অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મગફળી

 groundnut

પાક આયોજન

પાકને પાન ખાનાર ઇયળ અને ચૂસિયા પ્રકારની જીવાતો સામે રક્ષણ આપવા પિંજર પાક તરીકે મુખ્ય પાકની ફરતે ચોળા, સોયાબીન, દિવેલા વગેરે પાકોની વાવણી કરવી.

વાવણી ટૅક્નિક

જમીનની તૈયારી

આ પાકને રેતાળ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ભારે કાળી, ચીકણી અને ક્ષારવાળી જમીન માફક આવતી નથી.

મગફળીમાં ડોડવાના સારા વિકાસ માટે હળથી ખેડ કરી પાકના જડિયા વીણી બે વખત કરબ અને સમાર ચલાવી જમીન ભરભરી અને સમતલ બનાવો. વધુ ઊંડી ખેડ ની ભલામણ નથી

ચાસની જમીન ઉપર પોલીથિન શીટ (7-8 માઇક્રૉન) દ્વારા કવર કરી (મલચિંગ) વાવેતર કરવાથી 20% વધારે ઉત્પાદન મેળવી શકાય છે.

જાતો

મગફળી ની જાતો: ઉભડી: જે: ૧૧, જીજી: ૨, જીજી: ૫, જીજી: ૭; વેલડી: જીઍયૂજી: ૧૦, જીજી: ૧૧, જીજી: ૧૨, જીજી: ૧૩ અર્ધ વેલડી: જીજી ૨૦.

ચોમાસા માટે ભારે વરસાદવાળા વિસ્તારમા વેલડી, મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી અને ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી. આ જ રીતે ભારે કાળી જમીનમાં વેલડી, મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી.

મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પિયત આપી આગોતરૂ વાવેતર કરવા જીએયુજી: 10, જીજી: 11, જીજી: 12 કે જીજી: 13 નું વાવેતર કરવું.

ઉનાળુ મગફળીમાં વાવેતર માટે ઉભડી જાતો જેવી કે GG-2, GG-4, GG-6, TG-26, ICGS-37, TAG-24, TAG-24A, TPG-41, ICGS-44 વગેરે પસંદ કરવી.

જુનાગઢ અને પોરબંદર જિલ્લા માટે જીજી-2, જીજી-5 અથવા ટીજી-26 જાત ઉનાળુ વાવણી માટે પસંદ કરવી.

બીજ માવજત

બીજને વાવતાં પહેલા 3-4 ગ્રામ થાયરમ / 1 કિલો બીજ પ્રમાણે અને ત્યારબાદ રાઈઝોબિયમ કલ્ચર 250 ગ્રામ / 10 કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.

બીજને રાયઝોબિયમ કલ્ચર @ 250 ગ્રામ / 10 કિલો બીજ પ્રમાણે પટ આપવાથી પ્રતિ એકર 25-30 કિલો નાઇટ્રોજન સ્થિરીકરણ થાય છે અને આશરે રૂ.400 / એકર બચે છે.

બીજ ઉપર વાવણીના અગાઉ વ્રુધી પ્રેરક (સીડસેલ) નું 5-10 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવાથી મૂળ અને ડાળીઓ ના ઝડપી વિકાસ થાય છે॰

સારા અંકુરણ માટે 1 kg બીજને 20 gm CaCl2 / Ltr પાણીવાળા 650 ml દ્રાવણમાં 4 કલાક બોળી રાખી સુકવવા.

વાવણી પદ્ધતિ

જો પિયત ની સગવડ હોય તો, વહેલી વાવણી મે મહિના ના છેલ્લા અઠવાડીયામાં અથવા જૂન મહિના ના પ્રથમ અઠવાડીયામાં કરવી. જો ના હોય તો વાવણી લાયક વરસાદ થયે વાવેતર કરવું. તંદુરસ્ત અને સારા વિકાસ માટે ઉભડી જાતો 45 X 10 સેમીના અંતરે અને અર્ધવેલડી / વેલડી જાતો 60 X 10 સેમીના અંતરે વાવવી

ઉનાળુ મગફળી નું 15 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનું પ્રમાણ ઘટતા વાવેતર કરવું. વાવણી અંતર 30 અથવા 45 x 10 સેમી રાખવું.

ઊનાળુ મગફળી વાવેતર માટે 10 સેમી ઉંડાઈએ જમીનનુ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ.

મૂળના કોહવારાનો ઉપદ્રવ ઓછો કરવા, 2 ઇંચથી વધારે ઊંડું બીજ વાવવું નહીં, આંતરખેડ વખતે છોડ ને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.

નીંદણ નિયંત્રણ

સંશોધન મુજબ નીંદણથી 70% (Rs 65000 / હેક્ટર) જેટલું ઉત્પાદન ઘટી શકે છે, નિયંત્રણ માટે વાવણી પછી 48 કલાકમાં પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ એકસ્ટ્રા) @ 700 મિલી / એકર / 200 લિટર પાણી મુજબ ભેળવી છાંટો.

પાકને વાવણી પછી 50 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો. આ માટે બે આંતરખેડ 25 અને 35 દિવસે અને હાથથી નિંદામણ 25, 35 અને 45 દિવસે કરવું.

ગોળ પાનવાળા નીંદણનું નિયંત્રણ કરવા વાવણીના 15-20 દિવસે પૂરતા ભેજે ઈમાઝેથાપર (પરશુટ) @ 300 ml / એકર / 150 Ltr પાણી મુજબ છાંટો.

ઊભા પાકમાં સાંકડા પાનવાળા નીંદણ નિયંત્રણ માટે ક્વિઝાલોફોપ-પી-ઇથાઈલ (ટરગા સુપર) @ 25 ml / 15 Ltr પાણી પ્રમાણે ભેળવી નીંદણની ફૂલ અવસ્થા પહેલા છાંટો.

પોષણ વ્યવસ્થા

દેશી ખાતર: સારા વિકાસ માટે જમીન ની તૈયારી વખતે હળથી ખેડ કર્યા બાદ આડી ઊભી 2 - 3 વાર કરબ વડે ખેડ કરવી અને 4-5 ટન કંપોસ્ટ તથા છાણિયું ખાતર નાખો.

રાસાયણિક ખાતર: ચોમાસુ પાકમાં સારા વિકાસ માટે 1એકરમાં 5 કિલો નાઈટ્રોજન (10 કિલો યૂરિયા) અને 10 કિલો ફોસ્ફરસ (62 કિલો SSP) વાવણી અગાઉ ચાસમાં આપવું.

ઉનાળુ મગફળી ના તંદુરસ્ત અને સારા વિકાસ માટે વાવણી સમયે ચાસમાં પાયાના ખાતર તરીકે 1 એકરમાં 10 કિલો નાઇટ્રોજન (21 કિલો યુરિયા), 20 કિલો ફોસ્ફરસ (125 કિલો SSP) આપવું. દક્ષિણ ગુજરાત માટે વાવણી સમયે ચાસમાં પાયાના ખાતર તરીકે 1 એકરમાં 10 કિલો નાઇટ્રોજન (21 કિલો યુરિયા), 8 કિલો ફોસ્ફરસ (50 કિલો SSP) આપવું.

જો ગંધકની ઉણપ હોય તો 8 કિલો સલ્ફર 1 એકર માં આપો.

વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ઉત્પાદન ઘટે છે, ખોટો ખર્ચ નિવારવા પૂર્તિ ખાતરો ના આપવા

પાણીમાં દ્રાવ્ય ખાતરોનું છંટકાવ સમય પત્રક

સારા વિકાસ માટે વાવણીના 30 અને 37 દિવસે MAP (12:61:00) @ 100 gm + હુમિક એસિડ 12-14% @ 50 ml + સ્ટિકર @ 6 ml / 10 Ltr પાણી પ્રમાણે છાંટો.

સારા ફૂલ માટે MAP (12:61:00) @ 100 gm + હુમિક એસિડ12-14% @ 50 ml + ક્લોર મેકુએટ ક્લોરાઇડ (લિહોસીન) @ 6 ml + સ્ટિકર @ 6 ml / 10 Ltr પાણી પ્રમાણે છાંટો.

શિંગોના સારા વિકાસ માટે વાવણીના 60 અને 70 દિવસે 00:00:50 @ 100 gm + હુમિક એસિડ 12-14% @ 50 ml + સ્ટિકર @ 6ml / 10 Ltr પાણી પ્રમાણે છાંટો.

વૃદ્ધિકારક

મૂળના સારા વિકાસ માટે મૂળ વિકાસ ઉત્તેજક (રૈલીગોલ્ડ) @ 4 kg / એકર પ્રમાણે વાવણી સમયે આપો

સૂક્ષ્મતત્વોની ઉણપ: ઊભા પાકમાં પાન પીળા પાડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. નિયંત્રણ માટે 150 gm ફેરસ સલ્ફેટ + 15 gm સાઇટ્રીક એસિડ / 15 Ltr પાણી મુજબ છાંટો.

પિયત:પ્રથમ પિયત વાવણીના 20 દિવસે,  બીજુ  30 દિવસે અને ત્રીજુ પિયત 40 દિવસે આપવુ, બાકીના પિયત 8 દિવસના અંતરે આપવાં.

પાણીની તંગીની પરિસ્થિતિમાં જમીનમાના ભેજને સાચવવા આંતરચાસે પિયત આપવું અને હાર વચ્ચે વાનસ્પતિક કચરો પાથરી આવરણ કરવું.

કટોકટીની અવસ્થાઓ: ફૂલ ઊઘડવા, સૂયા બેસવા અને ડોડા અવસ્થા એ પાણીની ખેંચ ના વર્તાવી જોઈએ.

ટપક સિંચાઇ: ટપક સિંચાઇ દ્વારા પિયત આપવાથી સામાન્ય કરતાં 20% જેટલા પિયતના પાણીના બચાવ સાથે 23% સુધીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

જીવાત નિયંત્રણ

ગઠવા કૃમિ: ગંઠવા કૃમિથી 15% જેટલું ઉત્પાદન ઘટી શકે છે, નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3જી 12 કિલો / એકર વાવતા પહેલા ચાસમાં આપવો

સફેદ ઘૈણ અથવા ડોળ:સફેદ ઘૈણ અથવા ડોળ મૂળને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150 gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા) / એકર / 250 Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

ઊધઈ:ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150 gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા) / એકર / 250 Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

પાન ખાનાર ઇયળ:શરૂવાતની અવસ્થાએ ઇયળ પાન નો લીલો ભાગ અને કુમળા પાન ખાય છે, મોટી ઇયળ છોડના બધાજ જ ભાગો ને નુકસાન કરે છે. બપોરે આ ઇયળ જમીનની તિરાડોમાં સંતાઈ રહે છે અને રાત્રે બહાર આવી નુકસાન કરે છે.

આગળની પેઢીને રોકવા તથા નુકસાનથી બચાવવા માટે પ્રતિ એકર 3-4 ફેરોમન ટ્રેપ લગાવો, પકડાયેલ પતંગિયાને મારી નાખો.

નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @ 5 ml + સ્ટિકર (સંદોવિત / અપ્સા80) @ 6 ml / 10 Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @ 7.5 ml / 15 Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml / 15 Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) 40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

લીલી ઇયળ:આ જીવાત પાન ખાઈ ને નુકસાન કરે છે. ઉનાળુ મગફળી માં તેનો ઉપદ્રવ એપ્રિલ થી શરૂ થઈ કાપણી સુધી રહે છે.

આગળની પેઢીને રોકવા તથા નુકસાનથી બચાવવા માટે પ્રતિ એકર 3-4 ફેરોમન ટ્રેપ લગાવો, પકડાયેલ પતંગિયાને મારી નાખો.

નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા / અવાંટ) @ 5 ml + સ્ટિકર (સંદોવિત / અપ્સા80) @ 6 ml / 10 Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @ 7.5 ml / 15 Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml / 15 Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @ 40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

મોલોમશી : મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @ 350 ml / 15 Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર, ટાટામીડા) @ 3 ml / 10 Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા / અનંત) @ 4 gm / 10 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @ 6 ml / 15 Ltr પાણી મુજબ છાંટો.

લીલા તડતડિયા:લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @ 350 ml / 15 Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર, ટાટામીડા) @ 3 ml / 10 Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા / અનંત) @ 4 gm / 10 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @ 6 ml / 15 Ltr પાણી મુજબ છાંટો.

થ્રીપ્સ:થ્રીપ્સથી વિષાણુજન્ય અગ્રકલિકા નો સુકારો રોગ ફેલાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી / એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે, રીવા) @ 15-20 ml / 15 Ltr પાણી મુજબ છાંટો.

સફેદમાખી:સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20 gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો) / 15 Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @ 18 ml / 15 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @ 6 ml / 15 Ltr પાણી પ્રમાણે છાંટો.

પાન કથીરી:પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @ 25 ml / 15 Ltr પાણી અથવા 20 gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો) / 15 Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @ 18 ml / 15 Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @ 50 gm / 15 Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @ 6 ml / 15 Ltr પાણી પ્રમાણે છાંટો.

રોગ નિયંત્રણ

ઉગસૂક:ઉગસૂક રોગનો ઉપદ્રવ ઓછો કરવા સારી ગુણવત્તાવાળા, નક્કર અને રોગવિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવા અને બીજ ફોલિને ભેજવાળી જગ્યાએ ન રાખવા.

ઉગસૂક રોગનો ઉપદ્રવ ઓછો કરવા, 2 ઇંચથી વધારે ઊંડું બીજ વાવવું નહીં, આંતરખેડ વખતે છોડ ને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.

ઉગસૂક થી રક્ષણ મેળવવા વાવણી પહેલા 2.5 કિલો ટ્રાઇકોડર્મા વિરડી 50 કિલો સારા કોહવાયેલા છાણિયા ખાતરમાં ભેળવી 1 એકરમાં આપવું.

થડનો કહોવારો, ડોડવાનો સડો કે સફેદ ફૂગ: સફેદ ફૂગ કે થડના સડા રોગનો ઉપદ્રવ ઓછો કરવા, 2 ઇંચથી વધારે ઊંડું બીજ વાવવું નહીં, આંતરખેડ વખતે છોડ ને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.

સફેદ ફૂગ કે થડના સડા રોગ થી રક્ષણ મેળવવા વાવણી પહેલા 2.5 કિલો ટ્રાઇકોડર્મા વિરડી 50 કિલો સારા કોહવાયેલા છાણિયા ખાતરમાં ભેળવી 1 એકરમાં આપવું.

થડના સડા કે સફેદ ફૂગ નિયંત્રણ માટે કોપરઓક્સિક્લોરાઈડ50WP (બ્લાઇટોક્ષ, બ્લૂ કોપર) @ 500 gm + 150 gm કાર્બેન્ડેઝીમ / એકર મુજબ આપો.

અગ્રકલિકા નો સુકારો:આ રોગ થ્રીપ્સ દ્વારા ફેલાય છે. થ્રીપ્સ નિયંત્રણ માટે ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી / એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @ 15-20 ml / 15 Ltr પાણી મુજબ છાંટો.

વહેલા લાગતાં પાન ના ટપકા:વહેલા લગતા પાન ના ટપકા વાવણી ના 30 દિવસે જોવા મળે છે જેમાં પાન પર ભૂખરા રંગના ટપકા દેખાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ 25 ગ્રામ / 10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.

મોડા લાગતાં પાન ના ટપકા: મોડા લગતા પાન ના ટપકા વાવણી ના 40 દિવસે જોવા મળે છે જેમાં પાન પર ભૂખરા રંગના ટપકા દેખાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ 25 ગ્રામ / 10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.

ગેરૂ:ગેરૂ રોગ માં પાન નીચેની બાજુએ ગેરૂ રંગના અને ઉપર ની બાજુએ પીળા રંગના ટપકા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો ડાળિયો સુકાઈ જાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ 25 ગ્રામ / 10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @ 30 ગ્રામ / 15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @ 30 ml / 15 Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @ 15 ml / 15 Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @ 30 gm / 15 Ltr પાણી મુજબ છાંટો.

કાપણી અને પછી ની માવજત

કાપણી સમય અને તકનિક: લગભગ બધી જાતો વાવણીના 100-110 દિવસે પાકે છે.જો 60% થી વધારે બીજ લાલ હોય અને ડોડવાનો અંદરનો ભાગ કાળો હોય ત્યારે કાપણી કરવી.

ભારે કાળી જમીનમાં ડોડવા જમીનમાં ના તૂટે તે માટે કાપણીના એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવું.

મગફળીની કાપણી તડકામાં કરવી. ભેજવાળા વાતાવરણમાં કાપણી કરવાનું ટાળવું. મગફળીને વરસાદ અને વધારે પડતાં ઝાકળથી બચાવવા ઢાંકવી.

જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપક્વ મગફળીની ઉભડી જાતો હાથથી ઉપાડવી જ્યારે વેલડી, અર્ધવેલડી જાતોને કરબ મારી છોડ ભેગા કરવા

કાપણી પછી છોડને નાના નાના ઢગલામાં એક અઠવાડિયું સુકવવા. 1 વાર પાથરા ઊથલપાથલ કરવા. થ્રેશિંગ 8% થી ઓછો ભેજ હોય ત્યારે કરવું

સંગ્રહ:બિયારણ સંગ્રહ કરેલ મગફળીમાં ગુણવત્તા જાળવવા, ડોડવાને થાયરમ 3 gm / kg ડોડવા પ્રમાણે માવજત આપવી. સ્ટોર-રૂમને સૂકો અને સ્વચ્છ રાખો

ભોટવા નિયંત્રણ માટે દાણામાં 7% જેટલો ભેજ રહે ત્યાંસુધી સુકવો. ડોડવાને પોલીથીલીન બેગમાં સંગ્રહ કરી મોઢા પર 3 ઇંચ રેતીનો થર કરવો

સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate