অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજી પાકોની ખેતી વિષયક ભલામણો

પાકનું નામ

બીજનો દર

( કિ.ગ્રા./હે.)

વાવેતર અંતર

(સે.મી.)

છાણિયું ખાતર     મે.ટન/હે

રાસાયણિક ખાતર કિ.ગ્રા/હેકટર

સરેરાશ ઉત્પાદન

મે.ટન/હે

સુધારેલી / સંકર જાતો

ના.

ફો.

પો.

રીંગણ

૦.૪ થી ૦.પ (૧પ થી ૧૮ હજાર છોડ)

૯૦ × ૬૦

૭પ × ૬૦

ર૦ થી રપ

૧૦૦

પ૦

પ૦

૩૦ થી ૩પ

ગુજરાત લાંબા રીંગણ–૧, ગુ.સંકર રીંગણ–ર, ગુ.રીંગણ લીલા ગોળ–૧, ગુ.લંબગોળ રીંગણ–૧, જુનાગઢ રીંગણ–ર અને ૩, કાશી કોમલ, પંત સમા્રટ, પુસા હાઈબ્રીડ–૯

ટમેટી સુધારેલી

૦.ર થી ૦.રપ

( ર૦ થી રપ

હજાર છોડ )

૭પ–૯૦

× ૪પ–૬૦

૧પ થી ર૦

૭પ

૩૭.પ

૩૭.પ

૩૦ થી ૩પ

ગુજરાત ટમેટી–૧ અને ર,  આણંદ ટમેટી–૩,  હીસ્સાર લલીત,એેચ.એસ.–૧૦૧, ૧૦ર, જુનાગઢ ટામેટી–૩

ટમેટી

હાઈબ્રીડ

૧ર થી ૧પ

૧પ૦

પ૦

પ૦

૩૦ થી ૩પ

પુસા હાઈબ્રીડ–ર, ૪ ( નિયંત્રીત વૃધ્ધિ), કાશી અનુપમ

મરચી

(શાકભાજી)

૦.૭પ૦ ( ર૮ હજાર છોડ )

૬૦ × ૬૦

ર૦ થી રપ

૧૦૦

પ૦

પ૦

૧પ–રપ લીલા

જીવીસી–૧૦૧, (મધ્યમ તીખી), જીવીસી–૧૧૧ (તીખા), જીવીસી–૧ર૧ (વધારે તીખા), જીવીસી–૧૩૧ (મોળા), જીવીસી–૧૧ર, જીએવીસીએચ–૧ ,  ઘોલર

મરચી

(પાવડર)

૦.૬૦૦(૧૮ હજાર)

૯૦×૬૦

ર૦ થી રપ

 

ર૦૦

૮૦

ર થી૩ સુકા

રેશમપટ્ટો, ગુજરાત  મરચી– ૧,ર અને ૩

કોબી ફલાવર

૦.પ૦૦

( ૪૦ થી પ૦

હજાર છોડ)

૩૦–૬૦

×

૩૦–૪પ

 

૧ર થી ૧પ

 

ર૦૦

૭પ.પ

૩૭.પ

ર૦ થી ૩૦

હિસાર–૧, પંત કોબી ર અને૩ , પુસા મેઘના, સ્નોબોલ–૧૬, પુસા સ્નોબોલ–૧,પુસા સ્નોબોલ–કે–૧, રપ, પુસા હિમજયોતિ

કોબીજ

૧૬૦

૬૦

૬૦

ર૦ થી ૩૦

 

પ્રાઈડ ઓફ ઈન્ડિયા, ગોલ્ડન એકર,કોપન હેગ માર્કેટ, અર્લી ડ્રમહેડ,પુસા ડ્રમહેડ, પુસા અગેતી

ભીંડા ચોમાસુ

/ ઉનાળુ

૮ થી ૧૦(ઓરીને)

૪ થી ૬(થાણીને)

૬૦×૩૦

૪પ×ર૦

૧૦ થી ૧ર

૧૦૦

પ૦

પ૦

 

 

૧૬ થી ૧૮

ગુજરાત ભીંડા–ર, ગુ.સંકર ભીંડા–ર અને ગુ.જુનાગઢ સંકર ભીંડા–૩, ગુ.જુનાગઢ ભીંડા –૩, ગુ.આણંદ ભીંડા–પ, કાશી ક્રાન્તી, કાશી પ્રગતી, હીસ્સાર નવીન, પુસા એ–૪

ગુવાર

૮ થી ૧૦

૪પ×ર૦

૧૦ થી ૧ર

રપ

રપ

રપ

૧ર થી ૧પ

પુસા નવબહાર, પુસા મૌસમી, પુસા સદા બહાર, ગૌરી

ચોળી

૧૦ થી ૧ર

૪પ ×૩૦

૧૦ થી ૧ર

રપ

રપ

રપ

૮ થી ૧૦

ગુ.ચોળી– ૪, આણંદ શાકભાજી ચોળી–૧, ગુજરાત દાંતીવાડા શાકભાજી ચોળી–ર, પુસા ફાલ્ગુની, પુસા બરસાતી, અરકા ગરીમા, અરકા સમૃધ્ધિ, પુસા કોમલ, કાશી કંચન

મુળા

૬ થી ૮

પુંખીને અથવા

રપ થી ૩૦ × ૧૦ થી ૧પ

૧૦ થી ૧ર

પ૦

પ૦

પ૦

૧પ થી ર૦

 

પુસા રશ્મી, પુસા ચેતકી, પુસા હીમાની,પુસા દેશી, જાપાનીઝ વ્હાઈટ, કાશી શ્વેતા, કાશી હંસ, અરકા નિશાંત

ગાજર

૬ થી ૮

પુંખીને

રપ થી ૩૦

૧૦૦

પ૦

પ૦

૩૦ થી૪પ

ગુજરાત દાંતીવાડા ગાજર–૧ ,પુસા કેશર, પુસા મેઘાલી,  પુસા રૂધિરા, પુસા અસીતા

મેથી

રપ થી ૩૦

ર૦–રપ ×

પ થી ૧૦ અથવા ઓરીને

૧૦ થી ૧ર

ર૦

૪૦

૦૦

૭ થી ૮

ગુજરાત મેથી–૧,ર , હીસ્સાર સોનાલી,પુસા અર્લી બન્ચીંગ

કસુરી મેથી

(મલ્ટીકટ)

૧૦ થી ૧ર

૮ થી ૧૦

પુસા કસુરી

લીલા ધાણા

(મલ્ટીકટ)

૧૦ થી ૧ર

ર૦–રપ × પ થી ૧૦ અથવા ઓરીને

ર૦ થી રપ

ર૦

ર૦

૦૦

૩૦ થી ૪૦

ગુજરાત દાંતીવાડા લીલા ધાણા–૧ , પંજાબ સુગંધ, સુરભી

ર૦  ના. પ્રત્યેકાપણીએ

શાકભાજીના પાકોની અગત્યની જીવાતોની ઓળખ અને નિયંત્રણનાં પગલાં:



શાકભાજીના પાકોની   અગત્યની જીવાતોની  ઓળખ અને  નિયંત્રણનાં પગલાં:

ભીંડાની જીવાતો

જીવાતનું નામ

જીવાતની ઓળખ

નુકસાનનો પ્રકાર

નિયંત્રણનાં પગલાં

તડતડીયાં

ફાચર જેવા લીલા રંગના

બચ્ચાં અને પુખ્ત બંને પાનમાંથી રસ ચૂસી નુકશાન કરે, ઉપદ્રવિત પાન કોડીયા જેવા દેખાય છે.

મિથાઈલડીમેટોન (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા થાયામેથોકઝામ

(પ  ગ્રામ/૧૦ લિટર પાણી)  દવાનો છંટકાવ

સફેદમાખી

કદમાં નાની, સફેદ

પાંખોવાળી અને પીળા રંગના ઉદરપ્રદેશવાળી

પાનમાંથી રસ ચૂસી નુકશાન કરે છે. પીળી નસના રોગનો ફેલાવો કરવાના વાહક તરીકે કામ કરેછે.

ઈમીડાકલોપ્રીડ (૧૦ મિલિ/૧૦ લિટર  પાણી) અથવા ટ્રાયેઝોફોસ (૧૦ મિલિ /૧૦ લિટરપાણી) અથવા મિથાઈલડીમેટોન (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

ડૂંખ અને ફળ કોરી  ખાનાર ઈયળ

ઈયળ મેલા સફેદ રંગની, કાળા માથાવાળી અને શરીર પર કાળા અને બદામી રંગનાં ટપકાં

શરૂઆતમાં કુમળી ડૂંખો કોરી ખાય છે.  શીંગો બેસતાં શીંગમાં કાણું પાડી અંદરનો ગર્ભ  કોરી ખાય. ઘણીવાર શીંગો વાંકી વળી ગયેલી જોવા મળે છે.

  • વાવણી સમયે જમીનમાં કાર્બોફયુરાન ૩જી દાણાદાર દવા હેકટરે ૧પ કિલો પ્રમાણે
  • ડાયકલોરોવોસ પ મીલી અથવા કાર્બારીલ વેટેબલ પાવડર ૪૦ ગ્રામ અથવા ફેન્વેલેરેટ પ મીલી દવા અથવા એસીફેટ૧પ ગ્રામ દવાનેા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ

પાનકથીરી

અષ્ટપાદ પીળા કે લાલ રંગની

પાનમાંથી રસ ચૂસે છે. પાન પર સફેદ ધાબા બારીક જાળા/તાંતણા જોવા મળે છે.

ફેનાઝાકવીન (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા ડાયકોફોલ (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા ડાયફેનથ્યુરોન (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા વેટેબલ સલ્ફર (ર૦ ગ્રામ/૧૦લિટર પાણી) દવાનો છંટકાવ

રીંગણની જીવાતો

મોલો

પીળા રંગની, પોચા શરીરવાળી

પાનમાંથી રસ ચૂસે છે.

મિથાઈલડીમેટોન  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા  ડાયમીથોએટ  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા  મેલાથીયોન  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

સફેદમાખી

પીળા રંગની,સફેદ પાંખોવાળી

પાનમાંથી રસ ચૂસે છે.

રોગનો ફેલાવો કરે છે.

મિથાઈલડીમેટોન  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા ડાયમીથોએટ  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા મેલાથીયોન  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

થ્રીપ્સ

નાની, નાજુક, ફીકકા રંગની પાંખોની ધાર પર રૂંવાટી

પાનમાંથી રસ ચૂસે છે.ઉપદ્રવિત  ભાગ ભૂખરો સફેદ જોવા મળે છે.

મિથાઈલડીમેટોન  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા  ડાયમીથોએટ   (૧૦ મિલિ/૧૦ લિટર પાણી)  અથવા મેલાથીયોન  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી)  દવાનો   છંટકાવ

ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ

ફૂદુંમધ્યમ કદનું ,અગ્ર પાંખો પર કાળાશ પડતાં ભૂખરાં કે તપખીરીયા રંગના ડાઘા, ઈયળ ગુલાબી રંગની

ડૂંખ અને ફળને કોરે છે

ડેલ્ટામેથ્રીન ૩પ ઈસીત્ર ટ્રાયઝોફોસ ૧ ઈસી (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા ઈન્ડોકઝાકાર્બ (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા કિવનાલફોસ (ર૦ મિલિ/૧૦ લિટર પાણી)  અથવા  ડાયકલોરોવોસ (૭ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

એપીલેકના બીટલ

પુખ્ત  આછા કથ્થાઈ રંગના, ચણાની દાળ જેવા અર્ધ ગોળાકાર, પાંખ પર કાળાં ટપકાં, ઈયળ પીળા રંગની, મજબૂત બાંધાની અને શરીર પર કાળા વાળવાળી

પાનની નસો વચ્ચેથી નીલકણો ખાય 

લીંબોળીના મીંજનું દ્રાવણ (૩૦૦ ગ્રામ લીંબોળી પાવડર/૧૦ લીટર પાણી) અથવા અથવા ડાયકલોરોવોસ (૭ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

પાનકથીરી

અષ્ટપાદી, પીળા કે લાલ રંગની

બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહીને રસ ચૂસે છે તેમજ પાનની નીચેની બાજુ રેશમી તાતણાનાં જાળાં બનાવી તેમાંહલન ચલન કરે છે પરિણામે પાન ફિકકા પડી જાય છે

ફેનાઝાકવીન (૧૦ મિલિ/૧૦ લિટરપાણી) અથવા ડાયકોફોલ (૧પ મિલિ/૧૦ લિટર પાણી) અથવા ડાયફેનથ્યુરોન (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા વેટેબલ સલ્ફર (ર૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા ઈથીઓન (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા પ્રોપરગાઈટ  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી)  દવાનો છંટકાવ

મરચીની જીવાતો

થ્રીપ્સ

પીળાશ પડતા ભૂખરા રંગની,

બચ્ચાં અવસ્થા પાંખ વગરની અને આછા પીળા રંગની

 

પાન પર ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસે,જેથી પાનની સપાટી ઝાંખી પડી સૂકાઈ જાય અને છોડ કોકડાઈ જાય છે.પરીણામે  છોડનો વિકાસ અટકે, છોડ પર મરચાં બેસતાં નથી, જો બેસે તો કદમાં નાનાં અને વિકૃત  થઇ જાય છે

  • ધરૂના મૂળને ઈમીડાકલોપ્રીડ દવાના દ્રાવણમાં (ર.પ મિલિ/૧૦ લિટર પાણી) છ કલાક બોળી રાખ્યા બાદ રોપવા.
  • ફેરરોપણીના ૩૦ દિવસ બાદ ટ્રાયેઝોફોસ   (૧પ મિલિ/૧૦ લિટર પાણી) અથવા ઈમીડાકલોપ્રીડ  (૩ મિલિ/૧૦ લિટર પાણી) અથવા એસીફેટ  (૧પ ગ્રામ/૧૦ લિટર પાણી)અથવા  એબામેકટીન  (૧૬ મિલિ/૧૦ લિટર પાણી)  અથવા પ્રોફેનોફોસ ૪૦ ઈસી + સાયપરમેથ્રીન ૪ ઈસી  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) અથવા પ્રોફેનોફોસ  (૧૦ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

લીલી ઈયળ

માદા પાન પર પીળાશ પડતાં સફેદ રંગનાં ઈંડાં મૂકે,

ઈયળ લીલા રંગની

મરચાં બેસતાં મરચાંમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ અંદર અને અડધો ભાગ બહાર રાખી મરચાંનો ગર્ભ  કોરી ખાય છે.

  • ઉપદ્રવ શરૂ થતાં લીલી ઈયળનું રપ૦ લાર્વલ યુનિટનું એન.પી.વી.નું દ્રાવણ સાંજના સમયે છાંટવું .
  • લીંબોળીની મીંજનું પ% દ્રાવણનો મરચી પર છંટકાવ કરવાથી  લીલી ઈયળનો ઉપદ્રવ નિવારી શકાય .

લશ્કરી ઈયળ

ઝાંખા લીલાશ પડતા ભૂખરા રંગની, કાળા ટપકાંવાળી ઈયળ

શરૂઆતમાં મરચીના પાકનાં નીલકણો કોરી ખાય જેને લીધે પાન કાગળ જેવા સફેદ દેખાય,

મોટી ઈયળો પાનમાં કાણાં પાડી પાન ખાઈ નુકશાન કરે છે.

કલોરપાયરીફોસ  ( ર૦ મિલિ/૧૦ લિટર પાણી)  દવાનો છંટકાવ

ટામેટાની જીવાતો

ટામેટીનું અમેરીકન સપૉકાર પાનકોરિયું

પુખ્ત માખી નાનીં ચળકતા ભૂખરા રંગની, ઈયળ પીળાશ પડતા રંગની અને પગ વગરની

ઈયળ બે પડ વચ્ચે રહીને સર્પાકારે લીલો પદાર્થ  કોરી ખાય છે.

  • કાર્બોફયુરાન ૩જી ૩૦ કિલો પ્રતિ હેકટર
  • મિથાઈલડીમેટોન (૧૦મિલિ/૧૦ લિટર પાણી) અથવા ડાયમિથોએટ (૧૦મિલિ/૧૦ લિટર પાણી) અથવા લીંબોળીના મીંજનું દ્રાવણ પ ટકા (પ૦૦ ગ્રામ લીંબોળી  પાવડર ૧૦ લિટર પાણી) અથવા ડાયકલોરોવોસ  (પ મિલિ/૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ
  • માખીના નિયંત્રણ માટે ડાયમીથોએટ(પ મિલિ) અથવા પ્રોફેનોફોસ (૧૦ મિલી) + ર કિ.ગ્રા. જુના ગોળમાં ૧૦૦ મિલી શેરડીનો સરકો મેળવીને આથો ચડાવેલ દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પર મોટા ફોરે છાંટવું.

લીલી ઈયળ

ઈયળ લીલા રંગની

ઈયળ લીલા રંગની   ઈયળ અડધી બહાર અડધી અંદર રહે છે. એક કરતાં વધારે ટામેટાંને નુકશાન  કરે છે.

ફેનવેલેરેટ (૭ મિલિ /૧૦ લિટર પાણી)  અથવા  સાયપરમેથ્રીન(૭ મિલિ/૧૦ લિટર પાણી ) અથવા  કાર્બારિલ (૪૦ ગ્રામ / ૧૦ લિટર પાણી)  અથવા ડેલ્ટામેથ્રીન (પ મિલિ /૧૦ લિટર પાણી) અથવા ટ્રાઈઝોફોસ ૩પ ઈસી + ડેલ્ટામેથ્રીન ૧ ઈસી   (૧૦મિલિ/ ૧૦ લિટર પાણી)  દવાનો છંટકાવ

સફેદમાખી

પુખ્ત માખી દૂધિયા રંગની પંખોવાળી અને શરીરનો રંગ પીળાશ પડતો હોય છે.

બચ્ચાંતમજ પુખ્ત પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસે છે. સતત રસ ચૂસાવાના કારણે પાન પર શરૂઆતમા ધાબા દખાય છે. ત્યાર બાદ પાન નીચેની બાજુએ કોકડાય છે.

મિથાઈલડીમેટોન (૧૦ મિલિ/૧૦ લિટર પાણી )અથવા ડાયમીથોએટ(૧૦મિલિ/ ૧૦ લિટર પાણી) દવાનો છંટકાવ

વેલાવાળા શાકભાજીની જીવાતો

ફળમાખી

પુખ્ત માખી બદામી રંગની અને પારદર્શક પાંખોવાળી અને માદાના ઉદરને છેડે અણીદાર અંડનિક્ષેપક અંગ હોય છે.

માદા  તેના અંડનિક્ષેપક અંગ કુમળા ફળમાં  દાખલ કરીને તેમાં ઈંડાં મૂકે છે. ફળનો વિકાસ ઈંડા મુકાયેલી જગ્યાએથી અટકી જાય છે. ઈંડાં મૂકવા માદાએ ફળ ઉપર પાડેલા  કાણાંમાંથી ગુંદર જેવો પદાર્થનો સ્ત્રાવ થાય છે. જે ઉપદ્રવિત ફળમાં ફુગ અને જીવાણું દાખલ થતાં કોહવાઈ જાય છે.

  • મિથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી હેકટરે રપ કિ.ગા પ્રમાણે જમીનમાં ભભરાવવી.
  • ૧૦ લીટર પાણીમાં ૭પ૦ ગ્રામ ગોળ,૧ મીલી લેબાસીડ અથવા પ મીલી ડાયકલોરોવોસ દવા ભેળવીને બનાવેલ ઝેરી પ્રલોભિકાને દર અઠવાડિયે શાકભાજી વીણ્યા પછી એક વખત વાડમાં તથા વેલા ઉપર મોટા ફોરા પડે તે રીતે સાવરણી દ્રારા છાંટવાથી ફળમાખીનો નાશ કરી શકાય.

ડુંગળી અને લસણની  જીવાતો

ડુંગળી અને લસણની થ્રિપ્સ

આ જીવાત પીળાશ પડતા ભૂખરા રગની ખૂબ જ નાની અને પાખોની ધાર ઉપર વાળ હોવાથી પીછા જોવા મળે છે.

પાનની ઉપરની સપાટી ઉપર પોતાના મુખ વડે ઘસરકા પાડે છે તેમાંથી નિકળતા પ્રવાહી રસને ચુસી લે છે. ઘસરકા પાડેલા પાન પરનો ભાગ સુકાતા તે સફેદ ધાબાના રૂપમાં જોવા મળે છે.

  • મિથાઈલ પેરાથીયોન ર % ભૂકીનો હેકટરે રપકિ.ગ્રા પ્રમાણે ખેતરના શેઢા પાળા ઉપર છંટકાવ કરવો.
  • ટ્રાયેઝોફોસ ૧૦ મિલિ અથવા ડાયમિથોએટ ૧૦ મિલિ અથવા  એસીફેટ ૧૦ ગ્રામ અથવા કવીનાલફોસ ર૦ મિલી  દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી ૧૦ થી૧પ દિવસના સમયગાળે વારાફરતી છાંટવી.

લસણની પાન કથીરી

શરીર લાંબુ, ત્રાક આકારનું, આછા પીળાશ પડતા સફેદ રંગની હોય છે.

પાન વાકાચૂંકા વળેલા અને મુખ્ય નસ એકદમ પીળી પડી ગયેલ જોવા મળે છે.

ડાયકલોરોવોસ  (૧૬ મિલિ)અથવા ઈથીઓન (ર૦ મિલી) અથવા વેટેબલ સલ્ફર (૪૦ ગ્રામ) અથવા મીથાઈલ– ઓ – ડીમેટોન  (૧૦ મિલિ)  દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છાંટવી.

શાકભાજીના પાકોના રોગો, લક્ષણો અને નિયંત્રણનાં પગલાં

શાકભાજીના પાકોના  રોગો, લક્ષણો અને  નિયંત્રણનાં પગલાં

રોગ

રોગના લક્ષણો

નિયંત્રણનાં પગલાં

યજમાન પાક

ધરૂ મૃત્યુ

ધરૂવાડીયામાં છોડ ચીમળાઈને મરી જાય છે.

બીજને કાર્બેન્ડેઝીમનો પટ આપવો. (ર થી ૩ ગ્રામ દવા પ્રતિ કિલો બીજ), ૧પ દિવસ બાદ ૬:૬:૧૦૦ બોર્ડો મિશ્રણ અથવા મેટોલેકઝીલ એમ ઝેડ (રીડોમીલ) ર૭ ગ્રામ/૧૦ લીટર દ્રાવણ પ્રમાણે લીટર/ચો.મી.પ્રમાણે ઝારાથી કયારામાં નિતારવું.

મરચી, રીંગણ, ટમેટી, કોબીજ અને કોબી ફલાવર

સુકારો

છોડનું થડ કોહવાઈ જાય અને છોડ મરી જાય છે.

બીજને કાર્બેન્ડેઝીમનો પટ આપવો. (ર થી ૩ ગ્રામ પ્રતિ કિલો), ૧પ દિવસ બાદ ૦.૬%  બોર્ડો મિશ્રણ અથવા ૦.ર% થાયરમ અથવા ૦.૧% મેટાલેકઝીલના દ્રાવણ પ્રમાણે લીટર/ ચો.મી. મુજબ ઝારાથી કયારામાં નિતારવુ.

મરચી અને  ટમેટી

કાલવ્રણ અથવા પરિપકવ ફળનો સળો

ફળ પર નાના ગોળાકાર ટપકાં પડે અને એકબીજા સાથે ભળી જઈ લંબગોળ થાય. મરચુ ચીમળાયેલું, ભુખરુ–સફેદ થાય છે.

બીજ જન્ય રોગ હોઈ ૧ કિં.ગ્રા. બીજને ર થી ૩ ગ્રામ થાયરમ દવાનો પટ આપવો. કેપ્ટાફોલ ર૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડેઝીમ પ ગ્રામ અથવા કોપર ઓકસીકલોરાઈડ ૪૦ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૩૦ ગ્રામ અથવા ડાયફેનાકોનાઝોલ ૮ મિલી પૈકી કોઈ એક દવાના ૧૦ લીટર પાણીમાં ભેળવી  ૧૦ થી ૧ર દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા

મરચી

ડાળી અને ફળનો સડો

ડાળી ઉપરથી સુકાતી જાય અને ધુળિયા રંગની થઈ જાય. ફળ પોચા પડી સળી જાય અને ખરી પડે છે.

ધરૂ મૃત્યુ પ્રમાણે બીજને માવજત આપવી. મેન્કોઝેબ ૩૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ર૦ દિવસ બાદ કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મરચી અને રીંગણ

કોકડવા

પાન કોકડાઈ જાય, વાંકાવળી જાય અને છોડ નાનો રહે અને વિકૃત થઈ જાય.

રોગવાળા છોડને શરૂઆતથી ઉપાડી નાશ કરવો. કાર્બાફયુરાન ૩ જી ફેરરોપણી બાદ ૧૦ દિવસે ૧.ર કિ.ગ્રા./ હે. સક્રિયતત્વનો  જથ્થો આપવો. ત્યારબાદ ડાયમીથોએટ અથવા મિથાઈલ ઓ ડીમેટોન ૧૦ મીલી/૧૦ લીટરપાણીમાં ભેળવી વારાફરતી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવો.

મરચી અને ટમેટી

લઘુપર્ણનો રોગ

પાન નાના જુમખિયા, ડાળી જાડી તથા છોડ વિકૃત અને ઠીંગણો થઈ જાય છે.

રોગવાળા છોડ ઉપાડી નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા શોષક પ્રકારની જંતુનાશક દવાઓ છાંટી જીવાતનું નિયંત્રણ કરવું.

રીંગણ અને ટમેટી

પાનનો ઓગોતરો સુકારો

પાન ઉપર બદામી રંગના ટપકાં પડે અને પાન સુકાઈ જાય છે.

ધરૂ મૃત્યુ મુજબ બીજ માવજત આપવી. મેન્કોઝેબ રપ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી ૩ થી ૪ છંટકાવ ૧૦ થી ૧પ દિવસના અંતરે જરૂરીયાત મુજબ કરવા.

ટમેટી

પાનનો પાછોતરો સુકારો

પાન ઉપર બદામી રંગના લીસા ટપકાઓ તથા વર્તુળાકાર દેખાય છે.

ધરૂ મૃત્યુ મુજબ બીજ માવજત આપવી. મેન્કોઝેબ રપ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી ર થી ૪ છંટકાવ  ૧૦ થી ૧પ દિવસના અંતરે કરવા.

ટમેટી

ગંઠવા કૃમિ

છોડ નબળો, ઠીંગણો, મુળમાં નાની –મોટી અસંખ્ય ગાંઠો, મુળ ગંઠાઈ જાય, ફળ–ફુલ ઓછા બેસેછે.

સોઈલ સોલરાઈઝેશન કરવું, તંદુરસ્ત ધરૂનો ઉપયોગ, રોપણી સમયે છોડની ફરતે જમીનમાં કાર્બોફયુરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. મુજબ આપવી ( છોડ દીઠ ૩–પ ગ્રામ પ્રમાણે ), પાકની ફેરબદલી કરવી.સેદ્રીયખાતર  અને ખોળ વાવેતર પહેલાં જમીનમાં  આપવું.

મરચી, રીંગણ અને ટમેટી

જાંબલી ધાબાનો રોગ

પાન અને પુષ્પદંડ ઉપર ત્રાક આકારના જાંબલી ધાબા પડે છે.

મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ ૩૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવા.

ડુંગળી

ઝાળ

પર્ણ  ઝાળ કે દાઝી ગયા હોય તેવા જણાય છે.

મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ ૩૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવા.

લસણ

સ્ત્રોત: ર્ડા. ડી.બી. પ્રજાપતિ, પ્રો.એ.એમ.અમીન, ર્ડા. બી.જી. પ્રજાપતિ અને ર્ડા. એ.યુ.અમીન, શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ., જગુદણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate