જ્યારે નીલગિરિની કાપણી કરવામાં આવે ત્યારે બધા જ વૃક્ષો એક સાથે કાપી નાખતાં વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે ફળદ્રુપ જમીનનું ધોવાણ કરી વહી જાય છે. તેથી કોઈક વાર જલચક્ર જોખમાય છે.
નીલગિરી વૃક્ષનાં મૂળ પ્રતિ વર્ષ ૨.૫ મીટર જેટલી લંબાઈમાં વધારો થાય છે અને તે ૭.૫ મીટર જેટલી ઊંડાઈ સુધી વિસ્તાર પામે છે જયારે અન્ય વૃક્ષનાં મૂળ ૨.૫ મીટર સુધી જ વિસ્તાર પામે છે. તેથી નીલગિરિનું વૃક્ષ પ્રતિદિન ૩૦ થી ૪૦ લિટર પાણી જમીનમાંથી શોષે છે જે સૌથી મોટી સમસ્યા છે. જેના લીધે જમીનના પાણીના સ્તર (વોટર ટેબલ)માં ઘટાડો થાય છે. જયાં વાવેતર કરવામાં આવ્યું હોય ત્યાં આસપાસના વિસ્તારમાં રહેલા ટયુબવેલ નકામા થઈ જાય છે.
નીલગિરિનું વાવેતર નીચે દર્શાવેલ જગ્યાએ ન જ કરવું જોઈએ :
નીલગિરિ એ ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવતું હોવાથી તેની વૃદ્ધિ સમયે જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી નીલગિરીના સતત વાવેતર કર્યા બાદ જમીનમાં પોષક તત્વોની ઉણપ વતીય છે. તેના ફળ સ્વરૂપે તે જમીનમાંથી બીજો કોઈપણ પાક લઈ શકાતો નથી તે જમીનની ઉત્પાદકતા અન્ય પાકો માટે એકદમ નબળી થઈ જાય છે.
નીલગિરીના પાન અને મૂળમાં ખૂબ જ ઝેરી તત્વો (Cineole અને C-Pinene) રહેલો છે જે જમીનના બંધારણને બગાડે છે જેના પરિણામે અન્ય વનસ્પતિની વૃદ્ધિ થતી નથી. તેથી નીલગિરિની સતત વાવણી બાદ લાંબા ગાળો કોઈપણ પાકનું ઉત્પાદન સારા પ્રમાણમાં મેળવી શકાતુ નથી.
નીલગિરિનું વૃક્ષ ઝડપી વૃદ્ધિ કરતું હોવાથી તેની આજુબાજુની જેવ વૈવિધ્યતા પર ઘણી અસર જોવા મળે છે. નીલગિરી ખૂબ જ પ્રભાવી હોવાથી આપસપાસના વિસ્તારમાં રહેલ અન્ય વનસ્પતિનું અસ્તિત્વ જોખમાય છે અને જે તે વનસ્પતિની જાતો તે વિસ્તારમાં નષ્ટ પ્રાય થઈ જાય છે. જે વિસ્તારમાં નીલગિરિના વાવેતરનું સતત વધે ત્યાં જેવ વૈવિધ્યતા લાંબા સમયના અંતરે નાશ પામે છે.
આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા ખેડૂતોને એટલું સુચન કરવામાં આવે છે કે ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં નીલગિરિનું વાવેતર કરી જમીનનો બગાડ કરવો જોઈએ નહિ પરંતુ પડતર નકામી કે અફળદ્રુપ જમીનમાં વાવેતર કરી પુષ્કળ ઉત્પાદન મેળવી સારા એવા પ્રમાણમાં આવક મેળવવી જોઈએ.
સ્ત્રોત : ખેડૂત પુત્ર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020