অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચોમાસુ ઋતુમાં ઉત્પાદન વધારવા માટેની નવીન કૃષિ તજજ્ઞતાઓ અપનાવો

ચોમાસુ ઋતુમાં ઉત્પાદન વધારવા માટેની નવીન કૃષિ તજજ્ઞતાઓ અપનાવો

ઓરાણ ડાંગર :

  • મધ્ય ગુજરાત ખેત આબોહ્વાકિય વિસ્તાર-૩ ના ઓરાણ ડાંગરની ખેતી કરવા ખેડુતોને ડાંગરના પાકનુ વધુ ઉત્પાદન અને નફો મેળવવા લભ્ય નાઇટ્રોજનનુ ઓછુ પ્રમાણ અને લભ્ય ફોસ્ફરસ્નુ વધુ પ્રમાણ ધરાવતી જમીનમાં હેક્ટર દીઠ ૭૫ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૧૨.૫ કિ.ગ્રા. ફોસફરસ આપવની ભલામણ છે. ફોસફરસ્નો સંપુર્ણ જથ્થો અને નાઇટ્રોજન્નો અડધો જથ્થો પયાના ખાતર તરીકે તથા નાઇટ્રોજનનો બાકીનો અડધો જથ્થો વાવણીના એક મહિના પછી જમીનમાં જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે આપવો.

બાજરી :

  • ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસાની ઋતુમં સંકર બાજરી ઉગાડતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા પ્રતિ હેક્ટર ૧૦૦ કિ. ગ્રા. નાઇટ્રોજન અને ૩૦ કિ. ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ કરવામાં આવે છે.
  • ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં સંકર બાજરી ઉગાડતા ખેડુતોને ભલામણ કરવામા આવે છે કે બાજરીનુ મહત્તમ ઉત્પાદન, ચોખ્ખુ વળતર અને દાણાની ગુણ્વત્તા સુધારવા માટે ભલામણ કરેલ રાસાયણિક ખાતર (૮૦-૪૦-૦ કિ.ગ્રા, ના. ફો. પો./હે) અને ૫ ટન/હે. છાણિયા ખાતર સાથે ઝિંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ દરેક ૨૦ કિ.ગ્રા./હે. આપવુ.

જુવાર :

  • ઉત્તર ગુજરાત ખેત આબોહવકીય વિસ્તાર-૪ માં જુવારની વર્સાદ આધારીત ખેતી કરતાં ખેડુતોને ભલામણ કરેલ ખાતર (૮૦+૪૦ કિ. ગ્રા. નાઇટ્રોજન + ફૉસ્ફરસ હે.) ઉપરાંત ૭.૫ કિ. ગ્રા. ઝિંક સલ્ફેટ/હે. જમીનમાં આપવાની સાથે ઝિંક સલ્ફેટ ૦.૫ ટકાના ત્રણ છંટકાવ ૦.૨૫ ટકા ચુનાના દ્રાવણ સાથે ૩૦,૪૦ અને ૫૦ દિવસે વાવનણી બાદ કરવાથી વધુ ઉત્પાદન અને આર્થીક વળતર મળે છે.

મગફળી :

  • ઉત્તર ગુજરાત ખેત આબોહવાકિય વિસ્તાર-૪ ના મગફળી નુ વાવેતર કરતા ખેડુતોને મગફળીમાં બોકંદા (શેષમુળ) ના અસરકારક નિયંત્રણ તેમજ મગફળી નુ વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે મગફળીની વાવણી પછી તરત જ પેન્ડીમીયથાલીન ૩૮.૭ ટકા સીએસ ૧ કિ. ગ્રા./હે. નો છંટ્કાવ કરવો. ત્યારબાદ ઊભા પાકમાં વાવ્ણીના ૧૫ થી ૨૦ દિવસે ઇમેઝીથાયપર ૧૦ ટકા એસેએલ્ ૭૫ ગ્રામ/હે. નો છંટ્કાવ કરવો. આ નીંદણનાશકની માવજત બાદ વવાતા શિયાળુ પાકમા દવાની કોઇ અસર થતી નથી.
  • દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવકીય વિસ્તારમા વરસાદ આધારીત મગફળીનુ વાવેતર કરતા ખેડુતોને મગફળીનુ મહત્તમ ઉત્પાદન, ચોખ્ખુ વળતર તેમજ અસરકારક ભેજ સંગ્રહ તથા નીંદણ નિયંત્રણ માટે વાવણી પહેલાં હારમાં સબસોઇલીંગ (૨૦ સે. મી. ની ઊંડાઇએ) તથા ૧૫, ૩૦, ૪૫, અને ૬૦ દિવસે આંતરખેડ કરવાની તેમજ વાવણી બાદ પરંતુ પાક અને નીંદણ ઉગ્યા પહેલા પેન્ડીમેથાલીન ૯૦૦ ગ્રા./હે. (૩૦ ઈસી ૬૦ મિ.લી./૧૦ લિ.) પ્રમાણે છંટકાવ કરવાની તથા વાવણી બાદ ૩૦ અને ૪૫ દિવસે હાથ નીંદામણ કરવાની ભલામણ કરવામા આવે છે.

દિવેલા :

  • દક્ષિણ સૌરાષ્ટૃ ખેત આબોહવાકીય વિસતારમાં દિવેલા ઉગાડતાં ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે વાવેતર સમયે પ્રતિ હેક્ટરે ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૫૦ ગ્રામ બીજ દીઠ ૩૦ ગ્રામ ફોસ્ફેટ સોલ્યુબીલાઇઝીંગ માઇક્રોઓર્ગેનીઝમ (ચેઇટોમીયમ ગ્લોબોઝમ) ની બીજ માવજત આપવની સાથે ભલામણ કરવમાં આવેલ નાઇટ્રોજન (૧૨૦ કિ.ગ્રા./હે.) આપવથી દાણાનું વધુ ઉત્પાદન અને નફો મળે છે.
  • દક્ષિણ સૌરાષ્ટૃ ખેત આબોહવાકીય વિસ્તારનાં ખારા પાણીથી દિવેલા ઉગાડતા ખેડુતોને જીસી-૩ જાત વાવવાની તથા ભલામણ કરેલ રાસાયણિક ખાતર સાથે પ્રતિ હેક્ટર છાણિંયુ ખાતર ૧૦ ટ્ન અને જીપ્સમ તેની જરૂરિયાતના ૫૦ ટકા (૩ ટન/હે.) પ્રમાણે આપવાની ભલામણ કરવામાં આવે છે.

તુવેર :

  • મધ્ય ગુજરાતના ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના તુવેર્ની ખેતી કરતા ખેડુતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા એ.જી.ટી-૨ જાતનુ ૧૨૦ સે.મી. X ૪૫ સે.મી. ના અંતરે વાવેતર કરવાની ભલામણ છે. વૈશાલી જાતનુ વાવેતર કરતા ખેડુતોને ૧૨૦ સે. મી.  X ૩૦ સે. મી. ના અંતરે વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ્વાળા ખેત આબોહવાકીય વિસ્તાર-૧ ના ખેડુતો કે જેઓ સેન્દ્રીય ખેતીથી તુવેર જાત વૈશાલી ઉગાડે છે તેઓને વધુ ઉત્પાદન અને વળતર મેળવવા તુવેરનુ વાવેતર ૯૦ સે. મી. X ૨૦ સે. મી. અંતરે કરવાની અને ૧૨.૫ કિ. ગ્રા. નાઇટ્રોજન/હે. બાયોકમ્પોસ્ટ દ્વારા અને ૧૨.૫ કિ.ગ્રા. નાઇટ્રોજન/હે. નાડેપ કમ્પોસ્ટ દ્વારા આપવાની ભલામણ કરવામાં આવે છે.

નોંધ :

  • પ્રતિ હેક્ટર ૨ કિ.ગ્રા./હે. ટ્રાયકોડર્મા અને શ્યુડોમોનાશ જમીનમા વાવણી સમયે આપવા.
  • ૫ % નીમાંસ્ત્ર અને નીમ ઓઇલનો છંટકાવ અવસ્થાએથી ૧૫ દિવસના અંતરે વારાફરતી કરવો.
  • પ્રતિ હેક્ટર ૫૦ પક્ષીને બેસવાના સ્ટેન્ડ અને ૪૦ ફેરોમોન ટ્રેપ (હેલીકોવર્ષા) લગાવવા.
  • પાકમાં ગલગોટાનો પિંજરપાક ઉગાડવો.

અડદ :

  • દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકિય વિસ્તારમાં ચોમસુ અડદનું વાવેતર કરતા ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે અડદ નુ મહત્તમ ઉત્પાદન , નફો અને અસરકારક નીંદણ નિયંત્રણ માટે ક્વીઝાલોફોપ-ઈથાઈલ ૪૦ ગ્રામ/હે. (૫ ઈ સી ૧૬ મિ.લિ. ૧૦ લિ. પાણી) પ્રમાણે વાવણી બાદ ૨૦ દિવસે છંટ્કાવ કરવો તથા વાવણી બાદ ૪૦ દિવસે હાથ નિંદામણ કરવુ.

ગુવાર :

  • ઉત્તર ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૪ ની હલકી પ્રતવાળી , જસત તથા લોહની ઉણપવાળી જમીનમાં વરસાદ આધારીત ગુવારનુ વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન તથા આર્થિક વળતર મેળવવા પાકને જમીનમાં ૧૦ કિ.ગ્રા. ઝિંક સલ્ફેટ અને ૧૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ પ્રતિ હેક્ટર સાથે ભલામણ કરવામાં આવે છે.

બીટી કપાસ :

  • દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તાયમાં બીટી કપાસનુ વાવેતર કરતા ખેડુતોને ભલામણ કરવામા આવે છે કે કપાસ્નું મહત્તમ ઉત્પાદન , ચોખ્ખુ વળતર અને અસરકારક નીંદણ નિયંત્રણ માટે પેનડીમેથાલીન ૯૦૦ ગ્રામ/હે. (૩૦ ઈસી ૬૦ મિ.લિ./૧૦ લિ.) પ્રમાણે વાવણી બાદ પરંતુ પાક અને નીંદણ ઉગ્યા પહેલા છંટ્કાવ કરવો તથા વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે હાથ નીંદામણ અને આંતરખેડ કરવા અથવા પેન્ડીમેથાલીન ૯૦૦ ગ્રામ/હે. (૩૦ એસી ૬૦ મિ.લિ) પ્રમાણે વાવણી બાદ પરંતુ પાક અને નીંદ્ણ ઉગ્યા પહેલા છંટકાવ કરવો તથા વાવણી બાદ ૪૫ દિવસે ક્વીઝાલોફોપ ૪૦ ગ્રામ/હે. (૫ ઈસી ૧૬ મી.લી. /૧૦ લી. ) પ્રમાણે છંટકાવ કરવો.
  • ઉત્તર ગુજરાત ખેત આબોહવાકિય વિસ્તાર-૪ માં બીટી કપાસ વાવતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે બીટી ગુ.કપાસ સંકર-૮ (બીજી-૨) ની વાવણી અથવા ગુ. કપાસ સંકર-૬ (બીજી-૨) ની વાવણી ચોમાસાની શરુઆતમાં ૬૦ સે.મી. x ૪૫ સે.મી. ના અંતરે વાવેતર કરી ૧૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પ્રતિ હેક્ટર આપવો.

બીડી તમાકુ :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના બીદી તમાકુની ખેતી કરતા ખેડુતોને તમાકુની ગુણવત્તાને અસર કર્યા વગર વધારે ઉત્પાદન અને નફો મેળવવા તમાકુની એમઆરજીટીએચ-૧ અને જીટી-૭ જાતોને સપ્ટેમ્બરનાં પ્રથમ થી ત્રીજા સપ્તાહમાં રોપણી કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના બીડી તમાકુની ખેતી કરતા ખેડુતોને ભલામણ કરવામા આવે છે કે એકમ વિસ્તારમાથી ફેરરોપણી લાયક છોડની વધારે સંખ્યા અને નફો મેળવવા માટે તમાકુના ધરુવાડિયામા બીજની વાવણીથી ૧૫ દિવસ સુધી આવરણ તરીકે ૭૫ % છાયાવાળી લીલી શેડ્નેટ નો ઉપયોગ કરવામા આવે છે.
  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર ૩ ના બીડી તમાકુની ખેતી કરતા ખેડુતોને તમાકુની જીએબીટી ૧૧ જાતમાં વધુ ઉત્પાદન અને નફો મેળવવા ૧૦૫ સે.મી. x ૯૦ સે.મી. ના અંતરે રોપણી કરી હેક્ટર દીઠ ૨૦૦ કિલો નાઇટ્રોજન પાયાના ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ્માથી અને બાકીનો ૭૫ % નાઈટ્રોજન યુરિયામાથી ત્રણ સરખા હપ્તામાં રોપણી પછી ૩૦ દિવસ ના અંતરે આપીને ૨૪ પાને ખૂંટણી કરવાની ભલામણ કરવામાં આવે છે.

ગજરાજ ઘાસ :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના ભલામણ કરવામાં આવે છે કે ગજરાજ ઘાંસના લીલાચારા, શુષ્ક પદાર્થ , નત્રિલ (ક્રુડ પ્રોટીન ) નુ વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે સીઑ-૩ જાત પસંદ કરવી. પાયાના ખાતર તરીકે ૫૦ કિલો નાઇટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ પ્રતી હેક્ટર તેમજ દરેક કાપણી પછી પ્રતી હેક્ટરે ૭૫ કિલો નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે ત્રણ વર્ષ સુધી આપવો.

ઘાસચારા જુવાર :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ માં બહુકાપણી ઘાસચારા જુવાર જાત કોઇમ્બતુર ઘાસચારા જુવાર-૨૯ નુ વાવેતર કરતાં ખેડુતોને ભલામણ કરવામા આવે છે કે લીલા અને સુકા ઘાસચારાનુ તથા ક્રુડ પ્રોટિનનુ વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવા માટે પાકને ૧૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન તથા ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતી હેક્ટરે આપવો. નાઇટ્રોજનના કુલ જથ્થાને ચાર સરખા ભાગે વાવણી સમયે વાવણીના ૩૦ માં દિવસે , પ્રથમ કાપણી બાદ (વાવણીના ૫૫ માં દિવસે ) અને બીજી કાપણી બાદ (વાવણીના ૧૦૦ માં દિવસે ) આપવો જ્યારે ફોસ્ફરસનો બધો જ જથ્થો પાયાના ખાતર તરીકે આપવો.

ડોડી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના ચોમાસામાં ડોડી પાકનુ વાવેતર કરતા ખેડુતોને વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે પાકને ૧૦ ટન છાણિયુ ખાતર પ્રતી હેક્ટરે જમીન તૈયાર કરતી વખતે આપવાની ભલામણ કરવામા આવે છે.

ભોંયઆમલી

  • દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર-૧ ના ૫ મીટર x ૫ મીટરના અંતરે અનાટા (બીક્ષા/સિંદુરી) ઉગાડ્તા ખેડુતોએ ભલામણ કરેલ રાસાયણિક ખાતર (૬૦:૪૦:૪૦ ના.ફો.પો. કિલો/હે./વર્ષ) આપવુ તેમજ પૃષ્ઠ પિયત પધ્ધતીથી (રેલાઇને) ઉનાળામાં ૯ થી ૧૨ દિવસે અને શિયાળામાં ૧૩ થી ૧૭ દિવસે કુલ ૧૮ થી ૨૨ પિયત આપવા.

અનાટા (બીક્ષા-સીંદુરી) :

  • ખેડુત અનાટા ( બીક્ષા ) ના પાકને ટપક પધ્ધતીમાં પૃષ્ઠ પિયત પધ્ધતીની સરખામણીએ ૭૫ % પિયત પાણી અને ૪૦ % નાઇટ્રોજન અને પોટાશ ખાતરની બચત માટે પાકને ૩૬:૪૦:૨૪ ના.ફો.પો. કિલો/હેક્ટર ખાતર આપવાની સલાહ આપવામા આવે છે. જેમાં અડધો ફોસ્ફરસ ચોમાસાનાં બે મહિના પહેલાં અને બાકીનો ચોમાસા પછી રિંગમાં આપવો. નાઇટ્રોજન અને પોટાશ ૧૦ સરખા હપ્તામાં ૧૦ દિવસનાં અંતરે આપવા જે પૈકી પાંચ હપ્તા ચોમાસાનાં બે મહિના પહેલા અને પાંચ હપ્તા ચોમાસાનાં પછી ટપક પધ્ધતીથી આપવા.

ટપક પધ્ધતીની વિગત :

વિગત

પ્રિચાલયનો સમય

( એકંતરા દિવસે )

મહિનો

મિનિટ

બે લેટરલ વચ્ચેનું અંતર :

૫.૦ મી.

ઓક્ટોબર – ડિસેમ્બર

૩૦ મિનિટ

છોડ દિઠ ટપકણીયાની સંખ્યા : ૬

જાન્યુ – માર્ચ

૪૦ મિનિટ

ટપકણિયાની સ્ત્રાવ ક્ષમતા : ૮ લિટર પ્રતિ કલાક

એપ્રિલ – જુન

૫૦ મિનિટ

પરિચાલનનું દબાણ : ૧.૨ કિ. ગ્રા. પ્રતિ ચો. સે.મી.

રીંગણી ધરૂ :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય  વિસ્તાર-૩ માં રીંગણીનું ધરૂ ઉછેરતા ખેડૂતોને એક ગુંઠામાંથી ફેરરોપણી લાયક તંદુરસ્ત ધરૂની વધુ સંખ્યા મેળવવા માટે ૭૦ કિ.ગ્રા. છાણિયુ ખાતર તથા ભલામણ કરેલ રાસાયણિક ખાતરના ૭૫ % (પાયામાં ૩૭૫ ગ્રામ નાઇટ્રોજન + ૩૭૫ ગ્રામ ફોસ્ફરસ , વાવણી બાદ ૧૫ દિવસે ૩૭૫ ગ્રામ નાઇટ્રોજન ) જમીનમાં આપવા તથા જૈવિક ખાતર નાઇટ્રોજન સ્થિરીકરણ કરનાર એઝોસ્પાઇરીલમ લીપોફેરમ એસેસએ-૧ તથા ફોસ્ફેટ દ્રાવ્ય કરનાર બેસિલસ કોએગ્યુલન્સ પીબીએ-૧૬ ની બીજ માવજત ( ૫ મિ.લિ./કિ.ગ્રા. બીજ) તથા વાવણીના ૧૫ દિવસ બાદ બંને જૈવિક ખાતરો પ્રત્યેક ૫ મિ.લિ./લિટરના દરે ધરૂ ઉપર છંટકાવ કરવાથી ૨૫ % ભલામણ કરેલ રાસાયણિક ખાતરની પણ બચત થાય છે.

મરચી ધરૂ :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ માં મરચીનું ધરૂ ઉછેરતાં ખેડૂતોને એક ગુંઠામાંથી ફેર રોપણી લાયક તંદુરસ્ત ધરૂની વધુ સંખ્યા મેળવવા માટે ૭૦ કિ.ગ્રા. છાણિયું ખાતર તથા ભલામણ કરેલ રાસાયણિક ખાતરના ૭૫ % (પાયામાં ૩૭૫ ગ્રામ નાઇટ્રોજન + ૩૭૫ ગ્રામ ફોસ્ફરસ , વાવણી બાદ ૧૫ દિવસે ૩૭૫ ગ્રામ નાઇટ્રોજન ) જમીનમાં આપવા તથા જૈવિક ખાતર નાઇટ્રોજન સ્થિરિકરણ કરનાર એઝોસ્પાઇરીલમ લીપોફેરમ એએસએ-૧ અથવા એઝોટોબેક્ટર ક્રુકોકમ એબીએ-૧ તથા ફોસ્ફેટ દ્રાવ્ય કરનાર બેસિલસ ઓએગ્યુલન્સ પીબીએ-૧૬ની બીજ માવજત (૫ મિલિ / કિ.ગ્રા. બીજ) તથા વાવ્ણીના ૧૫ દિવસ બાદ બંને જૈવિક ખાતરો પ્રત્યેક ૫ મિલિ/લિટરના દરે ધરૂ ઉપર છંટકાવ કરવાથી ૨૫ % ભલામણ કરેલ રાસાયણિક ખાતરની પણ બચત થાય છે.

બાજરી-ઘઉં પાક પધ્ધતી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય ઝોન-૩ ના બાજરી-ઘઉં પાક પધ્ધતી અપનાવતા ખેડૂતોને ફક્ત બાજરીના ઊભા પાકમાં ડી.એ.પી. અથવા યુરિયાફોસ્ફેટ (૧૪:૪૪:૦૦) ના ૨% દ્રાવણનો બે વાર છંટ્કાવ ફૂલ બેસતાં પહેલા અને પહેલા છંટકાવ પછી ૧૫ દિવસે કરવાની સાથે બન્ને પાકમાં ભલામણ કરેલા ખાતરના ૭૫% (બાજરી ૬૦:૩૦:૦૦ અને ઘઉં ૯૦:૪૫:૦૦ નાફોપો કિ.ગ્રા./હે.) આપવાની ભલામણ કરવામાં આવે છે કે જેથી બાજરી-ઘઉં પાક પધ્ધતીમાં વધુ ઉત્પાદન અને નફો મેળવી શકાય.

ડાંગર-ઘઉં પાક પધ્ધતી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ માં ડાંગર ઘઉં/પાક પધ્ધતી અપનાવતા ખેડૂતોને આ પધ્ધતિમાંથી વધારે ઉત્પાદન મેળવવા માટે પ્રતિક હેક્ટર નીચે મુજબ પોષણ વ્યવસ્થા અપનાવવાની ભલામણ કરવામાં આવે છે.

ડાંગર

ઘઉં

ડાંગરના પાકને ૧૦૦% ભલામણ કરેલ નાઇટ્રોજન ૧૦૦ કિ.ગ્રા./હે. પૈકી ૫૦% નાઇટ્રોજન (અંદાજીત ૧૦ ટન/હે. છાણિયા ખાતર) + ૨૫% નાઇટ્રોજન (અંદાજીત ૧.૫૦ ટન/હે. વર્મિકમ્પોસ્ટ) + ૨૫ % નાઇટ્રોજન (અંદાજીત ૦.૬૦ ટન/હે. દિવેલી ખોળ) ના રૂપમાં

અથવા

ઘઉંના પાકને ૧૦૦% ભલામણ કરેલ નાઇટ્રોજન ૧૨૦ કિ.ગ્રા./હે. પૈકી ૭૫% નાઇટ્રોજન ૯૦ કિ.ગ્રા./હે. રાસાયણિક ખાતરના રૂપમાં + ૨૫% નાઇટ્રોજન (અંદાજીત ૧.૮૦ ટન/હે. વર્મિકમ્પોસ્ટ) ના રૂપમાં

 

 

અથવા

૧૦૦% ભલામણ કરેલ નાઇટ્રોજન (અંદાજીત ૨૦ ટન/છણિયા ખાતર) ના રૂપમાં

૧૦૦% ભલામણ કરેલ ખાતર ૧૨૦:૬૦:૦ ના.ફો.પો. કિ.ગ્રા./હે. (રાસાયણિક ખાતર) ના રૂપમાં

બાજરી-ચણા પાક પધ્ધતી :

  • ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવકીય વિસ્તારમાં બાજરી-ચણા પાક પધ્ધતી અપનાવતા અને સેંદ્રિય ખેતીમાં રસ ધરાવતાં ખેડૂતોને વધૂ નફો મેળવવા તેમજ જમીનની ફળદ્રુપ્તા જાળવવા દર વર્ષે ફક્ત બાજરાના

પાકમાં છાણિયુ ખાતર ૭.૫ ટન/હેક્ટર પ્રમાણે આપવાની ભલામણ કરવામાં આવે છે.

મકાઇ-કોબીજ પાક પધ્ધતી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના ખેડુતોને ભલામણ કરવામાં આવે છે. કે મકાઇ – કોબીજ પાક પધ્ધતીમાં ભલામણ કરેલ ખાતર (મકાઇ ૧૦૦:૫૦:૦ , કોબીજ ૨૦૦:૭૫:૦ ના-ફો-પો કિ.ગ્રા. / હે. + ૨૫ ટન છાણિયુ ખાતર / હે. ) ઉપરાંત ઊભા પાકમાં ડી.એ.પી. અથવા યુરિયા ફોસ્ફેટ્નું ૨ ટકા દ્રાવણનો બે વાર છંટકાવ મકાઈમાં ચમરી આવવા સમયે અને કોબીજ્ના દડા બેસવાના સમયે તથા બીજો છંટકાવ પહેલા છંટકાવના પંદર દિવસ બાદ કરવાથી મકાઈ તથા કોબીજનું વધુ ઉત્પાદન અને નફો મળે છે.

મકાઇ – રાજગરા પાક પધ્ધતી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર–૩ ના મકાઈ – રાજગરા પાક પધ્ધતી અપનાવતા ખેડૂતોને આ પધ્ધતીમાંથી વધારે ઉત્પાદન અને નફો મેળવવા માટે મકાઈના પાકમાં પ્રતી હેક્ટરે ભલામણ કરેલ રાસાયણિક ખાતરનાં ૧૦૦% (૬૦:૪૦:૦૦ કિ.ગ્રા. ના.ફો.પો./હે) ની સાથે ૧ ટન દિવેલીનો ખોળ અથવા ૧૦ ટન છાણિયું ખાતર અને રાજગરાના પાકમાં ભલામણ કરેલ રાસાય્ણિક ખાતરના ૧૦૦% (૪૦:૨૦:૦૦ ના-ફો-પો કિ.ગ્રા. / હે.) આપવાની ભલામણ કરવામાં આવે છે.

કપાસ – ઘઉં પાક પધ્ધતી :

  • ઉત્તર ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૪ માં કપાસના પાક પછી ઘઉંનુ વાવેતર કરતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે કપાસની કરાંઠીઓને રોટાવેટરની બે ખેડ્થી જમીનમાં દબાવીને કોહવાણ માટે હેક્ટરે ૨૫ કિ.ગ્રા. યુરીયા ખાતર તથા ૩ કિ.ગ્રા. ટ્રાયકોડર્મા વીરીડી (૧૦ સીએફ્યુ /ગ્રામ) જમીનમાં આપવુ. મોડી વાવણી માટેના ઘઉંને ભલામણ કરેલ ખાતરનો ૧૦૦ ટકા જથ્થો (૮૦:૪૦ કિ.ગ્રા. ના:ફો.હે.) આપીને વાવણી કરવી.

કપાસ દિવેલા રીલે પાક પધ્ધતી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર - ૩ ના ખેડુતોને પ્રતિ હેક્ટરે વધુ ઉત્પાદન અને નફો મેળવવા કપાસ દિવેલા રીલે પાક પધ્ધતી અપનાવવાની ભલામણ કરવામાં આવે છે. જેના માટે બીટી કપાસની વાવણી જૂનનાં પ્રથમ સપ્તાહમાં ૧૮૦ સે.મી. x ૬૦ સે.મી. ના અંતરે કરવાની અને કપાસની બે હાર વચ્ચે ઓગષ્ટ મહિનાના છેલા સપ્તાહે હારમાં દિવેલાના બે છોડ વચ્ચે ૬૦ સે.મી. નું અંતર રાખી વાવણી કરવાની ભલામણ કરવામાં આવે છે. દિવેલાના પાકને પ્રતિ હેક્ટરે ૭૫:૫૦ કિ.ગ્રા. નાઇટ્રોજન – ફોસ્ફરસ / હે. આપવો જે પૈકી ૨૫:૫૦ કિ.ગ્રા. નાઇટ્રોજન /હે. બે સરખા હપ્તે વાવણી બાદ ૩૦ અને ૭૦ દિવસે આપવું.

મગ – જીરૂ પાક પધ્ધતી :

  • ઉત્તર ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર – ૪ ના મગ – જીરૂ પાક પધ્ધતી અપનાવવાની તેમજ મગમાં ભલામણ કરેલ ખાતરનાં ૧૦૦ ટકા (૨૦-૪૦ ના-ફો કિ.ગ્રા/હે.) અને જીરૂમાં ભલામણ કરેલ ખાતરનાં ૫૦ ટકા (૨૦-૭.૫ ના-ફો કિ.ગ્રા/હે. ) આપવાથી વધારે ઉત્પાદન અને નફો મળે છે.

મગફળી અને કપાસની આંતરપાક પધ્ધતી :

  • દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં મગફળી અને કપાસની આંતર્પાક પધ્ધતી (૩:૧ ના પ્રમાણમાં) અપનાવતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે મગફળીના પાકને ભલામણ કરવામાં આવેલ ખાતરનો ૫૦ ટકા જથ્થો (એટલે કે ૬.૨૫-૧૨.૫-૦ ના-ફો-પો- કિ.ગ્રા./હે. ) અને કપાસના પાક્ને ભલામણ કરેલ ખાતરનો ૧૦૦ ટકા જથ્થો (એટલે કે ૧૬૦ નાઇટ્રોજન કિ.ગ્રા./હે ) આપવાથી વધારે ઉત્પાદન અને નફો મળે છે.

બાજરી – સોયાબીન આંતરપાક પધ્ધતી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના ખેડુતોને ભલામણ કરવામાં આવે છે. કે બે હાર બાજરી પછી બે હાર સોયાબીન્નુ ૪૫ સે.મી. ના અંતરે દરેકનું વારાફરતી વાવેતર કરવાથી વધુ ઉત્પાદન અને નફો મેળવી શકાય છે.

તુવેર-સોયાબીન આંતરપાક પધ્ધતી :

  • મધ્ય ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર-૩ ના તુવેરની ખેતી કરતાખેડૂતોને વધુ ઉત્પાદન અને નફો મેળળવવા ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી તુવેર સાથે આંતરપાક તરીકે ૬૦ સે.મી. ના સરખા અંતરે તુવેરની બે હાર બાદ અડદ અથવા સોયાબીનની એક હાર વાવવાની ભલામણ કરવામાં આવે છે.

અરડૂસા – મગ :

  • ઉત્તર ગુજરાત ખેત આબોહવાકીય વિસ્તાર – ૪ ના બિનપિયત વિસ્તારમાં અરડૂસા સાથે મગની વાવણી કરતાં ખેડુતોએ સાત વર્ષ પછી અરડૂસા સાથે મગની વાવણી કરતા ખેડૂતોએ સાત વર્ષ પછી અરડૂસા સાથે મગની કૃષીવન પધ્ધતી અપનાવવાથી આર્થિક ફાયદો થતો નથી અને સાત વર્ષ પછી અરડૂસાની છટણી કરવી હિતાવહ નથી.

સ્ત્રોત :ડૉ. કે. ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ-એગ્રોનોમી વિભાગ,બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટિ, આણંદ

કૃષિગૌવિદ્યા , જૂન-૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૨ સળંગ અંક : ૮૦૬

કૉલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate