অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગરની સુધારેલી જાતોમાં ગુણવતાસભર બીજ ઉત્પાદન

ગુજરાત રાજયમાં ડાંગરએ મુખ્ય  ધાન્ય પાકોમાં એક છે. જેનું ખરીફ તથા ઉનાળુ ૠતુમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં દક્ષિણ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં મળી આશરે ૭.પ થી આશરે ૮ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગરનો પાકએ જુદી જુદી હવામાન પરિસ્થિતિમાં ઉગાડતો હોઈ જે તે વિવિધ જાતોની પાકવાના દિવસોના આધારે ભલામણ કરવામાં આવેલ છે. ડાંગરના પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમમાં વાવણીનો સમયને અનુરૂપ આવે તેવી નોટીફાઈડ થયેલ સુધારેલી જાતની પસંદગી કરવાની રહે છે. કોઈ પણ પાકમાં બીજ ઉત્પાદન કાર્યક્રમ જે તે પાકની પરાગનયનની ક્રિયા પર આધાર રાખે છેઈ સામાન્ય રીતે સ્વપરાગનયન પાકોમાં બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવાનું આયોજન કરવામાં આવે તો તે પરપરાગનયન પાકના બીજ ઉત્પાદન કરતા સરળ રહે છેઈ ડાંગરએ  સ્વપરાગિત  પાક હોવાથી તેનું બીજ ઉત્પાદન કરવું એ ખેડુતો માટે ખુબજ સરળ રહે છે કારણકે ડાંગર બીજ ઉત્પાદનમાં નર તેમજ માંદાની અલગ લાઈનો કરવાની રહેતી નથીઈ પરંતુ જો  હાઈબ્રીડ ડાંગરનું બીજ ઉત્પાદન કરવું હોય તો તેમાં નર અને માદાની  લાઈનો એકસાથે અલગ અલગ રોપવાની રહે છે.

કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવામાં ડાંગર બીજ ઉત્પાદનની અગત્યતા  :

ખેતીમાં ખાતર, પિયત, જંતુનાશક દવાઓ જેવા બધા ઈનપુટસ કરતાં સુધારેલ બિયારણનું મહત્વ સૌથી વિશેષ છે બીજ એ ખેતીની શરૂઆતનું આધારભુત અંગ છે. જેના દ્રારા પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરી શકાય છે. સુધારેલ બિયારણ પાછળ કરવામાં આવેલ ખર્ચ વધુમાં વધુ વળતર આપી શકે છે. ડાંગર પાકની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા સુધારેલ બિયારણનો કોઈ વિકલ્પ નથી.

સુધારેલ બિયારણની અગત્યતા માનવ સંસ્કૃતિના વિકાસ સાથે વણાયેલ છે. શરૂઆતના વર્ષોમાં માનવી વાવેલાં પાકમાંથી સારા છોડ ડુંડા ઉબીઓ દાણા પસંદ કરી બીજા વર્ષે વાવતા શીખ્યો જેના કારણે સારા દેખાતા છોડ અને દાણા સુધારેલ બિયારણના ઘટક ગણાયા. વિજ્ઞાનના વિકાસ સાથે બિયારણની ગુણવત્તાનો માપદંડમાં જનીનીક અને ભૌતિક શુદ્બતા, બીજાંકુરણ, સ્કુરણ શકિત તેમજ તંદુરસ્ત બિયારણનો સમાવેશ થવા લાગ્યો.

વાવેતર માટે ભલામણ કરેલ પાકની જે તે જાતના બીજની ખેડુતોને વાવેતર માટે મોટા જથ્થામાં જરૂરીયાત રહે છે જે જરૂરીયાત સંશોધન કરેલ સંસ્થા દ્રારા સંતોષાઈ શકાય નહી. આ માટે બિયારણ વૃધ્ધિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવું પડે અને તે માટે જુદી જુદી કક્ષાનું બિયારણ ઉત્પાદન કરવાની કામગીરી જુદી જુદી સંસ્થાને ખેડુતોને સોંપવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીઓ દ્રારા પાકની જે જાત બહાર પાડવામાં આવે છે તેના બીજની જુદી જુદી ચાર કક્ષાઓ હોય છે.

ડાંગર  બીજની કક્ષાઓ :

ન્યુકિલયસ બીજ :

  • ન્યુકિલયસ બીજએ બિયારણનો મુખ્ય સ્ત્રોત  છે.
  • ન્યુકિલયસ બિયારણ સંશોધન વૈજ્ઞાનિકની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે.
  • ફુલ અવસ્થાએ દરેક લાઈન માંથી એક છોડ પસંદ કરી તેની પર મલમલની કોથળી ચઠાવવામાં આવે છે જે ના કારણે આઉટ ક્રોસીંગ થતુ નથી પરિણામે જે તે જાતની જનનિક શુધ્તા જળવાઈ રહે છે

બ્રીડર સીડ (માતૃબીજ)

બ્રીડર સીડ જે તે પાકના સંશોધન વૈજ્ઞાનિક (બ્રીડર/પાક સંવર્દ્યક) દ્રારા તૈયાર કરવામાં આવે છે. કારણકે જે તે જાતની સારામાં સારી ઓળખ તેઓ જ કરી શકે અને આથી તેમના નિયંત્રણ નિગાહ હેઠળ જ શુધ્ધતમ બીજ તૈયાર કરી શકાય છે.

આ માટે ન્યુકિલયસ બીજનું વાવેતર માટે ઉપયોગ કરવાથી  બ્રીડર બિયારણ ઉત્પાદન થઈ શકે છે. બ્રીડર સીડને પેકીંગ કરવામાં આવે ત્યારે તેના પર પીળા રંગની ટેગ લગાવવામાં આવે છે.

ફાઉન્ડેશન બીજ (પાયાનું બીજ)

  • આ કક્ષાના બિયારણ ઉત્પાદન માટે બ્રીડર બિયારણની વાવણી કરવામાં આવે છે.
  • આ પ્રકારનું બિયારણ સંસ્થાઓ મારફતે તેમજ પ્રગતિશીલ ખેડુતો દ્રારા તૈયાર કરવામાં આવે છે.
  • આ કક્ષાના બિયારણ સીડ સર્ટિફીકેશન એજન્સીની દેખરેખ નીચે તૈયાર કરી પ્રમાણિત કરવામાં આવે છે.

સર્ટિફાઈડ બીજ (પ્રમાણિત બીજ)

  • ફાઉન્ડેશન કક્ષાના બિયારણનો  ઉપયોગ કરી પ્રમાણિત બીજ ઉત્પન કરવામાં આવે છે.
  • આ પ્રકારનું બિયારણ સંસ્થાઓ મારફતે પ્રગતિશીલ ખેડુતોના ખેતર પર તૈયાર કરવામા આવે છે.
  • આ કક્ષાના બિયારણ સીડ સર્ટિફીકેશન એજન્સી મારફત પ્રમાણિત કરાવવું ખુબજ જરૂરી છે.
  • ત્યારબાદજ  ખેડુતોને વાવેતર માટે વેચાણ કરવામાં આવે છે

ડાંગરબીજ ઉત્પાદનના તબકકા

  • બીજનું પ્રાપ્તિ સ્થાન
  • સુધારેલી નોટીફાઈડ જાતો ની પસંદગી
  • બીજ પ્લોટની નોધણી
  • ચોકકસ એકલન (આઈસોલેશન) અંતર
  • ચોકકસ સમય અંતરે રોગીંગ

બીજનું પ્રાપ્તિ સ્થાન

  • ડાંગરના પાકમાં સર્ટીફાઈડ અને ફાઉન્ડેશન કક્ષાનું બીજ ઉત્પાદન કરવા માટે અનુક્રમે ફાઉન્ડેશન અને બ્રીડર કક્ષાના બીજની જરૂરીયાત રહે છે.
  • ફાઉન્ડેશન /બ્રીડર કક્ષાનું બીજ ધારા ધોરણો મુજબની જનિનીક શુધ્ધતા, ભૌતિક શુધ્ધતા, સ્ફુરણ શકિત અને જરૂરી ટેગ ધરાવતુ હોવુ જોઈએ.
  • ડાંગરનું બ્રીડર કક્ષાનું બીજ મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ, જિ. ખેડા ૩૮૭પ૪૦ ખાતે થી મળી રહે છે.
  • જયારે ફાઉન્ડેશન કક્ષાનું પ્રમાણિત કરેલ બિયારણ ગુજરાત રાજય બીજ નિગમ, રાષ્ટ્રિય બીજ નિગમ, ગુજકોમાસોલ અગરતો અન્ય અધિકૃત ખાનગી સંસ્થાઓ પાસેથી મળી રહે છે.
  • બીજ પ્રમાણન કાર્યક્રમ નોધણી વખતે બિયારણના પ્રાપ્તી સ્થાન માટે ખરીદીનુ અસલ બિલ તથા તેની સાથે બ્રીડર / ફાઉન્ડેશન કક્ષાનું બીજ ઉત્પાદન કરનાર સંસ્થા વિક્રેતા થી માંડી બીજ પ્રમાણન કાર્યક્રમ હાથ ધરનાર સંસ્થા કે પેઢી સુધીના તમામ બીલની નકલો, રીલીજ સર્ટીફીકેટ અને પરિણામોની નકલો, બિયારણની ખાલી થેલીઓ અને ટેગ્સ વગેરે રજુ કરવાના હોય છે.

સુધારેલી નોટીફાઈડ જાતો ની પસંદગી

ડાંગરના પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમમાં વાવણીનો સમયને અનુરૂપ આવે તેવી નોટીફાઈડ થયેલ સુધારેલી જાતની પસંદગી કરવાની રહે છે. આપણા રાજયમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબ ની ડાંગરની સુધારેલી જાતો વિકસાવી રાજય માં વાવેતર માટે ભલામણ કરવામા આવેલ છે.

વહેલી પાકતી જાતો

મહિસાગર, જી.આર.૭, જી.આર.૩, જી.આર. ૪, જી.આર. ૧ર, ગુર્જરી,આઈ.આર. ર૮,  જી.એ.આર. ૧, જી.એ.આર. ર, જી.એ.આર. ૩

મધ્યમ મોડી પાકતી જાતો

જી.આર. ૧૧, જી.એ.આર. ૧૩, જયા, દાંડી, જી.એ.આર. ૧૪

મોડી પાકતી જાતો

મસુરી, જી.આર. ૧૦૧, નર્મદા, જી.આર. ૧૦૩,

બીજ પ્લોટની નોધણી

ડાંગરની નોટીફાઈડ થયેલ જાતોનું બીજ પ્રમાણન, ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી અમદાવાદની કચેરી દ્વારા કરવામાં આવે છે. જે ખેડૂતો/ બીજ ઉત્પાદકો ડાંગરના બિયારણ ને પ્રમાણિત કરાવવા ઈચ્છતા હોય તેઓએ એજન્સીની મુખ્ય/પેટા કચેરી પાસેથી રૂા.પ/–નું નોધણી ફોર્મ મેળવી જરૂરી રજીસ્ટ્રેશન ફી અને નિરીક્ષણ ચાર્જ પેટેની રકમ રોકડેથી એજન્સીની મુખ્ય  કચેરીએ ભરી અરજી કરવાની હોય છે. નોધણી માટેની છેલ્લામા છેલ્લી તારીખ ૩૧ જુલાઈ મુકરર કરવામાં આવેલ છે.

ચોકકસ એકલન (આઈસોલેશન) અંતર

  • ડાંગર એ સંપુર્ણ સ્વપરાગિત પાક છે.
  • ડાંગરના પાકમાં ૧% કરતા ઓછું પરપરાગનયન જોવા મળે છે.
  • તેથી ડાંગરના સર્ટીફાઈડ અને ફાઉન્ડેશન કક્ષાના પ્રામાણિત બીજ ઉત્પાદન માટે ઓછામાં ઓછા ૩ મીટર એકલન (આઈસોલેશન) અંતર જાળવવું જરૂરી છે.

ચોકકસ સમય અંતરે રોગીંગ

બીજ ઉત્પાદન પ્લોટમાં બીજની આનુવંશિક તેમજ ભૈાતિક શુધ્ધતા જાળવવા માટે સૈાથી અગત્યની કામગીરી રોગીંગની છે. સામાન્ય રીતે ડાંગરના ખેતરમાં જયારે પણ મુખ્ય જાત કરતા વિજાતીય છોડ દેખાય ત્યારે તેવા છોડને રોગીંગ કરી દુર કરવા જોઈએ એટલે કે, રોગીંગ ડાંગરના સમયકાળ દરમ્યાન નિરંતર કરતા રહેવુ જોઈએ. ડાંગરમાં રોગીંગની મુખ્ય ચાર અવસ્થાઓ નીચે જણાવેલ મુજબ છે.

  1. વાનસ્પતિક અવસ્થા
  2. ફુલ આવવાના સમયે
  3. ફુલ આવ્યા બાદ
  4. કાપણી પહેલા

ડાંગર બીજ ઉત્પાદનમાં ગુણવતા પર અસર કરતા પરિબળો

જનિનિક  તેમજ ભૌતિક શુધ્ધતાએ બે ડાંગર બીજ ઉત્પાદનમાં ગુણવતા પર અસર કરતા મુખ્ય પરિબળો છે.

  • બિયારણની જનીનીક શુધ્ધતા જળવાય રહેવાના કારણે બિયારણનો ઉગાવ એક સરખો થાય છે તેમજ છોડનો વૃદ્રિનો જુસ્સો વધારે રહે છે.
  • ફુલ આવવાનો અને પાકવાનો સમય એકસરખો રહેતો હોવાને કારણે અન્ય ખેતી કાર્યોનો લાભ બધા જ પાકને એકસરખો મળે છે.

 

 

 

 

 

 


અ.નં

વિગત

ફાઉન્ડેશન

સર્ટીફાઈડ

ભૌતિક શુધ્ધતા (લઘુત્તમ)

૯૮%

૯૮%

ઈનર્ટમેંટર (મહત્તમ)

ર%

ર%

અન્ય પાકના બીજ (મહત્તમ)

૧૦ બીજ/ ક્રિ.ગ્રા

ર૦ બીજ/ ક્રિ.ગ્રા

કુલ નિંદામણનાં બીજ (મહત્તમ)

૧૦ બીજ /ક્રિ.ગ્રા

ર૦ બીજ/ ક્રિ.ગ્રા

સ્ફુરણ શકિત (લઘુત્તમ)

૮૦– ૮પ%

૮૦– ૮પ%

ભેજ (મહત્તમ)  સામાન્ય કન્ટેનર

૧ર%

૧ર%

ભૌતિક શુધ્ધતા એટલે શુ ?

  • બીયારણ નીંદામણના બીજ મુકત હોવુ જોઈએ.
  • બીયારણના દાણાનો આકાર, કદ, વજન, રંગ એકસરખા હોવા જોઈએ.
  • બીયારણમાં તુટેલા અથવા હલકા દાણા ન હોવા જોઈએ.
  • બીયારણ રેતી, કાંકરા, તેમજ અન્ય પાક અથવા જે તે પાકના અવશેષો મુકત હોવુ જોઈએ.

ડાંગરના બીજ ના ભૌતિક શુધ્ધતાના ધોરણો

ડાંગરના બીજ ના આનુવાંશિક (જનિનિક) શુધ્ધતાના ધોરણો :

આનુવાંશિક  શુધ્ધતાની ચકાસણી કરવા માટે ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી પોતાના ગ્રેા. આઉટ ટેસ્ટ ફાર્મ પર અથવા અન્ય રાજયના ફાર્મપર સર્ટીફાઈડ અને ફાઉન્ડેશન બીજના પ્રતિનિધિત્વ ધરાવતા નમુનાઓ ઉગાડી જે તે જાતના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે. ડાંગરના પાકમાં જનિનિક શુધ્ધતાના ધોરણો ફાઉન્ડેશન બીજ માટે ૯૯% અને સર્ટીફાઈડ બીજ માટે ૯૮% ઓછામાં ઓછા બીજ પ્રમાણન નિયત થયેલા છે. જો ગ્રેા. આઉટ ટેસ્ટ દરમ્યાન બીજ ઉપરોકત નિયત દ્બારા ધારણો મુજબનું માલુમ પડે તેા તે બીજ લોેટ ને પ્રમાણિત કરવામાં આવે છે.

કાપણી અને સંગ્રહ :

પાક પીળો પડે અને દાણા પરિપકવ થાય ત્યારે કાપણી કરવી. ડાંગરને સામાન્ય રીતે સુર્યના તાપમાં સુકવવાની પ્રથા ખેડૂતો અપનાવે છે. સંગ્રહ વખતે દાણામાં ૧૦થી૧ર% કરતાં વધુ ભેજ ન હોવો જોઈએ. કાપણી સમયે સુકવવાની રીત તથા સંગ્રહ કરવાની રીત ઉપર ડાંગરના મીલીંગ વખતે આખા અને ભાંગેલા ચોખાના પ્રમાણનો આધાર રહેલો છે.

ખેડુતોએ ડાંગરમાં બીજ ઉત્પાદન કરવું હોયતો કોનો સંપર્ક કરવો જોઈએ?

ડાંગરની સુધારેલ જાતોનું ફાઉન્ડેશન અને સર્ટીફાઈડ કક્ષાનું પ્રમાણિત બીજ ઉત્પાદન કોઈ પણ  ખેડૂત લઈ શકે છે. જે ખેડૂતભાઈઓ ડાંગરનું સર્ટીફાઈડ કે ફાઉન્ડેશન કક્ષાનું પ્રમાણિત બીજનું વેચાણ પોતે બજારમાં જાતે ન કરવા ઇસ્છતા હોય તેઓએ ગુજરાત રાજય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ, ગુજકોમાસોલ અથવા તો અધિકૃત પ્રાઈવેટ બીજ ઉત્પાદક કંપનીઓ મારફત બીજ ઉત્પાદન કાર્યક્રમ લઈ શકે છે.અને ઉત્પન્ન થયેલ બીજની વેચાણ વ્યવસ્થા જે તે સંસ્થા પોતે કરે છે.

ર્ડા. એમ.બી.પરમાર અને ર્ડા. ડી.બી.પ્રજાપતિ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામ૩૮૭ પ૪૦ તા. જી.–ખેડા, ફોન નં. ૦ર૬૯૪ર૮૪ર૭૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate