા અવસ્થામાં જ નિયંત્રણ થતું હોય છે. ઈયળોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. લીલી ઈયળ અને લશ્કરી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના નિયંત્રણ માટે જે તે જીવાત માટે વિકસાવેલ ખાસ ન્યુકલીઅર પોલીહેડ્રોસીસ વાયરસ (એનપીવી) નો ઉપયોગ થાય છે. તે જ પ્રમાણે આવી ઈયળોના નિયંત્રણ માટે બીટી (બેસીલસ થુરીન્જીન્સીસ)નો પણ ઉપયોગ થાય છે. એન. પી. વી. અને બીટી જુદા જુદા વ્યાપારી નામે બજારમાં મળે છે. ખાસ કરીને જીવાતની ઈયળો નાની અવસ્થામાં હોય ત્યારે આવી જૈવિક કીટનાશક દવાનો ઉપયોગ કરવાથી તેના સારા પરિણામ મળે છે. કેટલીક ફૂગ (બીવેરીયા બેઝીયાના, વર્ટીસીલીયમ લેકોની, મેટારીઝીયમ એનીસોપ્લી અને ન્યુમોરીયા રીલે) આધારીત જૈવિક કીટનાશક દવાઓ પોચા શરીરવાળી જીવાતો માટે વપરાય છે. ખાસ કરીને પોલીહાઉસમાં જયાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય ત્યાં આવી જૈવિક કીટનાશક દવાઓ સારૂ કામ આપે છે.

એનપીવીથી મૃત્યુ પામેલ ઈયળ બીટીથી મૃત્યુ પામેલ ઈયળ :

લીલી ઈયળનું રપ૦  લાર્વલ ઈકવીવેલન્ટનું એન.પી.વી.નું દ્રાવણ સાંજના સમયે ૧પ દિવસના અંતરે બે વખત છાંટવું.

કૃમિનો ઉપદ્રવ : કૃમિનો ઉપદ્રવ લાગેલા ધરૂનો ઉપયોગ પોલીહાઉસમાં રોપણી માટે કરવો જોઈએ નહિ. પુરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતરો ખાસ કરીને લીમડા અને રાયડાનો ખોળ જમીનમાં આપવાથી કૃમિનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જૈવિક કૃમિનાશક દવાઓ (ટ્રાયકોડર્મા વીરીડી, પેસીલોમાયસીસ લીલાસીનસ અને કલેમાયડોસ્પોરીયમ લીલાસીનસ) સીધે સીધા જમીનમાં આપવાથી અથવા તો સેન્દ્રિય પદાર્થ સાથે ભેળવી જમીનમાં આપવાથી કૃમિનું જૈવિક નિયંત્રણ થાય છે.

 

ર૦ થી રર દિવસના સમયાંતરે કરવી.

ફેરરોપણી પછી બે મહિને શરૂઆત.

ગરમીના દિવસોમાં વીણીનો સમયગાળો ઓછો કરવો.      

શિયાળામાં ૧૦ દિવસે અને ઉનાળામાં ૧પ દિવસના ગાળે વીણી.

રંગ અને ચળકાટ બરાબર હોય ત્યારે ઉતારવા.

લાલ મરચાં માટે પ્રથમ ૪ વીણી લીલાં મરચાંની કરવી

મરચાંને ડીંટા સાથે તોડવા (સેલ્ફ લાઈફ વધારી શકાય)

વધુ પડતા દબાણ સાથે ભરવા નહિં.

વીણી પછી ગ્રેડીંગ કરવું.

પાણીનો છંટકાવ કરવો નહિં.

હવાની અવરજવર વાળા કન્ટેનરમાં પેકીંગ કરવું.

મરચાંનું પેકીંગ તથા લોડીંગ દબાણ સાથે કરવું નહિં.

ઉત્પાદન :

સુધારેલી જાતો :

 • લીલાં મરચાં : ર૦ થી ૩૦ ટન / હે.
 • સુકા મરચાં : ૧.પ થી ૩.૦ ટન / હે.

હાઈબ્રીડ જાતો :

 • લીલા મરચાં : રપ થી ૩પ ટન / હે.
 • સુકા મરચાં  : ૩ થી ૩.પ ટન / હે.

 

સ્ત્રોત: ર્ડા. ડી.બી.પ્રજાપતિ, મસાલા સંશોધન કેન્દ્ર,સ.દાં.કૃ.યુ.જગુદણ–૩૮ર૭૧૦,જી.મહેસાણા© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate