સાંસ્કૃતીક રીત
કીટ પ્રબંધન સાંસ્કૃતિક રીતોમાં એવા સમાધાનો છે કે જેમાં કીટ પ્રબંધન માટે નિયમિત રૂપથી કરવામાં આવેલી ખેતીમાં કીટોને નષ્ટ કરી નાખવામાં આવે છે કે એનાથી પાકને થનાર આર્થિક નુકશાનથી બચાવી લેવાય છે. આ વિભિન્ન સાંસ્કૃતિક રીતો નિચે અનુસાર પ્રયોગ કરવામાં આવે છે.
- નર્સરી તૈયાર કરવા કે ખડને ખેતરોમાંથી હટાવવા, પાળાને નાના કરવાથી, માટીને સારી બનાવીને અને હળથી વધુ ઉંડાઇ સુધી ખોદીને પણ કીટોને સાફ કરી શકાય છે. ખેતોમાં નલિયોની યોગ્ય વ્યવસ્થા પણ અપનાવી જોઇએ.
- માટીના પોષક તત્વોની ઘટની તપાસ કરવી જેથી એના હિસાબે ઉર્વરકોનો પ્રયોગ કરી શકાય.
- વાવેતર પહેલા સાફ અને પ્રમાણિત બીજોને પસંદ કરવા અને એને ફંગીસાઇડ અથવા બાયોપેસ્ટિસાઇડ્સ દ્વારા વાવવા માટે અનુકુળ બનાવવા જેનાથી બીજો દ્વારા ઉત્પન્ન થનારા રોગો પર નિયંત્રણ મળી શકે છે.
- કીટ પ્રતિરોધી બીજોને પસંદ કરવા જેનાથી કીટોના પ્રબંધનમાં ઘણી સરળતા મળે છે.
- જે મોસમમાં કીટોનો ખતરો વધુ રહે છે, એવા મોસમોમાં બીજ વાવવા અથવા સમયમાં ફેરબદલ કરી એ સમયે ખેતી કરવાથી બચવુ.
- પાકને વાવવાના ક્રમમાં બહારના પાકનો સમાવેશ કરવો. એનાથી માટીથી થનારા રોગો ઓછો કરવામાં સરળતા મળે છે.
- છોડ વચ્ચે યોગ્ય જગ્યા રાખવી જેનાથી છોડ સ્વસ્થ રહે છે અને કીટો માટે સરળતાથી શિકાર બનતા નથી.
- ઉર્વરકોનો વધુ પ્રયોગ કરવો જોઇએ. એફવાયએમ અને બાયોફર્ટીલાઇઝરના પ્રયોગોને પ્રોત્સાહન આપવુ જોઇએ.
- યોગ્ય પાણીની વ્યવસ્થા ( પાણીના પ્રવાહના રોકતા અટકાવવા માટે વૈકલ્પિક રૂપે ભીનો કરવો અથવા સુકાવો ) કરવી જેનાથી માટીને વધુ સમય રહેવાવાળી ભેજ કીટોના વિકાસમાં સહાય થાય છે. ખાસ કરીને માટીથી થનારા રોગો માટે.
- જંગલી ઘાસ હટાવવા માટે યોગ્ય પ્રબંધ કરવો જોઇએ. એમ માનવુ સાચુ છે કે જંગલી ઘાસ પાકના માઇક્રોન્યૂટ્રીયંટ્સને ઓછા કરે છે, અને કેટલાક કીટો માટે સારૂ ઠેકાણુ બને છે.
- સફેદ માખી અને અપહાઇડ્સ માટે યેલો પૈન સ્ટીકી ટ્રૈપને ઉંચાઇ પર લગાવવો.
- ઉચિત ક્રમમાં વાવેતર કરવુ. અહીં સમુદાય કોશીશ એમ થાય છે કે પાકની વાવણી મોટા ક્ષેત્રમાં એક સમય પર થાય છે જેનાથી કીટોનો વિકાસ માટે વિભિન્ન સ્ટેજડ પાક ન મળી શકે. જો કીટ પાકોને નુકશાન પહોંચાડતા દેખાય તો બધા ખેતરોમાં નિયંત્રણની કાર્યવાહી કરી શકાય છે.
- ખેતરોના મુહાનો અને કિનારો પર ગ્રોઇંગ ટ્રેપ પાકે એટલે કે એવા પાકો લગાવવા જે કીટોને ખેતરના કિનારા પર જ પકડી લે. એવા કોઇ પાક કે જે કોઇ ખાસ કીટોથી નુકશાન થવાની શંકા રહે છે એના પર જ કીટ સૌથી વધુ હુમલો કરે છે. એવા પાકને ખેતરોના કિનારા પર લગાવી કીટોને ત્યાં જ રોકી શકાય છે. અને એને સમાપ્ત કરી શકાય છે. એને કીટનાશકો દ્વારા મારી શકાય છે અથવા તે પોતાના પ્રાકૃતિક દુશ્મનોનો શિકાર બની શકે છે.
- કીટ પ્રભાવિત ક્ષેત્રમાં રૂટ ડિપ અથવા સીડલિંગ ઉપચાર કરવો.
- જયાં પણ શકય હોય ત્યાં ઇન્ટર ક્રોપીંગ અથવા મલ્ટીપલ ક્રોપીંગ કરવુ. કોઇ પણ એક કીટ બધા પ્રકારના પાકોને નુકશાન નથી પહોંચાડતા અને એવા પાકો નિરોધકનુ કામ પણ કરે છે. આ પ્રકારે કીટોને એની પસંદગીના પાકોથી દુર રાખીને પણ કીટો પર કાબુ મેળવી શકાય છે.
- જમીન સ્તરથી વધુ નજીક સુધી કાપણી કરવી. આવુ એટલા માટે કરવામાં આવે છે કે કેટલાક કીટોના વિકાસ વધુમાં વધુ છોડના ઉપરના ભાગ પર જ થાય છે. જેનાથી આગળનો પાક પણ કીટોનો વિકાસની શકયતા વધી જાય છે. આ પ્રકારે જો છોડને એ ભાગથી કાપવામાં આવે તો આગળના પાકમાં કીટોનો વિકાસ રોકી શકાય છે.
- છોડ લગાવતા પહેલા નર્સરી છોડ પર છંટકાવ કરી શકાય છે. એને કોપર ફંગીસાઇડ કે બાયોપેસ્ટીસાઇડ્સમાં ભીનો કરી શકાય છે. એનાથી છોડોને માટીથી થનારા રોગોથી બચાવી શકાય છે.
- ફળોને વૃક્ષો પર છંટકાવ કરતા સમયે ધની/મૃત/તુટેલી/બિમાર ડાળને તોડીને નષ્ટ કરી દેવી જોઇએ. એને બાગમાં એકઠી ન કરવી જોઇએ. એમ કરવાથી કીટોને પોતાનુ ઠેકાણુ મળી જશે.
- જો છંટકાવ સમયે છોડને વધુ નુકશાન થયુ હોય તો એ તુટેલા ભાગને બોરડિઓકસ પેસ્ટ કે પેંટથી ઢાંકી દેવુ જોઇએ. તેનાથી છોડોને કીટોના આક્રમણથી બચાવી શકાય છે.
- ફળોના ઉત્કૃષ્ટ પાક માટે, પોલિનાઇઝર કલ્ટીવર્સને બગીચામાં યોગ્ય જગ્યા પર વાવવુ જોઇએ.
- મધમાખીના છત્તો કે પોલિનાઇઝર કલ્ટીવર્સના બુકેટ્સને રાખવાથી વધુ યોગ્ય પોલિનેશન અને ફળોનુ ઉત્પાદન થાય છે.
યાંત્રિક રીત
- ઇંડા, લાર્વા, સંક્રામક કીટોના પ્યુપા અને વ્યસ્કો અને જયાં પણ શકય છોડોને રોગગ્રસ્ત ભાગને દુર કરી નાખવુ.
- ખેતરોમાં વાંસના પીંજરા અને ચકલીઓને બેસવાની જગ્યા બનાવવી અને એના અંદર પૈરાસીટાઇજ્ડ ઇંડા મુકવા. જેનાથી પ્રાકૃતિક દુશ્મનોનો જન્મ થઇ શકે જેનાથી કીટો પર કાબુ મેળવી શકાય.
- લાઇટ ટ્રેપ્સનો પ્રયોગ કરવો અને એમાં ફસનાર કીટોને નષ્ટ કરવા.
- પાંદડાને ખાનારા લાર્વા હટાવવા માટે દોરનો ઉપયોગ, જેમ કે કેસવર્મ અને લીફ ફોલ્ડર
- જયાં સુધી શકય હોય ખેતરોમાં પક્ષીઓને ડરાવવા ચાડીયાનો ઉપયોગ કરવો.
- ખેતરોમાં પક્ષીઓ બેસવાના સ્થળ બનાવવા અને જેને ખાવા માટે કીડા અને અવિકસિત ઇંડા, લાર્વા અને પ્યુપા રાખવા.
- કીડોના જન્મની પ્રક્રિયા રોકવા માટે, કીટોના સ્તર પર નજર રાખવી અને માસ ટ્રેપીંગ માટે ફેરોમોનનો પ્રયોગ કરવો.
અનુવાંશિક રીત
યોગ્ય ઉપજ દરની સાથે અપેક્ષાકૃત કીટ પ્રતિરોધી/સહનશીલ કિસ્મોને પસંદ કરવો.
નિયામક કાર્યવાહી
આ પ્રક્રિયામાં, નિયામક નિયમ સરકાર દ્વારા તૈયાર કરાયા છે. જેના અંતર્ગત બીજો અને રોગ વાળા છોડોના દેશમાં આવવુ કે દેશના એક ભાગથી બીજા ભાગમાં લઇ જવાનુ નિષેધ છે. એને સંગરોધ રીતે કહેવામાં આવે છે અને તે બે પ્રકારની હોય છે. એક ઘરેલુ અને બીજી વિદેશી સંગરોધ.
જૈવિક રીત
કીટો અને રોગ પર નિયંત્રણ જૈવિક રીતે કરવાનો અર્થ છે આઇપીએમનો સૌથી મહત્વપુર્ણ અવયવ. બાયોકંટ્રોલનો અર્થ છે જીવીત જીવોનો પ્રયોગ કરી પાકોને કીટોની નુકશાનીથી બચાવવા.
પૈરાસિટોઇડ્સ
આ એવા જીવ છે જે પોતાના ઇંડા એના હોસ્ટ્સના શરીરમાં કે એની ઉપર રાખે છે. અને હોસ્ટ ના શરીરમાં જ પોતાનુ જીવનચક્ર પુરુ કરે છે. પરિણામરુપ, હોસ્ટની મૃત્યુ થઇ જાય છે. એક પૈરાસિટોઇડ્સ બીજા પ્રકારના હોય છે. એ હોસ્ટના વિકાસ ચક્ર પર નિર્ભર કરે છે. જેના આધારે તે પોતાનુ જીવનચક્ર પુરૂ કરે છે. ઉદાહરણ રુપે ઇંડા, લાર્વા, પ્યુપા, ઇંડાને લાર્વલ અને લાર્વલ પ્યુપલ પૈરાસિટોઇડ્સ, ટ્રાઇકોગર્મા, અપેંટલ્સ, બૈરાકોન, ચેલનસ, બ્રાકૈમેરિયા, સુડોગોનોટોપસ વગેરે વિભિન્ન પ્રજાતિઓ છે.
પ્રીડેટર્સ
આ સ્વતંત્ર રૂપથી રહેવાવાળા જીવ હોય છે. જે ભોજન માટે બીજા જીવો પર નિર્ભર રાખે છે. ઉદાહરણ મકડીયા, ડ્રેગન માખી, ડેમસેલ મખી, લેડી બર્ડ, ભૃંગ, ક્રાયસોપા વગેરે પ્રજાતિ.
રોગાણુ
આ માઇક્રો જીવ હોય છે. જે બીજા જીવોમાં રોગ સંચાર કરે રછે. પરિણામરુપે બીજા જીવ મરી જાય છે. રોગાણુના સમુહ, ફંગી, વાયરસ અને બૈક્ટિરિયા હોય છે. કેટલાક સંક્રામક કીટોને નેમાટોડ્સ રોગ ઉત્પન્ન કરે છે.
- ફંગીના મહત્વપુર્ણ ઉદાહરણ : હરસુટેલા, બ્યુવેરિયા, નોમ્યુરેન અને મેટારહીજીઅમ.
- વાયરસમાં સૌથી મહત્વપુર્ણ ઉદાહરણ ન્યુક્લિયર પોલિહેડ્રોંસિસ વાયર ( એનપીવી ) અને ગ્રેનુઓલોસિસ વાયરસ છે.
- બૈક્ટિરિયામાં સૌથી સામાન્ય ઉદાહરણ બેસીલસ થરિંગીનસિસ ( બી.ટી. ) બી. પોપીલે છે.
બાયોકંટ્રોલ રીત
કીટોમાં બીમારી ઉત્પન્ન કરવા વાળા એંજેટસને પ્રયોગશાળામાં લાવીને દ્રવ્ય કે પાઉડર ફોર્મુલેશનથી વધારી શકાય છે. આ મિશ્રણને બાયોપેસ્ટિસાઇડસ કહેવામાં આવે છે. આને કોઇ પ્રકારે સામાન્ય રસાયણ કીટનાશકની જેમ છાંટી શકાય છે. બાયોકંટ્રોલના અન્ય પ્રકાર નિચે અનુસાર છે:-
પરિચય
આ પ્રક્રિયામાં એક નવી પ્રજાતિ બાયોએંજેટને એના ક્ષેત્રમાં હોસ્ટની સામે વિકસીત કરવા માટે પ્રસ્તુત કરવામાં આવે છે. આ ગહન પ્રયોગશાળા પરિક્ષણ બાદ કરવામાં આવે છે અને સંતુષ્ટિ માટે ખેતરોમાં તેનો પ્રયોગ પણ કરવામાં આવે છે.
વિસ્તાર
આ પ્રક્રિયામાં ક્ષેત્રમાં પહેલાથી હાજર પ્રાકૃતિક વિરોધિયોની સંખ્યામાં વધારો થાય છે. આવુ કાં તો પ્રયોગશાળામાં પાળવામાં આવેલા બાયોએંજેટસ દ્વારા કરાય છે કાં તો ક્ષેત્રમાં જમા કરેલા બાયોએંજેટ્સ દ્વારા. છોડવામાં આવેલા બાયોએંજેટસ એટલી સંખ્યામાં છોડવામાં આવે છે જેટલા એ ક્ષેત્રની કીટોને સમાપ્ત કરવામાં માટે આવશ્યક છે.
સંરક્ષણ
આ જૈવિક નિયંત્રણનો ખુબ જ મહત્વપુર્ણ અવયવ છે. અને કીટ પ્રબંધનમાં મુખ્ય ભુમિકા પણ ભજવે છે. આ પ્રક્રિયામાં પ્રકૃતિમાં હાજર પ્રાકૃતિક દુશ્મનોને મરવાથી બચાવે છે. અને એને મરવાથી બચાવવા માટે જે વિભિન્ન પ્રક્રિયાઓ આવશ્યક છે તે નિચે આપવામાં આવી છે.
- પૈરાસિટાઇજ્ડ ઇંડાને એકત્ર કરવા અને એને વાંસના પિંજરા પક્ષીઓની બેસવાની જગ્યા પર મુકવા, જેનાથી પૈરાસિટોઇડ્સનો બચાવ કરી શકાય છે અને કીટ લાર્વા પર રોક લાવી શકાય છે.
- વિભિન્ન કીટો અને પ્રતિરક્ષકોની ઓળખ કરવા માટે જાગરુતતા ફેલાવવી અને ખેતરોમાં છંટકાવ કરતા સમયે પ્રતિરક્ષકોને બચાવવા.
- રસાયણ સ્પ્રેને એક અંતિમ ઉપાય તરીકે પ્રયોગ કરવો. એ પણ ત્યારે જયારે કીટ પ્રતિરક્ષક અનુપાત અને ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ ( ઇટીએલ )નુ અવલોકન કરી લેવામાં આવ્યુ હોય.
- જયાં સુધી શકય હોય કીટનાશકોને એ સ્થાનો પર વધુ ઉપયોગ કરવો જયાં તે દેખાય.
- વાવતા સમયમાં ફેરબદલ કરી શકાય છે અને કીટોના આક્રમણના અનુકુળ મોસમમાં એનાથી બચી શકાય છે.
- મુળ પાકનુ વાવેતર પહેલા ખેતરોના કિનારા પર એવા પાક લગાવવા જેનાથી કીટ ત્યાં કિનારા પર જ રહે અને એની સંખ્યામાં વધારો ન થાય.
- ગાલ મિજ પ્રવણ ક્ષેત્રમાં રુટ ડિપ/સીડલિંગ ટ્રેટમેંટનો પ્રયોગ કરવો જોઇએ.
- પાકને વાવણી સમયે ઇન્ટર ક્રોપીંગથી પ્રતિરક્ષકોના સંરક્ષણમાં સહાયતા મળે છે.
- જો કીટનાશકોનો પ્રયોગ કરવામાં આવે તો ફકત સુચવેલી માત્રામાં પ્રયોગ કરવો જોઇએ એ પણ મિશ્રણ કરીને.
કેમીકલ પ્રયોગ
જો કીડાના સમાપ્ત કરવાના બધા ઉપાય પુરા થઇ જાય તો રસાયણિક કીટનાશક જ અંતિમ ઉપાય નજરે પડે છે. કીટનાશકોનો પ્રયોગ આવશ્યકતાઅનુસાર, સાવધાનીથી અને ઇકોનોમીક થેશોલ્ડ લેવલ ( ઇટીપીએલ ) મુજબ કરવો જોઇએ. આ પ્રકારે ન માત્ર કીંમતમાં ઘટાડો થાય છે પરંતુ સમશ્યા પણ ઓછી થાય છે. જયારે રસાયણિક નિયંત્રણની વાત આવે છે તો આપણે નિચેની બાબતોનુ ધ્યાન રાખીને ખબર હોવી જોઇએ કે કોનો છંટકાવ કરવાનો છે, કેટલો છંટકાવ કરવાનો છે, કયાં અને કેવી રીતે છંટકાવ કરવાનો છે.
- ઇટીએલ અને કીટ પ્રતિરક્ષક અનુપાતનુ ધ્યાન રાખવુ જોઇએ.
- સુરક્ષિત કીટનાશકોનો ઉપયોગ કરવો જોઇએ. ઉદાહરણ તરીકે નીમ આધારીત અને જૈવકીટનાશકોનો પ્રયોગ કરવો જોઇએ.
- જો કીટ કેટલાક ભાગમાં જ હોય તો આખા ખેતરમાં છંટકાવ ન કરવો જોઇએ.
શાકભાજી અને ફળોમાં આઇપીએમનુ મહત્વ વધી જાય છે. કારણ કે ફળ અને શાકભાજી માણસો દ્વારા ખવાય છે. જો કીટનાશક વધારે ઝેરીલા હોય તો ઝેરીલી અસરના કારણે જાણીતા હોય તો એની ભલામણ ન કરવી જોઇએ. ખેડુત વધારે આર્થિક ફાયદો કરવા માટે કીટનાશકોની અસર પુરી થવાનો સમય નથી આપતા અને ઝડપથી પાકને બજારમાં વહેંચી દે છે. એના કારણે કીટનાશકોનુ ઝેર એનામાં બાકી રહી જાય છે. કયારેક કયારેક આ કારણે મોત પણ થઇ જાય છે. એના માટે પાકોમાં કીટનાશકોનો પ્રયોગ કરતા સમયે આપણે વધારે સાવધાની દાખવવી જોઇએ.
સ્ત્રોત: