অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તલ

પાક આયોજન

વધુ નફો મેળવવા તલ + કપાસ 3 : 1 ના પ્રમાણ માં અથવા 2 : 1 ના પ્રમાણ માં, તલ + ઉભડી મગફળી 3 : 3 ના પ્રમાણમાં, તલ + મગ 3 : 3 ના પ્રમાણમાં, તલ + વેલડી મગફળી 2 : 1 ના પ્રમાણમાં, વેલડી મગફળી + તલ 3 : 1 અથવા 2 : 1 ના પ્રમાણમાં અથવા તલ + દિવેલા 3 : 1 ના પ્રમાણ માં આંતરપાક તરીકે વાવો.

વાવણી તકનિક

જમીનની તૈયારી :પાક ભારે વાતાવરળની પ્રતિકુળતા સામે ટકી શકતો નથી, આ પાકને ગોરાડુ અને મધ્ય્મ કાળી જમીન વધુ માફક આવે છે.

રોગજીવાતનો ઉપદ્રવ ઓછો કરવા અને સારા વિકાસ માટે આગલા પાકના અવશેષો દૂર કરી હળની ૧ ખેડ અને કરબ ની ૨ થી ૩ ખેડ કરી જમીન સમતલ અને ભરભરી બનાવવી.

જાતો

સારૂ ઉત્પાદન મેળવવા ઉનાળુ વાવેતર માટે અનુકૂળ સફેદ તલની જાતો ગુજરાત-1,2,3 અને કાળા તલની જાત ગુજરાત તલ-10 પસંદ કરવી. અર્ધશિયાળુ તલ માટે પૂર્વા 1 જાત પસંદ કરવી.

બીજ માવજત

આપની મહેનત પર બીજજન્ય ફૂગ પાણીના ફેરવે તે માટે વાવણી પહેલા બીજને 3-4 ગ્રામ થાયરમ/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.

વાવણી તકનિક

ચોમાસુ પાકની વાવણી જૂન-જુલાઇ માસમાં વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવી. ઉનાળુ વાવણી ફેબ્રુવારી મહિનાના બીજા પખવાડિયે તાપમાન વધવા લાગે ત્યારે કરવી. અર્ધ શિયાળુ તલની વાવણી 15મી ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર સુધી કરવી. ચોમાસુ અને અર્ધશિયાળુ તલ 60 x 15 સેમી અંતરે અને ઉનાળુ વાવણી 45 x 15 સેમી અંતરે કરવી. 1 એકર માં ચોમાસુ વાવણી માટે 1 થી 1.25 કિલો, ઉનાળુ માટે 1.25 અને અર્ધશિયાળુ માટે 1 કિલો બીજ લેવું. બીજ નું સમાન વિતરણ થાય એ માટે બીજ ને રેતી ભેગું ભેળવી ને વાવવું.

નીંદણ નિયંત્રણ

  • સંશોધન મુજબ નીંદણથી 70% જેટલું ઉત્પાદન ઘટી શકે છે, નિયંત્રણ માટે વાવણી પછી 48 કલાકમાં પેન્ડીમેથાલીન (સ્ટોમ્પ એકસ્ટ્રા) @700 મિલી/એકર/200 લિટર પાણી મુજબ ભેળવી છાંટો.
  • નીંદણ નિયંત્રણ માટે વાવણીના 15 અને 30 દિવસે એમ બે વખત આંતરખેડ અને હાથનીંદામણ કરવું.
  • ઊભા પાક માં નીંદણ નિયંત્રણ માટે ઈમાઝેથાપર10%SL (પરશુટ, રૂબ્બ) @500 ml/એકર/160Ltr પાણી મુજબ વાવણી ના 20-25 દિવસે છાંટો.

આંતરખેડ અને અન્ય માવજત

  • પાકમાં ફુલની શરૂઆત થાય ત્યારે પાળા ચઢાવવા.ફૂલ આવે ત્યારે આંતર ખેડ કરવું નહી.
  • છોડની પૂરતી સંખ્યા જાળવવા છોડ જ્યારે 12-15 સેમી ઊંચાઈના થાય ત્યારે બે છોડ વચ્ચે આશરે 15 સેમી જેટલુ અંતર રાખી પારવણી કરવી.

પોષણ વ્યવસ્થા

  • દેશી ખાતર : ગંઠવા કૃમિ જેવા દુશ્મનને આવતો જ અટકાવવા માટે વાવવાના 10 દિવસ અગાઉ પ્રેસમડ કે મરધાનું ખાતર કે છાણીયું ખાતર 4 ટન/એકર આપવો.
  • રાસાયણિક ખાતર : સારા વિકાસ માટે 10 કિલો નાઈટ્રોજન (27 કિલો યુરિયા) અને 20 કિલો ફોસ્ફરસ (125 કિલો SSP) વાવણી વખતે ચાસમાં ઑરીને આપવો
  • સારા વિકાસ માટે વાવણી સમયે 8 કિલો ઝીંક સલ્ફેટ અને 10 કિલો ફેરસ સલ્ફેટ/એકર મુજબ આપવું.
  • સારા વિકાસ અને વધુ ઉત્પાદન માટે ફૂલ બેસવાની અવસ્થાએ 10 કિલો નાઈટ્રોજન (27 કિલો યુરિયા) + 5 kg સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ (અનમોલ માઇક્રો,પૂરક)/એકર મુજબ આપો.
  • પાણીમાં દ્રાવ્ય ખાતરોનું છંટકાવ સમયપત્રક : સારા વિકાસ માટે વાવણીના 30 દિવસે MAP (12:61:00) @100gm + હુમિક એસિડ12-14% @50ml + સ્ટિકર @6ml/10Ltr પાણી પ્રમાણે છાંટો.
  • સારા ફૂલ માટે MAP (12:61:00) @100gm + હુમિક એસિડ12-14%@50ml + ક્લોર મેકુએટ ક્લોરાઇડ (લિહોસીન) @6ml + સ્ટિકર @6ml/10Ltr પાણી મુજબ વાવણીના 45 દિવસે છાંટો.
  • દાણા ના સારા વિકાસ માટે વાવણીના 60 દિવસે SOP (00:00:50) @100gm + હુમિક એસિડ12-14% @50ml + સ્ટિકર @6ml/10Ltr પાણી પ્રમાણે છાંટો.

પિયત વ્યવસ્થા

  • ઉનાળુ પાકના સારા વિકાસ માટે વાવેતર બાદ તરત પિયત આપવું. બીજું 6 દિવસ બાદ એમ 8-10 પિયત 8-10 દિવસ ના અંતરે આપવા.
  • જમીનમાના ભેજને સાચવવા માટે બે હાર વચ્ચે વાનસ્પતિક કચરો પાથરી આવરણ કરવું તેનાથી પિયતની સંખ્યા ઘટાડી શકાય છે.

કટોકટીની અવસ્થાઓ

ફૂલ આવવાની શરૂવાત થાય ત્યારથી બૈઢા બેસે ત્યાં સુધી પાણી ની ખેંચ ના વર્તાય તે જોવું.

જીવાત નિયંત્રણ

  • પાન વાળનારી ઇયળ/ કળી ખાનાર ઇયળ/બૈઢા ખાનાર ઇયળ
  • નાની ઇયળો 2-3 પાન ભેગા કરી તેમની વચ્ચે રહી પાન ખાય છે, શરૂવાતની અવસ્થાએ વધુ ઉપદ્રવ હોય તો છોડમાં ડાળીઓ આવતી નથી. પાછલી અવસ્થાએ ઉપદ્રવ હોય તો વિકાસ ઘટે છે. ફૂલ અવસ્થાએ ઇયળ કળીઓ ખાય અને અને બૈઢા અવસ્થાએ શિંગોમાં નુકસાન કરે છે.
  • નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

લીલા તડતડીયા : લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. આ જીવાત ફૂલ ના ગુચ્છા ના રોગ ના વિષાણુ ની ફેલાવો કરે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

મોલોમશી:મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

ગાંઠિયા માખી : ગાંઠિયા માખી ને લીધે ફૂલ માથી બૈઢા ના બનતા પેપડી આકારનો વિકૃત ફળ બને છે. ખેડૂતો તેને પેપડી નો રોગ કહે છે. આગોતરા નિયંત્રણ માટે કળી બેસવાની અવસ્થાએ ક્વિનાલફોસ25EC @30ml/15Ltr પાણી મુજબ છાંટો.

નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

ભૂતિયું ફૂદું: ભૂતિયું ફૂદું ખાઉધરી જીવાત છે તે પાન ખાઈ ખાલી નશો બાકી રાખે છે. ઇયળ શરીરના છેડે કાંટા જેવૂ ભાગ ધરાવે છે.

નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

બાવા અથવા કાળા ચૂસિયા : બાવા અથવા કાળા ચૂસિયા બૈઢા ના દાણા માથી તૈલી પદાર્થ ચૂસી દાણા માથી તેલ નું પ્રમાણ ઘટાડે છે. ઉપદ્રવ ઓછો હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર, ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

સફેદ માખી : સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

પાન કથીરી :પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર)@25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

રોગ નિયંત્રણ

પાન ના ગુચ્છા : આ રોગ લીલા તડતડીયા થી ફેલાય છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

થડ અને મૂળ નો કહોવારો : થડ અને મૂળના સુકારાના રોગ થી રક્ષણ મેળવવા વાવણી પહેલા 2.5 કિલો ટ્રાઇકોડર્મા વિરડી 50 કિલો સારા કોહવાયેલા છાણિયા ખાતરમાં ભેળવી 1 એકરમાં આપવું.

થડ અને મૂળના સુકારાના રોગ નિયંત્રણ માટે કોપરઓક્સિક્લોરાઈડ50WP (બ્લાઇટોક્ષ, બ્લૂ કોપર) @500gm + 150gm કાર્બેન્ડેઝીમ/એકર મુજબ આપો.

જીવાણુથી થતો સુકારો: આ રોગમાં પાન પર પાણીપોચા ટપકા દેખાય છે. જે ઉપદ્રવ વધતાં બદામી થઈ જાય છે. રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન @1gm + કોપરઓક્સિક્લોરાઈડ50WP (બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ) @45gm/15ltr પાણી મુજબ છાંટો.

પાન ના ટપકા: પાન પર બદામી રંગના વચ્ચે થી સફેદ ટપકા પડે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

પાન નો કહોવારો : શરૂવાતમાં પાન પર પાણીપોચા ટપકા પડે છે, પછી પાન પીળા પડી સુકાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

થડ અને બૈઢા પર પડતાં ચાઢા : શરૂવાતમાં થડ પર લાલ ટપકા પડે છે. પાછલી અવસ્થાએ છોડ કાળો પડી સુકાઈ જાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

કાપણી

  • કાપણી સમય અને તકનિક: તલ 85 થી 90 દિવસે પાકી જાય છે,છોડ આખો પીળો થઈ જાય અને પાંદડા ખરી જાય ત્યારે જ કાપણી કરવી,પછી તેના નાના પુળા વાળી ઉભા કરવા
  • પાકી ગયેલ પાકને સાવચેતી પૂર્વક કાપી લેવો તથા નાના-નાના પુળા બાંધવા.ખેતર માથી સમયસર ઉપાડી સાફ તેમજ પાકી જગ્યાપર રાખી સુકાવા દેવો
  • સંગ્રહ પેહલા કોઠીયોને સાફ-સુથરા,જીવાણુ રોગ મુકત કરવા કોઠીયોને તડકામાં સુકાવા લીંબડાના તેલના દ્રાવણનો છંટકાવ અને ગંધકનો ધુમાડો વગેરે કરવું

સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો વારીશ ખોખર ૯૭૧૪૯૮૯૨૧૯  વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate