શાકભાજીના પાકો માનવ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમાંથી મુખ્યત્વે કાર્બોદિત પદાર્થો (કાર્બોહાઈડે્રટસ), ચરબી, પ્રોટીન અને વિપુલ પ્રમાણમાં ક્ષારો તેમજ પ્રજીવકો (વિટામીન્સ) મળે છે. વધુમાં આ પાકોએ હાલમાં રોકડીયા પાકો તરીકે સ્થાન મેળવેલ હોય ઉત્પાદન ક્ષમતા તેમજ પોષણક્ષમ ભાવ મળી રહે છે. આ પાકો અન્ય પાકોની સરખામણીમાં પાંચ થી આઠ ગણું વધુ ઉત્પાદન આપે છે, સાથે સાથે આ પાકોનું આર્યુવૈદિક મૂલ્ય પણ ખુબ ઊંચું છે.
શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી શકાય છે. આપણા રાજયમાં ચોમાસુ પાકોમાં મુખ્યત્વે મરચી, ટામેટી, રીંગણ, ભીંડાં,દૂઘી, પરવળ, ટીંડોળા, કારેલા, કાકડી અને કોળુ તેમજ કઠોળ પાકોમાં તુવેર, ગુવાર, ચોળી તેમજ શિયાળુ પાકોમાં કોબીજ, ફુલ કોબી, પાપડી, કોથમીર, મેથી, પાલખ જેવા પાકોનો સમાવેશ થાય છે. આ પૈકી રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, ફુલ કોબી જેવા પાકોને ઘરૂ ઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે. જયારે અન્ય પાકોની વાવણી યોગ્ય અંતરે ચાસ ખોલી બીજથી થાય છે. શાકભાજી પાકોનું વધુ અને પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટે નીચે દર્શાવેલ મુદૃાઓ ખાસ ધ્યાનમાં લેવા જરૂરી છે.
શાકભાજીના પાકોમાં ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેલી છે. આ પાકો ફળદ્રુપ, સારા નિતારવાળી અને ભેજ સંગ્રહ શકિત સારી હોય તેવી ગોરાડું, મધ્યમકાળી કે કાંપવાળી જમીનમાં લઈ શકાય છે. જમીનને ર૦ થી રપ સે.મી. ઉંડી ખેડી બે થી ત્રણ વાર કરબ મારી છેવટે સમારથી સમતળ બનાવવી, પ્રાથમિક ખેડથી જમીન પોચી અને ભરભરી બનશે. જુદા જુદા શાકભાજીની વાવણી માટે જે તે પાકની ખાસિયત, ૠતુ, જમીનનો પ્રકાર વિગેરે ધ્યાનમાં રાખી સપાટ કયારા / ગાદી કયારા, નીકપાળા અથવા ખામણાં અગાઉથી તૈયાર કરવા.
શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતરની ૠતુ, વિસ્તાર, બજાર માંગ (રંગ, કદ, આકાર વિગેરે) જીવાત તથા રોગ સામે પ્રતિકાર શકિત ધરાવતી સુધારેલી / સંકર જાતો પસંદ કરવી.
ક્રમ |
પાકનું નામ |
ભલામણ કરેલ સુધારેલ / સંકર જાત |
૧ |
મરચી |
જવાલા, એસ–૪૯, જી–૪, પુસા સદા બહાર, ગુજરાત મરચી–૧, ગુજરાત મરચી–ર, ગુજરાત મરચી–૩, ગુજરાત વેજી.મરચી –૧૦૧, ૧૧૧, ૧ર૧, ૧૩૧ , સીતારા, શમા, મેગ્નમ ૩૦૦૩, ૭ર૮ |
ર |
રીંગણ |
ડોલી–પ, મોરબી ૪–ર, સુરતી રવૈયા, કે.એસ.રર૪, પીએલઆર–૧, ગુજરાત સંકર રીંગણ–૧, ગુજ. સંકર રી ંગણ–ર, ગુજ. રીંગણ લાંબા–૧, ગુજ.ભડા રીંગણ–૧, કિશ્ના, કનૈયો, ચુચુ |
૩ |
ટામેટા |
જુનાગઢ રૂબી, પુસા રૂબી, ગુજરાત ટામેટા–૧, ગુજરાત ટામેટા–ર, આણંદ ટામેટા –૩ પુસા હાઈબ્રીડ–૧, એઆરટીએચ–૩, એન.એ.–પ૦૧, અવિનાશ–ર, બી.એસ.એસ– ર૦, એન. એ. – ૬૦૧, ૮૧પ, નામધારી રપ૩પ, હિમસોના |
પ |
કોબીજ / ફલાવર |
કોબીજ : પ્રાઈડ ઓફ ઈન્ડિયા, ગોલ્ડન એકર, પુસા ડ્રમહેડ, સ્નો બોલ – ૧૬ ફલાવર : અર્લીકુવારી, પુસા કાર્તકી, પુસા દિપાલી, પંત સુબ્રા, પુસા સીન્થેટીક,હિસ્સાર – ૧ |
૪ |
ભીંડા |
પરભણી ક્રાંતિ, ગુજરાત સંકર ભીંડા–૧, ગુજરાત ભીંડા–ર, માઈકો–૧૦, ૧ર, |
૬ |
ચોળી |
પુસા બરસાતી, પુસા કોમલ, અર્કા ગરીમા, પુસા ફાલ્ગુની , આણંદ ચોળી –૧ |
૭ |
ગુવાર |
પુસા નવબહાર, પુસા સદાબહાર |
૮ |
પાપડી/વાલ |
કતારગામ પાપડી, ઈડર પાપડી, ગુજરાત પાપડી–૧, ગુજરાત વાલ – ૧ |
૯ |
દુધી |
પુસા નવીન, પીએસપીએલ, આણંદ દુધી–૧ |
૧૦ |
કારેલા |
પ્રિયા, પુસા દોમોસમી, કો –૩ |
૧૧ |
કાકડી |
પુસા સંયોગ, ગુજરાત કાકડી–૧ |
૧ર |
તુરીયા |
પુસા નસદાર, સીઓ–૧, જયપુરી આણંદ તુરીયા –૧ |
૧૩ |
સકકર ટેટી |
ગુજરાત સકકર ટેટી–૩ |
૧૪ |
ગલકા |
પુસા ચીકની, ગુજરાત ગલકા–૧ |
૧પ |
કોળુ |
અર્કા નંદન, આણંદ કોળુ–૧ , સ્થાનિક |
શાકભાજીના પાકોની જાત અને ખાસિયત પ્રમાણે જુદી જુદી પધ્ધતિથી વાવેતર કરવામાં આવે છે. જેમ કે રીંગણ, ટામેટી, મરચી, કોબી, ફુલ કોબી જેવા પાકોનું પ્રથમ ધરૂ ઉછેરીને ફેરરોપણીથી વાવણી કરવામાં આવે છે. જયારે મેથી, ધાણા જેવા શાકભાજીના પાકોનું બીજ કયારામાં છાંટીન ેતેમજ દૂધી, કારેલા, કાકડી, તુરીયા, ગલકાં, ભીડા, ચોળા, ગુવાર, પાપડી જેવા પાકોની વાવણી / થાણીને જેતે પાકને અનુરૂપ અંતરે કરવામાં આવે છે.
સામાન્ય રીતે શાકભાજીના જુદા જુદા પાકો માટે પાકના વૃધ્ધિ અને વિકાસના તબકકાને અનુરૂપ રાસાયણિક ખાતરો આપવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે ૧પ થી ર૦ ટન કાહોવાયેલું છાણિયું ખાતર / વર્મીકંમ્પોસ્ટ પ ટન જમીન તૈયારી વખતે આપવું . આ ઉપરાંત રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજન પ૦ ટકા તેમજ ફોસ્ફરસ અને પોટાશ સંપૂર્ણ જથ્થામાં પાયાના ખાતર તરીકે આપવું તેમજ બાકીનો પ૦ ટકા નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે ૩૦ થી ૩પ દિવસે પાકની જરૂરીયાત પ્રમાણે આપવું.
શાકભાજી પાકોમાં સામાન્ય રીતે ચુસીયાં પ્રકારની જીવાતો જેવીકે, મોલો, તડતડીયાં, મશી, પાન કોરીયું, સફેદ માખી અને લાલ કથીરી મુખ્યત્વે જોવા મળે છે. આ જીવાતોના નીયંત્રણ માટે સંકલિત જીવાત નિયંત્રણ અથવા શોષક પ્રકારની ભલામણ કરેલ જંતુનાશક દવાઓનો ઉપયોગ સમજણપૂર્વક જે તે પાક અને જીવાતને અનુરૂપ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત ફળ / ફૂલ કોરી ખાનાર ઈયળ, પાન કોરી ખાનાર ઈયળ, લીલી ઈયળ તેમજ ફળમાખી જોવા મળે છે. જેના નિયંત્રણ માટે સંકલિત જૈવિક નિયંત્રણ તેમજ ભલામણ કરેલ અસરકારક જંતુનાશક દવાઓનો છંટકાવ કરી નિયંત્રણ કરી શકાય છે.
શાકભાજી પાકોમાં મુખ્યત્વે ધરૂનો કહોવારો, પાનના ટપકાનો રોગ, પચરંગીયો, ભુકી છારો, તળછારો જેવા રોગો આવતા હોય છે. આ રોગોના નિયંત્રણ માટે રોગની શરૂઆત થતા જ ભાલમણ કરેલ ફૂગનાશક / જીવાણુનાશક દવાઓના બે થી ત્રણ છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે. આ ઉપરાંત બીજજન્ય રોગના નિયંત્રણ માટે બીજની વાવણી વખતે ભલામણ કરેલ ફૂગનાશક દવાઓનો બીજને પટ આપીને પણ નિયંત્રણ કરી શકાય છે.
રોગ / જીવાતનું નામ |
અસરપામતા પાક |
નિયંત્રણ માટેના પગલાં |
ચૂસિયા પ્રકારની જીવાત–મોલો, સફેદમાખી, થ્રીપ્સ |
મરચી, રીંગણી, ટામેટી |
ટ્રાયઝોફોસ ૦.૦૪ ટકા અથવા ડાયમીથોએટ ૦.૦૩ ટકા અથવા મોનોક્રોટોફોસ ૦.૦૪ ટકા |
પાનકોરીયું |
ટામેટી, રીંગણી, વેલાવાળા શાકભાજી |
મીથાઈલ–ઓ–ડીમેટોન ૦.૦રપ ટકા અથવા ડાયમીથોએટ ૦.૦૩ ટકા |
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ |
ભીડા, રીગણ |
એન્ડોસલ્ફાન ૦.૦૭ ટકા અથવા કવીનાલફોસ ૦.૦રપ ટકા અથવા કલોરપાયરીફોસ ૦.૦ર ટકા |
ધરૂનો કહોવારો |
મરચી, ટામેટી, રીંગણી, કોબી, ફલાવર |
મેટાલેકઝીલ એમ ઝેડ ર ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં અથવા બોર્ડો મિશ્રણ ૬ : ૬ : ૧૦૦ પ્રમાણે ઝારાથી છંટકાવ કરવો. |
લીલી ઈયળ |
ટામેટી, મરચી |
એન્ડોસલ્ફાન ૦.૦૭ ટકા અથવા કવીનાલફોસ ૦.૦રપ ટકા અથવા કલોરપાયરીફોસ ૦.૦ર ટકા |
ફળ માખી |
વેલાવાળા શાકભાજી |
મીથાઈલ યુજીનોલના ફેરોમેન ટ્રેપ મુકવા અથવા લેબેસીડ ૧પ મીલી / દસ લિટર પાણીમાં અથવા ૪પ૦ ગ્રામ ગોળ દસ લિટર પાણીમાં ઓગાળી ર૪ કલાક પછી તેમાં ફેન્થીઓન ૧૦ મિલિ. અથવા મેલાથીયોન ર૦ મિલિ. દવા ઉમેરી ફૂલ આવ્યા બાદ દર અઠવાડીયે મોટા ફોરે છાંટવી |
બેકટેરીયલ બ્લાઈટ |
મરચી, ટામેટી |
કોપર ઓકઝીકલોરાઈડ ૬૦ ગ્રામ અને સ્ટ્રેપ્ટોસાઈકલીન ૬ ગ્રામ ૧૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. |
શાકભાજીની વિણી જે તે પાકની જાત, બજારમાં માંગ, વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળના રંગ, આકાર અને કદ અને ગુણવત્તા પ્રમાણે કરવી જોઈએ. વધારે પડતા કુમળા કે પાકટ ફળો ઉતારવાથી બજારભાવ ઓછા મળે છે. નિકાસ માટેના શાકભાજી જે તે દેશની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. શાકભાજી ઉતાર્યા બાદ રોગ અને જીવાતવાળા ફળો દૂર કરીને જુદા જુદા વિભાગમાં ગ્રેડીંગ કરી બજારમાં મોકલવાથી સારા ભાવ મળતા હોય છે.
પાકનું નામ |
ધરૂઉછેર માટેનો સમય |
બીજની જરૂરીયાત (પ્રતિ હેકટર) |
ધરૂ/રોપા ની જરૂરીયાત |
રોપણી અંતર (સેમી) |
રાસાયણિક ખાતર તત્વમાં (કિ.ગ્રા./હે.) |
||
નાઈટ્રોજન |
ફોસ્ફરસ |
પોટાશ |
|||||
મરચી |
ચોમાસું : જુન–જુલાઈ શિયાળુ : સપ્ટે–ઓકટો ઉનાળું : ડિસે–જાન્યુ |
૭પ૦ ગ્રામ |
૬૦ હજાર (ખામણા દીઠ બે છોડ) |
૬૦ × ૬૦ |
૧૦૦ ર૦૦ |
પ૦ પ૦ |
પ૦ પ૦ (ઉ. ગુ., મ.ગુ) |
રીંગણ |
ચોમાસું : જુન–જુલાઈ શિયાળુ : સપ્ટે–ઓકટો ઉનાળું : ડિસે–જાન્યુ |
૪૦૦ ગ્રામ |
ર૦ હજાર |
૯૦ ×૬૦ ૯૦ × ૭પ |
૧૦૦ ર૦૦ |
પ૦ પ૦ |
પ૦ (સુધારેલ) પ૦ (સંકર) |
ટામેટા |
ચોમાસું : જુન–જુલાઈ અર્ધ શિયાળુ : ઓગ–સપ્ટે |
ર૦૦ ગ્રામ |
ર૦–રપ હજાર |
૯૦ × ૭પ ૭પ × ૬૦ |
૭પ ૯૦ ૧પ૦ ૧૮૦ |
૩૭.પ ૩૦ પ૦ ૬૦ |
૩૭.પ (સુધારેલ) પ૦ (સંકર જાત) |
ભીંડા |
ચોમાસું : જુન–જુલાઈ શિયાળુઃ ઓકટો–નવે ઉનાળું : જાન્યુ. – ફેબ્રુ |
૧૦ – ૧ર કિ.ગ્રા. |
– |
૬૦×૩૦ ૪પ×૩૦ ૩૦ × રપ |
૧૦૦ ૧પ૦ |
પ૦ પ૦ |
પ૦ (મ. ગુ.) પ૦ (દ. ગુ.) |
કોબી/ ફલાવર |
અર્ધ શિયાળુ : ઓગસ્ટ શિયાળુ : સપ્ટે–ઓકટો |
પ૦૦ ગ્રામ |
પ૦ –૭પ હજાર |
૪પ × ૪પ ૪પ × ૩૦ ૩૦ × ૩૦ |
૧ર૦ ૧૦પ ર૦૦ ૧પ૦ |
૪૦ ૪પ ૭પ ૪૦ |
પ૦ (મ. ગુ.) ૪પ (ઉ. ગુ.) – (મ. ગુ.) ૩૭.પ (સૈારાષ્ટ્ર) |
ચોળા |
ચોમાસું : જુન–જુલાઈ ઉનાળું : ફેબ્રુ–માર્ચ |
રપ–૩૦ કિ.ગ્રા. |
– |
૪પ×૧પ ૪પ×૩૦ |
ર૦ |
૪૦ |
૦૦ |
ગુવાર |
ચોમાસું : જુન–જુલાઈ ઉનાળું : ફેબ્રુ–માર્ચ |
૧૦–૧ર કિ.ગ્રા. |
– |
૩૦×૧પ ૪પ × ૧પ |
ર૦ |
૪૦ |
ર૦ (સૈારાષ્ટ્ર) – (ઉ.ગુ, દ.ગુ) |
પાપડી |
ચોમાસું : જુન–જુલાઈ ઉનાળું : ફેબુ્ર–માર્ચ |
ર૦–રપ કિ.ગ્રા. |
– |
૬૦×૩૦ ૯૦×૪પ ૬૦ × ૬૦ |
ર૦ ૬૦ |
૪૦ ૦૦ |
૦૦ ૦૦ (દ.ગુ.) |
દૂધી |
કારેલા |
તુરીયા / ગલકા |
કોળું |
કાકડી |
સકકર ટેટી |
પરવળ |
ટીડોળા |
દૂધી |
વાવણી : ચોમાસુ ઉનાળું |
જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ |
જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ |
જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ |
જુન–જુલાઈ –– |
જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ |
–– જાન્યુ–ફેબ્રુ |
જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ |
જુન–જુલાઈ જાન્યુ–ફેબ્રુ |
વાવણી અંતર(મીટર) |
ર.૦ × ૧.૦ ર.૦ × ૧.પ |
ર.૦ ×૦.પ ૧.પ ×૧.૦ |
૧.પ ×૦.પ ૧.પ ×૧.૦ |
ર.૦ × ૧.૦ ર.૦ × ૧.પ |
૧.પ ×૦.પ ૧.પ ×૧.૦ |
૧.પ × ૦.પ ૧.પ × ૧.૦ |
ર.૦ × ૧.૦ ર.૦ × ૧.પ |
ર.૦ ×૧.૦ ૧.પ ×૧.૦ |
બીજ દર (કિલો /હે) |
૩ થી ૩.પ |
૩ થી ૩.પ |
ર થી ર.પ |
૩ થી ૩.પ |
૧.પ થી ર.૦ |
૧.પ થી ર.૦ |
૪૦૦૦ થી પ૦૦૦ કટકા |
પ૦૦૦ થી ૬પ૦૦ કટકા |
સેન્દ્રિય ખાતર (ટન /હે) |
ર૦ થી રપ |
ર૦ થી રપ |
ર૦ થી રપ |
ર૦ થી રપ |
ર૦ થી રપ |
ર૦ થી રપ |
ર૦ થી રપ |
ર૦ થી રપ |
રાસાયણિક ખાતર (કિલો /હે) |
ના : ફો : પો ૧૦૦:પ૦:પ૦ ૭પઃપ૦:પ૦ |
ના : ફો : પો ૬૦:૬૦:૬૦ |
ના : ફો : પો પ૦ રપઃરપ |
ના : ફો : પો ૧૦૦:પ૦:પ૦ |
ના : ફો : પો પ૦:રપઃરપ |
ના : ફો : પો ૧૦૦:૧રપઃ૧રપ |
ના : ફો : પો ૧૦૦:પ૦:પ૦ |
ના : ફો : પો પ૦:રપઃરપ |
સ્ત્રોત : એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા. ડી.બી.પ્રજાપતિ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020