অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બીજ ઉપચાર

બીજ ઉપચારના ફાયદા

  • માટી અને બીજના રોગજનક/જંતુના વિરુદ્ધ અંકુરિત થનારા બીજ તથા અંકૂરોની સુરક્ષા કરે છે.
  • બીજ અંકુરણમાં વૃદ્ધિ.
  • પ્રાથમિક અને સમાન રૂપે ઉભા થવા અને વિકાસ.
  • ફળીના પાકમાં નોડ્યુંલેશન વધારે છે.
  • માટી અને પાંદડાંના અનુપ્રયોગથી સરસ.
  • પ્રતિકૂળ પરિસ્થિતિ(ઓછું/ઊંચું ભેજ)માં પણ એક સરખો પાક.

બીજ ઉપચાર માટેની પ્રક્રિયા

બીજ ઉપચાર એક શબ્દ છે જે ઉત્પાદન અને પ્રક્રિયાઓ બંનેનું વર્ણન કરે છે. બીજ ઉપચાર નીચેના માંથી કોઈ પણ એક પ્રકારે કરવામાં આવે છે.

1.   બીજ ડ્રેસિંગ: આ બીજ ઉપચાર સૌથી સામાન્ય રીત છે. બીજ કાં તો એક સુકા મિશ્રણ અથવા લુગદી કે તરલ ઘોલથી ભીનાશના રૂપે ઉપચારિત કરવામાં આવે છે. ખેતર અને ઉદ્યોગો બંનેમાં ડ્રેસિંગ લાગુ કરી શકાય છે. ઓછા રોકાણના માટીના વાસણ બીજના જંતુનાશક સાથે મિશ્રણ માટે ઉપયોગ કરી શકાય છે અથવા બીજને એક પોલીથીન સહિત પર ફેલાવીને જરૂરી માત્રામાં તેના પર રસાયણ છાંટીને ખેડૂતો દ્વારા યાંત્રિક રીતે ભેળવી શકાય છે.
2.   બીજ કોટિંગ (લેપ): બીજ પર યોગ્ય રીતે ચોટાડવા માટે મિશ્રણ સાથે એક વિશેષ બાઈંડરનો પ્રયોગ કરવામાં આવે છે. કોટિંગ માટે ઉદ્યોગ દ્વારા ઉન્નત ઉપચાર પ્રૌદ્યોગિકીની જરૂરીઆત રહે છે.
3.    બીજ પેલેટીંગ: આ સર્વાધિક પરિષ્કૃત બીજ ઉપચાર પ્રૌદ્યોગિકી છે, જેનાથી બીજની પેલેટીબિલિટી તથા હેન્ડલિંગ શ્રેષ્ઠ કરવા માટે બીજનો શારીરિક આકાર બદલવામાં આવે છે. પેલેટીંગ માટે વિશેષ અનુપ્રયોગ મશીનરી તથા ટેકનીકોની જરૂરીઆત હોય છે અને આ સૌથી મોંઘો અનુપ્રયોગ છે.

પાક માટે બીજ ઉપચારની ભલામણ

પાક

કીટ/રોગ

બીજ ઉપચાર

ટિપ્પણી

શેરડી

રૂટ, રોટ, વિલ્ટ

કાર્બેડાઝિમ (0.1%) 2 ગ્રામ/કિલોગ્રામ બીજ ટ્રાઇકોડર્મા અનુપુરક 4-6 ગ્રામ/કિલોગ્રામ બીજ

બીજ ડ્રેસીંગ માટે મેટલ બાજ ડ્રેસર/ માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ થાય છે.

ચોખા

રૂટ રોટ રોગ

ટ્રાઇકોડર્મા 5-10 ગ્રામ/કિલોગ્રામ બીજ  (વાવતા પહેલા )

ઉપર મુજબ

અન્ય કીટ/જીવ

ક્લોરોપાઇરિફોસ 3 ગ્રામ/કિલોગ્રામ બીજ

 

બેકટીરીયલ શીદ બ્લાઇટ

સ્યુડોમોનાસફ્લોરેસેંસ 0.15% W.P. 10ગ્રામ/કિલોગ્રામ.

રૂટ નોટ નેમાટોડ

મોનોક્રિપ્ટોફોર્સના 0.2% મેળવી છ કલાક સુધી બીજને સુકવવુ.

ઉપર મુજબ

વાઇટ ટિપ નેમાટોડ

મોનોક્રિપ્ટોફોર્સના 0.2% મેળવી બીજને સુકવવુ.

ઉપર મુજબ

મરચુ

એંથ્રેક્નોજ પુરક ડૈમ્પિંગ ઓફ

ટ્રાઇકોડર્મા વિરાઇડ 4 ગ્રામ/કિલોગ્રામ, કાર્બડાઝિમ 1 ગ્રામ/100 ગ્રામ બીજના દરથી બીજ ઉપચાર

ઉપર મુજબ

માટીમાં હોય ત્યારે ફકન્દ રોગથી સંક્રમણ

ટ્રાઇકોડર્મા વિરાઇડ 2 ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી તથા સ્યુડોમોનાસ ફલોરેસેંસ, 10 ગ્રામ/કિલોગ્રામના દરથી. કૈપ્ટેન 75 WS 1.5 થી 2.5 ગ્રામ એ.આઇ./લિટરના દરથી. માટીને ભીની કરવા માટે.

 

જસ્સિડ, એફિડ, થ્રિપ્સ

ઇમિદેક્લોપ્રિડ 70 WS 10 થી 15 ગ્રામ એ.આઇ./કિલોગ્રામ બીજ


અરહર

વિલ્ટ, બ્લાઇટ અને રૂટ રોટ

ટ્રાઇકોર્ડમાંપુરક 4 ગ્રામ/કિલોગ્રામ બીજ

બીજની ડ્રેસીંગ માટે ધાતુના બીજ ડ્રેસર/માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ કરાય છે.

મટર

રૂટ રોટ

 

આના દ્વારા બીજ ઉપચાર
-  બૈસિલસસબટિલિસ
- સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ

100 કિલોગ્રામ એફવાયએમ
2.5 – 5 કિલોગ્રામના દરથી માટીમાં પ્રયોગ
કે
- કાર્બન્ડાજિમયા કેપ્ટેન 2 ગ્રામ/કિલોગ્રામ બીજ

ઉપર મુજબ

White rot

Thiram+Carbendazim 2gm/kg seed
Carbendazim or Captan 2gm/kg seed

ભીંડોi

રૂટ નોટ નેમાટોડ

પેસિલોમેસેસલિલેસિનસ અને સ્યુડોમોનાસ ફલોરેસેંસ 10 ગ્રામ/કિલોગ્રામ બીજ ડ્રેસરના રુપમાં

ઉપર મુજબ

 

ટમેટા

માટીમાં હયાત ફકુન્દ રોગથી સંક્રમણ અર્લી બ્લાઇટ ડેમ્પીંગ ઓફ વિલ્ટ

ટી.વીરાઇડ 2 ગ્રામ/100 ગ્રામ બીજ દરથી કેપ્ટેન 75 ડબલ્યુએસ 1.5 થી 2.0 ગ્રામ એ.આઇ./લીટરના દરથી માટીમાં પલાળવા માટે સ્યુડોમોનાસફ્લોરેસેંસ અને વી.ક્લેમિડોસ્પોરિયમ 10 ગ્રામ/કિલોગ્રામના દરથી બીજ ડ્રેસરના રુપમાં

બીજના ડ્રેસીંગ માટે ધાતુના બીજ ડ્રેસર/માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ કરાય છે.

ધાણા

વિલ્ટ

ટ્રાઇકોડર્મા વિરાઇડ 4 ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી

ઉપર મુજબ

રીંગણા

બેકટીરીયલ વિલ્ટ

સ્યુડોમોનાસફ્લોરેસેંસ 10ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી

ઉપર મુજબ

ફળદાર શાકભાજી

માટીમાં હાજર સંક્રમણ દ્વારા

ટ્રાઇકોડર્મા વિરાઇડ 2 ગ્રામ/100ગ્રામના બીજ દરથી

ઉપર મુજબ

નેમાટોડ

કાર્બાફ્યુરાન/કાર્બાસલ્ફાન 3% ( ડબલ્યુ/ડબલ્યુ)

સુર્યમુખી

બીજ રોટ

ટ્રાઇકોડર્માવિરાઇડ 6 ગ્રામ/કિલોગ્રામ બીજ દરથી

ઉપર મુજબ

જસ્સિડ, વાઇટફ્લાય

ઇમિડેક્લોપ્રિડ 48એફએસ, 5-9 ગ્રામ એ.આઇ./પ્રતિ કિલો બીજના દરથી

ઇમિદેક્લોપ્રિડી70 ડબલ્યુએસ, 7 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી

ઘંઉ

ઉધઇ

વાવણી પહેલા બીજને નિમ્નલિખિતમાં કોઇ પણ કીટનાશક દ્વારા ઉપચાર કરો.
i) ક્લોર્ફાયારિફોસ 4 મીલી/કિલોગ્રામ બીજના દરથી કે એન્ડોસલ્ફાન 7 મીલી/કિલોગ્રામ બીજ દરથી

બીજના ડ્રેસીંગ માટે ધાતુના બીજ ડ્રેસર/માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ કરાય છે.

બંટ/ફોલ્સ સ્મટ/લુઝ સ્મટ/કવર્ડ સ્મટ

થિરમ 75% ડબલ્યુપી
કાર્બક્સિન 75 % ડબલ્યુપી
ટેબુકોનાજોલ 2 ડીએસ 1.5 થી 1.87 ગ્રામ એ.આઇ. પ્રતિ કિલોના બીજ દરથી.
ટી.વિરાઇડ 1.15% ડબલ્યુપી 4 ગ્રામ/કિલોગ્રામના દરથી

ક્રુસિફેરસ શાકભાજી (પત્તા, ગોબી, ગોબીજ, બ્રોકોલી, નોલ-ખોલ મુળા)

માટી / બીજથી જણિત રોગ ( ડેમ્પીંગ ઓફ )

 

રૂટ નોટ નેમાટોડ

2 ગ્રામ/100 ગ્રામ બીજના દરથી ટ્રાઇકોડર્મા વિરાઇડ દ્વારા બીજ ઉપચાર
માટીને પલાળવા માટે કેપ્ટેન 75% ડબલ્યુએસ 1.5 થી 2.5 ગ્રામ એ.આઇ./લીટરના દરથી.
સ્યુડોમોનાસફ્લોરેસેંસ અને વર્લિસિલિયમ ક્લેમિદોસ્પોરિયમ 10 ગ્રામ/કિલોગ્રામના બીજ દરથી, બીજ ડ્રેસરના રુપમાં

ઉપર મુજબ

ચણા

વિલ્ટ અને ડમ્પિંગ ઓફ

9 ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી ટ્રાઇકોડર્મા વિરાઇડ 1% ડબલ્યુ પી દ્વારા બીજ ઉપચાર
કાર્બેન્ડેજિમની સાથે કાર્બાસલ્ફાનનુ મિશ્રણ, થિરમ યુક્ત કાર્બેન્ડેજિમ 0.2%ના દરથી. 15-30 મીલી એ.આઇ./કિલોગ્રામ બીજ દરથી બીજને કલોરપાયરિફોસ 20 ઇસી દ્વારા ઉપચાર કરો.

 

બટાકા

માટી અને કંદ જણિત રોગ

સંગ્રહણ પહેલા 0.25%ના દરથી એમઇએમસી 3 % બોરિક એસિડ દ્વારા 20 મિનિટ માટે બીજ ઉપચાર

 

જવાર

લુઝ સ્મટ
કવર્ડ સ્મટ
લીફ સ્ટ્રાઇપ
ઉધઇ

કાર્બોક્સિન 75% ડબલ્યુપી 1.5થી 1.87 ગ્રામ એ.આઇ./કિલોગ્રામ બીજ દરથી થિરમ 75 %

4 મીલી/કિલોગ્રામના બીજ દરથી ક્લોરપાયરિફોસ દ્વારા બીજ ઉપચાર કરો

 

શિમલા મિર્ચ

રૂટ નોટ નેમાટોડ

સ્યુડોમોનાસ ફ્લોરોસેંસ 1% ડબલ્યુ પી, પૈસિલોમાઇસિસ લિલાસિરિઅસ અને વર્ટિસિલિઅમ ક્લેમિડોસ્પોરિઅમ 1% ડબલ્યુપી 10 ગ્રામ/કિલોગ્રામ બીજ ડ્રેસરના રુપમાં

 

સ્ત્રોત : પોર્ટલ કન્ટેન્ટ ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate