অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી પાકોમાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટેની ઉજળી તકો

શાકભાજી પાકોમાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટેની ઉજળી તકો

ભારત વધુ વસ્તી ધરાવતો વિકાસશીલ દેશ હોવાથી લોકોની પાયાની જરૂરિયાતમાં અન્ન અને શાકભાજીનું વધુ ઉત્પાદન કરવું પડે તેમ છે. વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવાથી આપણે સ્વ–નિર્ભર બનેલ છીએ. ભવિષ્યની પ્રાથમિક જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુ તેમજ ગુણવત્તાલક્ષી ઉત્પાદન લેવુ જરૂરી છે. ગુજરાત શાકભાજીની ખેતીમાં એક પ્રગતિશીલ રાજય છે. રાજયમાં વર્ષ ર૦૧૭–૧૮ દરમિયાન કુલ શાકભાજી પાકો હેઠળના વિસ્તાર ૧૬.રર લાખ હેકટરમાંથી ર૦૬.ર૭ લાખ ટન શાકભાજીનું ઉત્પાદન નોંધાયેલ હતું. જે સરેરાશ હેકટરે ૧૪.પ૬ ટન ઉત્પાદન આવે છે, તે પૈકી શાકભાજી ખેતરથી ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીમાં ૩૦ થી ૩પ ટકા બગડી જાય છે. શાકભાજીના પાકો માનવ આહારમાં અગત્યનો સમતોલ આહાર હોવાથી માથાદીઠ ૧૧પ ગ્રામ પાંદડાવાળા શાકભાજી, ૮પ ગ્રામ કંદમુળવાળા અને ૧૦૦ ગ્રામ અન્ય શાકભાજી મળીને કુલ ૩૦૦ ગ્રામ શાકભાજી દૈનિક ખોરાકમાં લેવા જોઈએ. પરંતુ આપણા દેશમાં શાકભાજીનો દૈનિક સરેરાશ વપરાશ ફકત ૧૪પ ગ્રામ છે. જેનું મુખ્ય કારણ ઓછું ઉત્પાદન, બગાડ અને આહાર પ્ર્રત્યેની અસભાનતા જવાબદાર છે. આધુનિક સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી દરેક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે ત્યારે શાકભાજીની ખેતીમાં પણ ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે. નવી જાતો અને ઉચ્ચ ટેકનોલોજીની મદદથી ખેડૂતો આજે વધુ ઉત્પાદન તેમજ વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લેતા થયા છે. નિયમિત અને વધારે પ્રમાણમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીની માંગને પહોંચી વળવા માટે શાકભાજીનું ઉત્પાદન અને તેની ઉપલબ્ધતા વધારવાની ખાસ જરૂરિયાત ઉભી થયેલ છે. શાકભાજીની ગુણવત્તા સુધારવા અને ઉત્પાદનમાં વધારો કરવા માટે વૃધ્ધિ નિયંત્રકો ખૂબ જ ઉપયોગી છે. શાકભાજી ખેતરથી ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીમાં બગાડ અને ગુણવત્તાવાળા ઓછી થતી જાય છે અને હાલમાં થયેલા સંશોધન મુજબ લીલા શાકભાજીની સંગ્રહશકિત વધારવા માટે, નરવંધ્યતા દાખલ કરી સંકર બીજ ઉત્પાદન માટે, રોગ પ્રતિકારકતા વધારવા માટે તેમજ પેશી સંવર્ધનમાં પણ વૃધ્ધિ નિયંત્રકો અગત્યના છે.
વનસ્પતિમાં થતી જુદી–જુદી દેહધાર્મિક તેમજ જીવ રાસાયણિક ક્રિયાઓના નિયમનમાં વૃધ્ધિ નિયંત્રકોનો ફાળો ખૂબ જ અગત્યનો છે. આ વૃધ્ધિ નિયંત્રકો શાકભાજી પાકોમાં વિવિધ રીતે ઉપયોગી બને છે. ઉ.દા. તરીકે બીજની સ્ફૂરણશકિત વધારવા માટે, મૂળના વિકાસમાં તેના ઉપર મૂળગંડિકાઓની સંખ્યા વધારવા માટે, ધરૂના વિકાસ માટે, કંદના વિકાસમાં, ફુલો/કળી બેસવામાં તેમજ તેને ખરી પડતા અટકાવવા માટે, ફળના વિકાસમાં, કંદ કે કલિકાની સુષુપ્ત અવસ્થા દુર કરવા અથવા તેને ટકાવી રાખવા સંગ્રહશકિત વધારવા માટે અને બીજ ઉત્પાદન માટે વૃધ્ધિ નિયંત્રકો જરુરી છે.

વૃધ્ધિ નિયંત્રક શું છે?

વૃધ્ધિ ઉત્તેજકોઃ

વૃધ્ધિ નિયંત્રકો કે જેને અંગ્રેજીમાં ગ્રોથ રેગ્યુલેટર્સ કહેવામાં આવે છે તે એક કાર્બોદિત પદાર્થ છે, જે ખૂબ જ અલ્પમાત્રામાં વનસ્પતિની દેહધાર્મિક તેમજ જીવરાસાયણિક ક્રિયાઓનું નિયમન કરી છોડની વૃધ્ધિ અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તેનો અલ્પમાત્રામાં છંટકાવ વનસ્પતિની દેહધાર્મિક અને જીવરાસાયણિક ક્રિયામાં વધારો/ઘટાડો/ફેરફાર કરવાને શકિતમાન છે. સામાન્ય રીતે વૃધ્ધિ નિયંત્રકો કુદરતી અને કૃત્રિમ બે પ્રકારના હોય છે.  આ વૃધ્ધિ નિયંત્રકો ઓછી માત્રામાં વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે અને કૃત્રિમ રીતે બનાવી, બહારથી છોડના વિકાસના ચોકકસ તબકકે, નિયત જથ્થામાં આપી ઈચ્છિત ફેરફાર કરી શકાય છે જેને વૃધ્ધિ નિયંત્રકો કહેવાય છે.જેના દવારા વૃધ્ધિ અને વિકાસ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આવા વિવિધ પદાથોને વિજ્ઞાનની ભાષામાં વૃધ્ધિ અંતઃસ્ત્રાવો, વૃધ્ધિ ઉત્તેજકો, વૃધ્ધિ નિયંત્રકો  અને વૃધ્ધિ પ્રતિરોધકો તરીકે ઓળખાય છે. આ વૃધ્ધિ અંતઃસ્ત્રાવો ને મુખ્ય બે વિભાગોમાં વહેચવામાં આવે છે.

વૃધ્ધિ પ્રતિરોધકોઃ

જે પદાર્થનું વનસ્પતિની વૃધ્ધિ તથા વનસ્પતિની જેવી કે ક્રિયાઓ અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાથોને વૃધ્ધિ પ્રતિરોધકો કહેવામા આવે છે. દા.ત. રડી, એમ.એચ.,ફોસ્ફીન ડી, ટી, સાયકોસીલ વગેરે. સામાન્ય રીતે તેના રાસાયણિક બંધારણ અને નિયત કાર્યસૂચિને આધારે પાંચ વર્ગમાં વહેચવામાં આવેલ છે. 

વૃધ્ધિ નિયંત્રકોના મુખ્ય વર્ગઃ

(૧) ઓકઝીન (ર) જીબ્રેલીન (૩) સાયટોકાઈનીન (૪) ઈથેલીન (પ) એબ્સીસીક એસિડ

ઓકઝીન :

વનસ્પતિની સર્વાગી વૃધ્ધિ માટે અગત્યનો છે. તે કોષ વિભાજનને પણ ઉત્તેજીત કરે છે. ડાળી અને થડના કોષની લંબાઈમાં વધારો કરવામાં ઓકઝીન મહત્વનો ભાગ ભજવે છે. ઓકઝીન ગૃપમાં મુખ્યત્વે ઈન્ડોલ એસિટીક એસિડ (આઈ.એ.એ.), ઈન્ડોલ બ્યુટારીક એસિડ (આઈ.બી.એ.), ,,ટ્રાય કલોરો ફિનોકસી એસિટીક એસિડ (ર,,ટી), ડી, નેપ્થેલીન એસિટીક એસિડ(એન.એ.એ.), મીથાઈલ ઈસ્ટર (એમ.ઈ.), મિથાઈલ૪કલોરોફિનોકસીએસિટીકએસિડ(એમ.સી.પી.એ.),,,ટ્રાયકલોરોફીનોકસી પ્રોપયોનિકએસિડ(ર,,ટી.પી.) અને ૪ કલોરો ફિનોકસી એસીટીક એસિડ(૪સી.પી.એ.)નો સમાવેશ થાય છે. ઉપરોકત ઓકઝીનમાં આઈ.એ.એ. વનસ્પતિ જાતે જ તૈયાર કરે છે તથા તે બીજા કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે.

ઉપયોગ :

  • ઈન્ડોલ એસીટીક એસિડ તથા નેપ્થેલીન એસીટીક એસિડ વનસ્પતિની વૃધ્ધિ વધારવામાં તેમજ પાન/ફુલો/ફળ ખરતા અટકાવવામાં ઉપયોગી છે.
  • એન.એ.એ. ફળ ધારણ વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
  • ર–૪–ડી અને ર–૪–પ–ડી વધુ માત્રામાં નિંદામણ નાશક તરીકે વપરાય છે. જયારે આ બંને ઓછી માત્રામાં છંટકાવ કરવાથી ફળ ધારણ વધારવા તેમજ મૂળ ઉત્પન્ન કરવા જેવા કાર્યો માટે ઉપયોગી છે.
  • બીજ સ્ફૂરણ વધારવા, બીજ ફળ વગરના મેળવવા તથા લિંગ પરિવર્તનમાં પણ ઓકઝીન મહત્તમ ભાગ ભજવે છે.

જીબ્રેલીન :

જીબ્રેલીનનો છંટકાવ કરવાથી છોડની ઉંચાઈમાં અસામાન્ય વધારો જોવા મળે છે. આ ઉપરાંત બીજ /કંદની સુષુપ્તા અવસ્થા ટુંકાવવામાં, ફળની વૃધ્ધિ વધારવા, ફળો વહેલા લાવવા અને તેને ખરતા અટકાવવામાં જીબ્રેલીન ઉપયોગી છે. જીબ્રેલીન વનસ્પતિમાં તૈયાર થાય છે તેમજ કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. જીબ્રેલીન ઘણા છે પરંતુ જી એ–૩ (જીબ્રેલીક એસિડ–૩) ખેતીમાં સૌથી વધુ પ્રચલિત છે અને વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.

ઉપયોગ :

  • જીબ્રેલીન કોષની લંબાઈ વધારવા તથા કોષના વિભાજન માટે મહત્વનું છે.
  • જીબ્રેલીનનો સૌથી વધુ ઉપયોગ બીજ વગરની દ્વાક્ષ પેદા  કરવા  તેનું કદ વધારવામાં માટે થાય છે.
  • કુમળી ડાળીમાં જીબ્રેલીનના છંટકાવથી છોડની ઉંચાઈમાં અસામાન્ય વધારો થાય છે. અંજીરમાં ફળની વૃધ્ધિ ઝડપથી વધારવા માટે, તેમજ ફળ અને શાકભાજીની સંગ્રહશકિત વધારવામાં પણ જીબ્રેલીન ઉપયોગી છે.
  • ઠંડા હવામાનની જરૂર હોય તેવા છોડમાં (કોબીજ, ટરનીપ, ગાજર) ફુલ લાવવામાં ઉપયોગી છે.
  • જીબ્રેલીનના અન્ય ઉપયોગમાં તે બીજ / કંદની સુષુપ્ત અવસ્થા ઘટાડવા માટે વપરાય છે.
  • ફળો ખરતા અટકાવવા માટે ઉપયોગ થાય છે.
  • ફળની વૃધ્ધિમાં, ફુલ–ફળ વહેલાં મેળવવામાં, ફળની પાકટતા મોડી કરવામાં, તેમજ ફળ ખરતાં અટકાવવામાં એનો ઉપયોગ થાય છે.
  • ફળની સંગ્રહશકિત વધારવામાં પણ જીબ્રેલીન ઉપયોગી છે.

સાયટોકાયનીન :

સાયટોકાયનીનનું મુખ્ય કાર્ય કોષ વિભાજનને વધારવાનું છે. મુખ્ય સાયટોકાયનીનમાં કાયનેટીન, ઝીયાટીન અને ૬–બેન્ઝાઈલ એમીનો પ્યુરાઈન(બી.એ.)નો સમાવેશ થાય છે. બીજ / કંદની સુષુપ્ત અવસ્થા પુરી કરવા, ફળ ધારણ વધારવા, ફળો ખરી પડતા અટકાવવા, તેમજ ઘા રૂઝાવવામાં સાયટોકાયનીન ઘણું જ ઉપયોગી છે. ઝીયાટીન પ્રાકૃતિક સાયટોકાયનીન છે. જે નાળીયેરના પાણીમાં ઘણા પ્રમાણમાં હોય છે. કાયનેટીન અને બી.એ. અગત્યના સાયટોકાયનીન છે. તેને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે.

ઉપયોગ :

  • પેશી સંવર્ધનમાં સાયટોકાયનીન ખૂબ જ જરૂરી છે. ખરેખર તો ઓકઝીન અને સાયટોકાયનીનનું પ્રમાણ કેલસમાંથી મૂળ, પ્રકાંડ તેમજ પર્ણોના ડીફરન્શીયેશનમાં ભાગ ભજવે છે. જયારે ઓકઝીન વધારે પ્રમાણમાં હોય ત્યારે કેલસમાં મૂળની અને જયારે કાયનેટીન વધારે હોય ત્યારે પર્ણની ઉત્પતિ થાય છે.
  • વનસ્પતિની વૃધ્ધિમાં, બીજ/કંદની સુષુપ્ત અવસ્થા ટુંકાવવા/પુરી કરવા.
  • ફળધારણ વધારવા તથા ફળો ખરી પડતાં અટકાવવા વપરાય છે.
  • ફળ અને લીલા શાકભાજીની સંગ્રહશકિત વધારવામાં ઉપયોગી છે.
  • ફુલોને ફલાવરવાઝ(ટોપલી)માં વધારે સમય સુધી તાજા રાખવામાં ઉપયોગી છે.
  • સાયટોકાયનીન ઘા રૂઝવવામાં ઉપયોગી હોવાથી કલમ તથા આંખ કલમમાં વધુ સારા પરિણામ મેળવવા વપરાય છે.

ઈથીલીન :

ઈથીલીન એ એક માત્ર વાયુના સ્વરૂપમાં જોવા મળતો વૃધ્ધિ નિયંત્રક છે. ફળોને પકવવામાં મહત્તમ ભાગ ભજવે છે. શાકભાજી પાક તથા બાગાયતી પાકોમાં ઈથીલીન, ઈથરેલ અને ઈથેફોનના સ્વરૂપમાં અપાય છે. તેમાંથી ઈથીલીન વાયુ ઉત્પન્ન થાય છે. જે કોષોમાં પ્રવેશી પોતાનું કાર્ય કરે છે. બધી જ વાનસ્પતિક પેશીઓમાં ઈથીલીન તૈયાર થાય છે.

ઉપયોગ :

  • ઈથીલીન ફુલ આવવાની ક્રિયાને ઉત્તેજીત કરવામાં, ખાસ કરીને કેળાં,કેરી,સફરજન અને પાઈનેપલ જેવા ફળો વહેલા પકવવામાં મદદરૂપ થાય છે.
  • વનસ્પતિ પરથી પાન/ફળ/ફુલ ખેરવી નાખવામાં ઈથેફોન વપરાય છે.
  • વેલાવાળા શાકભાજીમાં માદા પુષ્પો વધારવામાં ઉપયોગી છે.
  • ફળોને એક સાથે સારી રીતે પકવવામાં તે ઉપયોગી છે.
  • બીજની સુષુપ્ત અવસ્થા દુર કરી સ્ફુરણ શકિત વધારે છે.
  • ડુંગળી, બટાટા, શકકરીયા અને આદુના ઉત્પાદનમાં વધારો કરે છે.

એબ્સીસીક એસિડ (એ.બી.એ.) :

વાનસ્પતિક અંગો જેવા કે પર્ણો, ફળો અને ફુલોને ખેરવવામાં મહત્તમ ભાગ ભજવે છે. તેને 'સ્ટ્રેસહોર્મોન' પણ કહેવાય છે, કારણ કે જયારે છોડ તાણ અનુભવતો હોય, જેમ કે પાણીની ખેચ, ઉંચુ કે નીચું તાપમાન, જમીનની ખારાશ, અલ્ટ્રા વાયોલેટ વિકિરણો વગેરે, ત્યારે એ.બી.એ. નું પ્રમાણ વધી જાય છે અને છોડ આ તાણની પરિસ્થિતીમાં પોતાની દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે ચલાવી જીવી શકે છે.

ઉપયોગ :

  • છોડની વાનસ્પતિક વૃધ્ધિના જુસ્સા પર નિયંત્રણ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે છોડનો વાનસ્પતિક વૃધ્ધિના જુસ્સા પર નિયંત્રણ ન આવે તો છોડ/ઝાડ વાનસ્પતિક રીતે વધતા જ રહે છે અને ફુલધારણ કરવાની અવસ્થામાં પ્રવેશતા નથી.
  • અવરોધકો/બીજ/કંદ/કલિકા વગેરેને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે ઉપયોગી છે.
  • શાકભાજીની સંગ્રહશકિત વધારવામાં પણ અવરોધકો ઉપયોગી છે.

વનસ્પતિની જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓમાં વૃધ્ધિ નિયંત્રકોના ઉપયોગ

ક્રમ

દેહધાર્મિક ક્રિયા

દેહધાર્મિક ક્રિયાને અસર કરતા વૃધ્ધિ નિયંત્રકો

બીજ/કંદની સુષુપ્ત અવસ્થા ટુંકાવવી/બીજનો ઉગાવો વધારવો

જી એ–૩, સાયટોકાયનેટીન, ઈથીલીન

કલીકાની સુષુપ્ત અવસ્થા લંબાવવી

એ.બી.એ., સી.સી.સી.

વધારાના પીલા નીકળતા અટકાવવા

ર,૪–ડી, એન.એ.એ.

ફુલ વહેલા મેળવવા

જીએ–૩, એન.એ.એ.,સી.સી.સી., ર,૪,પ–ટી, ૪–ડી, ઈથીલીન

લિંગ પરિવર્તન

જીએ–૩, પી.બી.એ., અલાર, ઈથેફોન

ફળધારણ અને ફળની વૃધ્ધિ માટે

એન.એ.એ.,ર,૪–ડી,ર,૪,પ–ટી,૪–સી.,પી.એ.,જીએ–૩

અસ્થાનિક મુળ પેદા કરવા

એન.એ.એ.,આઈ.બી.એ.,આઈ.એ.એ., ર,૪–ડી

ફળ વહેલાં પકવવા (ટામેટા)

ઈથેફોન, ઈથીલીન

પાન/ફુલ/ફળ ખરતા અટકાવવા

એન.એ.એ., ર,૪,પ–ટી.પી., જીએ–૩, ર,૪–ડી

૧૦

ફળોની સંખ્યા ઘટાડવા

એમ.એચ., ઈથેફોન, મેલિક હાઈડે્રઝાઈડ

૧૧

વાનસ્પતિક વૃધ્ધિ પર  નિયંત્રણ

સી.સી.સી., કલ્ટાર

૧ર

કંદનો સંગ્રહકાળ લંબાવવો

એમ.એચ., એમ.ઈ.એન.એ., ર,૪પ–ટી,એ.બી.એ.

૧૩

(સંગ્રહ દરમ્યાન સ્ફુરણ અટકાવવું)

બી.એ., સી.સી.સી., ર,૪–ડી

૧૪

પાનવાળા શાકભાજીનો સંગ્રહકાળ લંબાવવો

એ.બી.એ., મેલિક હાઈડે્રઝાઈડ

૧પ

બીજની સુષુપ્ત અવસ્થા વધારવા

ર,૪–ડી, એમ.સી.પી.એ.

શાકભાજી પાકોમાં વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ

ક્રમ

શાકભાજી પાક

વૃધ્ધિ નિયંત્રક

મિગ્રા/લિપાણી

છંટકાવનો હેતું

છંટકાવનો સમય

બટાટા

જીબ્રેલિક એસિડ

રપ

કલિકાની સુષુપ્તા તોડીઝડપી સ્ફુરણ માટે

બટાટાના વાવવાનાટુકડાને વાવતા પહેલા માવજત આપવી

ટામેટા

એન.એ.એ.

ર૦

ફુલો વધારવા

ફુલ આવવાની શરૂઆત થતાં

ટામેટા

જીબ્રેલિક એસિડ

રપ

મોટા ફળો મેળવવા

ફળ બોર જેવડા થાય ત્યારે

રીંગણ/ટામેટા/

એન.એ.એ.+ યુરિયા

ર૦ મિ.ગ્રા.

ફળો ખરતા અટકાવવા તથા વજન અને કદ વધારવા

ફળો બેસી ગયા બાદ ર૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા

મરચા

જીબ્રેલિક એસિડ

+ર૦ ગ્રામ

ઝડપી ધરૂ તૈયાર કરવા

બીજ વાવતા પહેલા માવજત આપવી

રીંગણ/ટામેટા/

જીબ્રેલિક એસિડ

૧૦

નર ફુલ વધારવા માટે હાઈબ્રીડ બીજ ઉત્પાદન

ચાર પાંદડે છોડ હોય ત્યારે છંટકાવ કરવો

મરચા

ઈથેફોન

૧૦૦૦

માદા ફુલોનું પ્રમાણ વધારવા

ચાર પાંદડે હોય ત્યારે છંટકાવ કરવો

કાકડી વર્ગના વેલાવાળા

મેલિક હાઈડે્રઝાઈડ

પ૦૦

સંગ્રહશકિત વધારવા દિવસે છંટકાવ કરવો

લણણી પહેલા ૧પ દિવસે છંટકાવ કરવો

શાકભાજી માટે ઉપયોગી

ઈથેફોન

૧પ૦૦

માદા ફુલો વધુ બેસાડવા

ફળ બોર જેવડા થાય ત્યારે

૧૦

લસણ /ડુંગળી

ઈથરલ

પ૦૦

માદા ફુલો વધુ બેસાડવા

વાવેતરના ૧પ દિવસ પછી અઠવાડિયાના  અંતરે ચાર છંટકાવ કરવા.

ભીંડાના પાકની ભલામણ :

  • મધ્ય ગુજરાત વિસ્તારના ભીંડાના પાકના  બીજ ઉત્પાદન કરતા ખેડૂતોને ભીંડાનો પાક ૩૦ દિવસનો થાય ત્યારે જીબ્રેલીક એસિડ ૩૦ મિ.ગ્રા./લિ. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને ફાયદો થાય છે.
  • મધ્ય ગુજરાત વિસ્તારના ભીડાના પાકનું વધુ ઉત્પાદન અને આથિૅક નફો મેળવવા માટે પાક ૩૦ થી ૪૦ દિવસનો થયે જીબ્રેલીક એસિડ ૧૦૦ મિ.ગ્રા./લિ. પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવાની ભલામણ છે.

બિયારણમાં સુષુપ્ત અવસ્થા તોડવા માટે બિયારણની માવજત :

  • જીએ, સાયટોકાયનેટીન અને કાયનેટીનું દ્રાવણ ૧૦૦ થી ૧૦૦૦ પીપીએમ દ્રાવણમાં ડુબાડવાથી બિયારણની સુષુપ્ત અવસ્થા તુટવાથી બિયારણ ઝડપથી ઉગે છે.
  • કપાસના બિયારણની ઉપર કોટીનમાં એબીએ હોવાથી બિયારણની સુષુપ્ત અવસ્થા થાય છે માટે કપાસના બિયારણને ઈથરલ દવારા સુષુપ્ત અવસ્થા તોડી શકાય છે.

પરવળમાં વીણી પછીની માવજત અને સંગ્રહ :

સામાન્ય પરિસ્થિતિમાં ૩ થી ૪ દિવસ સુધી ઓરડાના તાપમાને સંગ્રહ કરી શકાય છે.

  • ફળને રપ૦ પીપીએમ ના સોડીયમ બેન્ઝોએટ અથવા ૧૦૦ પીપીએમના સાઈટ્રીક એસિડના દ્રાવણમાં ૧૦ મીનીટ બોળવાથી તેનાં ફળને ૮ દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે.
  • તાજાં ઉતારેલાં ફળને કાયનેટીન (પ૦ પીપીએમ), જી એ૩ (ર૦ પીપીએમ), સાયકોસીલ (૧૦૦ પીપીએમ) અથવા એનએએ (ર૦ પીપીએમ) નાં હોર્મોન્સના દ્રાવણમાં ૧૦ મીનીટ સુધી બોળવાથી ફળને ૮ દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે તથા ફળ ચીમળાઈ જતા અને પીળા પડતા અટકાવી શકાય છે.

વૃધ્ધિ નિયંત્રકોના છંટકાવ વખતે ધ્યાનમાં રાખવાની કાળજી :

વૃધ્ધિ નિયંત્રકોનો  જુદા  જુદા   પ્રમાણમાં  છંટકાવ કરવાથી  જુદુ જદુ પરિણામ મળે છે જેથી નીચે મુજબની કાળજી રાખવી જરૂરી છે.

  • વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરવામાં તેના પ્રમાણ બાબતમાં નિષ્કાળજી રાખવામાં આવે તો ફાયદાના બદલે નુકસાન થવા સંભવ છે જેથી તેનું પ્રમાણ બરાબર જળવાય તેની ખાસ કાળજી રાખવી.
  • છાંટવાનો પંપ હંમેશાં બરાબર સાફ કર્યા પછી જ ઉપયોગમાં લેવો.પંપનો ઉપયોગ કર્યા પછી પંપ હંમેશાં બરાબર સાફ કરવો.
  • વૃધ્ધિ નિયંત્રકોનું જયારે દ્રાવણ બનાવવાનું થાય ત્યારે પહેલા થોડા આલ્કોહોલ/ સોડીયમ હાઈડ્રોકસાઈડ(૦.પટકા) /એસીટોનમાં ઓગાળી બરોબર ઓગળે પછી જ વધારે પાણી ઉમેરવું.
  • છંટકાવ પાન પર થાય તે ખૂબ જ જરૂરી છે. થડ પર કે ડાળી પરનો છંટકાવ ઉપયોગમાં આવતો નથી અને તેનો ખોટો બગાડ થાય છે માટે તે જગ્યાએ થતો છંટકાવ અટકાવવો.
  • વૃધ્ધિ નિયંત્રકો ખાસ કરીને એને યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરતા વાંધો આવતો નથી પરંતુ જંતુનાશક દવાઓ સાથે છંટકાવ કરવાનો થાય ત્યારે તે ભેળવી શકાય કે નહિં તે તપસ્યા બાદ ભેળવી છંટકાવ કરવો.
  • વૃધ્ધિ નિયંત્રકો હંમેશાં સવારના ઝાકળ ઉડયા બાદ અથવા સાંજના સમયે છાંટવા અને પવનની દિશામાં જ છાંટવા. બાજુના પાક ઉપર ન પડે તેવી કાળજી રાખવી.
  • વૃધ્ધિ નિયંત્રકો છાંટતી વખતે વનસ્પતિ દેહધાર્મિક અવસ્થા તેમજ છાંટવાનું પ્રમાણ ખૂબ જ અગત્યનું છે અને ચોકકસ અવસ્થાએ ચોકકસ પ્રમાણમાં તેમજ છાંટતા જ તેનો ફાયદો મળે છે, અન્યથા આડેધડ ઉપયોગ કરવાથી ઘણીવાર નુકસાન પણ કરે છે.

સ્ત્રોત : ર્ડા. ડી.બી. પ્રજાપતિ, પ્રો. ડી. એમ. ઠાકોર અને શિવાંગીની એ.ગુપ્તા, બીજ મસાલા સંશોધન કેન્દ્ર,સ.દાં.કૃ.યુ.,જગુદણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate