હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / પાક પદ્ધતિઓ અને બદલાવ / શાકભાજીના પાકોમાં ઉત્પાદન વધારવાની બિન ખર્ચાળ પધ્ધતિઓ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શાકભાજીના પાકોમાં ઉત્પાદન વધારવાની બિન ખર્ચાળ પધ્ધતિઓ

શાકભાજીના પાકોમાં ઉત્પાદન વધારવાની બિન ખર્ચાળ પધ્ધતિઓ વિશેની માહિતી આપવામાં આવી છે

શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે એકમ વિસ્તારમાંથી ટુંકા ગાળામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આપણા રાજયમાં ચોમાસુ પાકોમાં મુખ્યત્વે મરચી, ટામેટી, રીંગણ, ભીંડાં,દૂઘી, પરવળ, ટીંડોળા, કારેલા, કાકડી, કોળુ તેમજ કઠોળ પાકોમાં તુવેર, ગુવાર, ચોળી  વિગેરે તેમજ શિયાળુ પાકોમાં કોબીજ, ફુલ કોબી, પાપડી, કોથમીર, મેથી, પાલખ વિગેરે જેવા પાકોનો સમાવેશ થાય છે. આ પૈકી રીંગણ,મરચી, ટામેટી, કોબીજ, ફુલ કોબી જેવા પાકોનો ઘરૂ ઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે. જયારે અન્ય પાકોની વાવણી બીજથી થાય છે. શાકભાજી પાકોનું સારી ગુણવત્તાવાળુ, વધારે અને આર્થિક રીતે પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટે પરંપરાગત ખેતી પધ્ધતિઓમાં જરૂરી ફેરબદલ કરવો જરૂરી છે.
આધુનિક ખેતીમાં એકમ વિસ્તારમાંથી વધુ નફો મેળવવા માટે પાક ઉત્પાદન વધારવાની સાથે ખેતી ખર્ચ ઘટાડવું જરૂરી છે. આ ઉપરાંત પાક ઉત્પાદનના વધુ ભાવ મેળવવા આયોજન કરવું જોઈએ. ખેત ઉત્પાદન ઘટાડવા માટે બિન ખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ ખેત પધ્ધતિઓના ઉપયોગથી ખેતી પોષણક્ષમ બનાવી વધુ આવક મેળવી શકાય છે. ખેતી માટે ખેડૂતોને જરૂરી અનિવાર્ય પરિબળો જેવા કે બિયારણ, ખાતર, પાક સંરક્ષણ, નિંદામણ નાશક દવાઓ, પિયત અને મજુર ખર્ચમાં રોકાણ કરવું પડે છે. જેનો કાર્યક્ષમ અને પરિણામ લક્ષી ઉપયોગ કારગત નિવડે તો જ ખેતી પોષણક્ષમ બને છે.

શાકભાજીની ખેતીમાં ધ્યાનમાં રાખવાના બીન ખર્ચાળ મુદૃાઓ :

ધરૂવાડીયું :

ધરૂથી થતા શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ સમયસર ધરૂ ઉછેરવામાં  આવે તો ઉંચી ગુણવત્તા સાથે એકમ વિસ્તારમાંથી ટુંકા ગાળામાં વધુ ધરૂ મેળવી શકાય છે. આપણા રાજયમાં ચોમાસુ પાકોમાં મુખ્યત્વે મરચી, ટામેટી, રીંગણ તેમજ શિયાળુ પાકોમાં કોબીજ, ફુલ કોબી, ડુંગળી વિગેરે જેવા પાકોનો ઘરૂ ઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે. જયારે અન્ય પાકોની વાવણી બીજથી થાય છે.

જમીન અને તેની તૈયારી :

શાકભાજીના પાકોમાં  ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેલી હોવાથી આ પાકો ફળદ્રુપ, સારા નિતારવાળી અને ભેજ સંગ્રહ શકિત સારી હોય તેવી ગોરાડું, મધ્યમકાળી કે કાંપવાળી જમીન ખૂબ જ અનુકુળ છે. જમીનને જરૂરીયાત મુજબ હળ અને કરબથી ખેડકર્યા બાદ સમાર મારી જમીન સમતલ બનાવવી, અગાઉના પાકના જડીયા હોય તો વીણી લેવા. પાકની જરૂરીયાત મુજબ હળથી ઉંડી ખેડ કરવી. જુદા જુદા શાકભાજીની વાવણી માટે જે તે પાકની ખાસિયત, ૠતુ, જમીનનો પ્રકાર વિગેરે ધ્યાનમાં રાખી સપાટ/ગાદી કયારા, નીકપાળા અથવા ખામણાં અગાઉથી તૈયાર કરવા.

જાતોની પસંદગી :

ખેડૂતો માટે સંશોધનના ફળ સ્વરૂપ જે તે વિસ્તારને અનુરૂપ ધણી જાતો બહાર પાડવામાં આવે છે. જમીન, ગ્રાહકની પસંદગી, પિયત વ્યવસ્થા, હવામાનને ધ્યાને રાખી વધુ ઉત્પાદન આપતી રોગ–જીવાત પ્રતિકારક જાતની પસંદગી કરવી. જરૂરીયાતના જથ્થા મુજબનું પ્રમાણિત, બીજની પસંદગી કરવાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.

બીજ માવજત :

જમીન જન્ય રોગથી મુકત રાખીને સારા સ્ફુરણના ટકા મેળવવા માટે બીજને ઓર્ગેનોમકર્યુરીક દવાનો પટ આપવો જરૂરી છે. કોકડવાના નિયંત્રણ માટે ધરૂની તાંત્રિક પ્રકારની દવાના દ્રાવણમાં બોળીને પટ આપવો. તદઉપરાંત ધાણા જેવા શાકભાજી પાકોમાં હંમેશા બીજના બે ફાળીયા કરીને વાવવાથી બીજ દર ઘટવાથી બીજનો ખર્ચ ઘટે છે.

વાવણી સમય :

દરેક શાકભાજી પાકોના નિર્ધારીત વાવણી સમયથી વહેલા કે મોડા વાવણી કરવાથી રોગ–જીવાતનો ઉપદ્રવ વધે ફળ અથવા શીંગના વિકાસ ઉપર માઠી અસર થવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે તથા ખેતી ખર્ચમાં વધારો થાય છે.  જયારે ધરૂની હંમેશા સાંજના સમયે ફેરરોપણી પુરતા ભેજમાં કરવી અને તુર્તજ પિયત આપવું. (વરસાદ ન હોય તો)

વાવણી પધ્ધતિ અને વાવણીનું અંતર :

શાકભાજીના પાકોની જાત અને ખાસિયત પ્રમાણે જુદી જુદી  પધ્ધતિથી વાવેતર કરવામાં આવે છે. જેમકે રીંગણ, ટામેટી, મરચી, કોબી, ફુલ કોબી વિગેરે જેવા પાકોનું પ્રથમ ધરૂ ઉછેરીને ફેરરોપણીથી અગાઉથી તૈયાર કરેલ ખેતરમાં પાક મુજબ ભલામણ થયેલ અંતરે વાવણી કરવામાં આવે છે. જયારે મેથી, ધાણા જેવા શાકભાજીના પાકોનું બીજ કયારામાં છાંટીને અથવા પૂંખીને તથા દૂધી,કારેલા,કાકડી,તુરીયા,ગલકાં, ભીંડા, ચોળા, ગુવાર, પાપડી વિગેરે પાકોની વાવણી ઓરી/ થાણીને કરવામાં આવે છે.

વાવણી દિશા :

પહોળા અંતરે વવાતા પાકોની વાવણી હંમેશાં પૂર્વ–પશ્વિમ દિશામાં કરવી. વાવણી અંતર જમીનની ફળદ્વુપતા, પાકનો હેતું, પાકો અને જાતની ખાસિયત, પિયત વ્યવસ્થા વાવણી સમય ઉપર આધાર રાખે છે અને તે મુજબ વાવણી અંતર નકકી કરી વાવતેર કરવું.

પાકની ફેરબદલી :

જો જમીનમાં દર વર્ષે એક જ પ્રકારના પાકોનું વાવેતર સતત કરવામાં આવે તો જમીનની ફળદ્વુપતામાં ઘટાડો થાય છે તેમજ રોગ–જીવાતનો ઉપદ્રવ વધે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે જેથી આગલા વર્ષે વાવેતર કરેલ પાકોને ધ્યાનમાં લઈ પછીના વર્ષમાં બદલાતા પાકોનું વાવેતર કરવું જોઈએ. કેમ કે ઉંડા મૂળ વાળા પાકો પછી છીછરા મૂળવાળા, કંદમુળ પાકો (ડુંગળી, બટાટા) પછી પાંદડાવાળા પાકો (પાલક,ધાણા) વાવવા જોઈએ એ જ રીતે લાંબા ગાળાના પાકોનું વાવેતર પછી ટુંકાગાળાના પાકોનું વાવેતર કરવું જોઈએ. વધુ પોષકતત્વોની જરૂરીયાતવાળા પાકો પછી મધ્યમ કે ઓછું પોષણની જરૂરીયાતવાળા પાકો વાવવા જોઈએ. પાકની ફેરબદલીથી માત્ર જમીનમાંના પોષક તત્વોનો જ યોગ્યત્તમ ઉપયોગ થતો નથી પરંતુ આમ કરવાથી રોગ–જીવાતનો ઉપદ્રવ ઘટે છે તથા નિંદણનું નિયંત્રણ થાય છે.

સેન્દ્રીય / રાસાયણિક ખાતર :

સામાન્ય રીતે શાકભાજીના જુદા જુદા પાકોની જરૂરીયાત મુજબ  પાકના વૃધ્ધિ અને વિકાસના તબકકાને અનુરૂપ સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો આપવામાં આવે છે. ખાતર કયારે કેટલું અને કેવી રીતે આપવું તે ખુબ જ અગત્યનું છે. આ માટે સામાન્ય રીતે ૧પ થી ર૦ ટન કાહોવાયેલું છાણિયું ખાતર / કંમ્પોસ્ટ જમીન તૈયારી વખતે આપવું. આ ઉપરાંત શાકભાજીના પાક અને જાત મુજબ ભલામણ કરેલ રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજનનો પ૦ ટકા તેમજ બધો જ ફોસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે મુળ વિસ્તારમાં આપવું,  તેમજ બાકીનો પ૦ ટકા નાઈટ્રોજન નો જથ્થો પૂર્તિખાતર તરીકે પાક, તેની જરૂરીયાત અને વૃધ્ધિ ગાળાને અનુરૂપ જમીનમાં યોગ્ય પ્રમાણમાં ભેજ હોય ત્યારે છોડની ફરતે, થડથી  પ સે.મી. દુર, એક/બે/ ત્રણ સરખા હપ્તામાં આપવા.

પિયત

 • શાકભાજીના પાકોને પિયતની જરૂરિયાતનો આધાર શાકભાજીની જાત, જમીનનો પ્રકાર અને ૠતુ વિગેરે મુદૃા ઉપર આધારિત છે.
 • ચોમાસામાં વરસાદની અછતના સમયે દસ થી બાર દિવસના અંતરે અને શીયાળામાં ૧ર થી ૧પ દિવસના અંતરે તેમજ ઉનાળામાં જમીનમાં ૮ થી ૧૦ દિવસનાં અંતરે પિયત આપવું.
 • શાકભાજી પાકના જીવનકાળ દરમ્યાન કુલ ૧૦ થી ૧૪ પિયતની જરૂરીયાત પડે છે.
 • સિચાઈ માટેના પાણીની અછતના સમયે મલ્ચી ંગ તેમજ ટપક પિયત પધ્ધતિ અપનાવવાથી પાણીનો બચાવ કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
 • મલ્ચીંગ (આવરણ) નો ઉપયોગ કરવાથી પાણીની જરૂરીયાત ઓછી કરી શકાય છે. તેમજ બે પિયત વચ્ચેનો ગાળો વધારી શકાય છે.
 • મલ્ચીંગથી જમીનમાં ભેજ લાંબા સમય સુધી જાળવી શકાય છે.
 • શાકભાજીની ગુણવત્તામાં  તેમજ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.
 • મલ્ચ તરીકે શેરડીની સુકી પાતરી, ડાંગરનું પરાળ, ઘંઉનું ભુસુ, દિવેલાની ફોતરી, સુકુ ઘાસ અને પ્લાસ્ટિક શીટનો ઉપયોગ થઈ શકે છે.
 • મલ્ચીંગ કરવાથી પાકમાં નિંદામણ, રોગ, અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શાકભાજીની ગુણવત્તા સારી મેળવી શકાય છે.
 • શાકભાજીના પાકોમાં ટપક પિયત પધ્ધતિ અને સ્પ્રીન્કલર પધ્ધતિ અપનાવવાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેવળી શકાય છે.
 • પાણીનો અસરકારક બચાવ થઈ શકે છે.

શાકભાજી પાકોની ખેતી પધ્ધતિ

પાકનું

નામ

ધરૂ ઉછેર માટેનો સમય

બીજની જરૂરીયાત
(પ્રતિ હેકટર)

ધરૂ/રોપાની જરૂરીયાત

રોપણી અંતર (સેમી)મરચી

ચોમાસું : જુનજુલાઈ

શિયાળુ : સપ્ટેઓકટો

ઉનાળું : ડિસેજાન્યુ

૭પ૦ ગ્રામ

૬૦ હજાર (ખામણા દીઠ બે છોડ)

૬૦ × ૬૦


રીંગણ

ચોમાસું : જુનજુલાઈ

શિયાળુ : સપ્ટેઓકટો

ઉનાળું : ડિસેજાન્યુ

૪૦૦ ગ્રામ

ર૦ હજાર

૯૦ × ૬૦

૯૦ × ૭પ


ટામેટા

ચોમાસું : જુનજુલાઈ

અર્ધ શિયાળુ : ઓગસપ્ટે

ર૦૦ ગ્રામ

ર૦રપ

હજાર

૯૦ × ૭પ

૭પ × ૬૦


ભીંડા

ચોમાસું : જુનજુલાઈ

શિયાળુઃ ઓકટોનવે

ઉનાળું : જાન્યુ. ફેબ્રુ

૧૦ ૧ર કિ.ગ્રા.

-

૬૦ x ૩૦

૪પ x ૩૦

૩૦ × રપ


કોબી/ ફલાવર

અર્ધ શિયાળુ : ઓગસ્ટ

શિયાળુ : સપ્ટેઓકટો

પ૦૦ ગ્રામ

પ૦ ૭પ હજાર

૪પ × ૪પ

૪પ × ૩૦

૩૦ × ૩૦


ચોળા

ચોમાસું : જુનજુલાઈ

ઉનાળું : ફેબ્રુમાર્ચ

રપ૩૦ કિ.ગ્રા.

-

૪પ×૧પ

૪પ× ૩૦


ગુવાર

ચોમાસું : જુનજુલાઈ

ઉનાળું : ફેબ્રુમાર્ચ

૧૦૧ર કિ.ગ્રા.

-

૩૦× ૧પ

૪પ × ૧પ


પાપડી

ચોમાસું : જુનજુલાઈ

ઉનાળું : ફેબુ્માર્ચ

ર૦રપ કિ.ગ્રા.

-

૬૦× ૩૦

૯૦ ×૪પ

૬૦ × ૬૦


વાવણી ઉંડાઈ : જમીનમાં ભેજની ટકાવારી અને બીજનું કદને ધ્યાને રાખી બીજન ે યોગ્ય ઉંડાઈએ વાવણી કરવી જેથી ઉગાવો સારો મળે.

વેલાવાળા શાકભાજી પાકોની ખેતી પધ્ધતિ

પાકનું નામ

દૂધી

કારેલા

તુરીયા / ગલકા

કાકડી

વાવણી : ચોમાસુ

જુન–જુલાઈ

જાન્યુ–ફેબ્રુ

જુન–જુલાઈ

જાન્યુ–ફેબ્રુ

જુન–જુલાઈ

જાન્યુ–ફેબ્રુ

જુન–જુલાઈ

જાન્યુ–ફેબ્રુ

ઉનાળું

ર.૦ × ૧.૦

ર.૦ × ૧.પ

ર.૦ ×૦.પ

૧.પ × ૧.૦

૧.પ ×૦.પ

૧.પ  ×૧.૦

૧.પ  ×૦.પ

૧.પ  ×૧.૦

વાવણી અંતર(મીટર)

૩ થી ૩.પ

૩ થી ૩.પ

ર થી ર.પ

૧.પ થી ર.૦

વિણી અને ગ્રેડીંગ

શાકભાજીની વિણી જે તે પાકની જાત, બજારમાં માંગ, વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળના રંગ, આકાર અને કદ અને ગુણવત્તા પ્રમાણે કરવી જોઈએ. વધારે પડતા કુમળા કે પાકટ ફળો ઉતારવાથી બજારભાવ ઓછા મળે છે. નિકાસ માટેના શાકભાજી જે તે દેશની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. શાકભાજી ઉતાર્યા બાદ રોગ અને જીવાતવાળા ફળો દૂર કરીને જુદા જુદા વિભાગમાં ગ્રેડીંગ કરી  બજારમાં મોકલવાથી સારા ભાવ મળતા હોય છે.

ર્ડા. ડી.બી.પ્રજાપતિ, શિવાંગીની એ.ગુપ્તા, ર્ડા. એસ.એમ.પટેલ અને ર્ડા.એ.યુ અમીન બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ.,જગુદણ

3.2
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top